૧-હકારાત્મક અભિગમ -હૃદયાંજલિ-રાજુલ કૌશિક ​

આજે જ મારા એક અંગત મિત્ર સાથે વાત થઈ રહી હતી. હમણાં જ સાવ જ નજીકના ભૂતકાળમાં એમણે એમના મા કે જેની સાથે આપણું અસ્તિત્વનું અણુ એ અણુ જોડાયેલું છે એમને ગુમાવ્યા . માની વિદાય એટલે જાણે આપણી ચેતનાનું ખોરવાઇ જવું. ક્ષણભર  આપણી ચેતના બધિર ન બની જાય તો જ નવાઇ.

સૌ એમ જ માને અને એમ જ કહેતા હોય કે જે ગયું છે એની પાછળ વિલાપ કરીએ તો એના આત્માને દુઃખ થાય. અવશ્ય દુઃખ થતું ય હશે પણ એથી કરીને આપણે આપણી સંવેદનાઓ, આપણી ચેતનાને શા માટે મુક-બધિર બનાવવી ? મા કે કોઇપણ સ્વજન માટે આંખમાંથી રેલાતા આંસુ એ એક સહજ અને સ્વભાવિક પ્રતિક્રિયા છે. એને શા માટે રોકી લેવી? આંસુ તો એમના પર કરેલો લાગણીનો અભિષેક છે. સંસ્મરણોની સ્મૃતિની માળ પ્રબળતમ બનીને સંવેદનથી છલકાવે ત્યારે જ આંસુ  આવતા હોય છે આમ જોવા જઈએ તો આંસુ આપણાં અંતરમાં, એમનું સન્માનનીય સ્થાન સુરક્ષિત રાખે છે

સૌ કહે છે અને સદીઓથી સ્વીકારાયેલું સત્ય છે કે જે આવ્યું છે એ એક દિવસ જવાનું જ છે. આત્મા અવિનાશી છે  નજર સામે હતું એ તો માત્ર ખોળિયું હતું જે નાશવંત છે. આ સત્યની સામે એક બીજું સત્ય એ પણ છે કે આપણે મનથી તો આપણી નજર સામે જીવી ગયેલા એ તન સાથે જ જોડાયેલા હતા ને! જેને હવે આપણે ક્યારેય જોઇ કે મળી શકવાના નથી.

આપણે એને જોઇ કે મળી તો શકવાના નથી જ પણ એની સાથે જીવેલી ક્ષણોને તો આપણે નવેસરથી ફરી જીવી જ શકીએ ને? એ વ્યક્તિને આપણા મનમાં સદાય જીવંત તો રાખી શકીએ ને? અને એ તો કેટલી સરળ વાત છે !

મારી મા ને ગમતી દરેક વસ્તુ હું એની રીતે કરી જ શકું ને? કોઇના મનમાં એવો વિચાર આવે કે મા ને લાડુ બહુ ભાવતા હતા એટલે મેં તો લાડુ આખી જીંદગી માટે છોડી દીધા. ભાઇ ! શા માટે?  એના કરતાં મા ને લાડુ બહુ ભાવતા હતા તો એને યાદ કરીને આપણે લાડુ ખાઇએ આપણે ય એનો રાજીપો જરૂર અનુભવીશું. લાડુ તો એક પ્રતીક છે. ખરેખર તો આપણે એવા દરેક કાર્ય કરી શકીએ જે એમને પસંદ હતા. આજે એ આપણી સાથે હોત અને એવું આપણે શું કરીએ તો એ ખુશ થાય ? આજે એ આપણી સાથે નથી તો શું થયું એમની યાદ તો આપણી સાથે આપણા મન સાથે જડાયેલી તો છે જ ને?

