જીંદગી કી સફર મેં-(૬)આંગળી ચીંધ્યાનું પુણ્ય !-ગીતાબેન ભટ્ટ

લગભગ દરેક માબાપ પોતાનાં સન્તાનોને પ્રેમ કરતાં હોયછે  અને તેમને લાડ લડાવી કોડ પૂરાંકરવા મહેનત કરતાં હોય છે . પણ તે સાથે ક્યારેક લાલ આંખ પણ કરવી જરૂરી છે. ચાલો , આજે હું તમને આવી જ એક વાત કહું . નજીવાe ફેરફાર સાથેની , મારી જ વાત ,જ્યાં હું સન્તાનની ભૂમિકામાં છું !!

આંગળી ચીંધ્યાનું પુણ્ય !

———————

દેશમાં બહુ થોડા સમય માટે જતાં હોઈએ તેથી આમ તો અમને ત્યાં જવાનો જરાયે સમય નહોતો , પણ કારણ જ એવું સરસ હતું કે સમય કાઢીને એક દિવસ માટે પણ ત્યાં જવાનું આમન્ત્રણ   અમે સ્વીકાર્યું . મારા એક પુસ્તક ‘ અમેરિકાથી અમદાવાદ ‘ કાવ્ય સન્ગ્રહના પ્રમોશન માટે જામનગર આવવાનું આમન્ત્રણ   અમારા એક સ્નેહીએ આપ્યું હતું . 

સારી રીતે પ્રોગ્રામ પતાવી બીજે દિવસે સવારે  હોટલમાંથી ચેક – આઉટ  કરવા કાઉન્ટર પર જઈને  બીલ માંગ્યું . 

રજીસ્ટર પર બેઠેલા ભાઈએ બીલ સાથે પહોંચ આપી , એમાં લ્ખ્યુતું ;’ paid  in  full !” 

  કોણે ભર્યાં આપણાં બિલના પૈસા ? અમે પતિ પત્નીએ પ્રશ્નાર્થ થી એકબીજા સામે નજર કરી અને પછી લોબીમાં થોડે દૂર 

બેઠેલાં એક માત્ર દમ્પતી પર નજર પડી . અમારી સામે મધુર સ્મિત કરતાં એ બન્ને જ્ણ જગ્યા પરથી ઉઠીને અમારી નજીક આવ્યાં. 

” કેમ છો ગીતા ભાભી? ઓળખાણ પડી?”  એ નમણી યુવતીએ મને સાદર નમસ્કાર કરતાં કહ્યું . 

આમ તો જામનગર મારું સાસરિયું . પણ ત્યાં ઝાઝું રહેવાનું બન્યું નહોતું . પિસ્તાલીસ – પચાસ વર્ષની લાગતી આ યુવતી સ્હેજેય ઓળખાય તેમ નહોતી 

મેં મદદ માટે સુભાષ તરફ નજર કરી . પણ છેલ્લાં પાંત્રીસ વર્ષથી અમે જામનગર છોડીને અમેરિકા વસ્યાં હતાં તેથી એના સ્મૃતિ પટ પરથીયે ઘણું વિસરાઈ ગયું હતું .

” હજુ હું ઓળખાણી નહીં ને ? સરસ્વતી ! ભાભી , હું તમારી સરસ્વતી !”

પણ હજુયે એને ન ઓળખી શકવાનો ક્ષોભ હતો . જામનગરમાં  લગ્ન પછી હું ચારેક વર્ષ રહી પણ તેમાંયે બાળકોના જન્મ સમયે પિયર અમદાવાદ રહેવાનું ઝાઝું બનતું .

લગભગ ચાર દાયકા પહેલાના દિવસો યાદ આવી ગયા . મારી જાતને સફળતાનાં શિખરે બેઠેલી સમજતી હું અમદાવાદની મારી લેક્ચરર તરીકેની કારકિર્દી છોડીને  પરણીને જામનગર સાસરે આવેલી . 

સફળતા માણસનો આત્મવિશ્વાષ દ્રઢ કરેછે ,પણ કંઈક સમૃદ્ધિ ભળતાં અહન્કાર પણ આવી જઈ શકે છે . 

