અભિવ્યક્તિ -૧-‘તમારા મોઢામાં સાકર….!’-અનુપમ બુચ

વાંચન શોખીન મિત્રો,

સૌનું અભિવાદન કરું છું.

મારા પ્રથમ લેખમાં સાકરનો પડો જ હોય!

 

‘તમારા મોઢામાં સાકર….!’

સાકર ‘વંદાય’, ખાંડ ‘ફકાય’! ખાંડ અને સાકર વચ્ચેના ભેદનો મર્મ ઉકેલવામાં વર્ષો કાઢી નાખ્યાં, સાહેબ!

ઠાકોરજીની આરતી પતે એટલે મારાં ફઈ મારી નાનકડી હથેળીમાં વાલના દાણા જેવડી સાકર મૂકે. એ સાકર ફટ્ટ જીભ ઉપર મૂકી હું ફટ્ટ ફળિયામાં રમવા દોડી જતો અને પછી એ નાનકડી ‘મીઠાઈ’ હું ક્યાંય સુધી ચગળ્યા કરતો. એ પ્રસાદ હતો. ઠાકોરજીની અમીદ્રષ્ટિ પડી હોય એવી સાકરની કણીના રસનું ગળપણ યાદ કરું છું ત્યારે મારા ગળાને ફક્ત ગળ્યું ગળ્યું જ નથી કરી મૂકતું, ગળગળું પણ કરે છે.

અમારા ઘરમાં ચા-ખાંડના ડબ્બા અધ્ધર મૂકાતા. ખરેખર કીડી-મકોડાથી બચાવવા કે ગળકુડા બાળકો પહોંચી ના શકે એટલા માટે 2×3ની ખાસ છાજલી બનાવી હશે એ તો ભગવાન જાણે. ભગવાન પણ કંઈ ઓછો નથી. પ્રત્યેક બાળકમાં એમણે એક સંસ્કારી ચોર બેસાડ્યો છે. કીડી-મકોડા તો એ છાજલી સુધી ન પહોંચી શકતા પણ અમને મોકો મળતો ત્યારે ખાંડનો ડબ્બો નીચે ઉતારીને ચાર આંગળીઓમાં સમાય એટલી ખાંડનો બુકડો (ફાકો) ભરીને અમે ભાગતા. પણ સાહેબ, કોઈ દિવસ ઠાકોરજીના ગોખલામાંથી સાકર ચોરીને મોઢામાં મૂકી ‘રપેટી’ મૂક્યાનું મને તો યાદ નથી. એ હક્કની સાકર તો સામેથી અમારી હથેળીમાં મૂકાતી.

જેટલો ભેદ પાપ અને પુણ્ય વચ્ચે એટલો જ તફાવત ખાંડ અને સાકરના ગળપણ વચ્ચે ગણી શકાય એવી સમજ મને મોડી મોડી પણ આવી’તી ખરી. આપણે ‘દૂધમાં સાકર ભળે એમ ભળી જવાનું’ કહીએ, ‘ખાંડ ભળે એમ ભળી જવાનું’ એમ ન કહીએ. આપણે એમ બોલીએ, ‘એ વાતમાં તો તું ખાંડ ખાય છે, હોં!’ એવું ન કહીએ, ‘એ વાતમાં તો તું સાકર ખાય છે, હોં!’ ‘…તો તો તમારા મોઢામાં સાકર’ કહીએ, ‘….તો તો તમારા મોઢામાં ખાંડ’ ન કહીએ. શેરડી સાકર જેવી ગળી કહીએ, શેરડી ખાંડ જેવી ગળી ન કહીએ. શેરડી સાકર જેવી ગળી કહીએ, શેરડી ખાંડ જેવી ગળી ન કહીએ. અમારા ફળિયાને નાકે શેરડીના રસની લારી ઊપર લખ્યું’તું, ‘સાકાર શેરડીનો રસ’. મને થાય છે કે, પાર્વતીજી પણ શિવજીને સાકર જ ધરતાં હશે, ખાંડ નહિ!

‘પંચામૃત’માં મધની બરોબરી કરતી સાકરનો ઉપયોગ થાય છે એટલે સાકરની શોધ અને સ્વીકાર સદીઓ પહેલાં થયાનું અનુમાન કરવું કંઈ ખોટું નથી. કોઈ હીરાઘસુ સાકરના ગાંગડાને અલભ્ય કાચો હીરો સમજીને ભૂલથી ઘસવા લાગે તો નવાઈ નહિ.

સાકરનો દાણો દૂધમાં ઓગળે એટલે દૂધ અમૃત બને અને ખાંડ ઓગળે એટલે માનો ઝેર! ખાંડની જુગલબંધી ચા-કોફી સાથે વધુ. અમારા વડીલો એટલી બધી ગળી ચા પીવે કે ચા પીધેલા કપ દાંડી પકડીને ઉપાડો ત્યારે રકાબી પણ અધ્ધર થાય! આ જોક નથી. મારા ફાધરને કોઈ દિ ભૂલથી પણ મોળી ચા અપાઈ જાય તો એમના કપાળની કરચલીઓ વચ્ચે ત્રીજું નેત્ર દેખાતું!

