બકોર પટેલ – હરિપ્રસાદ વ્યાસ

ગુજરાતીમાં બાળસાહિત્યની વાત નીકળે એટલે બાળપણમાં સરી જવું પડે. એ વખતે ઇન્ટરનેટ ન હતું અને બાળકોની કલ્પનાશક્તિ ખીલવવા માટે જે  બાળસામયિકો મળતા, મેને ચાંદામામા ગમતું . આમ જોવા જઈએ તો આઝાદી પછીના થોડા દાયકાને બાળસાહિત્યનો સુવર્ણયુગ કહી શકાય, જ્યારે બબ્બે ઘુરંધર બાળસાહિત્યકારો – હરિપ્રસાદ વ્યાસ અને જીવરામ જોષી– સક્રિય હતા.  માર્કેટિંગ કે મેનેજમેન્ટની પરિભાષાના જમાના પહેલાં આ બન્ને સર્જકોએ એવાં પાત્રો સર્જ્યાં, જે દાયકાઓથી ગુજરાતમાં મજબૂત બ્રાન્ડ બની રહ્યાં છે. જીવરામ જોષીએ ‘ગુજરાત સમાચાર’ના બાળસાપ્તાહિક ‘ઝગમગ’માં મિંયા ફુસકી-તભા ભટ્ટ, છકો-મકો કે અડુકિયો-દડુકિયો જેવાં યાદગાર પાત્રો સર્જ્યાં, જ્યારે હરિપ્રસાદ વ્યાસે ‘ગાંડિવ સાહિત્ય મંદિર’ના બાળપાક્ષિક ‘ગાંડિવ’માં બકોર પટેલની કથાઓ લખી. એ ઉપરાંત હાથીશંકર ધમધમિયા, ભગાભાઇ જેવાં પાત્રો તેમણે આપ્યાં. આ સિવાય અનેક બાળસામયિકો અને બાળકથાના લેખકોનું નોંધપાત્ર પ્રદાન હોવા છતાં, આ લેખ પૂરતી કેવળ બકોર પટેલ/ Bakor Patelની વાત આ લખાણ કોનું છે તે ખબર નથી મને અનેક ઈમૈલ દ્વારા અનેક જુદા જુદા મણકા મળ્યા છે જે અહી મુકું છું ,ઉઠાંતરી નહિ કહેતા માત્ર બધાને માહિતી આપી ગુમનામ થઇ ગયેલા લેખકો વિષે માહિતી મૂકી નીમ્મિત બનું છું ,

હરિપ્રસાદ વ્યાસ–(વિકિપીડિયા આભાર)

 હરિપ્રસાદ મણિરાય વ્યાસ ગુજરાતી હાસ્યલેખક અને બાળસાહિત્યકાર હતા.

તેમનો જન્મ ૨૫ મે ૧૯૦૪ ના રોજ વડોદરા નજીક આવેલા બોડકા ગામમાં થયો હતો. ૧૯૨૧માં તેઓએ વડોદરામાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૨૫થી નિવૃત્તિ સુધી તેઓ ઝેનિથ લાઇફ એન્ડ ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજરના પદે રહ્યા હતા. ૧૩ જુલાઇ ૧૯૮૦ ના રોજ સાન હોશે, કેલિફોર્નિયા, અમેરિકામાં તેમનું મૃત્યુ થયું હતું.

(હવે તમે જ કહો આ વ્યક્તિ આપણા વિસ્તારમાં રહી છે માટે આતો be એરિયાના લેખક ગણાય ને ?)

હરિપ્રસાદ  વ્યાસે  મોટે ભાગે બાળકો માટે સાહિત્ય સર્જન કર્યું પણ આજે પણ એ બાળવાર્તાઓ આપણે વાંચી માણીએ  છીએ,સૌથી મોટી સિદ્ધિ એમણે સર્જેલું બકોર પટેલનું પાત્ર….એ માટે મારી મોટી સલામ …ગુજરાતી બાળસાહિત્યમાં લોકપ્રિય એવાં કેટલાંય કાલ્પનિક પાત્રો જેવાં કે બકોર પટેલ  શકરી પટલાણી, વાઘજીભાઇ વકીલ, ઊંટડીયા ડોક્ટર, હાથીશંકર ધમધમિયા, ભોટવાશંકરનું સર્જન કર્યું હતું.

તેઓએ ૧૯૩૬ થી ૧૯૫૫ સુધી ગાંડીવ પખવાડિકમાં બકોર પટેલની વાર્તાઓ લખી હતી.આ વાર્તાઓ પાછળથી વાર્તા સંગ્રહ તરીકે પ્રકાશિત થઇ હતી. તેમાં સર્જનમાં બકોર પટેલ (૩૦ પુસ્તકો), ભેજાબાજ ભગાભાઇ (૬ પુસ્તકો), હાથીશંકર ધમધમિયા (૬ પુસ્તકો), ભોટવાશંકરના પરાક્રમો, સુંદર સુંદર (૬ પુસ્તકો), બાલગોવિંદ, હાસ્યવિનોદ, આનંદવિનોદનો સમાવેશ થાય છે. તેમણે ચાલો ભજવીએ શ્રેણી હેઠળ ૧૦ બાળનાટકો પણ લખ્યા હતા. તેમણે કેટલાક હાસ્યનિંબધો વિવિધ શીર્ષકો હેઠળ લખ્યા હતા જેમાં હાસ્યઝરણાં, હાસ્યકિલ્લોલ, હાસ્યવસંત, કથાહાસ્ય, પત્નિની શોધમાં, આંધળે બહેરું, પોથીમાનાં રીંગણાંનો સમાવેશ થાય છે.

 

બાળવયે આકર્ષતાં પાત્રો સુપરહીરોનાં હોય કે પછી છબરડાબાજ- ‘બ્લૂપર’ હીરોનાં. બકોર પટેલ એવા છબરડાવીર હતા. એમ તો મિંયા ફુસકી, ભગાભાઇ ને તીસમારખાં જેવાં પાત્રો પણ ગોટાળા કરે. છતાં, બકોર પટેલ અને હાથીશંકર ધમધમિયા જેવાં પાત્રો સામાજિક રીતે સંપન્ન અને પ્રતિષ્ઠિત હતાં- સાવ અક્કલના બારદાન કે સાવ મુફલિસ નહીં. સમાજનો ખાધેપીધે સુખી વર્ગ આ પાત્રો સાથે સહેલાઇથી એકરૂપતા સાધી શકે અને બાકીના વર્ગના લોકોને તે ‘મોટા માણસોના નિર્દોષ ગોટાળા’ પ્રકારનો આનંદ આપે.સમાજનું સુક્ષ્મ નિરક્ષણ વાર્તામાં મજાક રૂપે મુકવાના વિચાર અને કલમને મારા સલામ.

બકોર પટેલની આખી પાત્રસૃષ્ટિની કમાલ એ હતી કે તેમાં માણસે સર્જેલી બધી વસ્તુઓ હતી, પણ માણસનું નામોનિશાન નહીં. એવું લાગે જાણે મનુષ્યે પૃથ્વીને આબાદ કરીને, પ્રાણીઓના પોતાનાં લક્ષણ શીખવીને, આખું વિશ્વ તેમના હવાલે કરી દીઘું હોય. બકોર પટેલની વાર્તાઓમાં કૂતરા અને ઊંટ જેવાં ઘરેલુ પ્રાણીથી માંડીને વાઘ અને હાથી અને વાઘ જેવાં જોરાવર-હિંસક પ્રાણીઓ આવે. પરંતુ પંચતંત્રની વાર્તાઓની જેમ આ પાત્રોમાં પ્રાણીઓનું એકેય લક્ષણ નહીં. વાઘજીભાઇ વકીલનો દેખાવ વાઘ જેવો હોય એટલું જ. બાકી તેમનાં બધાં લક્ષણ વકીલનાં હોય. બકોર પટેલ અને શકરી પટલાણી પ્રાણી તરીકે ભલે બકરા-બકરી હોય, પણ એ બાબતનું મહત્ત્વ ફક્ત તેમના બાહ્યા-શારીરિક દેખાવ પૂરતું. તેમના વર્તનમાં ક્યાંય બકરાપણું ન આવે.

બકરી જેવા સામાન્ય પ્રાણીને લઇને, ગાંધીયુગમાં હોવા છતાં સદંતર ગાંધીપ્રભાવથી મુક્ત રહીને, બકરીની આવી વાર્તાઓ ઘડી શકાય અને તે દાયકાઓ સુધી સુપરહિટ નીવડે, એવું કોણે વિચાર્યું હશે? તેને પ્રચંડ સફળતા મળ્યા પછી, તેનાં કારણ આપવાં બહુ સહેલાં છે, પરંતુ શરૂઆતમાં પ્રાણીકથા તરીકે ‘ગાંડિવ’ના માલિક નટવરલાલ માળવી અને લેખક હરિપ્રસાદ વ્યાસે આ પ્રયોગ કર્યો ત્યારે તે અખતરો જ હશે. તેની દંતકથાસમી સફળતા પછી બાળવાર્તાકાર હરીશ નાયકે બકોર પટેલના જોડિયા ભાઇ ‘ચકોર પટેલ’નું પાત્ર સર્જ્યું હતું. ફિલ્મી અંદાજમાં વર્ષો પહેલાં છૂટો પડી ગયેલો ભાઇ ચકોર પટેલ પરદેશથી ભારત આવે છે, એવું કથાવસ્તુ હતું. પરંતુ બકોર પટેલના પ્રકાશકે વાંધો લેતાં તેમને એ કથા આટોપી લેવી પડી. (મૂળ કથામાં બકોર પટેલનાં માતા-પિતા કે ભાઇ-બહેનનો પાત્ર તરીકે ઉલ્લેખ આવતો નથી. પટેલ દંપતિને પણ નિઃસંતાન બતાવાયું છે.)
બકોર પટેલના ચાહકોના મનમાં તેમનાં અસલ ચિત્રો માટે આગવી લાગણી હશે. બકોર પટેલની વાર્તાઓની જૂની આવૃત્તિમાં છપાયેલાં ચિત્રો નીચે ‘તનસુખ’ એવી સહી જોવા મળતી હતી. ચિત્રકળાની દૃષ્ટિએ ચિત્રો બહુ અસાધારણ ન લાગે, પણ તેમાં થયેલા વાર્તાના પ્રસંગોના આલેખનને કારણે એ ચિત્રો પણ વાર્તાનો હિસ્સો બનીને મનમાં છપાઇ જતાં હતાં. એ ઉપરાંત દરેક વાર્તાના શીર્ષકની ટાઇપોગ્રાફી અને તેની સાથેનું એકાદ સૂચક ચિત્ર પણ બકોર પટેલના આખા પેકેજનો હિસ્સો હતું.

બકોર પટેલનાં ચિત્રો નીચે રહેલા ‘તનસુખ’ નામ વિશેની જિજ્ઞાસા થોડાં વર્ષ પહેલાં ‘ગાંડિવ’ના સુભગ માળવીની મુલાકાત વખતે સંતોષાઇ. (હવે સદ્‌ગત) સુભગભાઇએ કહ્યું હતું કે તનસુખ-મનસુખ બન્ને સુરતના ચિત્રકારભાઇઓ હતા. એ કાંડે ખડિયો લટકાવીને જ ફરતા હોય. કોઇ કહે એટલે તત્કાળ ચિત્રો દોરી આપે એ તેમની ખાસિયત હતી.

બાળપાક્ષિક ‘ગાંડિવ’ છેક ઑગસ્ટ, ૧૯૨૫થી થયો હતો.  ૧૯૭૩ સુધી ચાલેલા આ પાક્ષિકમાં હરિપ્રસાદ વ્યાસે ૧૯૩૬થી ૧૯૫૫ વચ્ચે બકોર પટેલની ઘણી કથાઓ લખી. તેની પર એ સમય અને સમાજની  પ્રબળ છાપ હતી. એ સમયે ફક્ત રૂપિયાથી માણસનો તોલ થતો ન હતો. સચ્ચાઇ, ઇમાનદારી, સંતોષ અને પરગજુતા જેવા ગુણોનો કમ સે કમ આદર્શ તરીકે મહિમા હતો. કોઠાકબાડા કરીને રૂપિયા કમાવા એ મહાનતા ગણાતી ન હતી અને એવા લોકોને સામાજિક સ્વીકૃતિ મળતાં વાર લાગતી હતી. બકોર પટેલની કથાસૃષ્ટિમાં નકારાત્મક લક્ષણો ધરાવતાં પાત્રો હતાં, પણ સાવેસાવ ખલનાયક કહેવાય એવું કોઇ ન હતું.

બકોર પટેલની વાર્તાઓ એ રીતે સમાજની ઘણી વરવી વાસ્તવિકતાઓથી પણ સાવ દૂર હતી. તેમની મુસીબતો અને તેમના સંઘર્ષમાં એક ઉચ્ચ મઘ્યમ વર્ગના સમાજની છાયા હતી. ગરીબ વર્ગ માટે તે મુંબઇમાં પેઢી અને જાપાન સાથે વેપાર ધરાવતા પટેલશેઠ હતા.  એવા પટેલશેઠ જેમની ઉદારતા અને સરળતા બાઘાપણાની હદે હતી, પણ પાંચમાં પુછાતા હતા. એ જમાનામાં (ચાળીસી-પચાસીના દાયકામાં) તેમની પાસે મુંબઇમાં ગાડી-બંગલો હતાં, તેમના વર્તુળમાં ડૉક્ટર અને વકીલ જેવા સમાન સામાજિક દરજ્જાના લોકો હતા. પટેલશેઠ પોતે પાન-સોપારીના શોખીન અને ક્યારેક સિગરેટના રવાડે ચડે તો ગોટાળાની આખી વાર્તા સર્જાઇ જાય. તેમનાં કેટલાંક સાહસ અને ગોટાળા મોભાદાર માણસને કદાચ શોભે નહીં, પણ પરવડે ખરાં. બધાં પરાક્રમોના અંતે બકોર પટેલની છબી તો એવી જ ઊપસે કે એ ભૂલ કરે, ઠેબાં ખાય, પણ મનમાં પાપ નહીં.

