જુલાઈ મહિના માટે તરુલતા મહેતા વાર્તાસ્પર્ધા જાહેર કરવામાં આવે છે.

‘શબ્દોનું સર્જન ‘ પર જુલાઈ મહિનામાં તરુલતા મહેતા વાર્તાસ્પર્ધા જાહેર કરવામાં આવે છે.

વાર્તાનો વિષય –

વિષય : આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર.

(ફોન,આઈ-પેડ ,કોમ્યુટર ,અન્ય સૌ  ઘરમાં વપરાતા સાધનો )

સૌ સર્જકમિત્રોને

પોતાની મૌલિક અને બીજે ક્યાંય પ્રકાશિત ન થઈ હોય તેવી વાર્તા મોકલવા આમંત્રણ છે.

નીચેના નિયમોનું ધ્યાન રાખવા વિનંતી છે.

વાર્તાનો વિષય છે આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર 

૮00 થી ૧000 શબ્દોની મર્યાદા  ૧૦૦૦થી વધુ ચાલશે પણ ૮૦૦ થી ઓછા નહિ .

મૌલિક હોવી જોઈએ ,બીજે પ્રકાશિત ન થઈ હોય તેવી વાર્તા સ્વીકારવામાં આવશે.

વાચકોની અને નિર્ણાયકની પસંદગી મુજબ ઇનામો જાહેર થશે.

વાર્તા મોકલવાની છેલ્લી તારીખ 15મી ઓગસ્ટ રહેશે .ઑગસ્ટ માસની ‘બેઠક’માં ઈનામોની જાહેરાત થશે.pragnad@gmail.com  પર મોકલશો.

વાર્તા લખતી વખતે ધ્યાનમાં  રાખવા જેવી વિગતો :

વાર્તામાં કથાવસ્તુની યોગ્ય પસંદગી અને વિકાસ 

પાત્રાલેખન અને તેની અસર 

સંવાદો અને તેની ગૂંથણી 

અંત સુધી રસનું નિરૂપણ 

ઉચિત અંત 

ભાષાશુદ્ધિ અને જોડણી પર ધ્યાન આપવું 

પ્રથમ ઇનામ $૫૧ ,

બીજું ઇનામ: $૩૫

ત્રીજું ઇનામ: $ 31

બીજા બે પ્રોત્સાહક ઇનામો $ ૧૫ ના રહેશે. 

તરુલતા મહેતા

2 thoughts on “જુલાઈ મહિના માટે તરુલતા મહેતા વાર્તાસ્પર્ધા જાહેર કરવામાં આવે છે.

 1. મને થયું કે વગર હરિફાઈએ આ વિષયમાં મારી આ રચના તમને સહુને વાંચવા મળે તો? તમારી સૌની જાણ માટેઃ આ કૃતિ એટલી બધી વેબપર ફરી હતી અને હજુ પણ ફરતી હશે! મારું તખ્ખલુસ નામ ‘ચમન’ હટાવી, એમના સરકાવી દઈ મિત્રો ને સબંધીઓની વાહ! વાહ! મેળવી લેનાર થોડા જાણવા મળ્યા છે, ભાવિમાં આ રચના બીજા કોઈ નામ વાળી વાંચવા મળે તો મને જાણ કરાવા વિનંતિ કરી રાખું છું.

  બેસતા કરી દીઘા!

  નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!
  ‘સેલ-ફોન’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા!

  ટેક્નોલોજી તો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,
  ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!

  સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,
  ‘ઇમેલ’ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!

  ખાવાનો ચસ્કો બઘાનો જુઓ વઘતો જાય છે આજે,
  ‘સ્પેસ’માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!

  પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જુઓ અહિ પણ?
  વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!

  સમયની મારામારી વઘી ગઈ છે ઘેર ઘેર આજે તો,
  સ્ંડાસમાં ‘સેલ્યુલર’પર વાતો પણ કરતા કરી દીઘા!

  ‘લેક્સસ’ ને ‘મરસીડીઝ’માં આમતેમ ફરો છો તમે,
  અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા?

  કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી,
  ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા?
  હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો,
  ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!

  સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી ‘ચમન’ હવે? ‘
  ઇલેક્ટી્ક’ ભઠ્ઠામાં મડદાં પણ ઝટ બાળતા કરી દીઘા!

  • ચીમન પટેલ ‘ચમન’’/૧૯સપ્ટે’૦૯
  *******

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.