હ્રદય મનમાં શોક કે સંતાપ છે એ કંઇ એકદમ વિખેરાઇ જવાનો નથી અને આપણે એમને સતત યાદ કરીએ તો એમાં કશું ખોટું પણ નથી. હમણા બે એરિયામાં દાદાના નામે ઓળખાતા શ્રી હરિક્રિષ્ણ મજમુંદારનું દેહાવસાન થયું. એમના પરિવારજનો એ એમની યાદમાં — Remembering Harikrishna Majamundar- “Celebration of Life” નામની એક સાંજ ઉજવી. કેટલી સરસ વાત ! જે વ્યક્તિએ પોતાના સમગ્ર જીવનની એક એક ઘટના યાદગાર પ્રસંગની જેમ જીવી હોય અને લોકમાનસમાં પણ  એની યાદ એવી જ રીતે જડાયેલી રહેવાની હોય એમાં શોકસભા કે પ્રાર્થના સભા તો ન જ હોય. એમની યાદ પણ એક ઉત્સવની જેમ જ ઉજવવાની હોય ને?

તનથી વિખૂટા પડેલા સદગત આત્માના સદવિચારોને સાચા મનથી સ્વીકારીને અને સદકાર્યોને આપણા જીવનમાં અપનાવીને પણા અમર રાખી શકીએ તો એ સાચું તર્પણ કર્યું કહેવાય.

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

21 thoughts on “૧-હકારાત્મક અભિગમ -હૃદયાંજલિ-રાજુલ કૌશિક ​

 1. Pingback: પાનખરમાં વસંત ખીલવતા રાજુલબેન શાહ | "બેઠક" Bethak

 2. કવિ કલાપીએ પણ પોતાની વહાલી બહેનને વૈધવ્ય પ્રાપ્ત થયું ત્યારે
  ગાયું ” વહાલી બાબા સહન કરવું એય છે એક લ્હાણું ,માણ્યું
  તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું”

  Like

 3. સમાજમાં હવે ઝડપી સુધારા આવી રહ્યા છે. આજથી છ-સાત દાયકા અગાઉ ૧૩ દિવસ કાળા સાડલા પહેરીને રોકકળ કરતી સ્ત્રીઓને સ્થાને સફેદ વસ્ત્રો પહેરેલી સ્ત્રીઓ સાથેની પ્રાર્થનાસભાનો સમય આવ્યો. હવે Celebration of Life ની પ્રથા ઉચ્ચ વર્ગોમાં શરૂ થઈ ચૂકી છે. થોડા સમયબાદ એને પ્રકૃતિના નિયમ તરીકે સ્વીકારીને લોકો Dead Body ના નિકાલને જ મહત્વની અને જરૂરી સામાજીક ક્રીયા તરીકે ગણશે. શોકને personal વાત તરીકે ગણવામાં આવશે, નહીં કે સામાજીક.
  અને પ્રમાણિક પણે કહીયે તો કોઈની વિદાયનું દુખ એ ખરેખર તો personal જ છે. શોક-સંદેશ વગેરે તો પ્રથા છે.

  Like

  • દાવ ડા સાહેબ,
   આપની વાત એકદમ સાચી જ છે. આપની વાત એકદમ સાચી જ છે. વિદાયનું દુઃખ કે શોક તો અંગત અને વ્યક્તિગત છે.

   Like

 4. લાગણી સભર લેખ! જીવનમાં કેટલીક વ્યક્તિનું મૃત્યુ ,તેનો કોઈ પર્યાય હોતોજ નથી! ક્યારેક લાગે કે જીવનમાં રીવર્સ ગીયર હોય તો કેવું સારું? પરંતુ…..સમય જ સમાધાનનું કામ કરે છે.દવા હોતી નથી.અંતે દોડતા આ યુગમાં ‘જળમાંથી આંગળી કાઢી,જગ્યા પૂરાઈ ગઈ…..’આ સ્વીકારવું પડે તેવું નગ્ન સત્ય છે!

  Like

 5. Pingback: ૧ – (હકારાત્મક અભિગમ) હૃદયાંજલિ. | રાજુલનું મનોજગત

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.