ગુજરાતી હાસ્યસાહિત્યમાં અભૂતપૂર્વ કહેવાય એવી પાત્રસૃષ્ટિ સર્જનાર તારક મહેતાએ લખ્યું છે કે, ‘બકોર પટેલ વાંચ્યે તો વર્ષો થઇ ગયાં, પણ એની પાત્રસૃષ્ટિ મારી ચેતનામાં એવી ઊંડી ઉતરી ગઇ છે કે મારાં પાત્રો જાણે ‘બકોર પટેલ’નાં પાત્રોનો માનવઅવતાર ન હોય! એવું બીજાંઓને લાગતું હોય કે ન લાગતું હોય, મને તો લાગે જ છે. ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ની ટીવી શ્રેણીએ મને ઘણો યશ અપાવ્યો છે. પણ ડગલે ને પગલે છબરડા વાળતા મારા ‘જેઠાલાલ’માં જાણે બકોર પટેલનો પુનર્જન્મ થયાનું મને લાગે છે. ‘દયા’ શકરી પટલાણીની યાદ અપાવે છે, તો ડૉક્ટર હાથી અનેક રીતે હાથીશંકરની યાદ અપાવે છે.’ (‘બકોર પટેલની હસતી દુનિયા’ – સંપાદક  : હુંદરાજ બલવાણી, હર્ષ પ્રકાશન)

બકોર પટેલ જે જમાનામાં અને જે સાધનસુવિધાઓ વચ્ચે જીવ્યા તે હવે જૂનાં થઇ ગયાં છે. એ જે વર્ગના પ્રતિનિધિ હતા, તેની આખેઆખી જીવનશૈલી બદલાઇ ગઇ છે. મોબાઇલ, ઇન્ટરનેટ, શૉપિંગ મૉલ, ડિજિટલ કેમેરા, મેટ્રો જેવી ઘણી ચીજો બકોર પટેલના જમાનામાં ન હતી. છતાં, તેમની વાર્તાઓમાં રહેલું મૂળભૂત મનુષ્ય સ્વભાવની ગાફેલિયતોનું આલેખન હજુ નવી પેઢીને બકોર પટેલ પ્રત્યે આકર્ષવાની તાકાત ધરાવે છે. નવા જમાનામાં બકોર પટેલની નવી કથાઓ માટે ઘણી સામગ્રી હાથવગી બની છે. જેમ કે, એકવીસમી સદીમાં બકોર પટેલ હોત તો ઉત્સાહમાં મોંઘુંદાટ ટેબ્લેટ ખરીદ્યા પછી વાપરતાં ન આવડવાથી અટવાતા હોત અને છેવટે રોજબરોજના ઉપયોગ માટે સાવ પ્રાથમિક ફોન ખરીદીને હાશ અનુભવતા હોત, સસ્તા ભાવમાં આઇ-ફોન ખરીદવાની લાલચમાં છેતરાતા હોત, નાઇજિરિયન ફ્રોડમાં રૂપિયા ગુમાવવાની હદ સુધી આવીને, ઓળખીતા પોલીસની મદદથી માંડ બચ્યા હોત, કોઇ લેભાગુ બિલ્ડરની વૈભવી સ્કીમમાં નામ નોંધાવ્યા પછી પસ્તાતા હોત, હરખભેર પોતાની આખી મિત્રમંડળી માટે સ્મૉલ કારનું બુકિંગ કરાવ્યા પછી, એ બધા ઑર્ડર કેન્સલ કરાવવા દોડતા હોત, શકરી પટલાણી સાથે મૉલમાં ગયા પછી અટવાઇને, પાકિટ વિના થાકી-હારીને ક્યાંક બેસી પડ્યા હોત, મુંબઇ-અમદાવાદ વચ્ચે શરૂ થયેલી ‘દુરાન્તો’ જેવી નોન-સ્ટોપ ટ્રેનમાં સફર કરતા પટેલને વચ્ચે ઉતરવું પડે એવા સંજોગો સર્જાયા હોત…

શક્યતાઓ ઘણી છે. મૂળ પાત્રને વફાદાર રહીને એની પર કામ થાય તો બકોર પટેલનો નવો અવતાર શક્ય છે, પણ એમ થવું અનિવાર્ય નથી. અમરતા માટે બકોર પટેલનો અસલ અવતાર પૂરતો છે.

આ બધી જગ્યાએથી માંલેઈ માહિતી માત્ર સંકલન કરી મૂકી છે.

બાળવાર્તા -(૯) પર્યાવરણ -અલ્પાબેન વસા

મિત્રો નવા સર્જકનું પ્રેમથી સ્વાગત કરીએ  કોઈ લખે ત્યારે સંવેદના ને શબ્દો મળતા હોય છે અને કલમ અજાણતા જ કેળવાતી હોય છે. અલ્પાબેન આપના બ્લોગ પર પ્રથમ વાર પધાર્યા છે તો ચાલો ઉમળકાભેર તેમનું સ્વાગત કરીએ  અને એમનો પરિચય એમની જ પંક્તિમાં આપું છું.

ક્યારેક અનાયાસે સ્ફૂરેલું ,

ક્યારેક સંજોગોએ મઢેલું ,

તો ક્યારેક ખૂબ મહેનતે ગોઠવાયેલા સહ્દય શબ્દો .

પણ અંતે તો છે મારો પોતાનો અનુભવ, સમજણ અને દ્રષ્ટિકોણ

કાલે તા. ૫/૫ , ૫મી જૂન, પર્યાવરણ દિવસ છે. તો આજે એની જ વાર્તા કરું. એટલે પર્યાવરણનો અર્થ પણ તમને બરોબર સમજાઈ જાય.

એક હતો સોનુ. બધા એને ( ગટુ ) કહેતા ,તમારા જેવો  જ નાનકડો. ગામની બહાર સીમમાં તેનું નાનકડું ઘર. એના પપ્પા મમ્મી માળીનું કામ કરતા હતા. ગટુ  એના પપ્પા સાથે રોજ વગડામાં ફૂલ ચૂંટવા જાય. ને મમ્મી સાથે બેસીને ગણતરી મુજબ ફૂલના પડિકા તૈયાર કરે. અને આમ સ્કુલે ગયા વગર જ ૧ થી ૧૦૦ સુધીની ગણતરી તે શીખી ગયો. ફૂલોના રંગ અને જાત ઓળખતા પણ શીખી ગયો હતો. એ તો ફૂલ, ઝાડ ને વેલા સાથે નાચે, ગાય ને વાતો પણ કરે.

એક દિવસ એક અકસ્માત થયો, ને તેના પપ્પા મમ્મી બન્ને ભગવાનના ઘરે પહોંચી ગયા. હવે તે એકલો થઈ ગયો હતો. પણ તે બહાદુર હતો. રડતો ન હતો. માળીનું કામ કરતો એટલે રોજ એના પપ્પા સાથે બધા મંદિરોમાં ફૂલ આપવા જતો, તેથી બધા પૂજારી અને ભક્તો તેને કંઈ ને કંઈ જમાડી દેતા. સીમના બધા ઝાડ ને છોડ તેના મિત્રો હતા. એકવાર એને તાવ આવ્યો. તે તો લીમડાના ઝાડ નીચે સૂઈ ગયો. ઉઠ્યો ત્યારે તાવ ગુમ. એકવાર સીમમાં રમતા રમતા તેને પેટમાં દુખવા આવ્યું. તેને તરત તેના પપ્પાની વાત યાદ આવી. ને તેણે ફુદીના અને તુલસીના થોડા થોડા પાન તોડી, ચાવી લીધાં. ને પેટનું દર્દ ગાયબ. એકવાર ઠંડીના દિવસોમાં એને જરા શરદી જેવું લાગતું હતું. એણે અજમા અને તુલસીના પાન ખાઈ લીધાં. તેના શરીરમાં ગરમાવો આવી ગયો.ને શરદી થઈ ગઈ છૂ મંતર. કેવી મજા, ન ડોક્ટર, ન ઈંન્જેક્શન, કે ન કડવી દવા . આ ઝાડ પાન આપણા મુખ્ય પર્યાવરણ. એની ખૂબ સંભાળ રાખવાની.

સોનુ (ગટુ)સવારે ઉઠી, સીમમાંથી ફૂલો સાથે સૂકા પાંદડા ને સૂકી ડાળીઓ પણ વીણી લાવતો. પૂજારી કાકા સાથે બેસીને, સૂકી ડાળીઓ સળગાવી તેના પર રસોઈ કરતો. ગેસ તો હતો નહીં. અને સૂકા પાનમાં થી પતરાળી ને પડીયા બનાવતા શીખી ગયો. ને તે વેચી પૈસા પણ કમાતો થયો.

એકવાર ગીચ ઝાડીમાં થી પસાર થતા કાંટા વાળા ઝાડની ડાળી સાથે તેનો હાથ ઘસાઈ ગયો. ઉઝરડા પડ્યા, ને લોહી પણ નિકળ્યું. પણ બહાદુર સોનુ (ગટુ)એ તો પાક્યાના પાન ને તોડી, જરા મસળી ઘા ઉપર દબાવી દીધા. વગર મલમ, ને વગર બેન્ડએડ , સોનુ નો ઘા રુઝાઈ ગયો. ભૂખ લાગે ત્યારે તાજા મીઠા ફળો ખાઈ લે, ને તરસ લાગે તો નારિયેળ પાણી. કેવી મજા.

મુખ્ય તો આ ઝાડ -પાન આપણને જીવવા માટે શુધ્ધ પ્રાણવાયુ પુરો પાડે છે.  પર્યાવરણ ના તો હજી બીજા ઘણા ઘણા ફાયદા છે. તે તમે થોડા મોટા થશો એટલે સમજાશે.  તો આજથી નક્કી કરો, નવા ઝાડ ઉગાડવાના, તેને ખાતર- પાણી નાંખી સીંચવાના, ને તેનું રક્ષણ કરવાનું.

Thanks,
Alpa Vasa

આભાર અલ્પાબેન ખુબ મજા પડી ,વધુ મોકલતા રહેજો ..આ વખતે ગટુ અને બટુ be આપણી વાર્તાના પાત્રો બનાવ્યા છે માટે થોડોક,– નાનકડો ફેરફાર સ્વીકારજો…

