કેલિફોર્નિયા મીલ્પીટાસ, ઇન્ડિયા કમ્યૂનિટિ સેન્ટર ખાતે “બેઠક”માં તારીખ ૨૫મી ઓગસ્ટ ૨૦૧૭ના એક અનોખી “લહાણી” કરી. જાણીતા ગાયક શ્રી આશિતભાઈ અને હેમાબેન સમક્ષ ટેકનોલોજી વિષે સર્જકે પોતાના વિચારો દર્શાવી ગુજરાતી ભાષાની “બેઠક”મા ટેકનોલોજીની વાતો કરતા સંવેદના અનુભવી.
બેઠકના વિષય આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર વિષય અનુસાર બધાએ પોતાની વાર્તા રજુ કરી. શરૂઆત કલ્પનાબેનની પ્રાર્થના થી થઇ.ત્યારબાદ કુન્તાબેન શાહ, જીગીશાબેન પટેલ ,જયવંતીબેન. દર્શના વરિયા, અને પ્રજ્ઞા દાદ્ભાવાળાએ પોતાની વાર્તા કહી સમભળાવી.દર્શનાબેને વાર્તા સાથે ટેકનોલજી ની જાણકારી પણ આપી.
અંતમાં આશિતભાઈ એ બધા સર્જકોને અને બેઠકને ખુબ પ્રોત્સાહન આપતા બેઠકની પ્રવૃતિને વખાણી.સંગીત ના ક્ષેત્રમાં પણ ટેક્નોલોજી વપરાસ માં આવી રહી છે.એ વિષે ખુબ જાણકારી સભર વાતો વહેચી. દુનિયા નાની થતી જાય છે અને હવે અમે દુર બેઠા પણ સંગીત શીખવાડી શકીએ છીએ.અનેક વાજિંત્રો ને સૂરને અમે સાચવી જરૂર પડે વાપરી શકીએ છીએ.ટેકનોલોજીને અપનાવી પડે અને સમય ના વહેણમાં તરવા સ્વીકારી આગળ વધવાનું હોય. અમે પણ તમારી જેમ માતૃભાષાને સંગીતના માધ્યમ દ્વારા ગતિમય રાખીએ છીએ. હેમાબેને પણ ખુબ સુંદર વિચારો દર્શવતા બેઠકના સર્જકોને પ્રેરણા આપી અને ભારતીય વિદ્યાપીઠ માં એમની સંગીત ની ‘બેઠક’ની વાત કરી.બેઠકની પ્રવૃતિની જેમ અમે વિષય આપી દર મહિને સંગીત ની સાધના કરીએ છીએ. પરદેશમાં ‘બેઠક’માં આવી પ્રવૃતિને આપ સાથે મળી કરો છો તે ખુબ સારી વાત છે. યુવાન પેઢી આમાં જોડાય તે વધુ જરૂરી છે. તો કિરણભાઈએ બેઠકની પ્રવૃત્તિ વખાણતા ટેકનોલજી વિષય પર હાસ્ય પીરસ્યું આમ બહારગામથી આવેલ મહેમાનોએ ‘બેઠક’મા ભળી જઈ ઘર જેવું વાતાવરણ સર્જયું.
વાત અને વિષય ભલે ટેકનોલોજી હતો પણ બેઠકમાં હેમાબેન અને આશિતભાઈની હાજરીથી એક ઉત્સાહ અને માનવીય સ્પર્શ વર્તાતો હતો.દર્શનાબેનએ અને નરેદ્રભાઈએ માત્ર હાજરી નહોતી આપી પણ બેઠકના એક શુભેચ્છક બની ઉત્સાહ જગાડ્યો હતો,લાકડીના ટેકે આવેલ દર્શનાબેન સદાય બેઠકના ટેકો બની રહ્યા છે એ વાત સહુએ મહેસુસ કરી.એમણે લાવેલ ભોજન સૌએ માણ્યું.તો બીજા સર્જકોની અનેક રસ અને સ્વાદવાળી વાનગી ભળતા અન્કૂટ પીરસ્યો.રાજેશભાઈ એ અંતમાં આવી ને સૌના ફોટા લેતા સૌના ચહેરા પર સ્મિત ઉપસી આવ્યું.પરંતુ પ્રતાપભાઈ ,દાવડા સાહેબ,તરુલતાબેન અને રઘુભાઈની સાથે અનેકની ખામી વર્તાણી..
એક વાત નક્કી છે કે જયારે કોઈની હાજરી અને ગેરહાજરી થી બેઠકમાં ફર્ક પડે છે ત્યારે મહેસુસ થાય છે કે ટેકનોલોજી સુવિધા જરૂર આપે છે પણ માનવી તો સંબધ અને સંવેદનાથી બનેલો છે. એની જગ્યા નિરજીવ યંત્ર કેવી રીતે લઇ શકે … ? આમ બેઠકમાં ટેકનોલોજી વિષે વાર્તા કરતા અંતમાં સંવેદના અનુભવતા સૃષ્ટિ ભાવનો, સંગીતનો અને ઉર્મિનો સ્પર્શ અનુભવ્યો .
આયોજક -પ્રજ્ઞા દાદભાવાળા

Khub saras Aheval. Very interesting way to put it.
LikeLike
vahh jane bethakma hajar hoie evo sundar aheval
LikeLike