તરુલતા વાર્તા સ્પર્ધા (10) ટેક્નોલોજી: સમયસકર કે લાઇફસેવર

ટેક્નોલોજી: સમયસકર  કે લાઇફસેવર – Technology: SamaySucker or LifeSaver

સોનાલીના પતિ સોહમે તેના કામમાં  નામના મેળવેલ. તે કામમાં ખુબ વ્યસ્ત રહેતો. સોહમને ગુગલમાં સારી નોકરી હતી અને ઘણા એવોર્ડ્સ પ્રાપ્ત કરેલા. તે કહેતો કે હજી બે પ્રોમોશન હાસિલ થાય અને ડિરેક્ટર બને પછી છોકરા માટે વિચાર કરશે। સોહમ એટલો હોશિયાર હતો કે હંમેશા નવી ટેક્નોલોજીના વિચાર માં રહેતો. સોનાલીને ક્યારેક કંટાળો આવતો પણ તેની ઝંખના છોકરા માટે નતી અને તે નોકરી પાછળેય પાગલ નતી. સોનાલીને છોકરા પહેલા દુનિયા ફરી લેવાની તાલાવેલી હતી.સોહમ વેકેશન માટે મંજુર રહેતો પણ તે સોનાલીને કહેતો કે વૅકેશન નાનું અને પૂરું પ્લાન કરેલું હોવું જોઈએ અને દરેક જગ્યાએ વાઇ-ફાઈ જોઈએ તેથી તેની ટિમ ના સંપર્કમાં રહી શકે.

પરંતુ સોનાલી સહેલીઓને  કહેતી, મારે એકવાર સોહમને એક યુનિક, એકસોટીક વેકેશન ઉપર લઇ જવો છે જ્યાં તે ફોન અને લેપટોપ મૂકીને વેકેશન માં મશગુલ થઇ જાય.  સોહમ જોડે જોન ફર્નાન્ડેઝ કામ કરતો।  સોહમે તેને જમવાનું આમંત્રણ આપેલ. તેની પત્ની જયશ્રી અને સોનાલીની સારી મૈત્રી જામતી અને બંને કપલ નાની ટુર પણ કરી આવેલ. સોનાલીએ જયશ્રીને એક નવા વૅકેશનની વાત કરી. જયશ્રીએ માહિતી  વાંચી અને બોલી આ વૅકેશન જોનને ગમશે. સોહમ તુરંત બોલ્યો આપણને આવા વૅકેશન માં રસ નથી પણ જોન માહિતી વાંચવા લાગ્યો. જયશ્રી અને સોનાલી રસોડામાં સફાઈ કરીને પાઈનેપલ  બાસુંદી લઈને આવ્યા ત્યાં સુધીમાં જોને સોહમ ને સમજાવી લીધો. તેણે સોહમ ને કહ્યું અરે યાર આ વૅકેશન તો આપણા બોસ ને પણ ગમશે. તને તો ખબર છે કે ગુગલ અવાર નવાર આપણને ટેક્નોલોજી બંધ કરીને સર્જનાત્મક વિચારસરણી વિકસાવવા માટે પ્રોત્સાહન આપે છે અને તે માટે વૅકેશન લેવા ની પણ છૂટ છે. સોહમને હવે આ વૅકેશન નો આઈડિયા ગમવા લાગ્યો.

“પણ તમને આ વૅકેશન ગમશે? જોને પૂછ્યું, માત્ર ત્રણ જોડી કપડા લઇ જવાના છે અને બધુ કામ જાતે કરવાનું છે”. સોનાલી ક્યે “15 દિવસનું સાહસિક એડવેન્ચર ગમેજ ને. આખી લાઈફ થોડી છે? “. મહિના પછી ચારેય નીકળ્યા. સાન ફ્રાન્સિસકોથી સેઉલ, સાઉથ કોરિયા અને ત્યાંથી નાના પ્લેનમાં જિનડો નામના ટાપુ ઉપર પહોંચ્યા. ત્યાંથી નાના હેલિકોપ્ટરમાં બીજા નવ જાણ સાથે જોડાઈને ગોટો નામના ટાપુ માટે રવાના થયા. પણ તે પહેલા સામાનની બારીકાઈથી ચકાસણી થઇ. ત્રણ જોડી કપડાં, દવા અને બ્રશ/પેસ્ટ લઇ જવાનીજ પરવાનગી હતી. બીજું કંઈપણ લાવેલ તે જપ્ત કરીને લોકર માં મુકવામાં આવ્યું.