લગ્ન પહેલાં મારીપહેલી મુલાકાત જયારે જમનગરમાં થઇ ત્યારે જ મેં સુભાષને કહેલું ,” બધું બરાબર પણ તમે લોકોએ  આ મહેલ જેવી હવેલી અહીં પોળમાં કેમ બંધાવી ? આવી હવેલી તો સોસાયટીમાં

 સારી લાગે !” મેં એ જુના પોળ વિસ્તારની ટીકા કરતાં કહ્યું .

” તું કહીશ ત્યાં આપણે હવેલી નહીં મહેલ બન્ધાવશું .” સુભાષે પણ પ્રેમથી વાગ્દત્તાને મનાવતા કહેલું .

લગ્ન પછી શરૂઆતના દિવસોમાં મને એ પોળ એ અણ્ડબાવાનો ચકલો , એ શેરી વિસ્તાર આંખના કણાની જેમ ખુંચતો. કેવા જુનવાણી અણઘડ લોકો રહેછે આજુ બાજુ ! ” હું વિચારતી . અને કદાચ અમદાવાદનાસોસાયટી વિસ્તારને યાદ કરતી . 

 “મમ્મી , આ   ઘડા લઈને

કયાં જાઓ છો ?” એક દિવસ મેં મારા સાસુ ને પૂછ્યું. 

” બેટા, આ નાનો છે તે ઘડો ને મોટો છે તે હાંડો કહેવાય . ને એ બેનું  બેડલું બને .” બાએ મને પ્રેમ થી સમજાવતાં કહ્યું . 

” હં. ” મેં વિચાર કર્યો .” ચાલો , હું તમારી સાથે આવું?” મેં વિવેક કર્યો . ખાસતો એ જાણવા માટે કે વાત શું છે આ ઘડા – હાંડાની ? ઘરમાં ડંકી હોવા છતાં આપણે બહાર પાણી ભરવાં કેમ જઈએ છીએ . 

એમણે મને સમજાવ્યું કે આપણી ડન્કીનું પાણી ખારું છે જયારે નજીકમાં રહેતાં રવજી અદાની ડન્કીનું પાણી મીઠું છે. જામનગરમાં પાણીનો પ્રશ્ન તો હતોજ . તેથી બીજા દિવસથી ડન્કીએથી   પીવાનું પાણી લાવવાનું કામ મેં માથે લઇ લીધું.  વળી બપોરે ચારેક વાગ્યાનો સમય પણ મને બધી રીતે અનુકૂળ લાગ્યો . 

પણ મુશ્કેલીઓ તો જાણેકે મારા નસીબમાં જ હતી ! જોકે આ બધું મેં મારામનમાં જાતે ઉભું કરેલું ભૂત હતું . પણ એ વાત મને કોણ સમજાવે ? 

રાવજી કાકાનું ઘર પચાસેકે  પગલાં દૂરના બાજુના ખાંચામાં બીજું  કે ત્રીજું , બેઠા ઘાટનું , તદ્દન નાનકડું એવું ખોરડાં જેવું ઘર હતું એવું મને યાદ છે. ને ઘરની બહાર ચોકડીમાં ડન્કી હતી .

ડન્કીએથી પાણી ખેંચતા હું 

સતત કોઈ અગમ્ય નકારાત્મક વિચારોમાં ખોવાઈ જતી . મનેખુલ્લી ગટરો  અને કચરના ઢગલા સાથે શેરીની વચ્ચે વાગોળતી ગયો અને રખડતાં કુતરાં અને  ઓટલે બેઠેલી નવરી ડોશીઓજ દેખાય ! 

ત્યાં કોઈ નાનકડી છોકરીનો અવાજ આવ્યો ,” ગીતાભાભી !  

લાવો , હું  તમને મદદ કરું .”

એક દશેક વર્ષની છોકરી મારી બાજુમાં આવીને ડન્કીનો હાથો ખેંચતા બોલી . 

” તારું નામ શું ?” મેં પૂછ્યું .

” સરસ્વતી  . પણ બધાં મને સરલી  કહેછે”

Oh! I found one  more negative thing!

મેં  મારી દીન- ચર્યા માં ઉમેર્યું . 

” આ ગામના લોકો સારા  

નામને બગાડી ખરાબ કરે છે .”

