અવલોકન -વિષય પરિચય અને વ્યક્તિ પરિચય

મિત્રો દર શુક્રવારે- એક નવો વિભાગ -લેખક સુરેશભાઈ જાની

અવલોકન એ મનોવૈજ્ઞાનિક અભ્યાસ પદ્ધતિઓ પૈકીને એક પદ્ધતિ છે.

આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણની બેવડી ધારે ચાલતું નિરુપણ,અહી સુરેશભાઈ જાની ના શબ્દોમાં રજુ કરશું ‘અવલોકન’ના શીર્ષક હેઠળ , ‘બેઠક’ એકપાઠશાળા છે. અહી લખનાર વ્યક્તિ પણ વિકસે છે. અને વાંચનાર પણ વૃદ્ધિ પામે છે.એક જૂની કહેવત છે કે સાંઠે બુદ્ધિ નાઠે અહી આપણે ભૂલી જઈએ છે કે બુદ્ધિ નાઠે પછી જ પ્રજ્ઞા જાગે છે. બસ જેની પ્રજ્ઞા અવલોકન દ્વારા ખીલી છે એવા સુરેશભાઈ જાનીના  આત્મનિરીક્ષણને આપણે સહુ વાંચી પ્રેરણા સાથે જ્ઞાન મેળવશું.

જેમણે અનેક  લોકોના પરિચય આપ્યા છે એનો પરિચય આપવો મારે માટે માત્ર અઘરો નહિ પણ મારા માટે અવિનય પણ ગણાશે છતાં એમની સાથે વાતચીત દરમ્યાન જે કઈ જાણ્યું છે તે કહીશ.

સરલતા અને સહૃદયતાથી ઊઘડતી જતી વાત કહેવાની તેમની તાકાત છે, સાથે વિનોદ અને નર્મવૃત્તિનો વિવેકપુરસ્સર  ઉપયોગ પણ આવડે છે. હું એમને મળી નથી પણ મેં એમના અનેક લેખ અને બ્લોગ વાંચ્યા છે.  સુરુચિની સીમાને ક્યારેય અતિક્રમી અભિવ્યક્તી નથી કરી .અનેક રીતે વ્યક્ત થયા છે અને અનેકને વ્યક્ત કર્યા છે પણ નામના માટે નહિ.બધાને ઉપયોગી થવું એજ આનંદ, સારા વિચારોથી લઘુતમ ભાવમાં રહી શકે છે.બાકી પોતાની મેળે જ ખીલી પોતાના અંતરનો આનંદ, સ્વાત્માનંદ કરતા આવડે છે.વધુ હું કહું એના કરતા આપ સહુ એમને વાંચી અભિપ્રાય આપજો.એમની સાથે માત્ર ફોન પર વાતચીત કર્યાથી પણ મોસમ ખીલી છે.

શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

 

8 thoughts on “અવલોકન -વિષય પરિચય અને વ્યક્તિ પરિચય

 1. માનનીય પ્રજ્ઞાબેન,
  ખુબ ખુબ આભાર. મારું લખાણ તમારી બેઠકમાં વંચાય – એ અંગત આનંદ તો ખરો જ , પણ એનાથી વધારે હર્ષ તમે કરેલી વાતથી થયો છે.
  ———
  એક જૂની કહેવત છે કે સાઠે બુદ્ધિ નાઠે.
  અહી આપણે ભૂલી જઈએ છે કે બુદ્ધિ નાઠે પછી જ પ્રજ્ઞા જાગે છે.
  ———–
  આપણામાંનાં ઘણાં બધાં બ્લોગરો ૬૦ + છે. આ જ તો જીવનનાં વૃક્ષને ફળ આવવાની મોસમ છે. આપણાં સૌનાં શારીરિક ફળ તો આપણો માળો છોડીને એમના માળાને સજાવવામાં વ્યસ્ત છે. પણ આપણાં માનસિક, ચૈતસિક ફળ પાકે, તેવા મ્હોર મ્હોરાવવાની આ મોસમ છે.
  આ ઉમરે માત્ર વહેંચવાનો જ આનંદ – કોઈને નાનીશી મદદ કરવાનો આનંદ – આપણાં વિચારો અને લખાણોથી કોઈના જીવનમાં ઊભરી આવેલી નીરાશા અને હતાશાને તે ખંખેરી શકે તેવી શક્યતા ઊભી કરવાનો આનંદ.
  આ આનંદ નિજી લાભ કરતાં અનેક ગણો વધારે આનંદ આપતો હોય છે.
  ———–
  ૨૦૦૫ થી બ્લોગિંગની સવલત વાપરી છે. એના ફળ રૂપે ચપટીક આવડતું થયું છે. કોઈને પણ એમાં પડતી ગૂંચ ઉકેલવાનું ગમશે. વિના સંકોચે મને ઈમેલ કરી શકશે. પ્રજ્ઞાબેન એ સરનામું આપશે.

  Like

  • અહી પૂ..દાદાભગવાનની કહેલી વાત યાદ કરીએ છીએ……આપ બુદ્ધી અને પ્રજ્ઞા ની વાત સમજી જ ગયા હશો…અને આપના બ્લોગ નું સરનામું મુકેલ છે.આપને મોસમ માણતા આવડે છે.નિવૃત્તિ પછી શું કરવું એની બુક લખવી એના કરતા તમે દાવડા સાહેબ જેવા અનેક લોકો કાર્યશીલ રહી જીવનની બુકમાં ઉમેરો કર્યો છે.અભિનંદન …we must acknowledge and use our Gujarati seniors ability knowledge,experience and talent in wright manners….

   Like

 2. સુરેશભાઈ,પ્રજ્ઞાબેન માટેનાં આપના વિચરો સાથે હું સહમત છું.પ્રજ્ઞાબેન બેઠકના અનેક સભ્યોનાં પ્રજ્ઞાચક્ષુ બન્યા છે.સાચા અર્થમાં તે એક નર્સરીમાં નવા છોડવાઓ લાવીને તેમને અનેક વાવાઝોડા વચ્ચે માવજત કરીને ઉછેરવાનું કામ કરે છે.છોડવાઓ પોતે વિકસી રહ્યા છે તેનો બધાને આનંદ છે.તેની સુગંધ અને ફળ લેવા અને માણવા હકારાત્મક રીતે જે નજીક આવે છે તેને મળે છે.’માહીપડયા તે મહાસુખ જાણે …..’બાકીતો નિજાનંદમાં રહેવું કોને ના ગમે? આપના જેવા સાહીત્યકારનો અમે લાભ લઈશું અને વિકાસશું.શુભેરછા.

  Like

  • આ પાગલ માણસને સાહિત્ય કાર ન કહો. એ તો મિસ્ત્રી છે ! ( બધા ઈજનેરો મિસ્ત્રી જ ગણાય!)
   આ તો પકડ ડિસમિસ રિટાયર થયે હાલતા થયા, એટલે આ માઉસ અને કીબોર્ડ હાથમાં આવી ગયા.
   આપણે તો ભાયું ને બેન્યું … CM – common man

   Like

 3. Pingback: અવલોકનો – સુરેશ જાની | "બેઠક" Bethak

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.