બાળ વાર્તા અને તેના લેખકો વિષે જાણીએ …

આજની પોઝિટિવ સ્ટોરી-Ramesh Tanna

૫૦૦થી વધુ પુસ્તકોના લેખક, બાળ સાહિત્યમાં લેખન ઉપરાંત એકલવીર કર્મશીલ બનીને નોંધપાત્ર કામ કરનાર યોદ્ધા, સતત સામાજિક નિસબત સાથે લખતા લહિયા, પત્રકારત્વના ઘણાં વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક, અનેક વિષયોમાં બહોળું જ્ઞાન ધરાવતા વિદ્વાન, સરળ અને નિખાલસ માણસ… આવી અનેકવિધ ઓળખ ધરાવતા યશ દાદા એટલે કે સાહિત્યકાર યશવંત મહેતાનો આજે ૮૦મો જન્મદિવસ છે.
ફોન પર આગોતરો સમય નક્કી કરીને તમે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી નારાયણનગર સોસાયટીના ૪૭/૧ ટેનામેન્ટમાં જાવ છો. નીચેના બેઠકખંડમાં બેસો છો. તેમનો દીકરો ‘દદ્દુ’ કહીને તેમને સાદ પાડે છે. પૂરી સ્વસ્થતા અને સ્ફૂર્તિ સાથે તેઓ નીચે આવે છે. એ જ ચિર-પરિચિત હાસ્ય. થાક વિનાનો પ્રસન્ન ચહેરો. ખાદીનો સફેદ રંગનો લેંઘો અને એ જ રંગનો ઝભ્ભો પહેર્યો છે. ખભા પર ડાબી બાજુ નેપકીન. વચ્ચે વચ્ચે જન્મદિવસની શુભકામના આપતા ફોન આવે છે. દરેકને ધીરજથી નિરાંતે જવાબ વાળે છે.
હું તેમને જોઈ રહું છું. એક એવું વ્યક્તિત્વ જેણે ગુજરાતી ભાષા સાહિત્યની ભરપૂર સેવા કરી. તેમની બાળસાહિત્યકાર તરીકેની ઓળખની નીચે સાહિત્યનાં બીજા સ્વરૂપોમાં તેમણે જે કામ કર્યું તે ઢંકાઈ ગયું હોય તેવું તમે વિચારો છો. ૩૫૦થી વધુ બાળસાહિત્યનાં પુસ્તકો ઉપરાંત તેમણે ૩૦ નવલકથાઓ, ૨૫ વાર્તાસંગ્રહો અને અખબારી લેખનમાંથી સર્જાયેલા ૨૫થી વધુ પુસ્તકો તેમણે આપ્યાં છે. આ ઉપરાંત અનેક સંપાદનો, અનુવાદો તથા બીજાં પુસ્તકો.
૮૦ વર્ષે દાદા સંપૂર્ણ સ્વસ્થ છે. હાઈ બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ એવી કોઈ બિમારી નથી. આંખનો વધારે ઉપયોગ કર્યો એટલે મોતિયો આવેલો અને પછી આવ્યાં ચશ્માં. એ સિવાય તેઓ સંપૂર્ણ સ્વસ્થ.
મને તેમણે રોગ માટે નહીં, પરંતુ પોતે આરોગ્ય સચવાય તે માટે કઈ-કઈ આયુર્વેદિક ગોળીઓ લે છે તે જણાવ્યું. ગઈ કાલે તેમણે એ ગોળીઓનો રોજનો કેટલો ખર્ચ થાય છે તે પણ ગણ્યો હતો. યશ દાદા દરરોજ ૧૫ રૂપિયા અને ૧૦ પૈસાની આયુર્વેદિક ગોળીઓ લઈને સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.
હજી હમણાં સુધી તો તેઓ બજાજ ચેતક સ્કૂટર પર ફરતા. વર્ષો સુધી તેમણે જાવા મોટરસાયકલ પર સફર કરી. અનેક લોકોએ તેમને મોટરસાયકલ પર જોયા હશે. ૨૦૦૪થી ૨૦૧૪ સુધી તેમણે સ્કૂટર સવારી માણી. ૨૦૧૪માં એટલે કે પોતાના જીવનનાં ૭૬મા વર્ષે તેમણે સ્કૂટરને આવજો કહ્યું. કાર ચલાવતાં શીખ્યા છે, પરંતુ ચલાવતા નથી. મોબાઈલ ફોનમાં ચાર-પાંચ ઓટોરિક્ષા ડ્રાયવરોના નંબર ટેરવાંવગા રાખે છે. બહાર જવું પડે તેમ હોય તો ઓટોરિક્ષા લઈને જાય છે. હા, હજી બહાર જાય છે. દર ગુરુવારે બાળસાહિત્યકારો અચૂક શારદા મુદ્રણાલયમાં મળે છે. યશવંત દાદા ૨૦ વર્ષ સુધી, ગુજરાતી લેખક મંડળની દર શુક્રવારે મળતી બેઠકમાં જતા. આ સંસ્થાના તેઓ દસ વર્ષ સુધી પ્રમુખ પણ હતા.
યશવંત દાદા ભગવાનમાં બિલકુલ માનતા નથી. હું પૂછું છું કેમ માનતા નથી ? કહે છે મને તેની જરૂર લાગી નથી. ઉમેરે છે, મારા મૃત્યુ સુધી મને ઈશ્વરની જરૂર પડે તેવું લાગતું નથી. ભારપૂર્વક કહે છે કે, આપણા દેશને ઈશ્વરની જરૂર જ નથી. દેશના કરોડો લોકોનો સમય બગડે છે અને સોર્સ પણ વેડફાય છે.
હું પૂછું છું કે તમે વિવિધ ક્ષેત્રમાં ઘણું કામ કર્યું. સૌથી વધું સંતોષ શેમાં ? કહે છે, બાળસાહિત્યમાં હું ઉપયોગી થઈ શક્યો તેનો ઘણો આનંદ છે.
ગુજરાતી સાહિત્યમાં બાળસાહિત્યની સતત ધરાર અવગણના થઈ છે. બાળસાહિત્યકારને ઉતરતો માનવામાં આવ્યો છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર પરબ છે. આ પરબ પર કોઈ બાળસાહિત્યકાર પાણી પીવા જઈ શકતો નથી ! ૫૦ વર્ષમાં ક્યારેય પરબનો બાળસાહિત્ય વિશેષાંક પ્રકાશિત થયો નથી. આખા વર્ષનાં પરબ ફંફોસો તો બાળસાહિત્યનાં બે-ચાર પુસ્તકોની નોંધ સિવાય બીજું કાંઈ ના મળે.
પરિષદ શ્રેષ્ઠ પુસ્તકોને ઈનામ આપતી હતી તેમાં પણ બાળસાહિત્યનાં પુસ્તકોની ઈનામી ધનરાશિ મુખ્ય પ્રવાહનાં પુસ્તકોની ધનરાશિ કરતાં ઘણી ઓછી. ભેદ, પાકો ભેદ. ભેદ, સ્પષ્ટ ભેદ. તમારાથી અહીં ના બેસાય, બાળસાહિત્યકારો તમે જરા આઘા બેસો.
આમ તો પરિષદ અને અકાદમી સામસામે લાગે, પરંતુ બાળસાહિત્યની ઉપેક્ષા કરવામાં બન્ને સાથે. ગુજરાત સાહિત્ય અકાદમીએ શબ્દસૃષ્ટિનો એક બાળ વિશેષાંક કરેલો એ બાદ કરો તો બન્નેની બાળસાહિત્ય પ્રવૃતિઓનો સરવાળો એક સરખો આવે. ગુજરાતનાં બાળકો અંગ્રેજી મિડિયમમાં ભણતાં હોય અને વાંચતાં જ ના હોય ત્યારે બાળસાહિત્યને શું કામ ગંભીરતાથી લેવું જોઈએ. એટલા સમયમાં તો એક-બીજા પર દસ-પંદર નવા આક્ષેપો ના કરી લેવાય ?
ગુજરાતી સાહિત્ય પરિષદ કે ગુજરાત સાહિત્ય અકાદમી જો આવું કરે તો ગુજરાતી સાહિત્ય સભા શું કામ બાકી રહી જાય ? ગુજરાતી સાહિત્યનું ટોચનું પારિતોષિક રણજિતરામ સુવર્ણચંદ્રક ગુજરાતી સાહિત્ય સભા દ્વારા અપાય છે. ૧૯૪૦ના અરસામાં ગિજુભાઈ બધેકાને રણજિતરામ સુવર્ણચંદ્રક અપાયો હતો. તેનાં ૬૦ વર્ષ પછી રમણલાલ સોનીને આ એવોર્ડ અપાયો. અત્યાર સુધી ગુજરાતી ભાષાના માત્ર બે બાળસાહિત્યકારોને આ એવોર્ડ અપાયો છે. રમણલાલ સોનીને રણજિતરામ એવોર્ડ અર્પણ કરવાનો સમારંભ હતો ત્યારે ગુજરાતી સાહિત્ય સભાના તે વખતના પ્રમુખ મધુસુદન પારેખે યશવંત મહેતાના ખભા પર હાથ મૂકીને કહ્યું હતું કે હવે તારો વારો છે. આ વાત છે ૧૯૯૭ની. એ વખતે યશવંત મહેતાએ હસતાં હસતાં કહ્યું હતું કે ગિજુભાઈ બધેકાને રણજિતરામ આપ્યા પછી તમે ૬૦ વર્ષે બીજા બાળસાહિત્યકારને આ એવોર્ડ આપ્યો. મને અત્યારે ૬૦ વર્ષ થયાં છે. હું ૧૨૦ વર્ષ જીવું એવું મને લાગતું નથી. આ સંવાદને ૨૦ વર્ષ થઈ ગયાં છે. યશવંત દાદા આજે ૮૧માં વર્ષમાં પ્રવેશી રહ્યાં છે. જો હજી તેઓ બીજા ૪૦ વર્ષ જીવે તો રણજિતરામ સુવર્ણચંદ્રક ત્રીજા બાળસાહિત્યકારને મળે.
યશવંત મહેતાએ ગુજરાતી બાળસાહિત્યમાં તો માતબર પ્રદાન કર્યું જ. બાળસાહિત્યના તમામ સ્વરૂપોમાં તેમણે ખેડાણ કર્યું. એ ખેડ પાછી એવી ખેડ કે જે પાક બરાબર થયો અને તેનાં ફળ ગુજરાતનાં કરોડો બાળકો સુધી પહોંચ્યાં. ગુજરાતની કોઈ સાહિત્યિક સંસ્થા બાળસાહિત્યને ગંભીરતાથી નહોતી લેતી એટલે યશવંત મહેતાએ પોતાના મિત્રો સાથે મળીને ૩૦મી એપ્રિલ, ૧૯૯૪ના રોજ બાળસાહિત્ય અકાદમીની સ્થાપના કરી છે. આ બાળસાહિત્ય અકાદમી ખૂબ જ સુંદર, અસરકારક, નમૂનેદાર અને હેતુલક્ષી કામ કરી રહી છે. સરકાર કે સમાજના પૈસાથી તો કોઈ પણ સંસ્થા ચલાવે, પરંતુ બાળસાહિત્ય જેવા ઉપેક્ષિત ક્ષેત્રમાં ૨૩ વર્ષથી એકધારું અને મૂલ્યનિષ્ઠ કામ કરવું એ નાની વાત નથી.
યશવંત દાદા પાસે બાળસાહિત્યની સજ્જતા અને અનુભવ છે. તેમણે ૧૯૬૩થી ૧૯૭૪ સુધી ‘ઝગમગ’ સાપ્તાહિકનું તંત્રી પદ સંભાળ્યું હતું તો ઓગસ્ટ ૧૯૯૯થી તેઓ એકલપંડે ‘સહજ બાલઆનંદ’ સામયિક ચલાવી રહ્યા છે.
ગુજરાતી ભાષામાં બાળસાહિત્ય ક્ષેત્રે યશવંત દાદાએ જે કામ કર્યું છે તે અપૂર્વ છે. જો તેમણે પોતાનાં મૂલ્યો અને સિદ્ધાંતોને થોડાક ઢીલા પાડ્યા હોત તો વિવિધ ક્ષેત્રની કામગીરી માટે તેમને રણજિતરામ સહિત અનેક પુરસ્કારો મળ્યા હોત, તેઓ પદ્મશ્રી પણ પામ્યા હોત અને ખાસ તો ટોચની ગણાતી સંસ્થાઓમાં પ્રમુખપદ સુધી પણ સહજતાથી પહોંચી શક્યા હોત તેવું ઘણાનું માનવું છે, તેમાં ભારોભાર વજૂદ છે.
નર્મદ, ગોવર્ધનરામ, જયભિખુ, ગુણવંત શાહ સહિત ઘણા ગુજરાતી સાહિત્યકારોએ વહેલી નિવૃતિ લઈને સાહિત્ય સાધના કરવાનું પસંદ કર્યું હતું. આપણા આ યશવંત દાદાએ પણ ૫૦ વર્ષની ઉંમરે નોકરીમાંથી રાજીનામું આપીને શબ્દસાધના કરવા નિવૃતિ લઈ લીધી હતી.
યશવંત દાદાનાં કેટલાંક પ્રવાસ પુસ્તકો છે : ચાલો દુનિયાની સફરે, આખી દુનિયાનો પ્રવાસ કરો, જોકે તેઓ પોતે ખૂબ ઓછા પ્રવાસ કરે છે. તેમણે એક પણ વિદેશ પ્રવાસ કર્યો નથી. દક્ષિણ ભારત ફર્યા, બે-ચાર વખત મુંબઈ અને દિલ્હી ગયા. યુવાકાળમાં યુથ ફેસ્ટિવલમાં દિલ્હી ગયા હતા ત્યારે મથુરા, વૃંદાવન, આગ્રાનો પ્રવાસ કરી લીધો હતો. બસ, આટલામાં તેમનો પ્રવાસ ક્વોટા પૂરો થઈ જાય. તેમના ખાસ મિત્રો ઈન્દુકુમાર જાની ગુજરાતનાં ૧૮,૨૩૨ ગામોમાંથી મોટાભાગનાં ગામોમાં જઈ આવ્યા છે, પરંતુ યશવંત દાદાએ ઘણાં ઓછા ગામો અને નગરો જોયા છે.
યશવંત દાદા સંપૂર્ણ સ્વસ્થતા સાથે આજે પણ દરરોજ આઠ-દસ કલાક વાંચન-લેખનને આપે છે. ગુજરાત ટુડે અને ગુજરાત ગાર્ડિયનમાં દર રવિવારે તેમની કવર સ્ટોરી છપાય છે. પહેલાં ઉદ્દેશમાં છપાતી હતી તે કોલમ ‘વાંચતાં-વિચારતાં’ હવે ગાર્ડિયનમાં છપાય છે. સાહિત્યિક અને સામાજિક પ્રવૃતિઓમાં આજે પણ રોકાયેલા રહે છે. તેમનાં જીવનસાથી દેવીબહેન પાકાં આસ્તિક છે અને દરરોજ કલાકો સુધી પૂજા કરે છે. જો કે તેમનો ઈશ્વર તેમને યશવંત દાદાની પ્રવૃતિઓમાં સાથ આપતાં સહેજ પણ રોકતો નથી. કોઈ પુસ્તકમેળામાં કે સાહિત્યિક કાર્યક્રમમાં તેમને બન્નેને સાથે જોવાં એ એક રળિયામણી ઘડી હોય છે. એક દીકરી સુરતમાં પ્રોફેસર છે. બીજી દીકરી વડોદરામાં ડોક્ટર છે. દીકરો સાથે રહે છે. કોમ્પ્યુટર ક્ષેત્રમાં તેણે મોટું નામ કર્યું છે. લીલી વાડી છે અને તેના માળી શબ્દના અનેક છોડ અને વૃક્ષોથી ઘેરાયેલા રહીને મંદ મંદ પવન સાથે, મીઠા છાંયડામાં પોતાના જીવનનો ઊજળો ઉત્તરાર્ધ પસાર કરી રહ્યા છે. યશ દાદાને ખૂબ ખૂબ વંદન.
(કોઈ સાહિત્ય પ્રેમી આ શબ્દસાધકને ફોન કરીને શુભકામના આપવા માગે તો તેમનો જમીન સાથે જોડાયેલો ફોન નંબર ૨૬૬૩૫૬૩૪ છે અને હરતો ફરતો નંબર ૯૪૨૮૦૪૬૦૪૩ છે. )

આજના શુભ દિવસે -આકાશદીપ

‘પિતૃદિન…કેટલું બધું ઋણી છે જગત માવતરનું. શિશુવયે બાળકોનો આદર્શ એટલે પિતા. તેની છાયામાં એનું ઘડતર થાય. ઉચ્ચ સંસ્કારનાં બીજ રોપી એને પોતાની રીતે ,જીંદગીમાં કઈં કરી બતાવવા સક્ષમ કરે…

શ્રી ભગવતી કુમાર શર્માજીની ખ્યાત પંક્તિઓ..’એ પિતા હોય છે’…છોકરીને સાસરે જતી વખતે દિન થઈ વદતા..રડતા.’મારી દીકરીને સારી રીતે રાખજો, હાથ જોડી પ્રાર્થના કરતા…કે…દીકરાને સારી શાળા-કોલેજમાં એડમિશન માટે, ડોનેશન માટે દેવું કરી,

જાત ઘસાઈ જાય એવી મહેનત કરતા…એ પિતા હોય છે.

