બેઠકનો સપ્ટેમ્બર મહિનાનો વિષય -જિંદગી કે સફરમે..

મિત્રો ગયા મહીને ટેકનોલોજી વિષય પર આપ સર્વેના સુંદર અભિપ્રાય સાથે વાર્તાઓ  માણી.હું ભાગ લેનાર તમામ સ્પર્ધકોni આભારી છું. શરૂઆતના દિવસોમાં ખૂબ ઓછી કૃતિઓ મળી હતી,ત્યારે એક તબક્કે થોડી નિરાશા થઇ હતી પરંતુ અંતમાં અનેક લોકોએ કલમ ઉપાડી તેનો આનંદ છે.આ વાર્તા-સ્પર્ધામાં પ્રાપ્ત થયેલી ૨૪ કૃતિઓનો આંકડો જોઈએ તો કદાચ નાનો લાગે. પરંતુ હકિકતમાં તેમ નથી. અત્યંત વ્યસ્તતા અને અમેરિકન વાતાવરણમાં આપણે સહુ રહેતા હોવા છતાં કેવળ અને કેવળ ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય’ ના પ્રેમને લઈને આપની મૌલિક રચનાઓ વાર્તા-સ્પર્ધા માટે સહર્ષ મોકલી, તેનો આનંદ અનુભવું છું.અહી એવા લોકોની કૃતિઓ પણ છે કે જેમણે કદી લખ્યું નથી અથવા તો લખવાની શરૂઆત કર્યાના પ્રથમ તબક્કામાં છે.આપ સૌની કૃતિઓ ગમે તે હોય, પરંતુ આપનો પ્રયત્ન જ મારા માટે અમૂલ્ય છે.

મિત્રો આવતા મહિનાનો વિષય છે -“જિંદગી કે સફરમે –જીવનના ઘણા પ્રસંગો યાદ કરીએ ત્યારે મનમાં ઘણાં બધી  વાતો એક  સાથે ઝગમગ ઝગમગ કરતા નિકળે અને એ જ ક્ષણે  આંખ સામે એ દ્રશ્ય આવ્યા વિના રહે નહીં. ઘણી વ્યક્તિ અચાનક યાદ આવી જાય ત્યારે કોઈ સારા નરસા તમારા જીવનમાં આવેલ પ્રસંગે માત્ર યાદ ન કરો એ યાદ આવનાર વ્યક્તિ અને પ્રસંગને શબ્દોમાં ઉતારી એક વાર્તા લખીને મોકલો.

આ સાથે બીજી પોસ્ટમાં આપના માર્ગદર્શન માટે જયશ્રીબેન મર્ચન્ટ લખેલ ધારા વાહિક મુકીશ જે તમને માર્ગદર્શન આપશે. હા મિત્રો પણ તમારે તો તમારી મૌલિકતા જાળવીને જ લખવાનું હો !

નોથ:

વાર્તા -નું સ્વરૂપ ખુબ જરૂરી છે.નિબંધો નથી લખવાના  એ સિવાય વિષય વસ્તુને પકડી અંત સુધી લઇ વાચકને લઇ આવવાની જવાબદારી આપણી છે. સલાહ કે બોધ આપવાની જરૂર નથી. થોડું વાચકો ઉપર પણ છોડશું ને ?

હા પણ જિંદગીની ઘણા બધા પ્રસંગોમાં ચડતી, પડતી, સુખ, દુઃખ, આનંદ, વેદનામાં એ આપણી અંદર ગૂંજતાં હોય છે ત્યારે  સર્જકો લાગણીમાં અને વિષય વસ્તુને પકડતા આવી ભૂલ કરતા હોય છે.બહુ વાત સામન્ય છે પણ સર્જકતાને કેળવવા પ્રયત્ન કરવો જ રહ્યો. વિચાર કરવો એના કરતાં વિચાર આવે તે સહજ છે.આપણે જે જીવીએ છે એ લખવું અને અલગ પરિવેશ લાવી વાંચકને આપણી સાથે જોડી દઈએ તો સર્જન આપો આપ સર્જાય. હું ખુબ હોશિયાર લેખક નથી પરંતુ વાંચન પછી અને આ બ્લોગ બનાવ્યા પછી અમુક વસ્તુ મારી નજરે ચડી છે વ્યક્ત કરું છું.ઘણા પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર પણ આવતા નથી.જે વિષય ગમે તે જ લખે અહી મુદ્દો એ છે કે પ્રેડીક્ટેબલ બનતા બચવું.બીજા માટે નહિ લખતા વાચકને શું ભાવશે કે પચશે એ વિચારીને લખવાની આવી લાલચથી  પણ બચવું અને  તમારી જાતને બચાવો . પ્રસંગની ગૂંથણી એક ફલો,નવો એન્ગલ,કલાત્મકતા અને મૌલિકતા આ બધું સ્પશ્ટ  માત્ર જાણવું જ રહ્યું નિયમ સહજતા ને રોકે છે મિત્રો સહજ થયા પછી પેન સડસડાટ દોડે છે.જેનો આનંદ આપણે સ્વયં પહેલા લેવાનો છે.

પ્રજ્ઞા દાદ્ભાવાળા

1 thought on “બેઠકનો સપ્ટેમ્બર મહિનાનો વિષય -જિંદગી કે સફરમે..

  1. ઓગસ્ટ મહિનાનું પરિણામ આવી ગયું કે…હજુ પ્રક્રિયામાં? જણાવશો. આભાર.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.