મનની મોસમ ખીલવતા સર્જકના સાથીદાર-જ્યોતિ ઉનડકટ

 

 

 

 

ઘણીવાર ઘણી વ્યક્તિ ટુક સમય માટે મળે તો પણ લાંબી છાપ મુકીને જતા હોય છે.આજે આવો જ અનુભવ મનીષાબેન પંડ્યાના ઘરે થયો, જયારે એક કોલમીસ્ટ અને અભિયાનમાં એક વખતના એડિટર  જ્યોતીબેનને મળી ત્યારે…

જ્યોતિ ઉનડકટ એ ગુજરાતી પત્રકારીતામાં એક ઝળહળતું નામ છે…પહેલા જોઈએ ત્યારે લાગે  ફાલ્ગુની પાઠક જેવા દેખાય છે. પર્સનાલીટી “ટોમબોય” જેવી મુક્ત, સહજ  અને પારદર્શક, બોલવામાં કાઠીયાવાડી લહેકો  અને પહેલીવાર  મળીએ તો પણ આપણાપોતાના જ હોય તેવો અહેસાસ એને વાંચ્યા ન હોય તે પણ છુટા પડે ત્યારે કૈક વાંચ્યાનો અને મેળવ્યાનો અનુભવ કરાવે તેવું વ્યક્તિત્વ. જીજ્ઞાશું  અને નિરક્ષક આંખો, સાદી સરળ ભાષા, વાતચીતમાં કયાંય મોટો દંભ નહિ..દ્રઢ છતા અત્યંત ઋજુ અને સંવેદનશીલ, જ્યોતિબેન ને મળ્યા પછી જાબાંજ અને મક્કમ મનોબળની આ નારીનું વ્યક્તિત્વ જ ક્યાંક  અનોખું છે એવું લાગ્યું, સાચું કહ્યું એમના માંહ્યલાનો જાદુ સહજ વર્તાયો. એક  સ્ત્રી કલમ પકડે છે ત્યા એની સંવેદનાઓ શબ્દરૂપ ધારણ  કરે છે.સ્ત્રી સર્જકોની વાત જરા જુદી રહેવાની એને આવી લખતી અને અનેકની સંવેદનાને જગાડતી સ્ત્રીને મળીએ ત્યારે તેના માટે સહજ લખવાનું મન થાય.

એક દોઢ કલાકમાં ઘણી વાતો કરી..વાતચીત દરમ્યાન એમણે કહું  મેં અમેરિકાની એક એક ક્ષણ માણી,અહી આવ્યા પછી કોઈ બપોર મેં આરામ કરવા વિતાવી નથી,જાણે એમણે મનની મોસમ ને ખીલવી. મનની મોસમ એટલે મનના વિવિધ વિચારો…મનની મોસમ એટલે સહજ ખીલવું, અને સહજતા જ માનવીને અર્થ આપે છે.જયારે કોઈ વ્યક્તિ પોતાના શબ્દોથી પુષ્પને ખીલવે  ત્યારે  સામેવાળા એ ખીલેલા પુષ્પ ને માણે છે,જયારે આ તો એક પ્રત્રકાર એ જયારે વાતો કરે ત્યારે એમની  આંખો ઉપર ચશ્માં અને એની ઉપર દ્રશ્યો  અને જોયેલી, અનુભવેલી ઘટના સિવાય પણ કંઈ ઘણું બધું દેખાય… ‘ઘણું બધું એટલે માનવીય સંવેદના નો અહેસાસ

બીજી એક વાત મને સ્પર્શી ગઈ કે શ્રી કૃષ્ણકાંત ઉનડકટ ની હાજરી ન હોવા છતાં એમની હાજરી દેખાણી… એક જ વ્યવસાય માં સાથે કામ કરનારા પતિ પત્ની આટલા એકબીજાના પુરક હોય અને તે પણ આવા પ્રગતિશીલ સમાજમાં ?જોઇને આનંદ થયો,સાથે  તેમના આ લગ્ન એ લાદેલો નહિ પરંતુ સમજણ પૂર્વક સહજ સ્વીકારેલો સંબંધ છે એ જાણે અમે પણ મહેસુસ કર્યું  અને ..જ્યોતિ અને કૃષ્ણકાંત એ એકબીજા વગર અધૂરા છે એ વાત મારા મને જાણે  નક્કી કરી લીધું.

જ્યોતિબેને  એક એક ક્ષણ માણી જીવન માણતા આનંદ અનુભવતા, શબ્દમાં પરોવી બીજાના મનની મોસમને ખીલવતા હતા જેના પડઘા અમે મુલાકાતમાં અનુભવ્યા,જ્યોતિબેનને પહેલીવાર જ મળ્યા પણ એક અજાણી વ્યક્તિ તરીકે નહિ હુંફાળા વ્યવહાર સાથે,જેણે  મિત્રતાનો અહેસાસ કરાવ્યો. ..

મિત્રો મારી અને મનીષાબેનની ઈચ્છા એમને ‘બેઠક’ના સર્જકો અને વાચકો આપ બધા સાથે મેળવવાની હતી પરંતુ સંજોગો વસાત એમને ‘બેઠક’માં ન લાવી શકી તેનો અફસોસ થયો.

પરંતુ અમે મળ્યા, ખુબ મજા આવી પણ સમય ઓછો પડ્યો..

પ્રજ્ઞા દાદ્ભાવાળા

 

ગુજરાતી સમાજના વડિલ સમા હરિકૃષ્ણ દાદાએ લીધી વિદાય…..

પ્રભુ તેમના આત્માને શાંતિ આપે તે જ પ્રાર્થના.

-બેઠક અને દરેક વાચક અને સર્જક –

હરિકૃષ્ણ મજમુદાર

 હરિકૃષ્ણનો જન્મ વડોદરામાં ૧૯૧૯મા થયો હતો. શાળાનો અભ્યાસા વડોદરામાં જ કર્યો. ત્યારબાદ વડોદરાની કોલેજમાંથી બી.એ. કરી, કાયદાનો અભ્યાસ કરવા અમદાવાદ ગયા અને ૧૯૪૧ માં એલ.એલ.બી. ની ડીગ્રી મેળવી.