 આવો એ પ્રગટ દેવને/ માવતરને વંદીએ.

રમેશ પટેલ(આકાશદીપ)

કે હેતે અર્પું હું ફૂલછાબ….રમેશ પટેલ(આકાશદીપ)  

 

ખળખળ વહેતાં ઝરણાં અમે,

તમે પિતાજી પહાડ

જગ વાવાઝોડાં ઝીલ્યાં તમે,

દઈ સાવજસી દહાડકે હેતે અર્પું હું ફૂલછાબ

 

પવન તમે ને માત ફૂલડું,

મળી આંગણે વસંત

રૂક્ષ દીસતા ચહેરા ભલે,

હસી ખુશીના સંગ

હૈયે જડીયા મોટા ખ્વાબ,

કે હેતે અર્પું હું ફૂલછાબ

 

તિમિર વેદના વેઠી ઉરે,

ધરી   સુખની છાંય

થઈ ગયા મોટા અમે કેમના,

ન જાણ્યું કદી જદુરાય

દેવ પ્રગટ તમે છો તાત! કે હેતે અર્પું હું ફૂલછાબ

 ઘરઘર ઉજળા તમથી મોભી,

ગદગદ લાગું જ પાય

ચક્ષુ અમારા ચરણો ધૂએ,

સમરું સ્નેહ તણા એ દાન

ગાજે મન અંબરે રૂઆબ!

કે હેતે અર્પું હું ફૂલછાબખળખળ વહેતા..

પ્રગટ દેવ…..રમેશ પટેલ(આકાશદીપ)

આ  પૂષ્પ ખીલ્યું તે પિતાજી
ને સુગંધી તે માતારે

આ ઊંચા પહાડ તે પિતાજી
ને સરવાણી તે માતારે

આ અષાઢ ગાજ્યા તે પિતાજી
ને ધરતી મ્હેંકે તે માતા રે

આ સાગર ઉછળે તે પિતાજી
ને ભીંની રેત  તે માતા રે

આ ત્રિપુંડ તાણ્યું તે પિતાજી
ને ચંદન લેપ તે માતા રે

આ કવચ કૌવત તે પિતાજી
ને  મમતા ઢળી તે માતા રે

આ ઢોલ વાગ્યું તે પિતાજી
ને શરણાયું તે માતા રે

આ ધ્રુવ તારો તે પિતાજી
ને અચળ પદ તે માતા રે

આ પ્રગટ દેવ તે પિતાજી
ને પ્રભુ પ્યાર તે માતા રે

રમેશ પટેલ(આકાશદીપ)

 

બાળવાર્તા -(૮)મુખડું -વસુબેન શેઠ

જ્ઞાન સાથે ગમ્મ્ત આપે એવી દાદીમાની વાર્તાઓ હજુ પણ જીવિત છે.મારા બન્ને પૌત્રો શનિવારે એમના મિત્રો સાથે મારી પાસે અચૂક વાર્તા સાંભળે।મુખડું એમની મનપસન્દ વાર્તા ,
એક ગામમા પતિ પત્ની રહેતા હતા ,નદીને કિનારે નાળિયેરના ઝાડ નીચા નાનું ઘર હતું,સાધારણ પરિસ્થિતિ હતી પણ આનંદમા રહેતા હતા,નાળિયેરી પર ઘણા નાળિયેર આવે,પત્ની જોઈ જોઈ ને ખુશ થાય,થોડા સમય માં બાળક આવ્યું,રૂપાળું ગોળ મટોળ તેથી એનું નામ ગટ્ટુ રાખ્યું,દિવસે દિવસે ગટ્ટુ મોટો થતો ગયો,માં બાપ ની છત્ર છાયા મા ખાતો પીતો ચાલતો થઈ ગયો,મને હવે કામ કરવા જવું પડતું હતું ,એટલે માં બાપ જયારે કામ પર જાય ત્યારે ગટ્ટુ નદીકિનારે આખો દિવસ એકલો રમતો,નાનપણથીજ એકલો રમતો અને ફરતો એટલે ખુબજ બહાદુર થતો ગયો ,નદી કિનારે જાળી માં એક નાનું શિયાળ નું બચ્ચું અને વાઘનું બચ્ચું સાથે રમે,એક બીજા સાથે રમતા જોઈ ગટ્ટુ ને પણ એમની સાથે દોસ્તી કરવાનું મન થયું,થોડા સમયમાં ત્રણે પાક્કા દોસ્ત બની ગયા,જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ બધા મોટા થતા ગયા અને દોસ્તી પણ ઘટ થતી ગઈ,નદી પણ દોસ્ત બની ગઈ,ગટ્ટુ નું મોઢું મોટું થતું ગયું,તેથી એના દોસ્તો એને મુખડું કહેતા,એક દિવસ ગટ્ટુ ની માં ગટ્ટુ ને રોટલો ખવડાવતા બોલી ,મને પણ તને સારા કપડાં,સારું ખાવાનું,સારું રહેવાનું,આપવાનું મન થાય છે પણ બાજુના ગામના શેઠે આપણું બધુજ ધન લઈ લીધું તેથી અપને ગરીબ થઈ ગયા,તેજ દિવસથી ગટ્ટુએ નક્કી કર્યું કે હું મારા માં બાપ નું ધન પાછું મેળવીશ,ગટ્ટુ નદી કિનારે વિચાર કરતો હતો એટલામાં શિયાળ અને વાઘ આવ્યા,અને કહે મુખડું ચાલ આપણે રમીયે,પણ મુખડું વિચારમાં હતો બન્ને દોસ્તો એની બાજુમાં બેસી ગયા ,બન્ને દોસ્ત કહે ,મુખડું અમે તારી કોઈ મદદ કરીયે ,મુખડું બન્ને દોસ્ત ની વાત સાંભળીને અંન્દમાં આવી ગયો,દોડતો માં ને કહે ,હું કાલ સવારે બાજુના ગામમાં જઈ ને  શેઠ પાસે તમારો હિસાબ માંગીશ,ગટ્ટુ બહાદુર હતો એટલે માને થયું કે મારો ગટ્ટુ જરૂર કઈ કરશે,હોંશે હોંશે ભાથું બાંધી આપ્યું,ગટ્ટુ ભાતું લઈને ચાલતો થયો,શિયાળ અને વાઘ બન્ને પણ નદી કિનારે બેઠા હતા,મુખડું વાઘ ,શિયાળ ને સાથે કેવી રીતે લઈજવા એનો વિચાર કરવા લાગ્યો નદી પણ કેવી રીતે ઓંળગવી એટલામાં વાઘે નદીમાં છલાંગમારી શિયાળે મુખડુને પાછળથી ધક્કો માર્યો ,મુખડું સીધો વાઘની પીઠ પર ,નદીએ પણ વહેણ શાંત કરી દીધું,સામે પાર તો પહોંચી ગયા પણ દોસ્તોને કેવીરીતે ગામમાં લઈ જવા,એટલામાં મુખડુને બગાસુ આવ્યું,બન્ને દોસ્તો ફટ કરતા મોઢામાં ગોઠવાઈ ગયા,મુખડુને હિંમત આવી ,સીધા શેઠ ને ત્યાં પહોંચી ગયા,શેઠ પાસે ધનની માંગણી કરી એટલે શેઠ ને ગુસ્સો આવ્યો,અને મુખડુને જન્ગલી કૂકડાના પીંજરામાં પુરી દીધા,મુખડુ એ મોઢું ખોલ્યું અને શિયાળે તરાપ મારી ,કુકડા પીંજરું તોડી ને ભાગી ગયા,શેઠ ને ખબર પડી કે મુખડું બચી ગયો છે એટલે એને વરુ ના પિંજરામાં પુરી દીધો,ત્યાં તો વાઘ ભાઈ નીકળ્યા અને વરુ પર તરાપ મારી ,વરુ પણ ભાગી ગયા,શેઠને ખુબજ ગુસ્સો આવ્યો,મુખડુને નદી કિનારે ઘાંસ  ની ઝૂંપડીમાં બાંધી દીધો અને ઝૂંપડીને આગ લગાડી ,ત્યાં તો નદી ઉછળી ને આગ ઓલવાઈ ગઈ,શેઠે હરિ ને કહ્યું તને એક શરતે ધન આપું,તારા હાથમાં જેટલું માય તેટલુંજ તારે ધન લેવાનું ,જા ભંડારમાંથી લઈ લે ,મુખડું ભંડારમાં ગયો,ધન જોઈ ને આખ પહોળી થઈ ગઈ,એણે તો મોઢા માં જેટલું માય તેટલું ઠાલવી દીધું પછી હાથમાં જેટલું માય તેટલું મૂંગા મોઢે શેઠ ને બતાવી ને નદીને કિનારેદોડી ગયો ત્યાં એના દોસ્ત એની રાહ જોઈ ને ઉભા હતા,વાઘ પર સવાર થઈ ગયો,શિયાળ પણ પાણી માં કૂદ્યો અને ત્રણે જણ નદીના સહારે સામે પાર પહોંચી ગયા,ગટ્ટુ માં ને ઇશારાથી કહે મને ઊંધો લટકાવ ,માં એ ઊંધો લટકાવ્યો ,ખનનખનન કરતું ધન બધું મોઢામાંથી નીકળ્યું,માં બાપ તો ગટ્ટુના પરાક્રમ થી ખુશ થઈ ગયા,આ બાજુ શેઠ ને ખબર પડી કે ધન ઘણું ઓછું થઈ ગયું છે એટલે ચારે બાજુ માણસો મુખડુને પકડવામાટે ગયા પણ મુખડું નો ક્યાંય પત્તો ના લાગ્યો ,
 બાળકો આવા બહાદુર થવાનું અને આવા મિત્રો હોવા જોઈએ,ખરા સમયે આપણને મદદ કરે ,ચાલો ત્યારે રજા આપો, 
                                             
  વસુબેન શેઠ 

બાળવાર્તા -(૭)કાચબો અને સસલું-નિરંજનભાઈ

આજે ગટુના ઘરે તેના દાદાના મિત્ર નીરુભાઈ મુંબઈથી USA આવ્યા હતા તે મળવા આવવાના હતા. દાદાએ ગટુને કહ્યું હતું કે આ નીરુદાદા મારા સ્કુલ સમયના મિત્ર છે અને તે બહુ સરસ વાર્તાઓ લખે છે. આ સાંભળી ગટુએ કહ્યું કે તો તો હું તેમને મને અને બટુને વાર્તા કહેવા જરૂર કહીશ. દાદાએ કહ્યું એ તો બાળકો માટે નહિ પણ મોટા માણસો માટે વાર્તા લખે છે. તેમ છતાં તેની પાસે જૂની વાર્તાઓ યાદ હશે તો જરૂર કહેશે.

જ્યારે નીરુદાદા આવ્યા ત્યારે દાદાએ તેને કહ્યું કે આ મારો પૌત્ર ગટુ છે જે વાર્તા કહો વાર્તા કહો કહી તારો જીવ ખાઈ જશે. અરે મને એટલા પ્રશ્નો કરે છે કે હું પણ થાકી જાઉં છું. છતાં બને તેટલી ધીરજ રાખી હું તેની જીજ્ઞાસાને સંતોષવાનો પ્રયત્ન કરું છું.  

નીરુદાદા બોલ્યા કે બાળક છે એટલે તે આમ જ કરશે. પણ તેને વાર્તાનો શોખ છે તે જાણી આનંદ થયો કારણ આજની પેઢીને ક્યા આ બધામાં રસ છે? તેમને તો ટી.વી. અને મોબાઈલની લત લાગી છે એટલે પુસ્તકો પણ નથી વાંચતા. પુસ્તકો તો જ્ઞાનનો ભંડાર છે અને તે દ્વારા જે જ્ઞાન મળે છે તે અમુલ્ય હોય છે.

હવે ગટુથી ન રહેવાયું. ‘તમે બંને વાતો કરીને મને ભૂલી ગયા.’

‘અરે તને એમ ભૂલાય?’ નીરુદાદા બોલ્યા. ‘બોલ, તને કેવી વાર્તા સાંભળવી ગમે?’

‘મને એક તો બટુએ નેપોલિયનની વાર્તા કરી. બીજી એક વાર્તા હતી ક્રેબની. વળી વિનોદદાદાએ ડોન્કીની વાર્તા કરી હતી જેમાં ડોન્કી બહુ ચાલાક એનિમલ છે એમ જાણ્યું. હું તો માનતો હતો કે ડોન્કી ફૂલીશ એનિમલ છે. એમ તો મારા દાદા પણ વાર્તા કહે છે. પણ તેમની પાસે કિંગ અને ક્વીનની વાતો બહુ હોય છે. તમે મને અને બટુને કોઈ નવી સ્ટોરી કહો.’

‘તે કાચબા અને સસલાની વાર્તા સાંભળી છે?’

‘કાચબો એટલે?’

‘કાચબો એટલે ટોરટોઇસ (tortoise) અને સસલું એટલે હેર (hare).’

‘નો, અમે નથી સાંભળી. અમને તે કહોને.’

‘સસલું એક નાનું એનિમલ. પણ તેને બહુ અભિમાન. અભિમાન એટલે એરોગંસ. તેને એમ કે તેના જેવી ઝડપથી એટલે કે સ્પીડથી કોઈ દોડી ન શકે.

