તરુલતા વાર્તા સ્પર્ધા (8) આધુનિકતા: એક આડ અસર-શિતલ ગઢવી

 શિતલબેનનું બેઠકમાં સ્વાગત છે. મિત્રો આપણા નવા સર્જકને વધાવજો.

શૌર્ય અને શીખાની પ્રીત ફેસબુકના મેસેન્જરથી પાંગરી. ત્યાં જ મોબાઈલ નંબરની આપલે થઈ. હવે વોટસએપ પર મોડી રાત સુધી વાતો ચાલવા લાગી.

“શીખા હવે સુઈ જા. કોની સાથે આટલા મોડા સુધી વાતો કરે છે.”

તરૂણ અવસ્થાએ પહોંચી ગઈ હોવાથી હવે શીખા માબાપથી અલગ અન્ય રૂમમાં સુતી હતી. એના મમ્મી રાત્રે પાણી પીવા ઉઠતા ત્યારે એને મોબાઈલ પર વાત કરતાં જોતા. માની ચિંતા સ્વાભાવિક હતી. શીખાને માની આ દખલગીરી ગમતી નહોતી.

“શીખા આ શું? પરિણામમાં આટલો ઘટાડો! તારા વિજ્ઞાન પ્રવાહના ટ્યૂશન ફી પાછળ અમે અમારા મોજ શોખનો ભોગ આપીએ છીએ. અને તું..”

“તો કઈ નવાઈ નથી કરતા. હવેથી ફી ન ભરશો.”

શીખાએ એના પપ્પાને પણ સંભળાવી દીધું. એ દિવસે દિવસે વધુ ઉદ્ધત થતી જતી હતી.

બીજી તરફ શૌર્ય અમીર ઘરનો દીકરો હતો. ખિસ્સાખર્ચી ઉપરાંત ગર્લફ્રેન્ડને ખુશ રાખવા માટે પૈસાની જરૂર પડતા ઘરમાં જ ચોરી કરતો થઈ ગયો. અનેકવાર ઘરમાં પકડાઈ પણ ગયો.

“શૌર્ય.. તારા પેન્ટના પોકેટમાંથી આ પેકેટ નીકળ્યું. શું છે એમાં. અને હા તારું આ કોલેજબેગ ખરાબ થઈ ગયું છે..બીજું લઈ લે જે. હું આને ખાલી કરું છું.”

બોલીને એની મમ્મીએ એનું બેગ ઊંધું કર્યું. તેમાંથી મોટરકાર પર લાગતા જે-તે કંપનીના લોગો નીકળ્યા.

“શૌર્ય.. આ આટલાં બધાં લોગો! તું કરે છે શું? સાચું કહે.”

“મમ્મી.. તમે તમારા કામથી કામ રાખો. હું તમને ક્યારેય પૂછું છું કે આટલા પૈસા કિટીપાર્ટીમાંથી જીત્યા કે બીજેથી? હું મોટો થઈ ગયો છું. સો..લિવ મી અલોન.”

શીખા અને શૌર્ય બંનેય હવે ઘરનાથી દૂર થવા લાગ્યા. બંને માટે સોશ્યિલ મીડિયા જ એમની દુનિયા હતી. હવે શૌર્ય શીખા પર પોતાનું વર્ચસ્વ લાદવા લાગ્યો.

“શીખા.. આ તારા એફ.બી. ફોટો પર કોની કોમેન્ટ?.. તું એને ક્યારથી ઓળખે.. મને જણાવ્યું પણ નહીં.”

શીખા એને સમજાવતા થાકી જતી. હવે એ પણ શૌર્ય પર હક જમાવવા લાગી.

“તારા મોબાઈલના લાસ્ટ સીન કેમ સંતાડી દીધા? મારા સુતા પછી તું કોની સાથે વાતો કરે છે?” જેવા નાના નાના ઝગડાની શરૂઆત થઈ ગઈ. જેની અસર એમના ઘરમાં પણ વર્તાવવા લાગી.

“શીખા.. આ શું છે? હજી સુધી જમી નથી. દીકરી તબિયત ખરાબ હોય તો ચાલ ડોક્ટર પાસે જઈ આવીએ.”

“ના.. મમ્મી.. નથી જમવું. ઈચ્છા જ નથી.”

બોલીને એ રૂમ બંધ કરી બેસી જતી. માબાપને આછો પાતળો ખ્યાલ તો આવી ગયો હતો. પરંતુ ઉગ્ર થવાથી એનું વિપરીત પરિણામ ન આવે એનો ડર રહેતો.