“તું સ્કૂલે કેમ નથી જતી ? ” થોડા દિવસ પછી મેં એને પૂછ્યું .

” હું તો નેહાળે કોક કોક વાર જાઉં છું . પણ રોજ જાવાનું મન જ નથી થતું .   કંટાળો આવે છે .”એક વધારે નેગેટિવ વાત મેં મારી દિનચર્યા – ના  દીનચર્યા – માં ઉમેરી .

એકવાર એ મારા માટે ચા લઇ આવી ;” ભાભી , તમને ભાવે તેવી અમદાવાદી કડક ને મીઠી બનાવી છે”! 

પણ મારો મૂડ નહોતો . મેં ધરારથી ચા નાપીધી .

” કેમ ભાભી? અમારી  ચા જરા  ચાખી  તો જુઓ ! 

આદુ નાખીને સરસ બનાવી છે” અંદરથી ઘૂમટો તાણેલાં એક બહેન – સરસ્વતીના બા -એ આવીને મનેઆગ્રહ  કર્યો . છેવટે મેં ચા પીધી . સરસ હતી પણ જેમતેમ નજીવું સ્મિત આપ્યું .

બીજે દિવસે મારી નાની બેન અને મારો નાનો ભાઈ મને તેડવાં આવ્યાં.

” જોયું , અહીં ફળિયાને નાકે ઉકરડાંનો મોટો ઢગલો ?” મેં  મારા ભાઈ બેન ને પૂછ્યું .

” ના રે !   અમને તો જીજાજી લાખોટા તળાવની પાળે બાલા હનુમાન લઇ ગયા હતા . અખંડ રામ ધૂન 

ચાલે છે ને ત્યાં . અને અમે તો જામનગરનું સ્મશાન પણ જોયું ,કેવું સરસ છે!” એ લોકોએ ઉત્સાહ થી કહ્યું. 

” તું તો પ્રોફેસર છેએટલે તને તો લખવાના એટલા બધા ટોપિક્સ મળતાં હશે !”  મારાં નાના ભાંડરવાઓ આનન્દથી બોલતાં હતાં! દીદીના સાસરે આવવાનો એમનો ઉત્સાહ અનેરો હતો .

 પણ અમદાવાદ જઈને મેં મારાં પેરેન્ટ્સ પાસે મારી હૈયા વરાળ કાઢી .

ગાંધીજીની વિચારસરણીથી રંગાયેલાં ,  ગવર્મેન્ટમાં ગેઝેટેડ ઓફિસરની ઊંચી પોસ્ટ પર સિદ્ધાંતવાદી એવા મારા બાપુજી સાત ભાઈઓમાં સૌથી નાના  હોવાથી  કુટુંબમાં સૌ તેમને નાનકાકા કહેતું ,એમણે શાંતિથી વાત સાંભળી . 

” મને લાગે છે કે તું એટલું બધું ભણી છે એટલે તને તારી આસપાસના વાતાવરણમાં બધાં સાથે ભળતાં નથી ફાવતું .” નાનકાકાએ ગમ્ભીર થઇ વાતનું તારતમ્ય કાઢતા કહ્યું .

” બરાબર  એમ જ છે.” મેં સાથ પુરાવ્યો . 

” પણ એનો  ઉપાય તો બહુ સરળ છે!” એમને  કહ્યું ; ” અને તે તારા હાથમાં જ છે!” 

અમે બધાં સાંભળી રહ્યાં કે  નાનકાકા શું કહેશે .

” જા, તારાં બધાં સર્ટિફિકેટ લઇ આવ!”

” મારાં એમ એ , બી એડ , ઈતર પ્રવૃતિઓ આકાશ વાણી , યુવા જગત બદ્ધાં?” મેં ઉત્સાહથી પૂછ્યું .

” હા , બદ્ધાં જ. પેલી વાર્તા હરીફાઈ અને પેલાં ક્યાં કેમ્પમાં તું ગયેલી એ બધાંસર્ટિફિકેટ અહીં લઇ આવ. આપણે એ બધાને અહીં ફાડીને સગડીમાં બાળી નાખીયે . એ બધાં ભણતરનો જ તો  તને ભાર લાગે છે ને ?” હવે એ ગુસ્સાથી બોલતા હતા.

