એકવાર ગટુના ઘરે સાન ડીએગોથી દાદાના ફેન્ડ વિનોદ કાકા આવ્યા એટલે દાદા તો ખુબ એમની સાથે વાતો કરવામાં બીઝી થઇ ગયા. ગટુને ગમ્યું નહિ એ ફરી એકલો થઇ ગયો એને બટુને ફોન કર્યો,બટુ તું વાર્તા સંભાળવા કેમ આવતી નથી ?આવ ને !
ગટુ હું આવીશ પણ… મને ખીજાતો નહિ તારા માટે ખાવાનું શું લાવું ?કઈ પણ લઇ આવ પણ જલ્દી આવ હું બોર થાવ છું ..આ વાત વિનોદ કાકા એ સાંભળી એટલે કહે ચાલો આજે હું તમને વાર્તા કરીશ .. અને ગટુ બટુ વાર્તા સાંભળવા બેસી ગયા… તો છોકરાવ સાંભળો …
રામજી પટેલના ખેતરમાં ધનજી કુંભાર એમના કુટુંબ સાથે રહેતા હતા.તેઓ માટીમાંથી ઈંટો પાડી મકાનનું બાંધકામ કરવા વાળાઓને વેચી કુટુંબનું ગુજરાન ચલાવતા હતા .ઇંટો બનાવવાની માટી અને એમાંથી તૈયાર થયેલ ઈંટોની હેરફેર માટે ગધેડાં એમનાં મુખ્ય વાહનો હતાં .
બતું -વિનોદ અંકલ આ કુંભાર એટલે શું ? અને ગધેડો એટલે શું ? ગુજરાન એટલે ?
વિનોદ કાકા -ગધેડો એટલે ડોન્કી અને કુંભાર એટલે પોટ મેકર..ગુજરાન એટલે livelihood. એમનો job ..વાહનો એટલે વ્હીકલ …ત્યાં ટ્રક ન્હોતીને !એટલે તેઓ ડોન્કી ઉપર સમાન કેરી કરતા ..
ધનજી કુંભારનો એક ગધેડો ઘણો ઘરડો થઇ ગયો હતો. થોડો માંદો પણ રહેતો હતો .ધનજી કુંભાર પણ હવે એની પાસેથી પહેલાં જેવી મજુરી નહોતા કરાવતા. આ માંદલો અને ઘરડો ગધેડો એક વખત ચરતો ચરતો ખેતરના દુરના છેડે એક જુનો કુવો હતો એમાં પડી ગયો.અંદર પડતાંની સાથે જ મદદ માટે હોંચી હોંચી એમ મોટા અવાજે ભૂંકવા માંડ્યો . કુવામાં પડેલા આ ગધેડાનો અવાજ સાંભળી આસપાસના ખેડૂતો ભેગા થઇ ગયા .હવે શું કરવું ,કેમ કરવું એના વિચારમાં સૌ પડી ગયા.
આ…ઓ. ઓં વિનોદ કાકા તમે શું બોલો છો ખબરજ પડતી નથી આ કુવો ,માંદલો.અને વોટ ઇસ હોંચી ..ખેડૂત શું છે .
ગટુ – વચ્ચે વચ્ચે નહી બોલને ચુપ ચાપ સંભાળ ….
વિનોદ કાકા -ન સમજ પડે તો પુછવાનું ગુડ ….માંદલો એટલે બિમાર ,હોંચી હોંચી એટલે braying. અને કુવો એટલે well, અને ખેડૂત એટલે ફારમર ..
કુવાની અંદર પડી ગયેલો ગધેડો ઘરડો અને માંદો હતો. એને બહાર કાઢ્યા પછી પણ એ બહું લાબું જીવે એમ ન હતો.આ સંજોગોમાં ધનજી કુંભારની સંમતિથી બધાએ એવો નિર્ણય લીધો કે આ માંદલા ગધેડા ઉપર માટી નાખી આ જુના કુવાને પૂરી નાખવો કે જેથી ભવિષ્યમાં ફરી બીજું કોઈ એની અંદર પડે નહિ.
માટી ….માટી એટલે અર્થ earth…
ખેડૂતોએ પાવડા વડે કુવાની અંદર માટી નાખી કુવો પૂરવાનું કામ શરુ કરી દીધું.હવે અંદર ગધેડા ઉપર જેવી માટી પડી કે એ માટીના આ અચાનક મારાથી પ્રથમ તો ચોંકી ગયો.ગભરાયો પણ ખરો.સાથે સાથે આ આપત્તિમાંથી બચવા માટેની એની ઇચ્છા પ્રબળ બની ગઈ.ભયથી સતેજ બની ગયેલા એના મગજે એક ઝડપી નિર્ણય લઇ લીઘો.જેવી માટી પીઠ ઊપર પડી કે તરત એ બધું જોર કરીને ચાર પગે ઉભો થઇ ગયો.પીઠ હલાવીને એના ઉપરથી માટી ખંખેરી નાખવા લાગ્યો અને એ માટી ઉપર ઉભો રહી જતો.આ રીતે પગ તળે ભેગી થતી માટી ઉપર પોતાના પગ ટેકાવતો એ ધીમે ધીમે ઉપર આવતો ગયો. થાકને ગણકાર્યા વિના ,હિંમતથી મરણીયો બનીને પોતાની બધી જ તાકાતથી પીઠ ઉપર પડતી માટીને નીચે ખંખેરતો ગયો અને ઉપર ચઢતો ગયો.
