અહેવાલ -બેઠક -તરુલતાબેન વાર્તા સ્પર્ધા -૦૯/૩૦/૨૦૧૭

કેલિફોર્નિયા મીલ્પીટાસ, ઇન્ડિયા કમ્યૂનિટિ સેન્ટર ખાતે “બેઠક”માં તારીખ ૩૦મી સપ્ટેમ્બરના  ૨૦૧૭ના  ગુજરાતી ભાષાની “બેઠક”મા ટેકનોલોજીની વાતો કરતા ઉત્સુકતા સાથે સંવેદના અનુભવી.

શરૂઆત કલ્પનાબેનની પ્રાર્થના થી થઇ.ગુજરાતી સમાજના વડીલ હરિકૃષ્ણ મજમુંદાર ની વિદાય અને પ્રજ્ઞાબેનના માતૃશ્રીની વિદાય લેતા સૌએ સાથે ખોટ અનુભવી.પારુલબેન દામાણી સાથે સૌએ સહિયારી પ્રાર્થના કરી પ્રજ્ઞાબેનને બળ આપ્યું.બેઠક એક પરિવાર છે એવો અહેસાસ સૌએ અનુભવ્યો.માધવીબેને એમના માતૃશ્રી ને યાદ કરી નવરાત્રીના દિવસોમાં  અંબામાનો ગરબો ગાઈ માની યાદોને તાજી કરી.તો કલ્પનાબેને માં શબ્દ પર પોતાની રજૂઆત કરી ‘શબ્દના સથવારે’ વિભાગની શરૂઆત કરી. 

‘બેઠક’ના વિષય આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર વિષય અનુસાર બધાએ અનેક વાર્તાઓ લખી,  તેના પરીણામની ઉત્સુકતાનો અંત આવ્યો  તરુલાતાબેને જાહેરાત સાથે પોતાના મંતવ્ય સાથે વાંચવાની અને લખવાની પ્રેરણા આપી.તરુલતાબેન સદાય ‘બેઠક’ને પ્રેરણા આપતા રહ્યા છે.પોતે એક સારી લેખિકા તો છે પણ પરદેશમાં ભાષા વાંચન અને સર્જન કાર્ય થાય તો ભાષા અને સાહિત્ય ગતિમય રહે એવું પોતે પણ દ્રઢપણે માને છે. એમને કહ્યું મેં બેઠકને અને સર્જકોને વિકસતા જોયા છે જે હિમત કરી કલમ ઉપાડશે એજ લખી શકશે તમા બધાનો પ્રયત્ન સરસ હતો.

એનેક જણ જાત જાતની વાનગી લઇ આવી સ્પર્ધાનું પરિણામની જાહેરાત થતા વિજેતા સપનાબેને પોતાના સુંદર વિચારો દર્શાવ્યા તો અનેક નવા  મહેમાનોએ  પોતાની રજૂઆત કરી. ગીતાબેન સુભાષભાઈ અને  હર્ષાબેન  અને યતીન ત્રિવેદી  સાથે શશીકાંતભાઈ અને તેમના પત્નીએ પોતાની જિંદગીની સફરની વાતો કહી પરિચય આપ્યો વાત સાંભળતા એક વાત નક્કી થઇ કે દરેક વ્યક્તિમાં લેખક, સર્જક હોય છે, માત્રને વાંચન અને  સર્જન દ્વારા જાગૃત કરવાનો હોય છે.

આમ આ વખતની બેઠક ઉત્સુકતા સાથે સર્જન સભર રહી …બેઠકમાં સદાય વાતાવરણ પરિવાર જેવું જ હોય છે પરંતુ પરદેશમાં સારા નરસા પ્રેસંગે કોઈ પરિવાર જેવી હૂફ આપે તો ત્યાં આપણાપણાનો અહેસાસ જરૂર થાય છે.

આયોજક -પ્રજ્ઞા દાદ્ભાવાળા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.