પેલી તરફ શૌર્યના ઘરે પણ એ જ હાલત હતી. એ તો વળી સિગારેટ ફૂંકવા લાગ્યો હતો.

“દીકરા તારા આ હોઠ ગુલાબીમાંથી કાળા થતા જાય છે. તું સ્મોકિંગ તો નથી કરતો ને?”

“એ તો ક્યારેક જ.. તમારી જેમ રોજ નહિ.” શૌર્યએ એના પપ્પાને મોઢે કહી દીધું. વાત દિવસે અને દિવસે વધુ વણસતી જતી હતી.

બનેયના માબાપે એમને પ્રેમથી સમજાવીને મોમાંથી સાચી વાત બહાર કઢાવી. બનેયના માતા પિતા એકબીજાને મળ્યા.

“આ ઉંમરમાં આપણાં બાળકો જે કરી રહ્યા છે ત્યાંથી એમને યોગ્ય રસ્તે લાવવા આપણે જ કંઈક કરવું જોઈએ. જેને તેઓ પ્રેમ સમજે છે. એ તો આ ઉંમરનું માત્ર આકર્ષણ છે.” 

બનેય માતા પિતાએ પોતાના ઘરમાં એમની ઉપસ્થિતિ અને વર્તનથી થતી તકલીફો વર્ણવી.

“અમારેય એકની એક દીકરી છે. શું કરીએ? આજના આધુનિક જમના સાથે ન રહીએ તોય લોકો મૂર્ખ ગણે. અને બાળકોને મોબાઈલ જેવા સાધનો ન આપીએ તો એ લોકો પણ અમને નીચા વિચાર ધરાવનારા કહે.”

“સાચી વાત ભાઈ.. અમારેય એકનો એક. પાછો હું રહ્યો બિઝનેસમેન. અમુક વસ્તુઓની છૂટ તો મેં નાનપણથી આપી જ છે. શું કરું..! મારી પાસે ઘણીવાર દીકરા માટે સમય જ ન હોય.”

બંનેય માતા પિતાએ પોતાની વેદના કહી. 

“આ વાત વધી ગઈ છે. એની અસર એમના ભણવા સાથે શરીર ઉપર પણ વર્તાય છે.” શીખાની મમ્મી બોલી.

ત્યાં જ શીખાની મમ્મીનો મોબાઈલ રણક્યો.

“મમ્મી.. જલ્દી આવી જા.” શીખા હિબકે ચડી હતી.

ચારેય વ્યક્તિ શીખાના ઘરે ગયા.

“અરે.. આ શું.. આંખો પાસે કાળુ જામું!”

શીખાએ એ પછી જે આપવીતી સંભળાવી એનાથી શૌર્યના પપ્પા અને મમ્મીના શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું.

“તમે નહીં હોવાથી મેં શૌર્યને આપણા ઘરે બોલાવ્યો હતો. અમે લોકો વાત જ કરતા હતા. ત્યાં જ મારી સાથે ભણતા મિત્રનો કોલ આવ્યો. શૌર્યએ મારા હાથમાંથી ફોન ઝૂંટવી લઈ સીધો બારીની બહાર ફેંકી દીધો. હું એની ઉપર ખીજવાઈ. તો એણે મારા મોંઢે ફેંટ મારી. જે મારી આંખ નીચે લાગી. બહુ દુખે છે મમ્મી..!”

શીખાની મમ્મી સાથે શૌર્યની મમ્મી પણ રડી પડી. આંખ ફૂટતા બચી હતી. પચીસ હજારનો ફોન ત્રીજે માળથી નીચે પડીને ટૂકડા થઈ ગયો હતો.

“ટ્રીન.. ટ્રીન..” શૌર્યના મોબાઈલ પર એના પપ્પા ફોન કરી રહ્યા. પરંતુ એ ફોન ઉઠાવતો જ નહોતો.

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, "વાર્તા રે વાર્તા", તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા, શિતલ ગઢવી and tagged , , , , . Bookmark the permalink.

One Response to તરુલતા વાર્તા સ્પર્ધા (8) આધુનિકતા: એક આડ અસર-શિતલ ગઢવી

  1. tarulata કહે છે:

    mobail fon sbndhma aapttirup bnyo.saro prytn kryo. abhinndn.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s