‘એક દિવસ તેણે કાચબાને કહ્યું કે મારા જેવી સ્પીડ તારામાં નથી કારણ તું બહુ સ્લો ચાલે છે. કાચબાએ કહ્યું કે ભલે હું ધીમે – સ્લો ચાલુ પણ હું મારા ગોલ પર જરૂર પહોંચું છું.

‘ચાલ આપણે રેસ કરીએ. અહીથી પેલું મંદિર દેખાય છે ત્યાં સુધીમાં કોણ પહેલું પહોંચે છે તે જોઈએ. જો કે પહેલો તો હું જ પહોંચીશ.

‘મંદિર લગભગ હાફ માઈલ હતું. તેમ છતાં કાચબાએ હા પાડી. અન્ય એનિમલ્સ પણ ત્યાં હતા તેમણે કાચબાને રેસ ન કરવા કહ્યું પણ કાચબો તો મક્કમ હતો.’

‘મકકમ એટલે?’ બટુએ સવાલ કર્યો.

‘મક્કમ એટલે ફર્મ (ફર્મ). જે પોતાની વાતને છોડે નહિ તેને મક્કમ મનનો કહેવાય.’ નીરુદાદાએ કહ્યું.

‘આગળ કહો ને શું થયું?’ ગટુએ ઉતાવળે કહ્યું.

‘સસલાને તો પોતાની જાત ઉપર બહુ અભિમાન હતું એટલે એ તો દોડવા માંડ્યું જ્યારે કાચબાએ પોતાની ધીમી ચાલથી શરૂઆત કરી. થોડે દૂર ગયા પછી સસલાએ પાછળ ફરી જોયું તો કાચબાભાઈ બહુ દૂર હતા. ઓપન ગ્રાઉન્ડ હતું એટલે સસલાભાઈ તો દોડીને થોડા થાકી ગયા હતાં એટલે વિચાર્યું કે લાવ થોડી વાર પેલા ઝાડ નીચે આરામ કરું. કાચબાભાઈ આવે તે પહેલા તો હું ફરી દોડીને મંદિરે પહોંચી જઈશ.

‘પણ ધારીએ કાઈ અને થાય કાઈ. સસલાભાઈ તો એવા થાકી ગયા હતા કે ઘસઘસાટ સુઈ ગયા. હવે ઘસઘસાટનો અર્થ તમને નથી ખબર કેમ? ઘસઘસાટ એટલે ડીપ સ્લીપ. થોડીવારે કાચબાભાઈ ત્યાં આવી પહોંચ્યા અને જોયું તો કાચબાભાઈ ઊંઘે છે એટલે એ તો અટક્યા વગર આગળ ચાલવા લાગ્યા.

‘થોડીવારે સસલાભાઈ જાગ્યા અને જોયું તો કાચબાભાઈ દેખાયા નહિ એટલે માન્યું કે હજી તે બહુ પાછળ છે એટલે હું આરામથી મંદિરે પહોંચી તેની રાહ જોઉં. આમ વિચારી તે મંદિર તરફ દોડ્યો પણ ત્યાં પહોંચ્યો ત્યારે જોયું કે કાચબાભાઈ તો ઓલરેડી પહોંચી ગયા છે અને તેની રાહ જુએ છે. સસલાને નવાઈ લાગી કે આમ કેવી રીતે થયું? એટલે તેણે કાચબાને પૂછ્યું. કાચબાએ કહ્યું કે તું તો ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો જ્યારે મેં ચાલવાનું ચાલુ રાખ્યું હતું એટલે હું ટાઈમસર પહોંચી ગયો. આ  સાંભળી સસલાને બહુ શરમ આવી અને કહ્યું કે મને જે અભિમાન હતું તે હવે નથી રહ્યું.

‘બોલો તમે બંને આ વાર્તામાંથી કાઈ શીખ્યા?’

‘હા,’ ગટુએ કહ્યું, ‘નો એરોગંસ. બીજાની તાકાત ઓછી નહિ ગણવાની.’

તો બટુ બોલી કે મને મારા પપ્પાએ એક વાર કહ્યું હતું કે slow and steady wins the race. પણ તેમને તે વાત સમજાવી ન હતી. આજે નીરુદાદાએ વાર્તા કહી તે પરથી મને એ વાત સમજાઈ ગઈ. હવે હું એક્ષામમાં ઉતાવળ નહિ કરું અને શાંતિથી પેપર લખીશ.’

‘હું પણ તેમ જ કરીશ.’ ગટુએ સાથ આપ્યો.

‘વાહ, તમે બંને તો સમજદાર છો કારણ વાર્તા બરાબર સમજી ગયા.’

‘હજી એક વાર્તા કહોને.’

એટલે દાદા બોલ્યા કે નીરુભાઈ મેં તમને ચેતવ્યા હતા. હવે ભોગવો. પછી કહ્યું કે હવે જમવાનો ટાઈમ થઇ ગયો છે અને પછી નીરુદાદા થોડો આરામ કરશે એટલે બીજી વાર્તા સાંજે કહેશે. બંને બાળકોને આ વાત માનવી પડી અને સાંજ થવાની રાહ જોવા લાગ્યા.

 

નિરંજન મહેતા

બાળવાર્તા -(૬)તોફાન ભૈયા-રશ્મિ જાગીરદાર. 

નાનકડી એષા આ વર્ષે જ શાળામાં દાખલ થઇ હતી. તેના મોમ-ડેડ બંને જોબ કરતાં હતાં. વેનમાં કે રિક્ષામાં આટલી નાની દીકરીને મોકલતાં જીવ ના ચાલ્યો, બીજા મોટાં છોકરાઓ એને હેરાન કરે તો? એટલે એમનો નોકર સોમજી વર્ષોથી કામ કરતો હતો, તેની સાથે સાયકલ પર મોકલવાનું નક્કી કર્યું. શાળા પણ ખાસ દુર નહોતી એટલે વાંધો ના આવે. એ વિચારથી માતા-પિતાને દીકરી બાબતની ચિંતા ઓછી થઇ.

એક દિવસ સવારે સોમજી એષાને લઈને નીકળ્યો. હજી શાળાએ પહોંચે, તે પહેલાં જ એક ટુ વ્હીલર સાયકલ  આગળ આવીને ઉભું અને તેની સાયકલને આંતરીને ઉભી રખાવી. સોમજી ગરજ્યો “એ…ય છોકરા આંધળો છું?” “તારી પાછળ બેઠેલી આ છોકરી કેમ આટલી બધી રડે  છે?”  ” અરે એ બરાબર પકડીને નથી બેસતી એટલે હમણા બ્રેક મારી ત્યારે પડત, એટલે મેં….” ” તું ચુપ, નાની બેના તું કેમ રડે છે?” ‘ સોમજી મને માયું” ” ખબરદાર જો આટલા નાના બાળકને ફરી માર્યું તો?” ” તો શું?” “હવે હું રોજ તારી ચોકી કરીશ” ” ખસ ચાલ જવા દે , મારે મોડું થાય છે આમ તોફાનની જેમ આવીને રસ્તામાં રોકીને શું ઉભો છે!”
પછીના દિવસે સોમજી નીકળ્યો, એટલે તરત એને યાદ આવ્યું પેલું તોફાન પાછું આજે આવશે? થોડીવાર તો કોઈ દેખાયું નહિ, પણ શાળા નજીક આવી ત્યારે,એષા એકદમ બોલી ઉઠી – “તોફાન ભૈયા, તોફાન ભૈયા.” ” તારું નામ શું છે બેની?” “એષા”  “મારું નામ શું છે ખબર છે તને?” ” હા તોફાન ભૈયા” સાંભળીને ત્રણે જણા હસી પડ્યા. થોડા દિવસ આવી રીતે સોમજીની ચોકી કરી પણ કઈ જ વાંધાજનક ના જણાયું. સોમજીએ એક દિવસ કહી દીધું, ” ભાઈ આ છોકરી જન્મી ત્યારથી એને રાખું છું, તે દિવસે બ્રેક મારી ને એનું બેલેન્સ ગયેલું એટલે મેં જરા ગભરાઈને એને ટપલી મારેલી. અમારી પાછળ તું ખોટો સમય બગાડે છે,  તું બીજા જરૂરી કામે લાગ. તારું નામ શું છે?”  ” સાહિલ, નામ છે પણ આ એષાની જેમ કેટલાય બાળકો મને -તોફાન ભૈયા- જ કહે છે. એષા, તને કે તારા કોઈ ફ્રેન્ડને કંઈ પણ તકલીફ હોય, તો મને બોલાવી લેજે.”  તે દિવસે એ ત્રણ જણની ટીમ બની. સાહિલે બંનેને કહ્યું, ” ક્યાંય બાળકો કે વૃધ્ધોને કોઈ હેરાન કરતુ હોય તો મને જણાવી દેજો. આ મારો મોબાઈલ નંબર લો.”
એક દિવસ, એષા અને તેની બે સખીઓ શાળાના સમય પછી દરવાજા પાસે, લેવા આવે તેની રાહ જોઇને ઉભા હતા.એષા પણ સોમજી ની રાહ જોતી હતી. તેવામાં એક ભાઈ સાયકલ લઈને આવ્યા અને છોકરીઓ પાસે ઉભી રાખીને કહે,” આ સરસ સરસ કેડબરી કોણ ખાવાનું?” એષા બોલી ” મને આપો.” “ના ભાઈ, હું તો આ તારી સખીને આપીશ.” ” બધા સાથે બોલ્યા,” કેમ પણ?” ” જુઓ એણે કેવી સરસ બુટ્ટી પહેરી છે, એટલે, શું નામ છે તારું?” ” હીર” ” હીર ચાલો બહાર આવો તમને કેડબરી આપું.”  પણ એ જ સમયે સોમજી આવી પહોચ્યો. તેણે સાયકલ વાળાને જોયો. એટલે પેલો સાયકલ વાળો -“કાલે તને આપીશ”-કહીને જતો રહ્યો. સોમજીને  થોડો ખ્યાલ આવ્યો, તેણે  ત્રણે સાથે વાત કરીને હકીકત જાણી લીધી.અને સાહિલને વાકેફ કર્યો. બીજા દિવસે શું કરવું તેનું પ્લાનિંગ કરી લીધું. આગલા દિવસની જેમ ત્રણે સખીઓ શાળા છૂટ્યા પછી દરવાજે ઉભી રહીને, લેવા આવનારની રાહ જોવા લાગી. થોડી વારમાં પેલો સાયકલ વાળો આવ્યો. “ચાલો હીર, તમારી કેડબરી લો.” કહીને  હીરનો હાથ પકડીને દરવાજાની બહાર થોડે દુર લઈને ગયો, પછી તેને કેડબરી આપી અને તેના કાનની બુટ્ટી કાઢવા માંડી. એક બુટ્ટી નીકળી તે જ સમયે સાહિલ એકદમ તેજ ગતિથી બાઈક લઈને ત્યાં જઈને સખત બ્રેક મારી. અવાજથી અને એકએક આવેલા સાહિલને જોઇને પેલો હકાબકા થઇ ગયો. સાહિલે તેની ફેંટ પકડીને એક લાફો માર્યો અને તેની પાસેથી બુટ્ટી ખેંચી લીધી.સોમજી પણ તેને મેથીપાક આપવામાં સામેલ થયો. છેવટે પેલો ભોંય પર પટકાયો, એટલે ત્રણે છોકરીઓ મોટેથી બુમો પાડવા લાગી.” તુફાન ભૈયા-તુફાન ભૈયા …” તે દરમ્યાન ત્યાં જમા થયેલું ટોળું પણ છોકરીઓને સાથ આપીને બોલતું રહ્યું,- તુફાન ભૈયા , તુફાન ભૈયા….”
સાહિલ ૧૨મુ ધોરણ 75 ટકાથી પાસ થયેલો હતો, તેને આગળ ભણવું હતું પણ માતા-પિતાની સ્થિતિ એવી નહોતી કે તેને પૈસા ભરીને કોલેજમાં એડમીશન અપાવી શકે.એટલે તે પિતાને સમોસાની લારી ચલાવવામાં મદદ કરતો. પોતે જ્યારે સાવ નાનો શાળાએ જતો ત્યારે નાના ટાબરિયાઓને શાળાના મોટા છોકરાઓ તેમજ આજુબાજુના મવાલીઓ કેટલું હેરાન કરતા તે હકીકતથી વાકેફ હતો એટલે લારીના કામમાંથી થોડો સમય કાઢીને, તે નાના નિશાળીયાઓને  મદદ કરવા પ્રયત્ન કરતો. આજુબાજુની ઘણી ખરી શાળામાં તે બાળકોને મદદ કરતો રહેતો, એ હંમેશા પોતાના કાકાની જૂની બાઈક લઈને મદદે જતો અને પોતાની આગવી સ્ટાઈલથી એકદમ ફાસ્ટ -તોફાનની જેમ- ઘટના સ્થળે પહોંચી જતો એટલે સૌ બાળકો તેને વ્હાલથી -તુફાન ભૈયા- કહેતા.    બાળકો જેવી જ દશા સમાજમાં વૃધ્ધોની પણ હતી. તેઓને પણ ટ્રાફિકમાં રસ્તો ક્રોસ કરવા, વધુ વજન લઇ બસમાં ચઢવા ઉતારવામાં તકલીફ પડતી.બાઈક સવારો કેટલીક વાર તેમના ગળાની ચેઈન કે બીજા સોનાના દાગીના ખેંચી લેતા.અને તેઓ હેલ્પલેસ -અસહાય થઇ જોઈ રહેતા, આવા સંજોગોમાં રસ્તા પરનાં લોકો જોતાં ખરા પણ પારકી પળોજણમાં પડવાનું ટાળતા. આ બધી વાતોનો ખ્યાલ  સાહિલને નહોતો, પણ એક દિવસ તે કાકા પાસેથી બાઈક લઈને તે નીકળ્યો, ત્યારે તેણે  એક વૃદ્ધાને બંને હાથમાં વજનદાર થેલીઓ લઇ ઉભેલાં જોયાં. તેઓ ક્રોસ કરવા માટે ક્યારનાં ઉભા હતાં. સાહિલે તે જોયું, એટલે બાઈક સાઈડમાં મૂકી તેમની પાસે ગયો અને કહ્યું,” માડી, હવે લાઈન બંધ છે ક્રોસ કરી લો ને,” “પણ બેટા, આ બધું લઈને પડીશ તો?” સાહિલ પહેલાં તો હસી પડ્યો પછી કહે, ” ચાલો માડી હું તમને ઉતારી જાઉં.”
સાહિલે તે વૃધાને છેક ઘરે ઉતાર્યાં. તે ઘરમાં વૃધ્ધા રસોઈ અને પરચુરણ કામ કરતાં હતાં. તેમનાં માલિક બેને સાહિલને પુછ્યું, ભાઈ તું ઘણે  દુરથી મુકવા આવ્યો, ખાસું પેટ્રોલ બળ્યું હશે, તું શું કરે છે?” સાહિલે પોતાની વાત વિગતથી જણાવી. પેલાં માલિક બેન  તેનાથી પ્રભાવિત થયાં, તેમણે  સાહિલને પેટ્રોલના પૈસા તો આપ્યા જ, પણ આવા સારા કામો માટે જ્યારે જરૂર પડે ત્યારે મળવાનું જણાવ્યું.ઉપરાંત, તેને કોલેજમાં ભણાવવાનું પણ નક્કી કર્યું. અને ગરીબ વૃધ્ધો કેટલી હાલાકી ભોગવે છે, તેનો ચિતાર આપ્યો અને તેઓને આજ રીતે મદદ કરવા પ્રોત્સાહિત કર્યો. આવાં સારાં કામો કરવા માટેની તમામ આર્થિક મદદ કરવા તૈયારી બતાવી.
સાહિલ હવે કોલેજમાં ભણતો હતો, સાથે જ  સમાજના અબળા-નબળા વર્ગની મુશ્કેલી માં મદદગાર બનીને અચૂક પહોંચી જતો. તેની આ કામગીરીને પ્રોત્સાહિત કરવા કેટલાક ધનિકો પ્રયત્નશીલ હતા. જેઓની મદદથી સાહિલ અભ્યાસ સાથે જીમમાં જઈને શારીરિક તાકાત પણ મેળવતો જે તેને માથાભારે તત્વો સામે બાથ ભીડવામાં કામ લાગતી. સમય જતાં સાહિલ વધુ  શક્તિ શાળી બન્યો. જે કાર્ય સાહિલે શરુ કર્યું હતું તે સારી રીતે કરવા માટે કેટલાક ધનિકો તો મદદ કરતા જ હતા, પણ તેની કામગીરીથી પ્રભાવિત થઇ ગુજરાત સરકારે પણ ખાનગી રાહે,તેને જરૂરી સવલતો અને સહકાર આપવાનું શરુ કર્યું. એટલે હવે સાહિલનું કાર્ય ક્ષેત્ર શાળાઓ કે શહેર પુરતું સીમિત ના રહેતાં રાજ્ય ભરમાં ફેલાયું. હવે પૂરું રાજ્ય સાહિલને ઓળખાતું, પણ સાહિલ તરીકે નહિ, “તુફાન ભૈયા” તરીકે. સૌ કહેતા,”અનાથોનો નાથ એટલે તુફાન ભૈયા, નબળાનો બેલી એટલે તુફાન ભૈયા, બાળકોનો વડીલ સાથી એટલે તુફાન ભૈયા, અને વડીલોનો વ્હાલો બાળક એટલે તુફાન ભૈયા.”
ગુજરાતી ચિત્રોના એક ઉત્સાહી નિર્માતા અને દિગ્દર્શક તરુણ કુમારની નજરે સાહિલ ચઢ્યો. તેમને તરત જ  સાહિલની કામગીરી પર એક ગુજરાતી બાળચિત્ર બનાવવાનું નક્કી કર્યું. તેમણે  સાહિલ સાથે ઉપરા  ઉપરી બેઠકો યોજીને તેની કામગીરી સમજવા પ્રયત્ન કર્યો. સાથે સાથે બાળકોનાં જે વર્ગમાં તુફાન ભૈયા ખુબ મશહુર અને અત્યંત પ્રિય હતા, તેમની સાથે પણ બેઠકો યોજી. ત્યાર પછી સાહિલની કામગીરી દર્શાવતું ચિત્ર બનાવવા માટે હીરોની શોધ આરંભી.અનેક અટકળો અને ઓડીશનો  પછી છેવટે ઘણાં રીજેક્ટ થયા અને છેવટે કાળાશ ઢોળાયોતો સાહિલ પર!  ચિત્ર નું નામ પણ એ જ -તુફાન ભૈયા!-
આ ગુજરાતી ચિત્ર ખુબ ચાલ્યું, કેટલાય વિક્રમો તૂટ્યા અને કેટલાય નવા સ્થપાયા.અને ગુજરાતી બાળ ફિલ્મ “તુફાન ભૈયા” ને જ્યારે શ્રેષ્ઠ બાળ ચિત્ર માટેના નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી, ત્યારે જનતાના દીલોનો હીરો ફિલ્મનો હીરો પણ બની ગયો.
અસ્તુ.
રશ્મિ જાગીરદાર.