મગજ એટલે બ્રેઈન ,પીઠ એટલે બેક, આપત્તિ એટલે ડીફીકલ્ટી,થાક એટલે ટાયર્ડ ,પ્રબળ એટલે સ્ટ્રોંગ
બટુ-પણ વિનોદ કાકા વોટ ઇસ પાવડા ..
હો hoe જેનાથી તમે જમીન સરખી કરોને .
વિનોદ કાકા –વી સી ડોન્કી in zoo only …
હા પણ આ વાર્તા તો અમારા ગામની છે તું ઇન્ડિયા જાય ત્યાં જોજે …
આ પ્રમાણે કરતાં કરતાં જાળા ઝાંખરાથી ઢંકાયેલું એનું માથું છેક કુવાના કાંઠા સુધી બહાર દેખાયું ત્યારે ધનજી કુંભાર અને માટી પૂરી રહેલા અન્ય લોકોના આશ્ચર્યનો પાર ન રહ્યો.બધા આનંદથી ઉત્તેજિત થઈને કિલકારીઓ પાડી ઉઠ્યા અને સાચવીને ગધેડાને કુવાની બહાર ખેંચી લીધો.બહાર જમીન ઉપર પગ મુકતાં જ થાકેલો ગધેડો આરામ કરવા બેસી ગયો.
આ ઘરડા અને માંદલા ગધેડાની હિંમત અને સમયસુચકતા કેટલી સરસ કહેવાય ! જે માટી એને જીવતો દાટી દેવા માટે અંદર નાખવામાં આવતી હતી એ જ માટીથી એણે પોતાની અક્કલ વાપરીને પોતાનો જીવ બચાવી લીધો.આપત્તિ કાળે એણે ઠંડા દિમાગથી કામ લીધું અને આવેલ આપત્તિમાંથી બચી ગયો.બુદ્ધિ કોઈના બાપની છે!
,ધનજી કુંભારના ગધેડાની આ કથામાંથી તમારે બોધ એ લેવાનો છે કે જ્યારે પણ જીવનમાં આપણે મુશ્કેલ સંજોગોના ઊંડા કુવામાં સપડાઈએ ત્યારે મુશ્કેલીઓ રૂપી માટી નીચે દબાઈ જઈને દુખી થવાને બદલે એને આપણી પીઠ ઉપરથી ખંખેરી નાખી એના ઉપર સવાર થઇ ઉપર આવવા અને મુશ્કેલીમાંથી બહાર આવવાનો રસ્તો કાઢવા માટે પોતાની બધી જ હિમ્મત એકઠી કરીને કટીબદ્ધ થવું જોઈએ.જીવનમાં મુશ્કેલીઓથી કદી ગભરાવું ના જોઈએ.કોઈ પણ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં ઠંડા દિમાગથી વિચારવાથી અને પ્રયત્નો ચાલુ રાખવાથી કોઈને કોઈ રસ્તો નીકળી આવે છે અને અંતે આ ગધેડાની જેમ મુશ્કેલીઓના ઊંડા કુવામાંથી સફળતાપૂર્વક બહાર આવી શકાય છે.
વિનોદ કાકા – દુઃખી એટલે sad..અને ખંખેરી એટલે dusting ,…બોધ એટલે લેસન,–મુશ્કેલી આવે તો પણ ડરવાનું નહિ, વિચારીને પગલું ભરવાનું .. ડરે તો હારી જવાય ને ! રસ્તો ગોતવાનો નિરાશ થવાનું નહિ અને માટી ખંખેરી ઉભા થવાનું ….
ગટુ -વિનોદ કાકા Bill Gates,ની જેમ ને …
વિનોદ કાકા -હા બેટા .. ચાલો મારા પ્લેનનો ટાઇમ થયો હવે હું જઈશ
ગટુ ,બટુ વિનોદ કાકા પાછા જરૂર આવજો બીલ ગેટ્સ ની વાર્તા કહેવા
વિનોદ પટેલ , સાન ડીએગો
આભાર પ્રજ્ઞાબેન, મારી બાળ વાર્તામાં બાળકોનો સંવાદ ઉમેરીને એને વધુ રસસ્પદ બનાવવા માટે .
LikeLike
સરસ, બૌધિક ને બધાને ઉપયોગી વાર્તા!
LikeLike
srs.
LikeLike