ખાંડનું નકારાત્મક ગળપણ જલેબી, શરબત, ગુલાબજામુન, મોહનથાળ, પેઠા, મુરબ્બો અને એવી અનેક મીઠાઈઓમાં ‘ધીમા ઝેર’ બની માણસને એક દિવસ ખતમ કરી નાખશે. છતાં વાત વાતમાં ખાંડ અને ખાંડની ચાસણીના ઉપયોગમાં પાગલ થયેલ માણસને ચેતવવા ઇન્દ્રદેવે ડાયાબિટીસ નામનું ‘ધીમું મૃત્યુ’ મોકલી માણસને ડરાવ્યો છે ખરો પણ માણસ એમ કંઈ ઝટ ‘સ્યુગર’થી ‘ફ્રી’ થાય ઈ વાતમાં શું માલ છે!

હવે તો કૃત્રિમ સાકરના દાણા, શંકાસ્પદ સાકરિયા પ્લાસ્ટિકની કોથળીઓમાં ધરાય છે અને પ્રસાદ બનીને જીભ અને મનને છેતરે છે. સૂડીથી ખડી સાકરના મોટા ગાંગડાઓ ભાંગીને ભરાતી સાકરની નાની બરણીઓ લગભગ અદ્રશ્ય થઈ ગઈ. આરતી પછી નાનકડી સાકર માટે લંબાતી હથેળીઓ ખાલી રહી ગઈ.

તમારા ઘરમાં સાકર છે? તમને છેલ્લે કોઈએ સાચી સાકાર ક્યારે આપી? તમે છેલ્લે સાચી સાકર ક્યારે જોઈ? તમે છેલ્લે સાચી સાકર ક્યારે ખાધી?

હું તો ઠાકોરજીને રોજ નાનકડી વાટકીમાં ધરવામાં આવતી ચાર-પાંચ સાકર અને તુલસીના બે કુણા પાન ગુમાવી બેઠો છું.

 

 

11 thoughts on “અભિવ્યક્તિ -૧-‘તમારા મોઢામાં સાકર….!’-અનુપમ બુચ

 1. સવારની મોળી ચા જોડે સાકરના પડાની મીઠાશ ઘૂટડે ઘૂટડે માણી .
  મ્હોં મધ કરતાંય વધુ મીઠ્ઠું થઈ ગયું .

  Like

 2. અને સાકર એટલે આ પણ હોય !

  સાકર (તા. લખતર)
  સાકર
  — ગામ —

  સાકર
  સાકરનુ
  ગુજરાત અને ભારતમાં સ્થાન
  અક્ષાંશ-રેખાંશ 22°51′19″N 71°47′30″E
  દેશ ભારત
  રાજ્ય ગુજરાત
  જિલ્લો સુરેન્દ્રનગર
  તાલુકો લખતર
  અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
  સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
  સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
  મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
  મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
  કપાસ, દિવેલા, રજકો, શાકભાજી
  સાકર (તા. લખતર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા લખતર તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. સાકર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

  Like

 3. વાંચવાની મઝા આવી ગઈ ! શુભ પ્ર્સન્ગે સાકરનો પડો આપવાનો રિવાજ છે : ચાલીસ વર્ષ પહેલાં અમેરિકા આવતી વેળાએ આવા સાકરના પડા આપેલા તે લાલ કાગળમાં વીંટાળેલા અમે વર્ષો સુધી કોઈ પણ શુભ પ્રસંગે – બાળકોના સ્કૂલના પહેલાં દિવસે , બળેવ – ભાઈબીજ , વર્ષગાંઠો પર વાપર્યા હતા .. સાંકર , અને તેય પેલા લાલ પડાની? જાણેકે ગુડ લક તો એમાં જ છુપાયેલું હતું !!
  Brought back all those sweet memories..Geeta Bhatt

  Like

 4. ફરી એક વખત. ગળપણના આ સવાદિયા જીવને ‘સાકર એટલે શું? ‘ એ પ્રશ્ન સવારથી મુંઝવતો હતો – થેન્ક્સ ટુ અનુપમ ભાઈ.
  પણ ખાંખાં ખોળાં કરતાં સાકર બનાવવાની રેસિપિ મળી ગઈ ! અથવા એ પ્રશ્નનો જવાબ તો મળી જ ગયો –

  https://hi.wikipedia.org/wiki/%E0%A4%B6%E0%A4%B0%E0%A5%8D%E0%A4%95%E0%A4%B0%E0%A4%BE

  Like

 5. સાકરનું નામ `શુગર` એ સંસ્કૃતમાંથી નીકળેલું છે. આ વસ્તુ સાથે એ નામ અરેબિયા તથા ઈરાનમાં પ્રવેશ્યું અને ત્યાંથી યુરોપની ભાષામાં પ્રવેશ્યું.આ વાત સાચી છે ?

  Like

  • The etymology reflects the spread of the commodity. The English word “sugar” ultimately originates from the Sanskrit शर्करा (śarkarā), via Arabic سكر (sukkar) as granular or candied sugar, which is cognate with the Greek word, kroke, or “pebble”.[1] The contemporary Italian word is zucchero, whereas the Spanish and Portuguese words, azúcar and açúcar, respectively, have kept a trace of the Arabic definite article. The Old French word is zuchre and the contemporary French, sucre. The earliest Greek word attested is σάκχαρις (sákkʰaris).
   The English word jaggery, a coarse brown sugar made from date palm sap or sugarcane juice, has a similar etymological origin – Portuguese jagara from the Sanskrit शर्करा (śarkarā).[2]

   ref
   https://en.wikipedia.org/wiki/Sugar

   Like

 6. અનુપમભાઈ,લેખ વાંચીને એવું લાગેછે કે અમે સાકર ઘોળીને પી ગયા.એનું ગળપણ વાચકના જીવનમાં પણ પ્રસરે તેવી શુભેરછા.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.