બાળ વાર્તા …ધનજી કુંભારનો ગધેડો   ……. (૫)લેખક – વિનોદ પટેલ

એકવાર ગટુના ઘરે સાન ડીએગોથી દાદાના ફેન્ડ  વિનોદ કાકા આવ્યા એટલે દાદા તો ખુબ એમની સાથે વાતો કરવામાં બીઝી થઇ ગયા. ગટુને ગમ્યું નહિ એ ફરી એકલો થઇ ગયો એને બટુને ફોન કર્યો,બટુ તું વાર્તા સંભાળવા કેમ આવતી નથી ?આવ ને !

ગટુ હું આવીશ પણ… મને ખીજાતો નહિ તારા માટે ખાવાનું શું લાવું ?કઈ પણ લઇ આવ પણ જલ્દી આવ હું બોર થાવ છું ..આ વાત વિનોદ કાકા એ સાંભળી એટલે કહે ચાલો આજે હું તમને વાર્તા કરીશ .. અને ગટુ બટુ વાર્તા સાંભળવા બેસી ગયા… તો છોકરાવ સાંભળો …

રામજી પટેલના ખેતરમાં  ધનજી કુંભાર એમના કુટુંબ સાથે રહેતા હતા.તેઓ માટીમાંથી ઈંટો પાડી મકાનનું બાંધકામ કરવા વાળાઓને વેચી કુટુંબનું ગુજરાન ચલાવતા હતા .ઇંટો બનાવવાની માટી અને એમાંથી તૈયાર થયેલ ઈંટોની હેરફેર માટે ગધેડાં એમનાં મુખ્ય વાહનો હતાં .

બતું -વિનોદ અંકલ આ કુંભાર એટલે શું ? અને ગધેડો એટલે શું ? ગુજરાન એટલે ?

વિનોદ કાકા -ગધેડો એટલે ડોન્કી અને કુંભાર એટલે પોટ મેકર..ગુજરાન એટલે livelihood. એમનો job ..વાહનો એટલે વ્હીકલ …ત્યાં ટ્રક ન્હોતીને !એટલે તેઓ ડોન્કી ઉપર સમાન કેરી કરતા ..

ધનજી કુંભારનો એક ગધેડો ઘણો ઘરડો થઇ ગયો હતો. થોડો માંદો પણ રહેતો હતો .ધનજી કુંભાર પણ હવે એની પાસેથી  પહેલાં જેવી મજુરી નહોતા કરાવતા. આ માંદલો અને ઘરડો ગધેડો એક વખત ચરતો ચરતો ખેતરના દુરના છેડે એક જુનો કુવો હતો એમાં પડી ગયો.અંદર પડતાંની સાથે જ મદદ માટે હોંચી હોંચી એમ મોટા અવાજે ભૂંકવા માંડ્યો . કુવામાં પડેલા આ ગધેડાનો અવાજ સાંભળી આસપાસના ખેડૂતો ભેગા થઇ ગયા .હવે શું કરવું ,કેમ કરવું એના વિચારમાં સૌ પડી ગયા.

આ…ઓ. ઓં વિનોદ કાકા તમે શું બોલો છો ખબરજ પડતી નથી આ કુવો ,માંદલો.અને વોટ ઇસ હોંચી ..ખેડૂત શું છે .

ગટુ – વચ્ચે વચ્ચે નહી બોલને ચુપ ચાપ સંભાળ ….

વિનોદ કાકા -ન સમજ પડે તો પુછવાનું ગુડ ….માંદલો એટલે બિમાર ,હોંચી હોંચી એટલે braying. અને કુવો એટલે well, અને ખેડૂત એટલે ફારમર ..

કુવાની અંદર પડી ગયેલો ગધેડો ઘરડો અને માંદો હતો. એને બહાર કાઢ્યા પછી પણ એ બહું લાબું જીવે એમ ન હતો.આ સંજોગોમાં ધનજી કુંભારની સંમતિથી બધાએ એવો નિર્ણય લીધો કે આ માંદલા ગધેડા ઉપર માટી નાખી આ જુના કુવાને પૂરી નાખવો કે જેથી ભવિષ્યમાં ફરી બીજું કોઈ એની અંદર પડે નહિ.

માટી ….માટી એટલે અર્થ earth…

ખેડૂતોએ પાવડા વડે કુવાની અંદર માટી નાખી કુવો પૂરવાનું કામ શરુ કરી દીધું.હવે અંદર ગધેડા  ઉપર જેવી માટી પડી કે એ માટીના આ અચાનક મારાથી પ્રથમ તો ચોંકી ગયો.ગભરાયો પણ ખરો.સાથે સાથે આ આપત્તિમાંથી બચવા માટેની એની ઇચ્છા પ્રબળ બની ગઈ.ભયથી સતેજ બની ગયેલા એના મગજે એક ઝડપી નિર્ણય લઇ લીઘો.જેવી માટી પીઠ ઊપર પડી કે તરત એ બધું જોર કરીને ચાર પગે ઉભો થઇ ગયો.પીઠ હલાવીને એના ઉપરથી માટી ખંખેરી નાખવા લાગ્યો અને એ માટી ઉપર ઉભો રહી જતો.આ રીતે પગ તળે ભેગી થતી માટી ઉપર પોતાના પગ ટેકાવતો એ ધીમે ધીમે ઉપર આવતો ગયો. થાકને ગણકાર્યા વિના ,હિંમતથી મરણીયો બનીને પોતાની બધી જ તાકાતથી પીઠ ઉપર પડતી માટીને નીચે ખંખેરતો ગયો અને ઉપર ચઢતો ગયો.

મગજ એટલે બ્રેઈન ,પીઠ એટલે બેક, આપત્તિ એટલે ડીફીકલ્ટી,થાક એટલે ટાયર્ડ ,પ્રબળ એટલે સ્ટ્રોંગ

બટુ-પણ વિનોદ કાકા વોટ ઇસ પાવડા ..

હો hoe જેનાથી તમે જમીન સરખી કરોને .

વિનોદ કાકા –વી સી ડોન્કી in zoo only …

હા પણ આ વાર્તા તો અમારા ગામની છે તું ઇન્ડિયા જાય ત્યાં જોજે …

આ પ્રમાણે કરતાં કરતાં જાળા ઝાંખરાથી ઢંકાયેલું એનું માથું છેક કુવાના કાંઠા સુધી બહાર દેખાયું ત્યારે ધનજી કુંભાર અને માટી પૂરી રહેલા અન્ય લોકોના આશ્ચર્યનો પાર ન રહ્યો.બધા આનંદથી ઉત્તેજિત થઈને કિલકારીઓ પાડી ઉઠ્યા અને સાચવીને ગધેડાને કુવાની બહાર ખેંચી લીધો.બહાર જમીન ઉપર પગ મુકતાં જ થાકેલો ગધેડો આરામ કરવા બેસી ગયો.

આ ઘરડા અને માંદલા ગધેડાની  હિંમત અને સમયસુચકતા કેટલી સરસ કહેવાય ! જે માટી એને જીવતો દાટી દેવા માટે અંદર નાખવામાં આવતી હતી એ જ માટીથી એણે પોતાની અક્કલ વાપરીને પોતાનો જીવ બચાવી લીધો.આપત્તિ કાળે એણે ઠંડા દિમાગથી કામ લીધું અને આવેલ આપત્તિમાંથી બચી ગયો.બુદ્ધિ કોઈના બાપની છે!  

,ધનજી કુંભારના ગધેડાની આ કથામાંથી તમારે બોધ એ લેવાનો છે કે જ્યારે પણ જીવનમાં આપણે મુશ્કેલ સંજોગોના ઊંડા કુવામાં સપડાઈએ ત્યારે મુશ્કેલીઓ રૂપી માટી નીચે દબાઈ  જઈને  દુખી થવાને બદલે એને આપણી પીઠ ઉપરથી ખંખેરી નાખી એના ઉપર સવાર થઇ ઉપર આવવા અને મુશ્કેલીમાંથી બહાર આવવાનો રસ્તો કાઢવા માટે પોતાની બધી જ હિમ્મત એકઠી કરીને કટીબદ્ધ થવું જોઈએ.જીવનમાં મુશ્કેલીઓથી કદી ગભરાવું  ના જોઈએ.કોઈ પણ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં ઠંડા દિમાગથી વિચારવાથી અને પ્રયત્નો ચાલુ રાખવાથી કોઈને કોઈ રસ્તો નીકળી આવે છે અને અંતે આ ગધેડાની જેમ મુશ્કેલીઓના ઊંડા કુવામાંથી સફળતાપૂર્વક બહાર આવી શકાય છે.

