જીંદગી કી સફર મેં- (૫)સિક્સ્થ સેન્સ – અંતરિન્દ્રિય ઈલા કાપડિયા

સિક્સ્થ સેન્સ – અંતરિન્દ્રિય   

ચમ—- ચમ—ચમ શુસ નો અવાજ નજીક આવતો ગયો તેમ કોરિડોરમાં શાંતિ પ્રસરતી ગઈ.  અમારા છેલ્લા ક્લાસ સુંધી પહોંચતા આખી સ્કૂલમાં પિન ડ્રોપ સાયલન્સ પથરાઈ ગયું. પ્રિન્સિપલ, જેમને અમે એચ એમ સરના હુલામણા નામે બોલાવતા, છ ફૂટ હાઇટ, ખડતલ બાંધો, હેન્ડસમ પર્સનાલિટી ચાલીસેક વર્ષની ઉંમર હશે પણ લાગે પાંત્રીસના, એસ.એસ.સી. ના મહિનાના બે લેસન, એક ઇંગ્લિશ અને એક સંસ્કૃત લેતા.  આજે સંસ્કૃતનો વિષય હતો.  સર આવી ટેબલની આગળ ઊભા રહ્યા ક્લાસ ઉપર એક નજર કરી ચોપડી ખોલી ડાબા હાથની આંગળીઓની વચ્ચે ભરવી ને દૂરના ચશ્મા ઉતારી ચોપડી અને આંગળીઑની મધ્યે ઝૂલાવ્યા . અને શ્લોક ગાતા એમના મધુર ગહેરા અવાજે વાતાવરણને મેસ્મેરાઈસ કરી જકડી લીધું.

ગૃહિણી સચિવહ સખી મિતહ , પ્રિય શિષ્યા લલિતે કલા વિધૌ……

વિદ્યાર્થીઓની સાથે બહાર કૂઉઉ  કૂઉઉ કરતાં કબૂતરો એકાગ્ર થઈ ગયા.  મંદ મંદ હવાની લહેરોએ પણ સ્તબ્ધતા ધારણ કરી.     

આમ શરૂઆત થઈ ત્યાં સ્કૂલના પટાવાળા શના ભાઈ સરને માટે એક ટપાલ લઈને આવ્યા.  અને કહ્યું સાહેબ કેળવણી વિભાગનો છે એટલે ચાલુ ક્લાસે લઈ આવ્યો.  સરે પત્ર ક્યાંથી આવ્યો તે જોયું અને ‘સારું’ કહી બૂશર્ટના  ખિસ્સામાં મૂક્યો.  પિરિયડના અંતે પોતાની ઓફિસ સુંધી પહોચતા આવેલા પાતળા પરબીડિયાથી આશ્ચર્ય સાથે થોડી ચિંતાની રેખા એમના ચહેરા પર ફરકી ગઈ.  એકાદ મહિના પહેલાજ સ્કૂલનું ઇન્સ્પેક્શન થયું હતું.  એટલે જાડા રિપોર્ટ વાળી ટપાલને બદલે એકાદ નાનો પત્ર કેમ!!.  આમતો કોઈ ફરિયાદ હોવી ન જોઈએ, એકાદ નાની રીમાર્ક સિવાય

વિચારમાં ને વિચારમાં ક્યારે પોતાની ઓફિસમાં પહોંચી ગયા તે એમને ખબર ન પડી.  પહેલા માળે આવેલી અષ્ટકોણ આકારની એરપોર્ટના કંટ્રોલ ટાવર સમી મોટી ઓફિસમાં જ્યાંથી આ વગડા વચ્ચે વસેલી સ્કૂલના વિશાળ મેદાનનું ચારે બાજુ નિરિક્ષણ કરતા તેના છ ફૂટના ટેબલ આગળ પડેલી ખુરશીમાં બેસી એમણે કાગળ ખોલ્યો.   વિસ્મય સાથે કાગળ ફરી ફરી બે વાર વાંચ્યો.   એમના ચહેરા પરની ગૂંચવણ દૂર થઈ અને સંતોષની એક લહેરકી પસાર થઈ ગઈ.  

એમણે બૂમ મારી ‘શના ભાઈ આજે સાંજે સ્ટાફની મિટિંગની નોટિસ જરા બોર્ડ પર લખી દોં,  છ વાગ્યાનો ટાઈમ આપજો’ સરે કહું.   