૧૯૪૧ માં એક ટેક્ષટાઈલ મિલમાં નોકરી શરૂ કરી. ૧૯૪૩ માં એમને મુંબઈમાં એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં નોકરી મળી. નોકરી કરતાં કરતાં જ, ૧૯૪૮ માં એમણે બી. કોમ. ની ડીગ્રી પણ મેળવી લીધી. એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં કામ કરતા હતા ત્યારે ૧૯૬૦ માં તેમને ભાભા એટોમિક સેંટરમાં મોકલવામાં આવ્યા, અને ત્યાં કાયમ થયા. ૧૯૭૭ સુધી ત્યાં કામ કરીને નિવૃત્ત થયા.

નિવૃતિબાદ આઠ વર્ષ સુધી વિદ્યાર્થીઓને ટ્યુશન આપવાના અને બીજા નાના મોટા કામ કર્યા. ૧૯૮૫ માં દિકરીએ એમને અમેરિકા તેડાવ્યા. તેમના કહેવા પ્રમાણે અમેરિકા આવવા પાછળ એમના મનમાં કોઈ યોજના ન હતી, એ માત્ર એમના સંજોગોનો તકાદો હતો. એમના શબ્દોમાં કહું તો, “ભારતમાં મારા નિવૃતિબાદના વર્ષો ઉપર મારૂં કોઈ નિયંત્રણ ન હતું, સંજોગોને આધિન સમય વ્યતિત થતો હતો.”

૧૯૮૫ માં તેઓ અમેરિકા આવ્યા. અમેરિકામાં આવીને એમણે કોમ્યુનીટી કોલેજમાં કેલ્ક્યુલસ અને શેક્સપિયરનો ઊંડો અભ્યાસ કર્યો. કેલક્યુલસ વિષયમાં તો તેમણે “ફેકટરાઈકઝેસન” નામનું પુસ્તક પણ લખ્યું. ત્રણ વર્ષ સુધી ઈન્ડિયા પોસ્ટ નામના છાપા માટે કોલમ લખી.

અમેરિકામાં મોટી ઉંમરના ભારતીયોની વિટંબણાઓથી જેમ જેમ પરિચિત થતા ગયા તેમ તેમ તેનો ઉકેલ લાવવા સિનિયરોને લગતા કાયદાઓ અને સિનિયરોની અપાતી છૂટછાટનો અભ્યાસ કરતા ગયા. ભારતથી આવતા લોકોની સોશ્યલ સીક્યુરીટી, ઇમિગ્રેશન અને અન્ય વિષયની ગુંચો ઉકેલવાની મદદમાં લાગી ગયા. વડિલોની મુંઝવણો સમજી લઈને એનો સમાધાન પૂર્વક ઉકેલ લાવવામાં મદદરૂપ થવા લાગ્યા. ૨૦૦૨માં અમેરિકાની વેલ્ફેર યોજનાની માર્ગદર્શિકા “ભુલભુલામણીનો ભોમિયો” (Mapping of the Maze) પુસ્તક લખીને સિનિયરોને માર્ગદર્શન આપ્યું. અનેક સ્થળૉએ સિનિયરોને માર્ગદર્શન આપવા વ્યાખ્યાનો આપવાનું શરૂ કર્યું. અમેરિકાના સેનેટરોને, અદાલતોને, પત્રકારોને અને નેતાઓને પત્રો અને પીટિશન્સ લખી લોકોને ન્યાય અપાવવા લાગ્યા. બસ લોકો તેમને દાદાના હુલામણા નામથી ઓળખતા થયા.

એમણે સિનિયરોને સલાહ આપી કે સ્વાલંબી બનો, પરિવારમાં મદદરૂપ બનો, જીવન માત્ર જીવો જ નહિં પણ એને માણો. પોતે પોતાની પુત્રીના બેકયાર્ડમાં પોતાનો ઓરડો બાંધી સ્વાલંબી જીવન જીવીને ઉદાહરણ પૂરૂં પાડે છે.

તેમની સેવા ની પ્રવુતિ માટે તેમનેઘણા એવોર્ડ મળ્યા છે ,Santa Clara County ના Human Resources Commission તરફથી “Toni Sykes Memorial Award ” દાદાને મળ્યો છે. દાદા પોતે કાયમી વસવાટ માટે પરદેશથી આવેલ વસાહતી છે. 2011માં તેમણે”સાઉથ એશિયન સિનયર સર્વિસ એસોસીએશન” રચ્યું છે. આજની તારીખે દાદા છેલ્લાં માં છેલ્લાં કાયદા અને નિયમો વિષે પોતાને માહિતગાર રાખે છે અને ઝીણવટ, સમજ અને અનુભવી કોઠાસુજથી લોકોના વણઉકેલ્યા કોયડાને ઉકેલે છે. દાદાજીની વાત સીનિયરોને અને ભવિષ્યની પેઢીને વિચારતા કરી મૂકે તેવી મૌલિક છે. દાદા કહે છે”અમેરિકામાં રહેનાર ભારતીય સીનિયરો પોતાના સાંકડા વર્તુળમાં પોતાનું જીવન જીવી નાખે, તેના કરતાં બહાર આવી અહીંનાં સમાજની વિશેષતા માણે તો આનંદપુર્ણ જીવન જીવી શકે. “સ્વ” પરથી નજર હટાવી “અમારા” પર નજર કરવાની જરૂર છે. હકારાત્મક જીવનમાં સુખી થવાનો આ ગુરૂમંત્ર છે. દાદાની વડિલોને સલાહ છે કે બાળકો ઉપર તમારા સિધ્ધાન્તો અને તમારા અનુભવો ન થોપતા. શક્ય છે કે બદલાયલા સંજોગ અને બદલાયલા સમયમાં એ એમને ઉપયોગી ન પણ થાય.

