બાળવાર્તા -અમે પાંચ -ગીતાબેન ભટ્ટ

આ વાર્તા નાના બાળકો માટે લખી છે . Preschool  age kids માટે.બે થી પાંચ વર્ષનાં બાળકોને રસ પડે તે માટે તેમાં લય છે ; ફરી ફરી ને એજ વાક્યોનું પુનરાવર્તન છે ; અને તેમનો રસ જળવાઈ રહે તે માટે oથોડી એક્શન મૂકી છે . એનો કોન્સેપટ – વિચાર – અંગ્રેજી nursery rhymes  “ફિંગર ફેમિલી ” માંથી લીધોહાથની હાથની વચલી ત્રણ આંગળીઓ તે ગટુ, બટુ અને    બકુડી! ✋️અંગુઠો અને ટચલી આંગળી તે પપ્પા – મમ્મી . 🤙વાર્તા વધારે રસમય બનાવવા આંગળીઓ પર આંખ અને સ્માઈલી ફેસ ચીતરી શકાય .

વાર્તા: 

ગટુ ખા ખા કરે ! ( index finger ઉભી  કરો.☝

બટુ ગા ગા કરે ( વચલી આંગળી ઉભી કર✌

 બકુડી  રમ રમ કરે !(  રિંગ ફિંગર  ઉભી  કરો.)✋

ત્રણે જણા ને મમ્મી – પપ્પા 

ખુબ મઝા કરે !   (અંગુઠો અને ટચલી આંગળી)

અરે ભાઈ ખુબ મઝા કરે .👋

ગટુ ખા ખા  કરે!

 બટુ ગા ગા કરે ( વચલી આંગળી ઉભી કર✌બકુડી   રમ રમ કરે !(  રિંગ ફિંગર  ઉભી  કરો.)✋

ત્રણે જણા ને મમ્મી – પપ્પા 

ખુબ મઝા કરે !   (અંગુઠો અને ટચલી આંગળી) અરે ભાઈ ખુબ મઝા કરે .👋

 નિશાળમાં રજાઓ પડી ! 

પપ્પાએ કહ્યું :” છોકરાઓ ! દાદીબાની ઘેર જાઓ !”

મમ્મી એ તો સેન્ડવીચ બનાવી 

પપ્પાએ તો કપ કેક બનાવી ! 

 છોકરાઓ  તો દાદી ઘેર જવા અધીરા થઇ ગયા 

“દાદી ઘેર જઈશું .

ખાશું પીશું રમશું !  

દોડાદોડી  ;પકડાપકડી !ધીંગામસ્તી કરીશું!

મઝા કરીશું , મઝા કરીશું !

ત્યાંતો-

 વુફ વુફ કરતો કૂતરો આવ્યો ! નામ તેનું બડી 

મ્યાઉં મ્યાઉં કરતી મીનડી આવી ! નામ તેનું  બ્રાઉની 

ચીં ચીં કરતી ચકલી આવી!

ને રંગ બે રંગી પતંગિયું આવ્યું !

અને  એ બધાં કહે  :

અમારે પણ દાદી ઘેર જાઉં છે ! 

રમવું છે ! જમવું છે ! દોડાદોડીપકડાપકડી!  ધીંગામસ્તી   કરવી છે !

મઝા કરવી છે ! મઝા કરવી છે !

છોકરાઓ કહે:

 “નો વે ! અમારે શેર નથી કરવું !”

“ગો અવે ! અમારે વહેંચી ને નથી ખાવું ! “

“અમારાં દાદીને ત્યાં તમને નહીં લઇ જઈએ!

ડોન્ટ ફોલો  અમને !”

છોકરાંઓ તો દોડ્યા દાદીને ઘેર !

પણ રસ્તામાં બકુડીના  માથા પરની ટોપી ઉડી ગઈ! છોકરાઓનું ધ્યાન નહોતું પણ એમના મિત્રો કુતરાભાઈ બિલ્લીનેન અને ચકલીબેન અને પતંગિયાએ જોયું . એ ઉપાડીને એ લોકો પણ દાદીબા ઘેર આવ્યાં.

દાદી તો હરખાઈને વાટ જ જોઈ રહ્યાં હતાં !

આવો બાળકો આવો! 