” અમને તો એમ હતું કે તું સમાજને એક સારું ઉદાહરણ રૂપ બનીશ . બધાં સાથે ભળી જઈને સૌને મદદરૂપ થઈશ !  પણ તું તો પ્રશ્નો ઉભા કરવા લાગી !સા વિદ્ધ્યા યા વિમુક્તયે ! જીવના પ્રશ્નો – સમસ્યાઓમાંથી ઉકેલ આણી મુક્તિ અપાવે તે સાચું ભણતર . પણ તને તો આ ભણતરનો ભાર લાગે છે. મુક્તિ તો બાજુ એ રહી , તને તો એ સાંકળ ની જેમ બાંધી રાખે છે. 

 પૂ . નાનકાકાના શબ્દો હું સ્તબ્ધ બનીને સાંભળી જ રહી . દારૂના નશામાં ચૂર કોઈને ફટકો વાગેને નશો ઉતરી જાય  તેમ મારી આંખ પણ ઉઘડી ગઈ! 

બીજે અઠવાડીએ  જામનગર ગઈ ત્યારે સરસ્વતી મદદમાં આવી પણ આ વખતે મેં એની સાથે પ્રેમથી વાર્તાલાપ ચાલુ કર્યો . ભણવું કેમ જરૂરી છે તે વિષે ઘરની અન્ય વ્યકિતઓને પણ હળવેથી , ઉદાહરણ સાથે જણાવતી થઇ . એકાદ વખત એની નિશાળે ગયાનું પણ સ્મરણ છે. સરસ્વતીની બા નેપણ ક્યારેક ટહુકો કરી બહાર બોલવું . સરસ્વતી તો સ્કૂલે હોય પણ ક્યારેક એકાદ રકાબી ચા પીને ” મારી મમ્મી જેવી જ સરસ ચા છે એમ હસી ને કહેતી . 

જયાકુંવર નામના એક માજીને ઓટલે બે ત્રણ ડોશીઓ કાયમ બેઠેલી જ હોય. મારી પંચાત ના કરી હોય તોજ  નવાઈ . પણ એમની પાસે ઉભારહી મેં કહ્યું ,” તમારા જમાનામાં વ્રત વરતોલાં ટાણે જે ગીત ગવાતાં એ મારે સાંભળવા છે. અને રાગ બંધ ગાતાં શીખવું છે.”

અને એ ભક્તિ પણફળી ” વહુ કેવી હોશિયાર ને આપણામાં ભળી જાય તેવી છે” એ કહેતા.

સમજદારકો  ઈશારા કાફી હૈ ! એ 

 મુજબ ત્યાં ભળી હોઉં એમ લાગ્યું . એક્ચ્યુઅલી  , પેલો છોછ જરૂર જતો રહ્યો . જામનગર અમદાવાદ વચ્ચે આવન જાવન કરતાં એક દિવસ અચાનક જ વિઝિટર વિઝા પર અમેરિકા આવી  રોકાઈ ગયાં!

ત્યાર પછીની અમારી ત્રીસેક જેટલી ભારતની ટ્રીપ માં સરસ્વતી ક્યારેય યાદ આવીનહોતી . 

આજે એ સરસ્વતી મારી સામે ઉભી હતી !

“પછી તો હું છેક બી એ સુધી ભણી. અમે ઘરચોળાં અને બાંધણીનો હોલસેલ નો ધન્ધો કરીએ છીએ.  અમે અમારો માલ છેક અમેરિકા સપ્લાય કરીએછીએ. …” સરસ્વતી બોલતી હતી .. “આવતે વર્ષે હું 

શિકાગો આવીશ ત્યારે તમારી જ મહેમાન બનીશ ; પણ આ વખતે અમને મહેમાનગતી કરવા દો !સરસ્વતી બોલી , અને પ્રેમથી કહ્યું ,” આ હોટલમાં અમારી ભાગીદારી છે ;ભાભી , તમારા પૈસા લેવાના ના હોય .  તમે રસ લઈને મને ભણતી કરી !!મારી માં તો તમને કાયમ યાદ કરતીતી અને બધ્ધાંને કે’તી ફરતી કે આવા મોટા ઘરની ભણેલી વઉ પણ જરાય ગરવ નઈ!  ” ગળગળા થઈને એ બોલી ,” ભાભી તમારા આશીર્વાદે  અમે સુખી છીએ !   એટલું રૂણ મને ચૂકવવા  દો! ” એ બોલી.