ગોટો ટાપુ ઉપર પ્લેન ઉતર્યું ત્યારે આબોહવા સુંદર હતી. પંદર લોકોની ટોળીએ આવકાર આપ્યો અને હેલિકોપ્ટર પાછું વળ્યું. ટાપુ ઉપર પંદર કાર્યકર્તાઓ અને તેર ટુરિસ્ટ મળીને 28 લોકોજ હતા. સૌ પ્રથમ ઝાડ ના થડ ની બેન્ચ અને ટેબલ ઉપર દરિયાના મોજા માણતા બધા જમ્યા અને રસોઈ નો સ્વાદ ઔર જ લાગ્યો. આરામ પછી લેક્ચરમાં સલાહ સૂચનો અપાયા અને બધાની ડ્યુટીસ નક્કી થઇ.।સવારે 5 વાગે ઉઠ્યા પછી ફરજ પ્રમાણે ચા નાસ્તા તૈયાર કરવાના. નાસ્તા પછી ફરજ પ્રમાણે ખેતીવાડીમાં પંહોંચવાનું, માંસાહારીઓ થોડા ફિશિંગ માટે જાય  અને થોડાને રસોઈની જવાબદારી. જમીને 2-3 ને 3-4 કલાસ માટે હાજર થવાનું.  ક્લાસ માં વિલ્ડરનેસ્સ તાલીમ અને ખેતીના શિક્ષણથી લઇને સાબુ બનાવવાનું શીખવાડવામાં આવશે. સ્ત્રીઓને મેકઅપ લાવવાનો પ્રતિબંધ હતો પરંતુ સૌંદ્રયની કુદરતી વસ્તુઓ દેખાડવામાં આવશે તેમજ ઓજાર બનાવવાનું શિક્ષણ મળશે. જયશ્રી બોલી શું કુદર માં આયશેડો અને દરિયાની હવામાં બરડ થઇ ગયેલા વાળ માટે કઈ ઉપાય છે?  શાનસર બોલ્યા જરૂર છે. તમને એક રસદાયક વાત કહું. આ ટાપુ ઉપર બકરા છે તે આર્ગન ફ્રૂટના ઝાડ ઉપર રયે છે તેને તમે જોયાજ હશે. તેઓને આર્ગનના બીયા ખુબ પસંદ છે. પણ તે માત્ર તેની છાલ ખાય છે અને બી થુકી નાખે છે.  તે આર્ગન બીયા આપણે વીણવા જઈશું. આર્ગન બીયા નું તેલ કાઢીને માથામાં નાખો તો વાળ સુંદર બની જશે. આર્ગનનો સાબુથી ત્વચામાં ચમકાટ વધશે અને ખાવામાં વાપરતા ડાયાબિટીસ ની તકલીફ ઓછી થાય છે. ટાપુની દક્ષિણ માં પથ્થરો છે તે અમુક ધાતુને લીધે  નીલા, લાલ લીલા રંગ નો ચમકાટ કરે છે તેને ઘસીને તેનો પાવડર તમે આઈ શેડો અને બ્લશની જેમ વાપરો તો સુંદર મેકઅપ બનશે અને ત્વચા માટે ફાયદાકારક છે.

ડ્યૂટી ન હોય ત્યારે સોહમ અને જોન ટાપુ ની લટારે  નીકળતા અને નવી ટેક્નોલોજી ની વાતો કરતા. 14 દિવસ નીકળી ગયા. વિવિધ દેશ માં થી આવેલ લોકો વચ્ચે મૈત્રી અને આત્મીયતા ગાઢ બની ગઈ. ઇમેઇલની અદલબદલ થઇ , વૉટ્સએપ અને ફેસબુક દ્વારા સંપર્ક માં રહેવાના કરાર થયા, અને બધા તૈયાર થઇ ગયા. પણ વિમાન આવ્યુજ નહિ. રાહ જોતા કલાકો નીકળી ગયા. શાનસર તેમના તાળા ચાવી લઇ માત્ર એક નાનું સ્ટોરેજ સ્ટ્રક્ચર હતું તે ખોલવા ગયા. તેમાં કટોકટીમાં કામ આવે તેવી વસ્તુઓમાં એક જૂનો સેલફોન હતો તે બહાર કાઢ્યો। દર બે અઠવાડિયે તેઓ સ્ટોરેજમાં જઈને સોલાર ચાર્જર દ્વારા ચાર્જ કરી આવતા. તે ફોન લઈને તેઓ તેમની કંપનીના હેડ ક્વૉર્ટર માં ફોન જોડવા લાગ્યા. કલાકોની મહેનત પછી પણ કોઈએ તેમનો ફોન ઉપાડ્યો નહિ. બધા કહેવા લાગ્યા કે બીજા કોઈને ફોન જોડો ત્યારે ખબર પડી કે ટાપુ ઉપર એકજ લાઈફ લાઈન હતી અને કોલ કરવાની સુવિધા માત્ર હેડ ક્વોર્ટર જોડે હતી.