વિનોદ કાકા – દુઃખી એટલે sad..અને ખંખેરી એટલે dusting ,…બોધ એટલે લેસન,–મુશ્કેલી આવે તો પણ ડરવાનું નહિ, વિચારીને પગલું ભરવાનું .. ડરે તો હારી જવાય ને ! રસ્તો ગોતવાનો નિરાશ થવાનું નહિ અને માટી ખંખેરી ઉભા થવાનું ….

ગટુ -વિનોદ કાકા   Bill Gates,ની જેમ ને …

વિનોદ કાકા -હા બેટા .. ચાલો મારા પ્લેનનો ટાઇમ થયો હવે હું જઈશ

ગટુ ,બટુ વિનોદ કાકા પાછા જરૂર આવજો બીલ ગેટ્સ ની વાર્તા કહેવા

વિનોદ પટેલ , સાન ડીએગો

દાદા નો ગટુડો -(4)વિજય શાહ

ચાલો આજે જોઈએ દાદા અને ગટુ ની વાતો …ગટુ અને દાદાજીની વાતો તો સાવ નોખી દાદા અમેરિકા આવ્યા એટલે બધું બદલાઈ ગયું…. ગટુ ઘરમાં એકલો હોય ત્યારે  વાંચતો પછી તો  શોખ બની ગયો પણ જ્યારથી દાદા આવ્યા ત્યારથી એના દાદાને પ્રશ્નો પૂછીને થકવી નાખતો… 

દાદા તમે આટલી ચા કેમ પીવો છો ?

છાપુ કેમ વાંચો છો ?

બા  માળા કેમ ફેરવે છે ? 

વગેરે વગેરે …દાદાજી કવિતા સંભળાવે તો સામે સંભળાવે…વાતો જ જાણે વાર્તા બની જાય 

“દાદાજી! આજે મારે કવિતા લખવી છે.”
“અરે દીકરા કવિતા લખવા માટે તુ તો હજી નાનો છે.”
” ના દાદાજી હું તો પાંચ વર્ષનો છુ”આઈ એમ બીગ બોય
“હા તેથી તુ મોટો ખરો પણ…”
” મારી આ પહેલી કવિતા દાદાજી તમારે માટે..”
” અરે વાહ! સંભળાવતો..”
દાદા મારા વ્હાલા ને પાડે બહુ ઘાંટા
કહો કેવી અજબ જેવી વાત છે ને?
ફોનનું ભુંગળુ ને કમ્પ્યુટરની ટક ટક
કહો કેવી અજબ જેવી વાત છેને?”

દાદા …..
ભઈલો મારો ડાહ્યો ને પાટલે બેસી નાહ્યો
કહો કેવી અજબ જેવી વાત છેને?

ગટુ “દાદાજી એ ટ્યુન ઉપર તો મેં મારી કવિતા લખી..ગમીને?”
“અરે વાહ દીકરા તુ તો કવિ અને મ્યુઝીસીયન બંને છોને…”

અને વરસી રહે હેતનાં ફુવારા તે ગટુ  પર…ગટુ ને લાડ, પ્રેમ અને શિખામણ બધું દાદા આપે.અને ગટુ ક્યારેક ફરિયાદ પણ દાદા પાસે કરે.બને એક બીજાના જાણે દોસ્ત દાદા ગટુને બડી કહે અને ગટુ એના ડોગીને બડી કહે….બધા એક બીજાના બડી 

“દાદાજી!”
” હા બેટા!”
” હું મોટો થઈશ ત્યારે તમને હું મારી સાથે રાખીશ પણ મમ્મીને નહીં”
“કેમ બેટા?”
“અને દાદીને પણ નહીં”
“પણ કારણ તો કહે..”
” મમ્મી આજે મારા ઉપર ગુસ્સે થઇ..”
“..કેમ?”
” મારે જાતે ટીથ બ્રશ કરવા હતા અને મમ્મીને મોડુ થતુ હતુ”
” પછી?”
” એણે મારા ટીથ બ્રશ કરી નાખ્યા”
” અને દાદીએ શું કર્યુ?”
” મમ્મી ઉપર ગુસ્સો ના કર્યો અને મને બૂટ જાતે પહેરવા હતા પણ તેમણે પહેરાવી દીધા અને પહેરાવતા
પહેલા પ્લીઝ પણ ના કહ્યું”
” અને મને તુ કેમ રાખીશ?”
” તમે દાદાજી ગુસ્સો નથી કરતા કે નથી મેનર ચુકતા”
“દાદાજી!”
“હં બેટા!”
“હું રોટલી અને ગુડ ખાઉ છુ.”
“સરસ બેટા ગુડ કેટલો છે?..વધારે છે? કે ઓછો છે? કે બરોબર છે?
“દાદાજી! રોટલીમાં ગુડ બરોબર છે અને તે વેરી વેરી ગૂડ(very very good)પણ છે”
અરે બેટા સરસ પ્રાસ કર્યો તેંતો…”
“દાદાજી પ્રાસ એટલે શું?”
“બેટા! પ્રાસ એટલે કવિતામાં આવતો ત્રાસ”
“દાદાજી આ ત્રાસ એટલે શું?”
” તુ કરે છે તે..”
“? ? ?”
“દાદાજી!”
” હં બેટા!”
” મારો નંબર ૧ ચેક્સ”
“હં!”
તમારો નંબર પણ ૧ ચેક્સ”
“હં!”
“પપ્પાનો નંબર ૩ ચેક્સ”
“હં!”
“મમ્મીનો નંબર ૩ ચેક્સ”
“હં!”
“અને દાદીમાનો નંબર?”
“….” મેં મૌન સેવ્યુ તેથી તે બોલ્યો
” એક લાખ ચેક્સ”
” એવું કેમ?”
” દાદી છે ને મને સમજાવે છે..જ્યારે તમે બધા મને ધમકાવો છો…”

“દાદાજી!”
“હં બેટા!”
“આ જુઓને” લેગો ગેમનું નવું રમકડુ તેના હાથમાં હતું
” શું છે બેટા..તેં બનાવ્યુ છે તો તને નામ પણ ખબર હશે ને?”
“હા.તે કાર છે”
“પણ તેને પૈંડા નથી તેનું શુ?”
“તેને પૈંડાની જરુર નથી દાદાજી!”
“પાછળ આ ભડકા નીકળે છે ને?”
” હાઇ સ્પીડ છે ને!”
” અરે વાહ ભાઈ!”
“દાદાજી આ ગાડી નું નામ છે સ્લીપોની…”
” એટલે?
“સ્લીપ ઓનલી..માંથી લ કાઢી નાખ્યો…”
” કેમ?”
“મારી મરજી…મારી ગાડી છે ને ?
“દાદાજી”
“હં બેટા”
” મને થાય છે કે આ ફાધર ડે કેમ ઉજવાય છે?”
” બેટા એ સંસ્કાર છે”
” સંસ્કાર એટલે?”
“રિવાજ-પરંપરા”
” એમા ફાધરને ગુલાબ અપાય?”
” હા. એકલુ ગુલાબ નહી તેમને ગમતી ચોપડી ફિલ્મ કે શાલ પણ અપાય. અને તેમને માનપૂર્વક પ્રણામ પણ કરાય”
“‘ આ તહેવારને પિતૃદિન પણ કહેવાયને?”
“હા.. આ દિવસે પિતા.. ગમે તે ઉંમરનાં હોય પણ તેમના સંતાનો તેમને ફોન કરે.. જમવા લઈ જાય કે પગે લાગે.”
“દાદાજી કારણ હજી ન સમજાયુ..”
” પિતા સંસ્કાર દાતા અને સંસારનું વહેવારિક જ્ઞાન આપે તેથી તેમના એ દાન માટે આભાર કહેવા આ દિવસ ઉજવાય.”
” પપ્પાને હું કાર્ડ બનાવીને આપવાનો છું?”
“સરસ. પણ શું લખે છે તે મને બતાવજે..આપણે ગુજરાતીમાં લખશું”
” દાદાજી હું શું લખું?”
‘ લખ..તમારી સુખ સમૃધ્ધિ અને શાંતિ વધે..તબિયત સચવાય..ને આપનો છાંયડો અમારા ઉપર સદાય રહે”
” છાંયડો?”તમે અંગ્રેજી કેમ બોલતા નથી ?
“હા વડીલ હયાત હોય તેને છાંયડો કહેવાય.”મીન્સ તારી સાથે પાપા હોયને !

દા તમે બહુ ટફ્ફ બોલો છો …

” દાદા  મને તો પપ્પા..દાદા અને ગ્રેન ગ્રેન પાપા ત્રણેય છે..”મરે તો ત્રણ કાર્ડ બનાવવા પડશે.

ફરી બીજા દિવસે એવી જ નવી કાલી ઘેલી વાતો સાથે દિવસ ઉગે ગટુ અને દાદા એમની વાતોની વાર્તા સર્જે અને વાર્તા જાણે બોધ બની જાય …..

“ગટુ બેટા ઉઠો! સવાર પડી ગઈ”
‘દાદા સુવા દો ને?”
‘બેટા સ્કુલે જવામાં મોડો પડીશ..ઉઠને બેટા”
“દાદા મારે એકલાએ સ્કુલે કેમ જવાનું?”
” બેટા બધા પોતપોતાનાં કામે લાગે છે ને તેમ તારું કામ સ્કુલે જવાનું…”
” પણ દાદા તમેતો તો કોમ્પ્યુટર ઉપર ટક ટક કરો છો. તમારે સ્કુલે કેમ નહીં જવાનું?”
“એટલે તુ કોમ્પ્યુટર ઉપર ટક ટક કરવા ઘરે રહીશ?”
” ના દાદા તમે પણ ચાલોને મારી સાથે સ્કુલે…”
” પછી તારા બધા મિત્રો મારા થઇ જશે અને મારા મિત્રો તારા..તને ગમશે?”
” એમ કેમ?”
“મને તો તારા મિત્રો સાથે ફાવશે પણ તને ડોક્ટર કાકા દવા પીવડાવશે તે ગમશે?”
“ના.એ તો કડવી હોય છે ને?”
“તારી વર્ગ શિક્ષક બધા સ્ટાર મને આપશે અને તારે મને સ્કુલે લેવા આવવુ પડશે તે તને ગમશે?”
“પણ હું તો નાનો છું. મને ગાડી ચલાવતા ક્યાં આવડે છે?”
“એટલે તો સ્કુલે જવાનું !”
“નાના હોય તેમણે સ્કુલે જવાનુ?”
“હા બેટા!”

ગટુના પ્રશ્નો ખૂટે નહિ અને દાદા જવાબ આપતા થાકે નહિ અને એમના સવાલ જવાબથી જ વાતોની વાર્તા સર્જાય, વાતો ક્યારે બોધ બની જાય ખબર જ ન પડે.વાર્તા પરીની નહિ છતાં સપના સર્જાય

“દાદા! એક વાત કહું?”
“હા બેટા..એક નહીં બે વાત કહે.”
મારા પપ્પા સ્માર્ટ કે હું?”
“બેટા તું-તને ખબર છે બેટા બાપ કરતા સવાયા હોય તો તે બાપને કાયમ ગમે.”
દાદા સવાયા એટલે શું ?
વધારે સ્માર્ટ
એટલે તમારા કરતા પપ્પા સ્માર્ટ તે તમને ગમે?
ગમે જ ને…
“દાદા I am confused ”
“ગુજરાતીમાં કહે.”
” દાદા મારી મમ્મી તો મને કહેતી કે તારા પપ્પા જેવો સ્માર્ટ બન”
“બેટા તારા પપ્પા તારી ઉંમરે તારા જેટલા પ્રશ્ન નહોંતા પુછતા.”
“તે હેં દાદા પ્રશ્ન પુછે તો સ્માર્ટ થવાય?”
” કોને પ્રશ્ન પુછો છો તે અગત્યનું છે.”
“એટલે?”
“જે અભણ હોય તે જવાબ ના આપે કે ખોટા આપે”
“તે હેં દાદા તમે પપ્પા કરતા તમે વધુ ભણેલા?”
” ના તારા પપ્પા ભણેલા અને ગણેલા”
“અને હું?”
“તુ ભણીશ અને ગણીશ અને બધુ સમજીશ પણ ખરો…”
“તો તો હું બધા થી સ્માર્ટ થઈશ ખરુંને દાદાજી?”
હા બેટા પણ તે માટે ભણવુ પણ પડે હં કે!
“દાદા?”
“હં બેટા!”
“આ ફોટા કોના છે?”
“બેટા એ દાદાનાં પપ્પા મમ્મી છે.”
” એટલે પપ્પાનાં દાદા જેમ તમે મારા દાદા?”
“હા”
“પણ બાનાં ફોટા ઉપર જે સુખડનો હાર છે. તે દાદાનાં ફોટા ઉપર કેમ નથી?”
“બેટા_ બા જેજે ભગવાનને ત્યાં ગયા છે ને? તેથી.”
“અને દાદા હજી અહીં છે તેથી તેમના ફોટા ઉપર હાર નથી ખરુંને?”
“ગટુ એવું ના બોલાય…”
“કેમ દાદાજી?”
” આપણે તેમના સંતાનો..તેમનુ દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરવાની…
“દાદા આ દીર્ઘાયુષ એટલે શું?”
“બેટા લાંબુ જીવન..”
” દાદા I am confuse…”
“કેમ?”
” દાદા જે જે ભગવાન ને ત્યાં જાય તે ફોટૉ થઈ જાય?
” હા બેટા.”
” તો જે દિવસે તમે ફોટો થઈ જશો ત્યારે હું શું કરીશ?”
“બેટા તે વખતે મારી જેમ તારી પાસે પણ ગટુ હશે…તો એ શું કરશે?
“દાદા?”
“હં બેટા!”
“I am confused.”
“શું? મને ગુજરાતીમાં કહે?”
“દાદા આ ગ્લુ સ્ટીક ખુલ્લી રહે છે અને સુકાઈ જાય છે .”
“તો તેને બંધ રાખવાની..”
” પણ દાદી તો ભાજી ઉપર પાણી છાંટીને ભાજી તાજી રાખે છે તેમ મારી ગ્લુ સ્ટીક ને તાજી ના રખાય?
“બેટા ભાજી અને ગ્લુ સ્ટીક વચ્ચે તફાવત છે.”
“હા ઍટલે તો confuse થયો.”
“confuse નું ગુજરાતી કર તો?”
“દાદા તમે મને બહુ ગુજરાતીમાં પુછી પુછી વધુ મુંઝવો છો…”
“અરે વાહ બેટા તને તો આવડે છે. ”
“હવે હું તમને પુછુ?”
“What એટલે શું?”
“વાહ બેટા તુ પ્રશ્ન પુછે છે કે જવાબ આપે છે…”
“દાદા..તમે હારી ગયા..”.
દાદા -“હા ભાઇ અંગ્રેજીમાં પ્રશ્ન પુછે તો હારી જ જઉ ને?”

