‘મા’ જે શબ્દ થકી મારો જન્મ થયો છે, તે ‘શબ્દને સથવારે’, હું મારો આ વિભાગ શરુ કરુ છું.
ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે |
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ||
‘મા’ શબ્દજ પૂર્ણ છે જે જન્મ પછી બોલાતો પહેલો એકાક્ષરી શબ્દ છે. જેના પર ગ્રંથો રચાયા છે. બાળકનો સર્વ પ્રથમ ગુરુ ‘મા’ હોય છે. વળી ‘મા’માં મ અક્ષર સાથે ‘કાનો’ એટલેકે ‘બ્રહ્મ’ ભળે છે. કહેવાય છેને કે ઈશ્વર સદેહે આવી નથી શકતો માટે ‘મા’નું સર્જન કરે છે. માટે આ વિભાગ હું દરેક ‘મા’ને, ગુરુને અને ઈશ્વરને અર્પણ કરુ છું. જગતમાં મા, ગુરુ અને ઈશ્વર આ ત્રણ સામે હાથ જોડીને શીશ નમાવો ….. શબ્દની જરૂર રહેતી નથી.
દરેક સગાઈની ઇમારતના પાયામાં ‘મા’ નામનો મજબૂત પથ્થર આપણા જીવનને ટકાવવા માટે હોય છે. જીવનમાંથી જયારે તે ખસી જાય છે ત્યારે પંડની શી દશા થાય છે, તેનો વલોપાત અનુભવેજ સમજાય છે. જેનો અનુભવ દરેકને જીવનમાં વહેલા-મોડા થાય છે. મને પણ થયો છે. પરંતુ ઈશ્વરે રચનાજ એવી કરી છે કે જીવનની ઇમારતમાં, સાથે બીજા સગાઇ-સંબંધનાં પથ્થરો જોડાઇનેજ ઇમારત બને છે. તેથીજ આપણું જીવનમાળખુ ટકી રહે છે. હા, અનેક સમયે માની યાદ અને તેણે આપેલી શીખ આપણાં માટે ઓક્સીજન બની રહે છે. ઘરડી ‘મા’ના શરીર પર કરચલીઓ પડે છે, પરંતુ તેની યાદો આપણા જીવનમાં એવીજ અકબંધ રહે છે. બાકીતો જન્મતાની સાથે અમ્બેલિકલ કોર્ડ કાપ્યા પછી પહેલો શબ્દ ‘ઊંઆ’ બોલાયેલો હતો. તેના પડઘા તો આજેય ક્યારેક ક્યારેક સંભળાતા હોય છે. અને ….. સંવેદનાથી છલકાતું હૈયુ હાથ નથી રહેતું, અંતે ગાઈ ઉઠે છે ….
‘મીઠાં મધુને મીઠાં મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’.
abhinandan
LikeLiked by 1 person
વિજયભાઈ,આપના આશીર્વાદ અને માર્ગદર્શનનો ફાળો મને અહીં સુધી પહોંચવામાં રહ્યો છે.આભાર આપનો.
LikeLike
સરસ વિષયથી શરૂઆત કરી છે, ખૂબ દૂર સુધી લઈ જશે.
LikeLiked by 1 person
દાવડા સાહેબ,જવું છે દૂર,જરૂર! સૌના સાથ,સહકાર સંગ,કાફલા સાથે! મજા આવશે…..
LikeLike
ખુબ સુંદર અભિવ્યક્તિ કલ્પનાબેન
માં વિષે તો જેટલું લખાય એટલું ઓછું છે .
માં ની લાગણીઓ તો મહાસાગરથી ય મપાય એમ નથી .
LikeLiked by 1 person
આભાર રાજુલબેન!
LikeLike
હાર્દિક અભિનંદન કલ્પનાબેન, નવિન સર્જન કરતા રહો એજ શુભેચ્છા.
LikeLike
આપની શુભેરછા મારું બળ બની રહે તેવી પ્રાર્થના.
LikeLike