સાંજે છ વાગે સ્ટાફ રૂમમાં ભેગા થયેલા શિક્ષકો આતુર ફૂતૂહલતાથી એચ એમ. ની રાહ જોતાં હતા. ચમ—ચમ— ચમ– શુસનો અવાજ નજીક આવતો સંભળાયો અને સ્ટાફ રૂમમાં શાંતિ છવાઈ.     

‘આજે કેળવણી ખાતાના ઇન્સ્પેક્શન વિભાગમાંથી પત્ર આવ્યો છે.  તમારા સર્વના  સેવાભાવી સહકાર, જહેમત અને ડેડીકેશંનથી સ્કૂલની પ્રગતિ માટે અભિનંદન આપ્યા છે.  ખૂણામાં આવેલ ગામની આ સ્કૂલમાં આ વર્ષનું ગુજરાતની બધી સ્કૂલના હેડમાસ્ટર્સની કોન્ફરન્સ અહી યોજવાનું નિવેદન થયું છે.  આ આપણાં સર્વને માટે ગર્વની વાત છે. એક મહિના પછી સ્કૂલની તથા એસ. એસ. સી. પરીક્ષાઓ પતી  ગઈ હશે એટલે સમય અનુકૂળ છે’.

અધિવેશનની તૈયારી કરતાં દવે સાહેબે બાજુમાં બેઠેલા સફેદ પહેરણ, લેંઘો, ગાંધી ચપ્પલ, વ્હાઇટ મેટલ ફ્રેમના ચશ્મામાં સજ્જ અને નાનું પાતળું કદ ધરાવતા, જે શિક્ષક કરતા સમાજ સેવક અને સુધારક     વધારે એવા નવીન ભાઈને પુછ્યું

‘તમે સમાચાર સાંભળ્યા, આપણી શિલાને આણંદની કોલેજમાં પ્રાદ્યાપકની નોકરી મળી ગઈ’.

તમને યાદ છેને  વિદ્યર્થીઓની  ફરિયાદ કે રોજ કોઈકને કોઈકની ઘુમ થતી અને બીજા દિવસે પાછી મળી જતી ચોપડીની  મિસ્ટરી સરે સોલ્વ કરી હતી’.

‘કેમ ભૂલાય. નવીન ભાઈએ કહ્યું.   શિલાની ભણવાની તમ્મના અને વિધવા માની લાચારી, ખાવાના પૈસાજ માણ હતા તો ચોપડીઓ ક્યાંથી અપાવે.  સરે સ્કૂલ દરમિયાન ચોપડીઓની એનેજ નહીં પણ કોઈ પણ વિદ્યર્થીને ખોટ ન પડે તેવી સગવડ કરી.  હા પણ શંકરે બોર્ડિંગમથી રૂ. 300 ચોરી કરી ત્યારે તેને ડિસમિસ કરતાં પણ સહેજે અચકાયા નહતા.  કોણ જાણે સરે શું બોધ પાઠવ્યો તે એ પણ સારું ભણ્યો અને એમ. બી. એ. થયો’. નવીન ભાઈ ભૂતકાળ પર નજર ફેરવી

———————-     

ઈન્સ્પેકટર રાણાએ મહેમાનોને આવકારી અધિવેશનની શરૂઆત કરી.  ‘મહિના પહેલા અહીના  ઇન્સ્પેક્શન દરમિયાન પી.ઇ.ના ક્લાસને નિરિક્ષણ કરતાં મને એક વસ્તુ ખટકી.  હવે સ્કૂલ સારી રીતે એસ્ટાબ્લીશ થઈ છે છતાં યુનિફોર્મની બાબતમાં શિસ્ત જળવાતી નહતી.  મેં એચ.એમ.નું ધ્યાન દોરતા કહ્યું દરેક ક્લાસમાં બેચાર વિદ્યાર્થીઓના શર્ટ્સ ઇન નથી હોતા તે યોગ્ય નથી.  એચ એમએ એક છોકરાને પાસે બોલાવી તેનું ખમીસ પાછળથી ઊંચું કર્યું અને થીંગડાથી ટકી રહેલી કાણાંવાળી શોર્ટ્સ જોઈને હું વચાહીન થઈ ગયો.  એક ક્ષણ ભૂલી ગયો કે બે હજારની વસ્તિ ધરાવતા આ ગામ અને તેની આસપાસના ગામમાથી આવતા ખેડુના ખોરડાના ચિરાગોની મુસીબતો અને આર્થિક મર્યાદાઓની સમજ અને સૂઝની એક અંતરિદ્રીય – સિક્સ્થ સેન્સ આપણા વિનીત એચ.એમ.માં છે.  વર્ષોથી હજારો વિદ્યારીઓમાં પ્રેરણા અને પ્રોત્સાહન રેડી ભણતરની સફળતાનો રાહ બતાવી એક જ્વલંત જ્યોત પ્રગટાવી દેશ વિદેશ પ્રકાશ પાથર્યો છે.    

