મા આજે મોક્ષગામી થઇ …કરુણ-મંગલ ઘટના

મારી માવડી અનસૂયાબેન જ્યંતિલાલ શાહ 

‘नैनं छिन्दन्ती शस्त्राणि नैनं दहति पावकः

न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारूतः॥’

                                                     ​મા’  એક નવા પંથે પ્રયાણ કરી ગઈ 

આજે માનું જીવંત અસ્તિત્વ અમારી વચ્ચે નથી. 

પરંતુ ​

એનું વહાલ હવાના કણકણમાં વિખેરાઈને 
​આજે પણ અહી આટલે દુર આલિંગન  આપે છે.

 આજે તમે સહદેહે હાજર નથી… પરંતુ 

​’મા’ તમારી સહજતા, તમારું સમર્પણ, સારી જોવાની સતત ક્ષમતા 

જીવનની દરેક ક્ષણનો રાગ દ્વેષ રહિત તમારો સહજ સ્વીકાર  

અમને જીવનમાં સતત માર્ગદર્શન આપતા 

આપના  જીવંત અસ્તિત્વનો અહેસાસ કરાવશે..

મા  અમે તમારો એક માત્ર અંશ 

પણ

 ​અમા​રા અણુ એ અણુ એટલે મા…તમે . 

 મા તમે જીવનને વિશિષ્ઠ રીતે જોયું ,પોખયું  અને નિહાળયું અને અનુભવ્યું છે. 

જિંદગી જીવ્યાનો સંતોષ એ સંતોષના ઓડકાર ખાધા પછી  આપની આ નવી શરૂઆત..

પાનખર ખરની ની જેમ એક એક જિજીવિષાના પાન ખેરવ્યા પછી

પણ લીલી વાડી મૂકી ને જાવ છો .

માના પ્રાણના વિસર્જન

 એટલે આપનું છેલ્લી ક્ષણ સાથેનું તાદાત્મય..

અનંત એવી શાશ્વતી સાથે નું  ધ્યાનનુંસંધાન…એજ ક્ષણયોગ ..

હવે આપના  દેહનો પણ કોઈ આકાર રહેવાનો નથી…

પરંતુ જીવનની સુવાસ નિરાકાર છે ને ?

આપના કરેલા કર્મ જ  સુવાસરૂપે ફેલાતા રહેશે….

અમે જાણીએ છીએ  ​’​મા’ કદીએ મૃત્યુ પામતી નથી. 

“આજ સુધી એમના આત્‍મામાં  મેં પરમાત્મા જોયા ….

પ્રભુ હવે આપમાં માને નિહાળીશ..”

ક્ષરલોકના અંધારેથી નીકળીને

માની અક્ષરલોકના અજવાળાંની યાત્રામાં,

પાંપણ ભીની કર્યા વિના  આપવી છે  આજે વિદાય.. 

દેહ વિલય :૧૮મી સપ્ટેમ્બર ૨૦૧૭
સમય : આજે સવારે ૬.૫૫ -અંતિમ વિદાય -૧૦.૩૦
પોરબંદર નિવાસી -હાલ મુંબઈ -દાદર 

23 thoughts on “મા આજે મોક્ષગામી થઇ …કરુણ-મંગલ ઘટના

 1. Mother is mother….Her Love, affection, sacrifice…and…and…words cannot show how much the loss is but birth is on one hand and Death is at the end. Death is certain and inevitable. We pray to almighty to bestow peace to the soul.

  Like

 2. પ્રગ્નાબેન,’મા’નો કોઈ પર્યાય નથી! પરંતુ આપે જે રીતે તેમના મૃત્યુનો સ્વીકાર કર્યો છે, તે ખૂબજ જરૂરી છે! પ્રભુ તમારું બળ બની રહે.સદ્ગતનો આત્મા પરમાત્મામાં ભળી જાય,તે જ પ્રભુ પ્રાર્થના.

  Like

 3. માં કદી મરતી નથી આપણા અસ્તિત્વમાં સદાય અમર રહે છે.
  માં એક નશ્વર શરીર નથી પરંતુ માં આપણી શક્તિ છે, આત્માનું અખૂટ
  બળ છે.
  એના થકી આપણે હતા અને આજે પણ અદેહી માં
  આપણા અસ્તિત્વનું આવરણ બનીને ય આપણું જતન કરે જ છે .
  🙏🏼🙏🏼

  Liked by 1 person

 4. માતુશ્રીને સાદર પ્રણામ.
  માતાની કન્યા વિદાય વખતની વેદના તમને ગમશે….

  આજ માડી તારે આંગણે રે! રૂડા રાસડા લેતી,
  કાલ અગોચર ભોમમાં રે! ડગ ધ્રૂજતાં દેતી.