દાદા કહે છે, “ અહીં અમેરિકામાં હું મારા જીવનનું નિયંત્રણ કરી શકું છું, કારણ કે અહીં લોકો નૈસર્ગિક જીવન જીવે છે. લોકો અહીં માન અને પ્રેમના ભૂખ્યા છે, અને અન્યોને પણ તેઓ માન અને પ્રેમ આપે છે. મને મારા કાર્યના બદલામાં પૈસાની ભૂખ નથી, લોકો મને જાણે, મારા કાર્યની નોંધ લે, મારા માટે એ જ પુરતું છે. અહીં તમે કંઈપણ ન કરો તો જ તમારૂં કાર્ય વણનોંધ્યું રહે.”

-પી. કે. દાવડા

ઓમ શાંતિ શાંતિ સ્વર્ગસ્થ
આત્માને પ્રભુ શાંતિ આપે
એવી પ્રાર્થના

જિંદગીકે સફરમેં -સપ્ટેમ્બર -(1)ફક્કડ ફૂવા

મિત્રો આ મહિનાનો વાર્તાનો વિષય જિંદગીકે સફરમેં  -સૌપ્રથમ રાષ્મીબેનની વાર્તા અહી રજુ કરું છું..આ સાથે હું જયશ્રીબેન મર્ચન્ટ લિખિત ધારાવાહી પણ રજુ કરીશ જે તમને લખવાની સતત પ્રેરણા આપશે.સારું વાંચન જ લેખનને સુધારશે.

ફક્કડ ફૂવા

બાળપણથી યાદ કરવા માંડીએ તો, જીવનમાં એવાં કેટલાંક પાત્રો હોય જ, જેમની છબી મન પર અંકાઈ ગઈ હોય. તેમાં ય તમે જોજો, રમુજી પાત્રો આપણને વધારે યાદ રહી જાય. એમની અનેક વાતો એવી હોય જે વારંવાર યાદ કરીને આપણે  અનુકુળ સમયે ચર્ચામાં ઉલ્લેખ કરતાં હોઈએ.આજે મને ફરીથી એ ફક્કડ ફૂવા યાદ આવી ગયા. એ હતા જ એવા. એમની વાતો સાંભળીને આપને હસી હસીને બેવડ વળી જઈએ!  

 બાફટાની આછા પીળાશ પડતા રંગની કફની અને અકબંધ ઈસ્ત્રીવાળો સફેદ બાસ્તા જેવો પાયજામો, જો તમને રસ્તામાં દેખાય તો એ બીજું કોઈ નહિ, ફક્કડ ફૂવા જ હોવાના. આખા ગામની દરેક વ્યક્તિ, આછી પીળાશ અને ઝગમગતા સફેદ રંગનું કોમ્બીનેશન જોતાં જ એમને ઓળખી જાય. પાછી ખાસ વાત એ કે, ફક્ત અને ફક્ત આ જ તેમનો હંમેશનો યુનિફોર્મ. સુરજદાદા ક્યારેક પશ્ચિમમાં ઉગવાની ઈચ્છા કરે તો કરે, અને સાગર પોતે સામે ચાલીને સરિતાને મળવા નીકળી પડે, તે કદા…ચ  બને, પણ આ ફૂવાના ડ્રેસમાં કોઈ જાતનો ફેરફાર?  બને જ નહીને!  તેમના આવા અક્કડ ઈસ્ત્રીદાર પહેરવેશને લીધેજ તેમને “ફક્કડ ફૂવા”  નામ મળેલું. ફૂવા પોતે પણ આ બીરુદથી બેહદ   ખુશ હતા.

ફક્ત દેખાવથી જ નહિ, સ્વભાવથી પણ તેઓ ફક્કડ હતા. બાપદાદાનો અઢળક પૈસો, અને ઉંચો મોભો તેમને વારસામાં મળેલા. આ કારણથી સૌ તેમનું  માન રાખતા. પોતે જીવનભર જાળવેલો વારસો હવે, આગલી પેઢીના વારસદારોને સોંપીને નિવૃત્તિનો લ્હાવો લેવા માટેનો સંકલ્પ, તેમણે  કરી લીધો હતો. અને પોતાના  પૈસાની કે મોભાની મોટાઈને ઉંચી ખીંટીએ લટકાવીને,  સહજતા, સરળતા અને ફક્કડ પણાને અપનાવી લીધું હતું. આ પરિસ્થિતિમાં ગામના દરેક જણ સાથે તેમણે ઘરોબો કેળવી લીધેલો. એટલે જ રોજ સવારે, નાહીધોઈને યુનિફોર્મમાં સજ્જ થઇને  તેઓ  નીકળી પડતા. રોજ કોઈ એક ઘર પકડી લેતા, અને ત્યાં આરામથી અલકમલકની વાતો કરતા. તેમની વાતો હંમેશાં મજેદાર, માહિતીપ્રદ  અને હાસ્ય પ્રેરક રહેતી,   એટલે સૌને તેમનું આગમન ગમતું.

ગામમાં અમારું ઘર રોડ પર જ હતું, એટલે દસ-બાર દિવસે અમને સૌને તેમનો લાભ મળતો રહેતો. દુરથી તેઓ આવતાં દેખાય એટલે જેની નજર સૌથી પહેલી તેમના પર પડે તે, બાકીના સૌને એલર્ટ કરી દે. ” ચાલો ચાલો, બધા ઝડપથી પરવારી જાવ અને ચાનું તપેલું ચઢાવી દો, જુઓ સામેથી ફક્કડ ફૂવા આવે છે.”–આ પરવારવાનું કેમ? ખબર છે? ફુવાની મઝા પડી જાય તેવી વાતો સાંભળવા બધાએ બેસી જવાનું, એ વણ કહ્યો અને સ્વ નિર્મિત નિયમ હતો. ફૂવાને તો ઓડીયન્સની  ક્યારેય ચિંતા ના હોય. એ તો ન ફકારાશથી આવે. તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે તે પહેલાં તો,આદુ-ફૂદીનાથી મઘમઘતી ચા ધરી દેવાની. તેઓ પોતાને “ચેઈન ટી ડ્રીંકર” તરીકે ઓળખાવતા. પહેલીવાર પીરસેલી ચાનો ખાલી કપ લેવા જઈએ એટલે તરતજ કહે,” ચાનો ભરેલો કપ લીધા વિના ખાલી કપ લેવા આવવાનું હોય બકા?” આ ચા માટેનો ખાસ નિયમ જળવાઈ રહે ત્યાં સુધી તેમનો અસ્ખલિત વાક્ પ્રવાહ  વહ્યા કરે.

