જ્ઞાન સાથે ગમ્મ્ત આપે એવી દાદીમાની વાર્તાઓ હજુ પણ જીવિત છે.મારા બન્ને પૌત્રો શનિવારે એમના મિત્રો સાથે મારી પાસે અચૂક વાર્તા સાંભળે।મુખડું એમની મનપસન્દ વાર્તા ,
એક ગામમા પતિ પત્ની રહેતા હતા ,નદીને કિનારે નાળિયેરના ઝાડ નીચા નાનું ઘર હતું,સાધારણ પરિસ્થિતિ હતી પણ આનંદમા રહેતા હતા,નાળિયેરી પર ઘણા નાળિયેર આવે,પત્ની જોઈ જોઈ ને ખુશ થાય,થોડા સમય માં બાળક આવ્યું,રૂપાળું ગોળ મટોળ તેથી એનું નામ ગટ્ટુ રાખ્યું,દિવસે દિવસે ગટ્ટુ મોટો થતો ગયો,માં બાપ ની છત્ર છાયા મા ખાતો પીતો ચાલતો થઈ ગયો,મને હવે કામ કરવા જવું પડતું હતું ,એટલે માં બાપ જયારે કામ પર જાય ત્યારે ગટ્ટુ નદીકિનારે આખો દિવસ એકલો રમતો,નાનપણથીજ એકલો રમતો અને ફરતો એટલે ખુબજ બહાદુર થતો ગયો ,નદી કિનારે જાળી માં એક નાનું શિયાળ નું બચ્ચું અને વાઘનું બચ્ચું સાથે રમે,એક બીજા સાથે રમતા જોઈ ગટ્ટુ ને પણ એમની સાથે દોસ્તી કરવાનું મન થયું,થોડા સમયમાં ત્રણે પાક્કા દોસ્ત બની ગયા,જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ બધા મોટા થતા ગયા અને દોસ્તી પણ ઘટ થતી ગઈ,નદી પણ દોસ્ત બની ગઈ,ગટ્ટુ નું મોઢું મોટું થતું ગયું,તેથી એના દોસ્તો એને મુખડું કહેતા,એક દિવસ ગટ્ટુ ની માં ગટ્ટુ ને રોટલો ખવડાવતા બોલી ,મને પણ તને સારા કપડાં,સારું ખાવાનું,સારું રહેવાનું,આપવાનું મન થાય છે પણ બાજુના ગામના શેઠે આપણું બધુજ ધન લઈ લીધું તેથી અપને ગરીબ થઈ ગયા,તેજ દિવસથી ગટ્ટુએ નક્કી કર્યું કે હું મારા માં બાપ નું ધન પાછું મેળવીશ,ગટ્ટુ નદી કિનારે વિચાર કરતો હતો એટલામાં શિયાળ અને વાઘ આવ્યા,અને કહે મુખડું ચાલ આપણે રમીયે,પણ મુખડું વિચારમાં હતો બન્ને દોસ્તો એની બાજુમાં બેસી ગયા ,બન્ને દોસ્ત કહે ,મુખડું અમે તારી કોઈ મદદ કરીયે ,મુખડું બન્ને દોસ્ત ની વાત સાંભળીને અંન્દમાં આવી ગયો,દોડતો માં ને કહે ,હું કાલ સવારે બાજુના ગામમાં જઈ ને શેઠ પાસે તમારો હિસાબ માંગીશ,ગટ્ટુ બહાદુર હતો એટલે માને થયું કે મારો ગટ્ટુ જરૂર કઈ કરશે,હોંશે હોંશે ભાથું બાંધી આપ્યું,ગટ્ટુ ભાતું લઈને ચાલતો થયો,શિયાળ અને વાઘ બન્ને પણ નદી કિનારે બેઠા હતા,મુખડું વાઘ ,શિયાળ ને સાથે કેવી રીતે લઈજવા એનો વિચાર