  સાયર સાચલ સાસરું રે એનાં નીર તો ઊંડા,
  દોડી દોડી કરે ડોકિયાં રે મહીં જળચર ભૂંડા.

  મીઠા તળાવની માછલી રે! પાણી એ ક્યમ પીશે?
  ઘેરા એના ઘૂઘવાટથી રે! મારી બાળકી બીશે.

  જેમ જેમ કવિતાના પદો આગળ વધતા જાય છે, તેમ તેમ માતાની દીકરીના ભવિષ્ય માટેની શંકા કુશંકાઓ, તેના ક્ષેમ કુશળ માટેની તેના અંતરની આરજૂ, કવિતામાં ધરબાઈને રહેલો કરૂણરસ, અને પ્રકૃતિના તત્વો બાબત સંવેદનશીલ કવિની સજગતા અને કુશળ માવજત – કોમળ પણ, થોડાક જ વખતથી પૌરૂષ થી ભરાવદાર બનવા લાગેલા તમારા સૂરમાં ઘૂંટાવા લાગે છે. એના શબ્દે શબ્દનું પદલાલિત્ય હવે તમારા કંઠમાંથી વહેતા થયેલા શબ્દોમાં વ્યક્ત થવા લાગે છે. તમારા અંતરનો ભાવાવેશ એ ગાનમાં છાનો નથી રહી શકતો. ઝીણા અવાજે શરૂ થયેલો તમારો સાદ ધીમે ધીમે ઊઘડવા લાગે છે. તમે કદી આટલી દિર્ઘ લાગણીઓથી કવિતા ગાઈ નથી – જાહેરમાં તો કદી નહીં. પણ આજે એ માતાના અંતરની લાગણી છલકાઈ છલકાઈને, પાણીના ધોધની જેમ તમારા સૂરમાં અને આંખોમાંથી વહેતી થઈ છે. એ ધોધમાં તરબતર બનીને, સાવ નિર્બંધ બનીને વહી રહી છે. અંતરની એ વાણીમાં કિશોરાવસ્થાની ભાવુકતા અને સચ્ચાઈ છલ્લક છલ્લક છલકાઈ રહ્યાં છે.
  —————
  આખી વાત વાંચવી હોય તો ઈમેલ કરજો . વંચાવવાનું ગમશે.

  Liked by 1 person

 5. પ્રભુ સદગતના આત્માને શાંતિ બક્ષે અને સૌ પરિવારજનોને આ દુખ સહન કરવાની શક્તિ આપે.

  Like

 6. આપની માં અમારી પ્રાર્થના માં હશે. પ્રભુ તેમના આત્મા ને ચીર શાંતિ આપે
  હેમંત અને જયા

  Like

 7. કેટલા સુંદર શબ્દોમાં તમે માં ની વહાલસોયી મમતા નું વર્ણન કર્યું છે કે આંખના આંસુ દડી રહ્યા છે. બા ના આત્મા ને શાંતિ અને તમને તેમનું પ્રેમાળ આલિંગન દૂરથીયે સદાય મળતું રહે તેજ પ્રાર્થના. — દર્શના

  Like

 8. What a heartfelt Shradhdhanjali. I had tears in my eyes. May god bless her soul with eternal peace. May God gives you and your family strength to withstand this huge loss.
  She is in a better and painless place. She is now assimilated with Shiv.

  Like

 9. ગયેલા આત્મા ને મન હરદયથી શાંતિ દેજે,બધી રીતે તેનું પ્રભુ તું કલ્યાણ કરજે શ્રીજી

  બધા જીવો સાથે ગત જીવનના જે સંબંધો ,કરાવી દો તેને સૌ તરફથી શાંત મુક્ત .

  ન અસતો વિધયતે ભાવો,ના ભાવો વિઘયતે સત :

  જે મિથ્યા છે એવા અસત (શરીર નું)અસ્તિત્વ નથી અને સત(આત્મા )છે તેનો કદી નાશ થતો નથી.

  મા સદૈવ ્સાથે જ છે.

  Like

 10. મા જતાં જતાં પણ જીવનભર ન ખૂટે એટલો પ્રેમ અને સદગુણૉ આપી જાય છે, બસ એને જ માનો સથવારો માની લેવાનો.

  Like

 11. પ્રજ્ઞાબેન,
  આપના માતુશ્રીનાં દેહાવસાનનાં સમાચારથી અમે
  બધાં વ્યથિત થયા છીએ.
  ઈશ્વર એમનાં આત્માને પરમ શાંતિ અને મોક્ષ પ્રદાન કરે,અને આપ સહુને એ ખાલીપો ખમવાની શક્તિ આપે એજ પ્રાર્થના.
  -ડૉ.મહેશ રાવલ અને પરિવારનાં જય જિનેન્દ્ર..જય કૃષ્ણ..🙏🏽

  Like

 12. મારા મનમંદિરમાં તો મેં તારી મુરત રાખી,
  આંખ મીચીને સ્મરણ કરું તો આશિષ દેતી દેખી,

  બા નો આત્મા પ્રભુમય થઈ જાય એ જ પ્રાર્થના.