ત્રણ ક્લાસીથી શરૂ કરેલી શાળા હાલ કે.જી.થી અગિયાર ધોરણ સુંધી પાંગરી છે અને એસ.એસ.સી.નું રીસૂલ્ટ 99% સતત આવેછે.   કમ્પ્યુટર તથા વોકેશનલ તાલીમ સાથે ઈતર પ્રવૃત્તિ જેવીકે ડ્રામા સંગીત, શારીરિક કેળવણી પર પણ એટલુજ ધ્યાન અપાય છે . સવારે પાંચ વાગે અખાડાની પ્રવૃત્તિ બૈંડ ને બ્યૂગલ સાથે અને દસ વાગે  ‘અંતર મમ વિકસિત કરો’ની પ્રાર્થના હાર્મોનિયમ અને તબલા સાથે સૂર રેલે ત્યારે આ વગડાની વિરડીનું પણ અંતર વિકસિત થઈ જાયછે.  સ્કૂલ એક રોલ મોડલ ગણી શકાય.  દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે બોર્ડિંગ છે,  એચ. એમ.એ પોતે અંગત રીતે પણ સારી પ્રગતિ કરીછે.  તે ગુજરાતની એસ.એસ.સી એક્સામ બોર્ડના ચીફ મોડરેટરના સ્થાનને ખૂબ હોશિયારીથી સંભાળી રહયાછે.

પૂર્ણાહુતિ કરતાં એચ.એમ.એ  સર્વનો આભાર માનતા કહ્યું ‘મારૂ અહોભાગ્ય છે કે મને સર્વનો સહકાર મળ્યો.  શાળાની સફળતામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, કેળવણી મંડળ અને ખાસ કરીને દાણી પરિવાર જેમણે શાળા અને બોર્ડિંગના મકાનો બાંધવી આપ્યા, ઉપરાંત કેળવણી ખાતાના પ્રધાન ઉત્સવભાઈ પરીખ ના  સાથ અને સામર્થ્ય વિના શાળાની આટલી સફળતા શક્ય ના હોત’.

—————-  

જીવનની એક લાંબી યાત્રાએ થી પાછા આવી રોજિંદા જીવનમાં મન પરોવવા પ્રયત્ન કરતી હતી ત્યાં અચાનક મારા મોબાઈનું બઝિંગ થતાં મે ફોન ઉપાડયો. ‘ હાઇ મમ`, ‘હાય બેટા’, આર યુ બેક?   હાઉ વોસ રેસ્ટ ઓફ ઘ ટ્રીપ, મે પુછ્યું.  ઈંટ વોસ ફાઇન,  પણ ગોઇંગ ટુ આતરસૂમ્બા વિથ યુ  એંડ સીઇંગ દાદાજીની ઓફિસ અને સ્કૂલ વોસ ધ હાઇ લાઇટ ઓફ માય ઓલ ટ્રિપ્સ.  લંડનમાં જન્મેલ અને ઉછરેલ સિટી સોલ, મારા દીકરાના શબ્દો સાંભળી મને થયુકે ઈંટ વોસ ઓલ વર્થ ઈંટ

લંડન –મુંબાઇ –અમદાવાદ – નડિયાદ – આતરસુંબા. પચાસ વર્ષ પછીની ઘરવાપસી!!!!              

  

Mrs. Ila Kapadia B.A. Psy, Eng. Lit (subs)                                                                                                                                                                                                                                                                50 North Way, London NW9 0RB     

Email-ilakapadia1943@gmail.com

Mob-07922952587

2 thoughts on “જીંદગી કી સફર મેં- (૫)સિક્સ્થ સેન્સ – અંતરિન્દ્રિય ઈલા કાપડિયા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.