કરવા લાગ્યો નદી પણ કેવી રીતે ઓંળગવી એટલામાં વાઘે નદીમાં છલાંગમારી શિયાળે મુખડુને પાછળથી ધક્કો માર્યો ,મુખડું સીધો વાઘની પીઠ પર ,નદીએ પણ વહેણ શાંત કરી દીધું,સામે પાર તો પહોંચી ગયા પણ દોસ્તોને કેવીરીતે ગામમાં લઈ જવા,એટલામાં મુખડુને બગાસુ આવ્યું,બન્ને દોસ્તો ફટ કરતા મોઢામાં ગોઠવાઈ ગયા,મુખડુને હિંમત આવી ,સીધા શેઠ ને ત્યાં પહોંચી ગયા,શેઠ પાસે ધનની માંગણી કરી એટલે શેઠ ને ગુસ્સો આવ્યો,અને મુખડુને જન્ગલી કૂકડાના પીંજરામાં પુરી દીધા,મુખડુ એ મોઢું ખોલ્યું અને શિયાળે તરાપ મારી ,કુકડા પીંજરું તોડી ને ભાગી ગયા,શેઠ ને ખબર પડી કે મુખડું બચી ગયો છે એટલે એને વરુ ના પિંજરામાં પુરી દીધો,ત્યાં તો વાઘ ભાઈ નીકળ્યા અને વરુ પર તરાપ મારી ,વરુ પણ ભાગી ગયા,શેઠને ખુબજ ગુસ્સો આવ્યો,મુખડુને નદી કિનારે ઘાંસ ની ઝૂંપડીમાં બાંધી દીધો અને ઝૂંપડીને આગ લગાડી ,ત્યાં તો નદી ઉછળી ને આગ ઓલવાઈ ગઈ,શેઠે હરિ ને કહ્યું તને એક શરતે ધન આપું,તારા હાથમાં જેટલું માય તેટલુંજ તારે ધન લેવાનું ,જા ભંડારમાંથી લઈ લે ,મુખડું ભંડારમાં ગયો,ધન જોઈ ને આખ પહોળી થઈ ગઈ,એણે તો મોઢા માં જેટલું માય તેટલું ઠાલવી દીધું પછી હાથમાં જેટલું માય તેટલું મૂંગા મોઢે શેઠ ને બતાવી ને નદીને કિનારેદોડી ગયો ત્યાં એના દોસ્ત એની રાહ જોઈ ને ઉભા હતા,વાઘ પર સવાર થઈ ગયો,શિયાળ પણ પાણી માં કૂદ્યો અને ત્રણે જણ નદીના સહારે સામે પાર પહોંચી ગયા,ગટ્ટુ માં ને ઇશારાથી કહે મને ઊંધો લટકાવ ,માં એ ઊંધો લટકાવ્યો ,ખનનખનન કરતું ધન બધું મોઢામાંથી નીકળ્યું,માં બાપ તો ગટ્ટુના પરાક્રમ થી ખુશ થઈ ગયા,આ બાજુ શેઠ ને ખબર પડી કે ધન ઘણું ઓછું થઈ ગયું છે એટલે ચારે બાજુ માણસો મુખડુને પકડવામાટે ગયા પણ મુખડું નો ક્યાંય પત્તો ના લાગ્યો ,
બાળકો આવા બહાદુર થવાનું અને આવા મિત્રો હોવા જોઈએ,ખરા સમયે આપણને મદદ કરે ,ચાલો ત્યારે રજા આપો,
વસુબેન શેઠ
બાળકો આવા જ કલ્પનાના ઘોડા દોડાવે. જનાવરો પણ બાળકોના મિત્રો હોય. બાળકો સાથે વાતો કરે. આ વાર્તા બહુ નાની વયના બાળકો માટે છે. ૯-૧૦ વરસના થાય પછી વધારે વાસ્તવિક વાર્તા કહેવી જોઈએ. ૧૫ વર્ષથી મોટા માટે ઈતિહાસમાંથી પ્રસંગો શોધી વાર્તા બનાવવી જોઇએ.
LikeLike