અને પેલાં બધાં મિત્રો , તમે પણ આવો !  

એમણે બકુડીની ટોપી આપી ! થેંક્સ! બકુડીએ કહ્યું. 

પણ ગટુ – બટુ તો હજુ રમવાના મૂડમાં જ હતા 

છોકરાઓ  બોલ્યા:

“દાદી ! અમારે આ સેન્ડવીચ કોઈની સાથે શેર નથી કરવી !”

“આ બધી કપ કેક અમારે એકલા એ જ ખાવી છે !”

રમવું છે ! જમવું છે ! દોડાદોડીપકડાપકડી!  ધીંગામસ્તી   કરવી છે !

મઝા કરવી છે ! મઝા કરવી છે 

અમારે એકલા એકલા જ મઝા કરવી છે ! 

દાદી એ કહ્યું ;

“ભલે , તો એમજ કરીએ !  તમે એકલા એકલા જ મઝા કરો!

ત્યાં તો દાદા પીઝા અને આઈસક્રીમ  લઇ ને આવ્યા. 

” દાદીબા!આ પીઝા અને આઈસ્ક્રીમ  આપણે પેલા મિત્રો સાથે વહેંચીને ખાઈએ તો કેવું ?” દાદાએ કહ્યું .

 ” ભલે! આછોકરાંઓને એકલાં એકલાં સેન્ડવીચ ને કેક ખાવાં દો!” દાદી એ કહ્યું!

ના ! ના! ના! દાદીબા અમારે પણ પીઝા અને આઈસ્ક્રીમ ખાવાં છે!

ના ..  દાદી !અમારે શેર કરવું છે ! 

અમારે વહેંચીને ખાવું છે !

પીઝા ને આઈસ્ક્રીમ પણ ખાવાં છે ! સેન્ડવીચ ને કેક પણ ખાવાં છે!

અમારે બધાં  એ સાથે ભેગા મળીને મઝા કરવીછે ! 

રમવું છે ! જમવું છે ! દોડાદોડી પકડાપકડી!  ધીંગામસ્તી   કરવી છે !

મઝા કરવી છે ! મઝા કરવી છે !

રમવું છે ! જમવું છે ! દોડાદોડી પકડાપકડી!  ધીંગામસ્તી   કરવી છે !

મઝા કરવી છે ! મઝા કરવી છે !

અને ત્યારે દાદીબાએ કહ્યું:

બાળકો ! આપણે શિખામણ લેવાની  છે કે વહેંચી ને ખાવામાં જે મઝા આવે તે એકલાં એકલાં ખાવામાં ને એકલાં એકલાંરમવામાં નથી આવતી .

અને બધાં છોકરાઓ અને તેમના મિત્રો સૌએ ભેગા મળીને દાદી ઘેર મઝા કરી ! 

દાદી ઘેર રમતાંતા , 

    દાદી ઘેર જમતાંતા ! 

ભેગા મળીને  ભેગા મળીને-

દોડાદોડીપકડાપકડી!

ધીંગા મસ્તી    કરતાતાં!

ધીંગા મસ્તી. કરતાતાં!

મઝા પડી ભાઈ મઝા પડી !

ખાધું પીધું ને રાજ કર્યું !

Geeta Bhatt.  

( while listening to the story, singing  along with it, kids start learning Gujarati at early age. They also love to listen to the same story over and over again as they know what would comes next. So go ahead and tell this story to young audience ..)

Sent from my iPhone

Subhash (Sam) Bhatt

2 thoughts on “બાળવાર્તા -અમે પાંચ -ગીતાબેન ભટ્ટ

  1. તમારી વાત સાચી છે ! અમારાં બાળકો માટે આ વાર્તા બનાવી હતી , અને હવે તો જયારે મળવાનું થાય ત્યારે આ વાર્તા તો અચૂક સાંભળે જ ! નવાં નવાં ભોજન : દાળ ભાત બધું જ અમારી વાર્તામાં આવે . ( અત્યારે આ બાળકો૩,૪,૫, વર્ષના થયાં )ને લાગે છે કે ગુજરાતી સાથેનો નાટો સાવ છૂટી નહીં જાય .. Once we start telling the story , it starts the conversation too! I’m a good story teller so my grandkids enjoy listening to my stories..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.