એક દિવસ ફૂવા આવીને બેઠા અને કહ્યું, ” આજે તો મારે વહેલા ઘરે જવું પડશે. મારાં સૌથી નાનાં સાસુ આવવાનાં  છે.” “સૌથી નાનાં સાસુ?” કોઈ બોલ્યું. “હા મારા સસરા ત્રણવાર પરણેલા, એમાં આ સૌથી નાનાં. બે જ સાસુ હયાત છે, મોટા સાસુ ગુજરી ગયાં છે.” “પણ આપણા દેશમાં તો એક જ પત્નીનો કાયદો છે ને?” “કાયદો ને બાયદો, કોણ ગણે છે? નાના ગામોમાં, છેક છેવાડે બે-ત્રણ વર્ષમાં દીકરો ના જન્મે તો બીજા લગ્ન કરાવી જ નાખે. કોણ જોવા જાય છે?” “બે તો ઠીક પણ ત્રણ ત્રણ વાર?” ” લો કરો વાત! તમે ત્રણની વાત કરો છો? મારા બાપા તો પાંચ વાર પરણેલા. એમને એટલું સારું હતું કે, પાંચમાંથી કોઈ પણ બે ભેગી નહિ થયેલી.એક મરી  કે બીજી આવેલી, બીજી મરી કે ત્રીજી .. ને એમ ક્રિકેટના મેદાનમાં જેમ એક ખેલાડી આઉટ થાય કે તરત બીજો હાજર થઇ જાય  એના જેવું! એ જમાનમાં સા….બૈરાં મરતાં ય બૌ, દવાઓ ઓછી, ડોકટરો ઓછા એટલે પહેલી નહીં તો બીજી સુવાવડમાં તો વિકેટ પડી જ જાય. ને પાછી નવી ગીલ્લી નવો દાવની રમત શરુ થાય . ” 

 ફૂવાનું હકારાત્મક વલણ પણ તેમની દરેક વાતમાં જણાઈ આવતું. એકથી વધુ લગ્ન એ ખરેખર સમાજનું દુષણ ગણાય, પણ તેમાં શું સારું તે શોધી કાઢતા. તેઓ કહેતા -આપણા કુટુંબો પહેલાં કેટલા વિશાળ  અને મેન પાવરથી સમૃદ્ધ હતાં. ઘરનો લગ્ન પ્રસંગ હોય તો જાન  જેટલું માણસ તો ઘરનું જ થઇ જાય. કોઈની સાડાબારી જ નહીં. મોટાને  તો ખબર  હશે, પણ છોકરાઓ તમને મારી વાત સાંભળીને રમુજ થશે. જુઓ મારે નવ બેનો ને અમે ચાર ભાઈઓ, એટલે એક આખે આખી ઈલેવન ટીમ થઇ જાય, ઉપરાંત અમ્પાયર પણ એક પર એક ફ્રી મળી જાય. મારાં એકનાં એક પત્ની પણ મારાથી કંઈ કમ નથી. એમને નવ ભાઈઓ અને તેઓ ચાર બેનો છે! આમ બંને પક્ષે અમારી પાસે બે-બે ઈલેવન ટીમો છે. હવે આજે તો, બધાને ત્યાં ત્રીજી પેઢી પણ તૈયાર છે. હવે બોલો, અમે બધા થઈને કૌરવોને આંટી દઈએ કે નહી? 

એક દિવસ ફૂવા આવ્યા અને કહે, “આજે મારે ચા -બા નથી પીવી, મને એક મઝાની વાત  યાદ આવી છે. સાંભળી લો. હવે મા…ળી ઉંમર થઇ છે,એટલે પછી  ભૂલી જવાય છે. એકવાર હું મારે સાસરેથી  નીકળી  કપડવંજ બસમાં જતો હતો. મારી બાજુમાં એક શામળા, નીચા ને પાતળા પાંત્રીસેક વર્ષના  ભાઈ બેઠેલા હતા. આપણો તો બોલવાનો સ્વભાવ એટલે પૂછ્યું, ” શું નામ છે ભાઈ?” ” “જેન્તી” ” હા પણ સાસરીમાં બે જેન્તી છે એટલી ખબર છે,  તો તમે?” ” હું છોટા મરઘાનો જેન્તી.” હા હા ઓળખ્યા, અને બીજો તો ઘેલા અમથાનો જેન્તી ખરું કે?” હું વાતોડિયો પણ સામે પેલો મુજી, તોલી તોલીને બોલે એટલે શું વાત થાય? છેવટે અમે કપડવંજ પહોંચી ગયા. મારે ત્યાં એક મોટા ડોક્ટરની હોસ્પીટલમાં કામ હતું. અમારા દસ ગામો વચ્ચે એ સૌથી મોટી હોસ્પિટલ અને ત્યાના ડોક્ટર, સારામાં સારા હોશિયાર સર્જન ડોક્ટર – એવું કહેવાતું. આપણા રામને  પહેલી વાર કામ પડ્યું હતું. દરદીઓની ખાસી લાઈન હતી. શિસ્ત એવી હતી કે, આપણી કોઈ મોટાઈ અહીં ચાલશે નહિ, તેની ખબર પડી ગઈ હતી. મારી બાજુમાં બેઠેલો દરદી ગંભીર રીતે ગંધાતો હતો. મેં કહ્યું,’ અલ્યા કેટલા દિવસે નહાય  છે.?” ” ના સાહેબ નાવાનું તો રોજ પણ, આજે ઝાડાનું સેમ્પલ લાવ્યો  છું, એટલે બૌ વાસ મારે છે.” ” તો ઉઠ ભાઈ એને ત્યાં આઘું મૂકી આવ” તે એક તપેલું લઈને ઉભો થયો.” એ તપેલાને કોઈ નઈ ખાઈ જાય એને અહીં રાખને!” ” પણ સાબ એ તપેલામાં જ  ઝાડાનું  સેમ્પલ છે.” ઓ ત્તારી ભલી  થાય! 

