મમ્મીની કર્મનિર્જરા

હું આજે ઇન્ડિયામા મારી મમ્મી સાથે  છું,…

મમ્મી બિમાર છે.

પથારી વશ….મેં મમ્મીને ક્યારેય બીમાર પડતા ને આટલું સુતા ક્યારેય જોઈ નથી..

 

મને આવ્યા ને પાંચ દિવસ થયા એમને અને એમની પરિસ્થિતિ જોઈ દુખ થાય છે.હાથ પગમાં  સોજા શરીરમાં ભાઠા પડ્યા છે. પોતાની મરજીથી પડખું પણ ફરતા નથી બાળકની જેમ કોળિયા દઈએ છીએ..મમ્મી ઓછુ બોલે છે. ચેહેરા પર સંતોષ વર્તાય છે  ફરિયાદ નથી એમની સેવા કરવાનું બહુ મન થાય છે..હું  તકિયાનો ટેકો લાગવું છું.તો ક્યારેક બે કોળિયા ખવડાવું છું.ડો અને નર્સ બધી જ સગવડતા છે પરંતુ દુખ એ વાત નું છે કે હું એમની વેદના લઇ શક્તિ નથી માત્ર હાથ પકડીને બેસી રહું છું.પ્રભુને પ્રાથના કરું છું, કે “હે ઈશ્વર તમારી પૂર્ણ યોજના પ્રમાણે જ બધું થશે તેમાં અમે એકરૂપ થઈએ એવી શક્તિ આપો”

આવી બીમારીમાં પણ મમ્મીના ચહેરા પર અપાર શાંતિ જોઈ શકું છું..આ અનુભવની જ્ઞાનની શાંતિ છે  પ્રભુ તમારા સાનિધ્યની શાંતિ છે.એમના ધ્રુજતા હાથમાં પણ આજે મંગલમય શક્તિનો અહેસાસ થાય છે.આજે પણ એ હાથ માત્ર ને માત્ર આશિર્વાદ આપવા ઉપડે છે.આ પવિત્ર શક્તિ  જ મારા આત્માના સ્તર પર સ્પર્શી મને સાચવે છે.તેમનો સ્પર્શ માત્રથી હું ફરી ગોઠવાઈ જાઉં છું….મારા હ્યુદયને નવી ચેતના મળે છે  એમના સાનિધ્યમાં મારા દરેક વિચાર, સમજણ, મારી એકલતા, દુઃખ મુંજવણ બધું જ જાણે વહી જાય છે અને અઢળક પ્રેમના ધોધને માણું છું..હું એકત્વ અનુભવું છું……

અને કૃતજ્ઞતાથી સભર હૃદયે હું તમને નમન કરું છું.

આજે સવારે સ્પંચ કરતા હું એમના પડેલા શરીર પર ભાઠા પર હળવેકથી દવા લગાડતા પુછુ છું…વેદના થાય છે ?.

મમ્મીએ કરચલીવાળો ચહેરો ઉંચો કરી પોતાના કમજોર ધુર્જતા હાથોથી નમસ્કારની મુદ્રામાં હાથ જોડી અને કૈક બોલે છે.

હું  જીજ્ઞાશા સાથે પુછું છું .. શું બોલો છો ?

પ્રભુ પાસે પ્રાથના કરું છું કે હું મારા બધા કર્મો શાંતિથી ખપાવી લઉં પછી લઇ જજે ઉતાવળ ન કરીશ.

અને ટેપરેકોર્ડ પર વાગતું સ્તવન જાણે સાથ પુરાવી  શક્તિ આપતું હતું ..

ભક્તિ કરતાં છૂટે મારાં પ્રાણ પ્રભુ એવું માંગુ છું…

રહે હૃદયકમળમાં તારું ધ્યાન પ્રભુ એવું માંગુ છું..

અંત સમયે રહે તારું ધ્યાન, પ્રભુ એવું માંગુ છું ..

 

 

9 thoughts on “મમ્મીની કર્મનિર્જરા

 1. Dear Pragnaji, You are doing every thing right, looking after Mum. That is all we can do. Our prayers for Mother to bear with the pain. Bhikhu & Jayvanti.

  Like

 2. પ્રજ્ઞાબેન આપનાં માતુશ્રી ને પ્રણામ અને એમને માટે મારી પ્રભુ પ્રાર્થના .

  Like

 3. માસી પૂજ્ય મામી ને અમારા પ્રણામ .અને પ્રભુ એમને સાતા આપે એ અમારી પ્રભુ ને પ્રાર્થના.

  Like

 4. પ્રજ્ઞાબેન,
  તમે મુંબઈમાં છો. પૂજ્ય બાની સંભાળમાં રત છો. માતાની મમતા શે વિસરાય? વિતેલા સમયના ફલક પર નજર નાખતા અનેકાનેક સ્મૃતિઓ તાજી થતી હોય છે. પ્રભુ તેમના કમજોર હાથમાં તમને ગળે લગાવી શકે તેવી શક્તિ આપે તેવી પ્રાર્થના. કર્મનિર્ઝરા કરતા કરતા આપણે સૌ સદ્ કર્મોનું ભાથુ બાંધીએ અને અંત સમય સુધી પરમ શક્તિશાળીનું વિસ્મરણ ક્યારે પણ ન થાય તે માટે જાગૃત અને પ્રયત્નશીલ રહીએ. કંઈ પણ કામમાં મદદરૂપ થતા આનંદ અનુભવીશ.
  સદ્દભાવ પૂર્વક,
  ભોગીભાઈ વસા.

  Like

 5. તમે બધા બા ની સાથે છો એનો સધિયારો તેમને માટે અમુલ્ય હશે! મા જે કરે તેનો એક અંશ પણ વળી ના શકાય એ સાચું પણ, બનતું બધું તમે કરો છો -એ વાત બંને પક્ષે સતોષ જનક નીવડશે. પ્રજ્ઞા બેન અમે બધા આ કટોકટીની પળોમાં તમારી સાથે છીએ. રશ્મિ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.