એણે મારો હાથ પકડી લીધો – વર્ષો પહેલા ડન્કીએથી મારો હાથ પકડી લેતી હતી બસ  એ જ અદાથી !   

ગીતાબેન ભટ્ટ

7 thoughts on “જીંદગી કી સફર મેં-(૬)આંગળી ચીંધ્યાનું પુણ્ય !-ગીતાબેન ભટ્ટ

 1. ક્યારેક કોઈના માટે કરેલુ કાર્ય આપણા કરતા સામેની વ્યક્તિ
  યાદ રાખે ત્યારે એનું મૂલ્ય ઘણું વધી જતું અનુભવાય .

  Like

 2. ગીતાબેન તમારી સફર નો સંદેશ -‘સાચુ ભણતર’ બધી જ દીકરી ઓને સમજવા જેવો છે.
  ખુબસુંદર !!

  Like

 3. Thanks , Rajul ben and Jigisha ben. It was my pleasure to meet you and all other “સાહિત્ય પ્રેમી વર્ગ at ” Bethak” .
  બે મિત્રોનો પ્રશ્ન હતો કે ” તમને તમારા પિતાજી – નાનકાકાએ એક જ વાર કહ્યું ને તમારામાં એટલું પરિવર્તન આવી ગયું ?” જવાબછે : ” ના ! ના, પણ આ જાતનું વલણ ઘરમાં બચપણથી જ રહેતું . જે વાત વ્યાજબી ના લાગે તે નેશેહમાં આવી ખોટ્ટું અનુમોદન આપવાનું નહીં ; અને સાચું હોય તો કહેતા / કરતા અચકાવું નહીં. સમય આવ્યે જીવનની એ અંગત વાતો પણ સાહિત્યના કોઈ ભાગ સ્વરૂપે રજૂ કરીશ . Thanks.

  Like

 4. અમને તો એમ હતું કે તું સમાજને એક સારું ઉદાહરણ રૂપ બનીશ . બધાં સાથે ભળી જઈને સૌને મદદરૂપ થઈશ ! પણ તું તો પ્રશ્નો ઉભા કરવા લાગી !સા વિદ્ધ્યા યા વિમુક્તયે ! જીવના પ્રશ્નો – સમસ્યાઓમાંથી ઉકેલ આણી મુક્તિ અપાવે તે સાચું ભણતર . પણ તને તો આ ભણતરનો ભાર લાગે છે. મુક્તિ તો બાજુ એ રહી , તને તો એ સાંકળ ની જેમ બાંધી રાખે છે.
  ———
  તમારા બાપુજીને હજાર સલામ. આ લેખ તો સૌ મા બાપે વાંચવા જેવો છે.
  મારા ‘૯૯ માર્ક ‘ યાદ આવી ગયા.
  સૌ વાચકોને એ જૂની યાદ આ લેખને અનુરૂપ લાગશે ….

  હું ભણવામાં ઠીક ઠીક હોંશીયાર હતો. ગણીત, વીજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત આ વીશયોની પરીક્ષામાં હમ્મેશ મારા વર્ગમાં હું સૌથી વધારે માર્ક લઈ આવતો. અમારી શાળામાં દરેક ધોરણમાં ચાર વર્ગ રહેતા. દસમા ધોરણમાં બધા હોંશીયાર વીદ્યાર્થીઓને એકઠા કરી એક અલાયદો વર્ગ ‘ક’ બનાવાતો; જેથી અગીયારમા ધોરણની એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં ઝળકી શકે તેવા હોંશીયાર વીદ્યાર્થીઓ પર શીક્ષકો ધ્યાન કેન્દ્રીત કરી; તેમને એ મેરેથોન દોડ માટે તૈયાર કરી શકે.