શુજીને ક્યે તેણે વાંચેલું કે મહિનાની અંદર 70 ટકા જેટલી દુનિયા નાશ પામવાની છે.  રોબર્ટ તુરંત બોલ્યો, અરે શુજિન ધર્મ ની આવી આગાહીમાં તારા જેવો મોટો વિજ્ઞાની કેમ વિશ્વાસ રાખી શકે? શુજિન ક્યે અરે મેટ આ કોઈ ધર્મ ની આગાહી નથી. આ વસ્તુ મેં વિજ્ઞાની આર્ટિકલ માં વાંચેલ કે અમુક મિટિઓર દુનિયા ને ભટકાવાના છે અને તેના કારણે દુનિયા માં પૂર આવશે અને મોટા ધરતીકંપ થશે અને મોટી તારાજી સર્જાવાની શક્યતા છે અને મોટા ભાગની દુનિયા નાશ પણ થઇ શકે. બીજા ઘણા મોટા મોટા વૈજ્ઞાનિકોએ આ વાત હસી કાઢેલી. પણ હવે મને એ શક્યતા લાગે છે.

પછીના 16 વર્ષના ગાળામાં શું બન્યું તે માંડીને વાત બીજી વખત કહીશ।  પણ વાત આગળ વધારીએ તો ટૂંક માં કહેવાનું કે દસ મહિના પછી સોહમ અને સોનાલીને ત્યાં સાગર નામના દીકરાનો જન્મ થયો. લગભગ તેજ સમયે શુજિન અને જિનશુને નાશુજી નામનો દીકરો જન્મ્યો. ઓસ્ટ્રેલિયન રોબર્ટ અને બ્રાઝીલથી આવેલ શાના ના પ્રણયલગ્ન પછી તેમને ત્યાં દીકરી ઇમારાનો જન્મ થયો અને તેમ જેનરેશન આગળ ચાલ્યું. વડીલો અંગ્રેજી, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ગણિત ના કલાસ ભણાવવા લાગ્યા.  બે જણ હોડી બનાવી દુનિયા નો સંપર્ક કરવા નીકળ્યા અને નજર સામેજ સખત મોજાને લીધે હાલક ડોલક હોડી માંથી  પડીને તણાય ગયા પછી કોઈએ જવાની વાત વધુ વિચારી નહિ.  શાનસર ના સ્ટોરેજ માંથી થોડા ઓજારો મળ્યા અને જરૂરિયાતની વસ્તુઓ બનાવવાની કળા ખીલી કે પછી જરૂરિયાતો ઓછી થઇ પણ જિંદગી આગળ ચાલવા લાગી. માણસ ની આ ખાસિયત છે કે ગમે ત્યાં ગમે તે સંજોગો ને અનુસરીને રહેતા શીખી જાય છે.

સોનાલી જાણતી હતી કે સોહમ ની ભૂલ નતી. તેની તો મોટાઈ હતી કે તે આ સંજોગોની ક્યારેય બહુ ફરિયાદ કરતો નહિ. છતાં ક્યારેક હારી થાકીને સોનાલી અકળાઈ ઉઠતી અને સોહમ ને કેતી કે આ તારી ટેક્નોલોજી નાહક નો સમય બરબાદ કરે પણ ખરે સમયે ક્યારેય સાથ ન આપે. સોહમ તેને બથ માં લઇ ને કહેતો: સોનુ, જો ટેક્નોલોજી સાથે હોત તો આપણે આ વખત જોવો પડ્યો ન હોત.

સાગર અને ઇમારાને ટેક્નોલોજીમાં ખુબ રસ હતો અને બંને નવી શોધ કરવાના વિચાર કરતા, પ્રયોગો કરતા અને થોડા ઈંવેંશન પણ કરેલા. ચૌદેક વર્ષના થયા પછી તેમને બહારની દુનિયા જોડે સંપર્ક સાધવાની ખુબ ઈચ્છા થઇ. આખરે તેમના વડીલો ની ચર્ચા કે ટેક્નોલોજી નાહક ની સમયસકર અને સબંધનાશક કે સબન્ધપ્રોમોટર અને લાઈફસેવર છે તેનો નિવેડો તો નવી પેઢીએજ લાવવાનો ને?

 

Darshana 

Darshana V. Nadkarni, Ph.D.
Cell: 408-898-0000

Updates on Twitter @DarshanaN

Blog – http://darshanavnadkarni.wordpress.com/
“Success is the ability to go from one failure to another, with no loss of enthusiasm” – Sir Winston Churchill

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in દર્શના વારિયા નાટકરણી and tagged , , , , . Bookmark the permalink.

2 Responses to તરુલતા વાર્તા સ્પર્ધા (10) ટેક્નોલોજી: સમયસકર કે લાઇફસેવર

  1. બેઠકની વાર્તા માં શબ્દોની મર્યાદાને અનુસરીને ટૂંકાવીને અંત આણ્યો છે પણ બેઠક માં મોકલ્યા પછી મેં આ વાર્તા મારા બ્લોગ ઉપર પણ મૂકી અને તેમાં લંબાવીને અંત બદલવામાં આવ્યો છે. તે વાર્તા મારા બ્લોગ ઉપર વાંચો તો તમારા મંતવ્યો જાણવા માટે હું આતુર રહીશ.

    Like

  2. tarulata says:

    tmari varta rsprd che,long story matena patro ane dhtnao che.something original che.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s