આ બધી રામાયણમા જ મારો નંબર આવ્યો. ને હું સાહેબની કેબીનમાં ગયો. ડોક્ટરની ખુરસી ખાલી હતી, ને બારી પાસે ઉંધો ફરીને કમ્પાઉન્ડર જેવો કોક ફોન પર ચોટેલો હતો. મેં પૂછ્યું,” અલ્યા ડોક્ટર ક્યારે આવશે?” અને તે મારી સામે ફર્યો. ” અલ્યા, છોટા મરઘાના જેન્તી તું અહીં કમ્પાઉન્ડર છું? તો બસમાં મને કીધું નહિ ? માળો હાળો મૂંગો!” અને કૈંજ બોલ્યા વિના એ મૂંગો, ડોક્ટરની ખુરસી પર બેસી ગયો. ને ત્યારે મારી બોલતી બંધ થઇ ગઈ!   એ  બોલતી બિચારી બંધ ના થાત તો જ નવાઈ, કારણ એક તો મારો હાળો છેક સુધી બોલ્યો નહિ, કે તે ડોકટર છે. બીજું વધારે ખાસ કારણ તો એ કે, એના હાઈટ, બોડી અને રંગ એવાં કે, એ પોતાના સમ ખાય, અરે! પોતાના શું? ઇવન છોટાના(બાપના) કે, મરઘાના(દાદાના) સમ ખાય, તોય કોઈ માને નહિ, કે એ ડોક્ટર છે. પણ એક વાત કહેવી પડે, એની આંખોમાં જ્ઞાનની ચમક અને વ્યક્તિત્વમાં સ્માર્ટનેસ ચોક્કસ હતી! આ ટાણે મને અમારો નોકર જીવલો, એકદમ યાદ આવી ગયેલો. ઉંચો, રંગે ગોરો, માંજરી  આંખો, એને જો હાથમાં સ્ટેથોસ્કોપ પકડાવી  દઈએ ને, તો પછી, એ ડોક્ટર નથી, તે મનાવવા ચાર પેઢીના સમ ખાવા પડે! 

અસ્તુ.

રશ્મિ જાગીરદાર. 

મમ્મીની કર્મનિર્જરા

હું આજે ઇન્ડિયામા મારી મમ્મી સાથે  છું,…

મમ્મી બિમાર છે.

પથારી વશ….મેં મમ્મીને ક્યારેય બીમાર પડતા ને આટલું સુતા ક્યારેય જોઈ નથી..

 

મને આવ્યા ને પાંચ દિવસ થયા એમને અને એમની પરિસ્થિતિ જોઈ દુખ થાય છે.હાથ પગમાં  સોજા શરીરમાં ભાઠા પડ્યા છે. પોતાની મરજીથી પડખું પણ ફરતા નથી બાળકની જેમ કોળિયા દઈએ છીએ..મમ્મી ઓછુ બોલે છે. ચેહેરા પર સંતોષ વર્તાય છે  ફરિયાદ નથી એમની સેવા કરવાનું બહુ મન થાય છે..હું  તકિયાનો ટેકો લાગવું છું.તો ક્યારેક બે કોળિયા ખવડાવું છું.ડો અને નર્સ બધી જ સગવડતા છે પરંતુ દુખ એ વાત નું છે કે હું એમની વેદના લઇ શક્તિ નથી માત્ર હાથ પકડીને બેસી રહું છું.પ્રભુને પ્રાથના કરું છું, કે “હે ઈશ્વર તમારી પૂર્ણ યોજના પ્રમાણે જ બધું થશે તેમાં અમે એકરૂપ થઈએ એવી શક્તિ આપો”

આવી બીમારીમાં પણ મમ્મીના ચહેરા પર અપાર શાંતિ જોઈ શકું છું..આ અનુભવની જ્ઞાનની શાંતિ છે  પ્રભુ તમારા સાનિધ્યની શાંતિ છે.એમના ધ્રુજતા હાથમાં પણ આજે મંગલમય શક્તિનો અહેસાસ થાય છે.આજે પણ એ હાથ માત્ર ને માત્ર આશિર્વાદ આપવા ઉપડે છે.આ પવિત્ર શક્તિ  જ મારા આત્માના સ્તર પર સ્પર્શી મને સાચવે છે.તેમનો સ્પર્શ માત્રથી હું ફરી ગોઠવાઈ જાઉં છું….મારા હ્યુદયને નવી ચેતના મળે છે  એમના સાનિધ્યમાં મારા દરેક વિચાર, સમજણ, મારી એકલતા, દુઃખ મુંજવણ બધું જ જાણે વહી જાય છે અને અઢળક પ્રેમના ધોધને માણું છું..હું એકત્વ અનુભવું છું……

અને કૃતજ્ઞતાથી સભર હૃદયે હું તમને નમન કરું છું.

આજે સવારે સ્પંચ કરતા હું એમના પડેલા શરીર પર ભાઠા પર હળવેકથી દવા લગાડતા પુછુ છું…વેદના થાય છે ?.

મમ્મીએ કરચલીવાળો ચહેરો ઉંચો કરી પોતાના કમજોર ધુર્જતા હાથોથી નમસ્કારની મુદ્રામાં હાથ જોડી અને કૈક બોલે છે.

હું  જીજ્ઞાશા સાથે પુછું છું .. શું બોલો છો ?

પ્રભુ પાસે પ્રાથના કરું છું કે હું મારા બધા કર્મો શાંતિથી ખપાવી લઉં પછી લઇ જજે ઉતાવળ ન કરીશ.

અને ટેપરેકોર્ડ પર વાગતું સ્તવન જાણે સાથ પુરાવી  શક્તિ આપતું હતું ..