  આ વાત દસમા ધોરણની વાર્શીક પરીક્ષાની છે. હું અલબત્ત ‘ક’ વર્ગમાં હતો અને ક્લાસમાં મારો પહેલો નમ્બર આવ્યો હતો. ગણીત સીવાય બધા વીશયમાં આખા વર્ગમાં મારા સૌથી વધારે માર્ક આવ્યા હતા. આવું કદી બન્યું ન હતું. સમાજશાસ્ત્ર અને હીન્દીમાં પણ મને સૌથી વધારે ગુણ મળ્યા હતા; પણ ગણીતમાં દર વખતે સો લાવનાર મને 99 માર્ક જ. આટલા સારા પરીણામ છતાં હું ખીન્ન થઈ ગયો. મેં 12 માંથી આઠ સવાલ નહીં, પણ ત્રણ કલાકના પેપરમાં બારે બાર સવાલના જવાબ આપ્યા હતા. છતાં પણ આમ કેમ બન્યું?

  પરીણામ મળ્યા બાદ છુટીને હું અમારા ગણીતના શીક્ષક શ્રી. ચીતાણીયા સાહેબ પાસે રડમસ ચહેરે ગયો. અને ડરતાં ડરતાં પુછ્યું,” મને 99 માર્ક આપ્યા છે તો મારી ભુલ કયા પ્રશ્નમાં થઈ છે તે મને જણાવશો? ”

  સાહેબ બોલ્યા, “ ભાઈ, જો! તેં બારે બાર સવાલ સાચા ગણ્યા, તે વખાણવા લાયક છે. રીત પણ બરાબર છે; અને અક્ષર પણ સારા છે. એક ભુમીતીની સાબીતી તો તેં બે રીતે આપી છે. આટલું બધું કામ ત્રણ કલાકમાં ભાગ્યે જ કોઈ કરી શકે.”

  મેં કહ્યું, ” તો સાહેબ! મારો એક માર્ક કેમ કાપ્યો?”

  સાહેબ બોલ્યા,” તું મને મળવા આવે તે માટે મેં આમ કર્યું. મને ખબર જ હતી કે તું મને મળવા જરુર આવશે. ”

  હવે મારાથી ન રહેવાયું. હું લગભગ રડી જ પડ્યો અને બોલ્યો,” તો સાહેબ ! મારો વાંક શું?”

  સાહેબે છેવટે કહ્યું,” જો, ભાઈ! તેં ઉત્તરવહી ઉપર પહેલા જ પાને લખ્યું છે કે – ગમે તે આઠ જવાબ તપાસો. આ તારું અભીમાન બતાવે છે. એ તારા અભીમાનનો એક માર્ક મેં કાપ્યો. એકાદ જવાબમાં તારી ભુલ થઈ હોત; અને મેં તેના માર્ક કુલ માર્કમાં ગણ્યા હોત તો તને દસેક માર્કનો ઘાટો પડત. મેટ્રીકમાં બોર્ડમાં નમ્બર લાવનારાઓમાં એક એક માર્ક માટે રસાકસી હોય છે. તેમાં આવું થાય તો?એનાથીય વધારે, તારી હોંશીયારી તને જીવનમાં કામ લાગશે; તેના કરતાં વધારે આ અભીમાન તને નડશે. ”

  મેં કાનપટ્ટી પકડી લીધી અને ચીતાણીયા સાહેબને હ્રદયપુર્વક નમસ્કાર કર્યા.

  ત્યાર બાદ જ્યારે જ્યારે મારા જીવનમાં ગર્વ લેવા જેવા પ્રસંગો આવ્યા છે ત્યારે ત્યારે મને એ ચીતાણીયા સાહેબ અને એ 99 માર્ક યાદ આવી જાય છે.

  આ લેખ કોઈને મારી આત્મશ્લાઘા જેવો લાગે તો માફ કરશો.

  Liked by 1 person

  • વાહ ! આજે અચાનક જુના લેખ જોવા જતાં તમારો આ પ્રસંગ વાંચ્યો ! બ્લોગનો આ જ તો એક લાભ છે : જયારે સમય મળે ત્યારે , ત્યાંજ વાંચી શકાય ! Nice memories!

   Like

 5. જાની સાહેબ પ્રતિભાવ ની અભિવ્યક્તિ ગમી ..આ જીંદગી ના સફરની બૂક નું એક લેખ જરૂર બનશે.ઘણા ને લખવાની પ્રેરણા મળી છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.