  Like

 13. શ્રી પ્રજ્ઞાબેન દાદભાવાલા

  આપશ્રીના મેઈલ દ્વારા આપના માતુશ્રીના અવસાનના સમાચાર જાણ્યા। દુઃખ થયું !!

  આપણી ઉંમર ગમે તેટલી થયી હોઈ પણ માં ના જવાનું દુઃખ અકલ્પ્ય છે।
  માનો આપણને “”તું “” કહેનાર આ દુનિયામાં ના રહ્યો તેનું દુઃખ જીરવવું વસમું છે
  જન્મ એનું મૃત્યુ નિશ્ચિત છે જે સંસારનો નિયમ છે
  ભગવાનને ગમ્યું તે ખરું
  આપના માતુશ્રીને ભગવાનના ચરણોમાં સ્થાન મળે અને આપને આ આઘાત જીરવવાની પ્રભુ શક્તિ આપે
  એ જ અભયર્થના
  સુબોધ ત્રિવેદી

  (રાજેશભાઈ શાહ ના વેવાઈ)
  FREMONT CA
  USA

  Like

 14. સુ શ્રી પ્રજ્ઞા બેન આપણા બા આપણી વચ્ચેથી માત્ર દેહ સ્વરૂપે વિલીન થયા છે તેઓ નો આત્મા અત્ર તંત્ર સર્વત્ર છે પૂજ્ય બા ખુબ માનવીય સઁવેદના ને સમજણ થી આચરણ આજીવન કરતા રહ્યા એ સમર્થ મહા માનવ બનીને એક ઉત્તમ સેવાપરમોધર્મ નું સૂત્ર આપી ગયા છે જિંદગીની દરેક ક્ષણો ને માનીને અમર થઇ ગયા છે આપ આ પવિત્ર આત્માના આદર્શ પરિવાર ના સુ પુત્રી છો જે ગૌરવ લેવા જેવું છે અમે આ પૂજ્ય બાનો ખાલીપો પ્રેમ લાગણી અને આપણા પારિવારિક સઁબઁધો વધારે ગાઢ બનાવી આપની સાથે છીએ ધીરજ સહન શીલતા અને પ્રેમ આપી આવી પડેલ દુઃખ માં સૌને સાંત્વના આપતાંરહો એજ સાચી શ્રદ્ધાંજલિ છે ૐ શાંતિ શાંતિ
  પ્રતાપભાઈ પંડ્યા

  Like

 15. Dear Pragnaben and family,
  So sorry to hear about the loss of your mother. Wishing you peace to bring comfort, courage to face the days ahead and living memories to forever hold in your heart.
  Our thoughts and prayers are with you and your family.
  Hema Shah

  Like

 16. Pragnaben 🙏🏽 words can not describe what you and the family must be going through right now🙏🏽 May God give you the strength to go through this tremendous loss. Our prayers are with you and your loved ones. May her soul Rest In Peace 🙏🏽🕉 Shanti.
  Darshana Bhuta Shukla

  Like

 17. Pragnaben, it is difficult to lose one’ s mother at any age. I know she suffered a lot. At the same time she knew of your love and dedication for her that is only relent ion of what she bestowed onto you. You made her more proud by achieving all that you have through a lot of selfless activities that you do reaching out all over the world.

  Please, accept our prayers for the departed soul and our condolences for you.
  Kunta Shah

  Like

 18. પ્રગ્ન્યાબેન,મા-બાપ ગમે તેટલી ઉંમરે સંસારમાંથી વિદાય લે તે વહાલા
  સંતાનો માટે ખોટ જ રહે.સો વર્ષે દુષ્કાળ પડે તો પણ તેને દુષ્કાળ જ કહેવાય.
  ૐ શાંતિ.

  Like

 19. Pragna
  IT IS WITH DEEP REGRET TO LEARN THE SAD DEMISE OF YOUR B ELOVED MOTHER. IT IS SADA TO LEARN THE DEMISE OF KTH & KIN. YOU WILL REMEMBER ALL GOOD TIMES YOU HAD PASSED FOR DECADES YOU HAD JUST VISITED, WE ARE HLPLESS BEFORE THE WILL OF ALMIGHTYKINDLY ACCEPT OUR HEARTFELT CONDOLENCES, GOD GIVE YOU ALL THE STRENGTH TO BEAR THIS IRREPARABLE LOSS. MAY ER OUL REST IN ETERNAL PEACE.
  IN-GRIEF,
  CHITALIAS FAMILY

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.