ભક્તિ કરતાં છૂટે મારાં પ્રાણ પ્રભુ એવું માંગુ છું…

રહે હૃદયકમળમાં તારું ધ્યાન પ્રભુ એવું માંગુ છું..

અંત સમયે રહે તારું ધ્યાન, પ્રભુ એવું માંગુ છું ..

 

 

અહેવાલ -બેઠક ૨૫મી ઓગસ્ટ-વિષય -ટેકનોલોજી

કેલિફોર્નિયા મીલ્પીટાસ, ઇન્ડિયા કમ્યૂનિટિ સેન્ટર ખાતે “બેઠક”માં તારીખ ૨૫મી ઓગસ્ટ ૨૦૧૭ના એક અનોખી “લહાણી” કરી. જાણીતા ગાયક શ્રી આશિતભાઈ અને હેમાબેન સમક્ષ ટેકનોલોજી વિષે સર્જકે પોતાના વિચારો દર્શાવી ગુજરાતી ભાષાની “બેઠક”મા ટેકનોલોજીની વાતો કરતા સંવેદના અનુભવી.

બેઠકના વિષય આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર વિષય અનુસાર બધાએ પોતાની વાર્તા રજુ કરી. શરૂઆત કલ્પનાબેનની પ્રાર્થના થી થઇ.ત્યારબાદ કુન્તાબેન શાહ, જીગીશાબેન પટેલ ,જયવંતીબેન. દર્શના વરિયા, અને પ્રજ્ઞા દાદ્ભાવાળાએ પોતાની વાર્તા કહી સમભળાવી.દર્શનાબેને વાર્તા સાથે ટેકનોલજી ની જાણકારી પણ આપી.

અંતમાં આશિતભાઈ એ બધા સર્જકોને અને બેઠકને ખુબ પ્રોત્સાહન આપતા બેઠકની  પ્રવૃતિને વખાણી.સંગીત ના ક્ષેત્રમાં  પણ ટેક્નોલોજી વપરાસ માં આવી રહી છે.એ વિષે ખુબ જાણકારી સભર વાતો વહેચી. દુનિયા નાની થતી જાય છે અને હવે અમે દુર બેઠા પણ સંગીત શીખવાડી શકીએ છીએ.અનેક વાજિંત્રો ને સૂરને અમે સાચવી જરૂર પડે વાપરી શકીએ છીએ.ટેકનોલોજીને અપનાવી પડે અને સમય ના વહેણમાં તરવા સ્વીકારી આગળ વધવાનું હોય. અમે પણ તમારી જેમ માતૃભાષાને સંગીતના માધ્યમ દ્વારા ગતિમય રાખીએ છીએ. હેમાબેને પણ ખુબ સુંદર વિચારો દર્શવતા બેઠકના સર્જકોને પ્રેરણા આપી અને ભારતીય વિદ્યાપીઠ માં એમની સંગીત ની ‘બેઠક’ની વાત કરી.બેઠકની પ્રવૃતિની જેમ અમે વિષય આપી દર મહિને સંગીત ની સાધના કરીએ છીએ. પરદેશમાં ‘બેઠક’માં આવી પ્રવૃતિને આપ સાથે મળી કરો છો તે ખુબ સારી વાત છે. યુવાન પેઢી આમાં જોડાય તે વધુ જરૂરી છે. તો કિરણભાઈએ બેઠકની પ્રવૃત્તિ વખાણતા ટેકનોલજી વિષય પર હાસ્ય પીરસ્યું આમ બહારગામથી આવેલ મહેમાનોએ ‘બેઠક’મા ભળી જઈ ઘર જેવું વાતાવરણ સર્જયું.   

વાત અને વિષય ભલે ટેકનોલોજી હતો પણ બેઠકમાં હેમાબેન અને આશિતભાઈની હાજરીથી એક ઉત્સાહ અને માનવીય સ્પર્શ વર્તાતો હતો.દર્શનાબેનએ અને નરેદ્રભાઈએ માત્ર હાજરી નહોતી આપી પણ બેઠકના એક શુભેચ્છક બની ઉત્સાહ જગાડ્યો હતો,લાકડીના ટેકે આવેલ દર્શનાબેન  સદાય બેઠકના ટેકો બની રહ્યા છે એ વાત સહુએ મહેસુસ કરી.એમણે લાવેલ ભોજન સૌએ માણ્યું.તો બીજા સર્જકોની અનેક રસ અને સ્વાદવાળી વાનગી ભળતા અન્કૂટ પીરસ્યો.રાજેશભાઈ એ અંતમાં આવી ને સૌના ફોટા લેતા સૌના ચહેરા પર સ્મિત ઉપસી આવ્યું.પરંતુ પ્રતાપભાઈ ,દાવડા સાહેબ,તરુલતાબેન અને રઘુભાઈની  સાથે અનેકની ખામી વર્તાણી..

એક વાત નક્કી છે કે જયારે કોઈની હાજરી અને ગેરહાજરી થી બેઠકમાં ફર્ક પડે છે ત્યારે મહેસુસ થાય છે કે ટેકનોલોજી સુવિધા જરૂર આપે છે પણ માનવી તો સંબધ અને સંવેદનાથી બનેલો છે. એની જગ્યા નિરજીવ યંત્ર કેવી રીતે લઇ શકે … ? આમ બેઠકમાં ટેકનોલોજી વિષે વાર્તા કરતા અંતમાં  સંવેદના અનુભવતા સૃષ્ટિ ભાવનો, સંગીતનો અને  ઉર્મિનો  સ્પર્શ અનુભવ્યો .

આયોજક -પ્રજ્ઞા દાદભાવાળા

જીવનની સફરમાં -શું આપને યાદ છે? -તરુલતાબેન મહેતા

શું આપને યાદ છે?