દાદાનો ગટુ અને દાદા એક્દમ સધ્ધર સંબંધ. ગટુને સવાર પડે અને ઉઠાડવાથી સ્કુલે મુકવા જવાનો સમય થાય ત્યાં સુધીમાં દાદી અને મમ્મીને દોડાવી દોડાવીને થકવી નાખ્યા પછી દાદા નો વારો આવે.
સીટ બેલ્ટ બાંધવાની અને ગાડી શરુ થાય એટલે ગટુ નું બોલવાનું શરુ.

ગટુ -દાદા Today I will make music. The title of Music is going to school.
દાદા -એટલે રેડીયો બંધ કરુ?
ગટુ-દાદા! તમને અંગ્રેજી આવડતું નથી? મેં કહ્યું હું સંગીત સર્જન કરીશ અને આજના સંગીતનું નામ છે ” સ્કુલ જઉ છું”
દાદા- સ્કુલને શાળા કે નિશાળ કહેવાય!
ગટુ -દાદા! તમે સમજી ગયા એટલે બસ..પણ હવે સંગીત સાંભળો!
દાદા -“પણ તારી પાસે સુર અને તાલ બંને નથી તો તે સંગીત કેવી રીતે થશે?
ગટુ -જુઓ તમે બોલો નહી.. તમારી ગાડી ચાલે છે અને તે મને તાલ આપે છે.. અને મારે તો ગીત પણ સાથે સાથે લખવાનુ છે
દાદા -ઓ કે હું સાંભળુ છું અને તુ શરુ કર…
ગટુ -દાદા તાલ તમારે આપવાનો છે.
દાદા -તાલ મારાથી ના અપાય બેટા…ગાડી ચાલે છે ને?
ગટુ -શું દાદા તમેય? આ સ્કુલ તો આવી ગઈ અને મારું ગીત પણ ના લખાયુ…
હુ લખીને રાખીશ આપણે પાછા જતા ગાઈશુંને?
પણ દાદા પછી તે સ્કુલ જઇશુ ના કહેવાયને?
દાદા -ભલે આપણે ઘરે જઇશુ તેવું ગીત લખાયને?
ગટુ -ના દાદાજી એ ગીત તો જ્યારે મામાનાં ફ્લેટથી આપણા ઘરે આવતા હોઇએ ત્યારે લખવાનું છે.

વિજય શાહ

બાળ વાર્તા -(૩)ગટુ અને બટુ

એક હતો ગટુ આમ તો એનું નામ હતું કબીર પણ એટલો જાડો કે બધા એને ગટુ કહેતા, દેખાવમાં  ખુબ સરસ ગોરો મોટી મોટી ચકળવકળ આંખો ,જોઇને ગમી જાય તેવો… માત્ર જાડો  હા એને ખાવાનો ખુબ શોખ અને બીજો વાંચવાનો નિત નવી વાર્તા વાંચે, એની પાસે એક ડોગી એનું નામ બડી અને એક મિત્ર બટુ ..બટુનું નામ તો સહારા,બોલકણી ખુબ બોલે એને વાતો કરવી ખુબ ગમે અને નિત નવા કપડાનો ભારે શોખ એ પોતાની બિલાડી બ્રાવનીને ખુબ પ્રેમ કરે સાથે સુવાડે દૂધ પીવા આપે પોતાની જેવા જ ગોગલ્સ બ્રાવની ને પહેરાવે,બટુને ગટુ પાસે વાર્તા સંભાળવી બહુ ગમે….બને મિત્રો ખરા પણ માસીના દીકરા દીકરી કઝીન થાય ગટુ થોડો મોટો એટલે રૂવાબ મારે..બંને સાથે રમે, ઝગડે, રિસાય પણ એક બીજા વગર ચાલે નહિ,બટુ આવે એટલે વાર્તા સંભાળવાની જીદ કરે. અને ગટુ એના બદલામાં ખાવાનું  માંગે.

બટુ- જલ્દી કહે આજ કોની વાર્તા કહીશ?

ગટુ- પહેલા કહે મેં તને શીખવાડ્યું એમાંથી કેટલું યાદ છે ? બોલ ફોંર પ્લસ ફોર કેટલા થાય ?

બટુ- એઈટ , પણ ગટુ મારા ટીચર કહે છે પાંચ પ્લસ ત્રણ એઈટ થાય અને છ પ્લસ બે પણ એઈટ થાય.કોણ           સાચું તું કે ટીચર ?

ગટુ -હવે સંભાળ બધા સાચા, માત્ર દ્રષ્ટી ફેરની જેમ ગણતરી માં ફેરફાર છે.પહેલા કહે મારા માટે તું શું લઇ              આવી ? ચોકલેટ લાવી છો તો હમણાં શીખવાડી દઉ.

બટુ- ચીઝ સેન્ડવીચ !

ગટુ-જો સંભાળ હું વાર્તા કહું ત્યારે વચ્ચે બોલવાનું નહિ  અને મારે માટે નસ્તો લઇ આવવાનો સમજી તો જ            વાર્તા કરીશ.

બટુ-પણ ગટુ મને સમજણ ન પડે તો પૂછવું પડે ને !

ગટુ-કેમ સમજણ ન પડે ? તું બુદ્ધુ છો ? જરા આપણી અક્કલ વાપરવાની …

બટુ-જો મને બુદ્ધુ કહીશ તો નાસ્તો નહિ આપું.પછી જોયા કરજે.મમ્મીએ આજે સીઝ સેન્ડવીચ આપી છે …

અને ગટુ ભાઈ પીગળી ગયા……

ગટુ-સંભાળ આજે તને  નેપોલિયનની વાત કરીશ.

બટુ-આ નેપોલિયન કોણ ?

ગટુ-ફરી બોલી !

ગટુ-નેપોલિયન બહુ મોટો માણસ થઇ ગયો ઇતિહાસના મહાન કમાન્ડરો તરીકે તેની ગણના થાય છે.

બટુ -એટલે એ ટેરરીસ્ટ હતો ?

ગટુ -ના… ફ્રેન્ચ લશ્કરી વડો  હતો,સારું ભણેલો ગણેલો હોશિયાર હતો અને વાંચનનો શોખીન હતો,

ગટુ- ‘તને ખબર છે ?’

ગટુ : ‘શું ?’

ગટુ -નેપોલિયનની ​ડિક્સનેરીમાં ઈમપોસીબલ નામનો શબ્દ જ
ન હતો.

ગટુ : ‘તો ડિક્સનેરી જોઈને લેવી જોઈએ ને ! જોયા વગર જ લઈ લીધી ?

અને તું કહે છે નેપોલિયન બહુ મોટો માણસ થઇ ગયો.

ગટુ -જો બટુ​ એ એના જીવનમાં જ્યાંથી જ્ઞાન મળે ત્યાંથી લેતો,ઈમ્પોસીબલ શબ્દ નહતો એનો અર્થ કે એ             ક્યારેય  હારી બેસી ન રહતો , એ માનતો કે બધું જ બધા કરી શકે છે દરેક ની અંદર આ શક્તિ છે માત્ર           એનો ઉપયોગ  કરવાનો છે તારી જેમ હારીને રડવા ન્હોતો બેસતો સમજી….

​બટુ-જો મને કહીશને તો સેન્ડવીચ નહિ આપું.

​ગટુ – ​હવે સાંભળ નેપોલિયનનો જન્મ કોર્સિકા નામના ફ્રાન્સના એક ટાપુ પર એક વિનમ્ર ઈટાલિયન                       ઉમરાવ  કુટુંબમાં થયો  હતો તેઓ દરિયા કિનારે જતા ઘણી વાર કરચલાને જોતો એને એના                         રેતીમાં પડેલા પગલા ને  ફોલો કરતા…એણે એના જીવનમાં નાના જીવ માંથી પણ પ્રેરણા લીધી                    અને આગળ વધ્યો.

બટુ- આ કરચલા એટલે શું ?

ગટુ-કરચલા એટલે ક્રેબ સમજી…. જે દરિયા કિનારે જોવા મળે જો આ ક્રેબના પગલાના નિશાન…  હવે                સંભાળ  વચ્ચે  બોલબોલ નહિ કરતી ….

બટુ-બોલીશ સમજ નહિ પડે તો પૂછીશ.

ગટુ​-સંભાળ તને સમજાય તેવી વાત કરું,તારે હોશિયાર થવું છે ને ? અચ્છા હવે પેલી સેન્ડવીચ આપ તો !

બટુ-હા પણ પહેલા મારી વાત સંભાળ …પેલો તારો  ડોગી છે ને એણે મારી ચીઝ સેન્ડવીચ લઇ લીધી જો..                    અણે એને  રેતીમાં નાખી દીધી હવે તને કેવી રીતે આપું ? તારો બડી બહુ ખરાબ છે.

ગટુ-જો કોઈને માટે આવું નહિ કહેવાનું બટુ​… મારો ડોગી મારો ‘બડી’ છે.ખુબ સારો છે. જો કોઈને માટે              અભિપ્રાય  આપતા પહેલા વિચારવાનું…

બટુ-એ ખરાબ છે એણે મારી સેન્ડવીચ ખરાબ કરી ને ! મારો મિત્ર નથી. અને વોટ ઇસ અભિપ્રાય ?                      અભિપ્રાય મીન્સ ..તારા વ્યુ …ઓર વોટ યુ થીંક ફોર સમવન  તું એના માટે શું વિચારે છે ? ચલ તને                  એક  ક્રેબની  વાર્તા કરું છું ,પછી તું સમજી જઈશ……

એક ક્રેબ હતો એક દિવસ એ પોતાની ફૂટ પ્રિન્ટ જોઈ ખુશ થતો હતો એને ફોલો કરી નવી ડીઝાઇન બનાવતો હતો. પણ ત્યાં એક મોટું મોજું આવ્યું અને દરિયાના મોજાએ એની ફૂટ પ્રિન્ટ ના પગલા ભુસાડી નાખ્યા ,ક્રેબને ગુસ્સો આવ્યો, અને દરિયાના મોજા સાથે ઝગડવા માંડ્યો, તે આ શું કર્યું ? મારી ફૂટ પ્રિન્ટની ડીઝાઇન કેમ ભુસાડી નાખી, મને એમ કે તું મારો દોસ્ત છે, ​પણ તું બહુ ખરાબ છે, જા હવે તારી સાથે નહિ બોલું…કિટ્ટા..

બટુ- સારું કર્યું, આવા દોસ્ત શું કામના ?

ગટુ-ના બટુ એવું નહિ બોલવાનું, જરા વિચાર કેમ એમ કર્યું ?

બટુ​-એને જલસી થતી હશે એટલે….

ગટુ-નહિ …સંભાળ દરિયાના મોજા એ કહ્યું કે તારી ફૂટ પ્રિન્ટ જોઈ માછીમાર તને શોધતા આવે છે અને તને        ગોતી  લઇ એનું ભોજન બનાવતે..એટલે મેં તારા પગલા જ ભુસાડી નાખ્યા ,હવે એ લોકો તને નહિ શોધી          શકે….માટે  બટુ કોઈના માટે અભિપ્રાય આપતા પહેલા અથવા અભિપ્રાય બાંધતા પહેલા વિચાર જે..

બટુ- સારું પણ હવે શું ખાશું ,મારી પાસે બીજી સેન્ડવીચ પણ નથી આ તો લુચ્ચો બર્ડી(ડોગી) ખાઈ ગયો                 હશે… ક્યાં ગયો ? અરે એણે તો સેન્ડવીચ ખાધી પણ નથી ,બડી ખાવી ન્હોતી તો કેમ રેતીમાં                       નાખી..?

ગટુ – આ જો સેન્ડવીચ ની અંદર શું છે વાંદો? તે રેતીમાં ડબ્બો રાખ્યો હશે એટલે વાંદો ચડી ગયો અને સાથે              કીડી પણ ….તને બચવવા માટે મારા મારા બડી એ રેતીમાં ફેકી દીધી …જોયું કોઈના માટે                             ખોટા અભિપ્રાય  બાંધવાના નહિ.

બટુ- સારું ચાલ ઘરે મને ભૂખ લાગી છે ….મારી બ્રાઉનીને ભુખ લાગી છે અને હવામાં મારા વાળ ઉડે છે …..ચાલ બડી ઘરે જઈએ ….​

પ્રજ્ઞા દાદભાવાળા

 ​