   બે વર્ષ પૂરવે હું સુરતમાં અઠવા લાઈન્સના  રોડ ક્રોસીગના સિગ્નલ પાસે ટ્રાફિક રોકાય ને રોડ ક્રોસ કરું તેની રાહ જોતી હતી.ટ્રાફિકના જંગલ વચ્ચે અટવાયેલી સાવ નિ :સહાય બાળકી જેવી ઊભી હતી.એક સેકન્ડ માટે વાહનોનોની રફતાર અટકતી નથી,લોકો જાનને મૂઠીમાં રાખી રોડ ક્રોસ કરી લેતા  હતા,મારી જિગર ચાલતી નથી.એટલામાં એક પોલીસે કડકાઈથી વાહનોને રોકી મારી સાથે બીજા ઘણાને રોડ ક્રોસ કરાવ્યો,હું રોડની બીજી તરફ જઈ રહી હતી ત્યાં એણે સંભાળપૂર્વક   મારો હાથ ઝાલી પ્રેમથી બોલ્યો ‘સાચવજો તરુબેન ‘ મેં આશ્ચર્યથી જોયું તો એની આંખોમાં આત્મીયતા હતી.અમારી જૂની ઓળખાણ હોય તેમ પૂછ્યું ,

‘શું આપને યાદ છે  ? મેડમ ‘.હું જયારે સુરતની કામરેજ ચાર રસ્તા પર આવેલી કોલેજમાં પ્રોફેસર હતી ત્યારે વિદ્યાર્થીઓ ‘મેડમ ‘ કહીને બોલવતા.કોલેજનો વિદ્યાર્થી હશે. પણ ,પચ્ચીસ વર્ષો પહેલાંના

કોઈ એકને કેવી રીતે ઓળખું ?મેં એને ધ્યાનથી જોયો,કસાયેલું  શરીર,તડકામાં ચમકતો  કાળો પ્રસન્ન ચહેરો,  પોલીસના ખાખી ડ્રેસમાં ચપળ લાગતો હતો.એની કાળી ઝીણી આંખોમાં ખોવાયેલું સ્વજન

મળ્યાના વિસ્મય અને પ્રેમથી ચમક ઉભરાઈ ,તેના રોમેરોમમાં જાણે કે

આનંદનું પૂર ઊભરાતું હતું.મારા ક્ષોભને છુપાવવા મેં ચશ્મા કાઢી સાફ કર્યા,વિસ્મુત ઓળખના ગુનાનો ડંખ મને કોરી ખાતો હતો.મેં એના ખભાને સહેજ થાબડી કહ્યું ‘,ભાઈ ,એવું છે ને , ‘મારું વાક્ય અધૂરું રહ્યું

એના ભાવભર્યા શબ્દોએ મને ઉગારી લીધી, તે બોલ્યો ‘મેડમ ,હું કાશીરામ ગામીત,તમે આમ જ મારો ખભો થાબડી મને  બચાવી લીધો હતો,થેક્યુ યુ.’,એને ઘણું કહેવું હતું પણ એનો અવાજ ગદગદ થઈ ગયો.મેં એને

બોલવા ન દીધો ,જૂની ઓળખને તાજી કરી મેં એને એની ડ્યુટી માટે રજા આપી.એની ટટ્ટાર ચાલમાં ગર્વ અને આનંદ હતા.

કાશીરામ ગામીત એક આદિવાસી વિદ્યાર્થી હતો.સુરત જીલ્લાના કામરેજ,માંડવી વગેરે તાલુકાના નાના ગામડાના  વિદ્યાર્થીઓ  તથા દૂર દૂરના વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓ માટે કામરેજ ચારરસ્તા પર કોલેજ કરી હતી.શિક્ષકોને શહેર જેટલો પગાર અને સુવિધા આપતા.કોલેજનું આલિશાન બિલ્ડીગ,મોટું કમ્પાઉડ ,વિશાળ વૃક્ષોની લીલીછમ ઘટા અને ખૂલ્લાશ હું ત્યાં હતી ત્યારે ખૂબ માણતી.ડો.દવે ત્યારે પ્રિન્સીપાલ હતા,તેઓ સૌ પ્રત્યે સદભાવ રાખતા,હું કોલેજમાં જોડાઈ ત્યારે વિચારેલું એકાદ વર્ષમાં બીજે જતી રહીશ,પણ ત્યાંના વિદ્યાર્થીઓની ધગશ અને પ્રેમે મને નવ વર્ષ બાધી રાખી,અમારું  કુટુબ કાયમ માટે અમેરિકામાં સ્થાયી થવા તેયાર થયું ત્યારે છેલ્લા ચાર મહિના હું એકલી હતી.રાજીનામાનો નોટિસ સમય મારે પૂરો કરવાનો હતો.દવેસાહેબે મને વિનતી કરી,’તરુબેન,તમે લેડીઝ હોસ્ટેલના કવાટરમાં ચાર મહિના રહો તો અમારી નવી યોજનાને ટેકો મળે.ગયા વર્ષથી લેડીઝ હોસ્ટેલ શરુ કરી છે. દસ જ છોકરીઓ છે.હજી કોઈ લેડી રેકટર મળ્યા નથી.’સંકટ સમયની સાંકળનો વિશ્વાસ તેમના શબ્દોમાં હતો.ચારે તરફ હરિયાળા ખેતરોની વચ્ચે કોલેજ, પ્રિન્સિપાલનું ક્વાટર ,લેડીઝ હોસ્ટેલ મારું રહેઠાણ અને સામેની બાજુ બોયઝ હોસ્ટેલ હતી.મારા પતિશ્રી તથા દીકરી અમેરિકા પહોંચી ગયાહતા,

કાશીરામ ગામીત કોલેજના ચોથા વર્ષમાં હતો.એનો બાપ ઈચ્છારામ ચોકીદાર હતો.કાશીરામ રાત્રે એના બાપુ સાથે આવતો ,કોલેજના વરંડામાં લાઈટ નીચે વાંચતો ,લાકડી ઠોકતો મોડી રાત્રે આંટા ય

મારતો,હું મારા ક્વાટરની બારીમાંથી જોતી.મારું લખવા -વાંચવાનું મોડી રાત સુધી ચાલતું ,મારી બારી આગળ આવી કહેતો ‘મેડમ સુઈ જાવ ત્યારે બારી બંધ કરી દેજો અને પાછળની લાઈટ ચાંલું રાખજો.’

મને થતું મારા સ્વજનની ખોટ કાશીરામ પૂરે છે.આદિવાસી વિદ્યાથીઓ બોલે બહુ ઓછુ.ચહેરાના ભાવથી એમની વાત સમજાય,મને તો એમ જ થતું કે આ શહેરી સમાજ સાથે એમનો મેળ જામતો નથી.

કાશીરામને ભણવાની ધગશ હતી ,મેં એને એક દિવસ પૂછેલું ,’કાશીરામ તને શું થવું ગમે?’ એ શરમાઈને નીચે જોઈ રહ્યો,એને નવાઈ લાગતી હતી જે ગમે તે શી રીતે થવાય?’ કાળી મજૂરી કરતા આદિવાસીઓને મેં કન્સ્ટ્રકશનું કામ ચાલતું હોય ત્યાં જોયા છે.એ સાઈટ એ એમનું કામચલાઉ ઘર.સાંજે ચૂલો કરી રોટલા,શાક કે એવું કૈક રાંધી સુઇ જાય.જંગલના વિસ્તારોમાંથી રોજી રોટી માટે તેમને

શહેરોમાં આવવું પડે.કાશીરામની વફાદારી ,નિષ્ઠા પ્રમાણિકતા માટે મને માન હતુ,બનતું એવું કે ચારે બાજુ ખૂલ્લું હોવાથી શહેરના જુવાનિયા ખેતરોમાં ધુસી જઈ પાર્ટી જેવું કરતા,પોલીસને કોલેજ તરકથી

પ્રીસિપાલ,રેકટર ચોકીદાર સૌ ફરિયાદ કરતા પણ પોલીસ આંખ આડે કાન કરતા.એટલું જ નહિ ,કયારેક તો ચોકીદારને માથે ટોપલો મૂકી દેતા.પ્રિસીપાલસાહેબની કડકાઈને કારણે ચોકીદારને આંચ આવી
નહોતી.તે દિવસે એવું બન્યું કે મીટીગમાં મોડું થતા દવેસાહેબને સુરત રોકાઈ જવું પડયું ,સાહેબનું કુટુંબ અમદાવાદ ગયું હતું,મેં કાશીરામને સૂચના આપી કે તે મોડી રાતે આટા પતાવીને મારા વરંડામાં

સૂઇ રહે.એના બાપુને પ્રીસીપાલના બંગલા અને લેડીઝ હોસ્ટેલનું ધ્યાન રાખવા કહ્યું ,આટલી અમારી સાવચેતી છતાં વહેલી સવારે છોકરીઓની ચીસાચીસ અને બુમરાણથી મારી આંખ ખૂલી ગઈ.પોલીસ

મોડેથી આવ્યા,કાશીરામ દોડીને ગયો હશે.એના હાથમાંની લાકડી કોકને વાગી હતી,પણ કોઈ પકડાયું નહિ,

સવારે હું નાહીંને પરવારી ત્યાં કાશીરામની મા રડતીકકળતી મારા બારણે આવી’,શું થયું ?મેં પૂછ્યું ,તેણે કહ્યું ,’બેન કાશીરામ અને એના બાપુ બન્નેને પોલીસ લઈ ગઈ ,બચાડાને દંડાથી પીટી નાખશે.

હું  કરું હજી મોટા સાઈબ આયા નથી’મેં એને શાંત પાડી  ,હું વિમાસણમાં પડી ગઈ,પોલીસની ચુગાલમાંથી આ નિર્દોષ બાપ દીકરાને કેમ છોડાવવા?મને ખૂબ ગુસ્સો આવ્યો પણ શું કરું?મેં બીજા રેકટરને

ફોન કર્યો ,તેઓ આ બાબતમાં માથું મારવા માંગતા નહોતા ,મને ય સલાહ આપી આઘા રહેજો.મારાથી કાશીરામની માનું રુદન સહન થયું નહિ ,

હું રીક્ષામાં પોલીસથાણે પહોચી,બન્નેને એક મોટા ઝાડને થડે બાંધ્યા હતા ,પોલીસના ધોલ ધપાટ અને ડંડા ખાઈ અઘમુઆ થઈ તૂટેલી ડાળી જેવા લબડી પડયા હતા.હું તો સીધી ઓફિસરની કેબીનમાં ગઈ,

ઓફિસર ખુરશીમાંથી ઊભો થઈ ગયો,’બેન તમારે કેમ આવવું પડ્યું ?’મેં મારા ક્રોધને કાબૂમાં રાખતા દઢતાથી કહ્યું ,’કાશીરામ અને એનો બાપ નિર્દોષ છે.સવાર સુધી આટા મારતા હતા.’

ઓફિસર એકદમ નાની વાત હોય તેમ હસી રહ્યો ,’તમે સાક્ષી આપો છો,તો આ ઘડીએ છુટા ‘એના મો પર ખન્ધાઈ હતી,મને કહે’તમારે ચોકીએ આવવાની જરૂર નહોતી’,મને દલીલ કરવી ગમી નહિ ,

બાપ દીકરો છુટા થયા,મેં કાશીરામનો  ખભો પ્રેમથી થાબડી કહ્યું ‘,તું હિમતવાળો હતો લાકડી લઈ દોડ્યો  હતો.’ એ શરમાઈને નીચું જોઈ ઘીમેથી બોલ્યો ,’હું પોલીસ થઈશ.’

પ્રીસીપાલ આવી પહોચ્યા ,એમનેય હાજર ન હોવાનો અફસોસ થયો.પાછળથી લોકો વાત કરતા હતા કે ટ્રસ્ટીનો કોઈ છોકરો અને એના મિત્રોનું તોફાન હતુ ,
. તે દિવસે ભાવભરી આંખોથી પૂછાયેલો  પ્રશ્ન,શું આપને યાદ છે ?’મને સાંભરે ત્યારે કાશીરામને મનોમન કહું છુ ‘હા,હેયું છલકાય જાય તેટલું યાદ છે’.વહી જતા સમયના નીરમાં એવી કઈક મધુરી યાદોની
હોડી તર્યા કરે છે.

તરુલતા મહેતા