આ મહિનાનો વિષય પરિચય -બાળવાર્તા-પી.કે.દાવડા

બાળવાર્તા- 

બાળકોમાં સદગુણોના બીજ રોપવાનો ઉત્તમ માર્ગ બાળવાર્તાઓ છે. નાની વયે બાળકને વાંચતો કરવામાં સારી બાળવાર્તાઓ ખૂબ મદદરૂપ થાય છે.

બાળકોનું એક આગવું વ્યક્તિત્વ છે. બાળવાર્તાના લેખકે આ પાયાની વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. આના માટેનો એક સહેલો રસ્તો એ છે એ લેખકે એના બાળપણને યાદ કરવું જોઈએ. એને શું ગમતું હતું? એ શું કરતો હતો? એને એના માતા-પિતા અને શિક્ષકો કેવી વાર્તાઓ સંભળવતા હતા? યાદ છે એ બકરો અને બકરી કેવા બકોર પટેલ અને શકરી પટલાણી બનીને તમને મજા કરાવતા હતા? યાદ છે એ છકો મકો, મિંયા ફૂસકી અને તભા ભટ્ટ?

બાળકો રમકડાં જોડે વાતો કરે એ સ્વભાવિક ઘટના છે. એને ટોકવાની જરૂર નથી. નાનકડી છોકરી એની ઢીંગલીની મમ્મી બનીને એની સાથે વાતો કરે છે, એ રીતે કુદરત એને ભવિષ્ય માટે તૈયાર કરે છે. બાળકોના રમકડાંમાં પશુ-પક્ષીઓ પણ હોવાના. એમનો ઘોડો પવનની પાંખો લગાડી ઉડવાનો. એમના હાથી અને રીંછ અંદર અંદર વાતચિત કરવાના. એટલે બાલવાર્તાઓમાં જનાવરો પણ બોલે એમાં કશું ખોટું નથી.

બાલવાર્તાઓમાં તોફાની અને લુચ્ચા પાત્રને સજા થાય અને ડાહ્યા અને સાચાબોલા પાત્રને ઈનામ મળે એ જરૂરી છે. એનાથી બાળકના ચારિત્ર્યનું ઘડતર થાય છે. બાલવાર્તાઓમાં હિંસ્સાની વાતોને સ્થાન નથી.

બાલવાર્તાઓ માટે વિષય ઘણાં હોઈ શકે. રામાયણ-મહાભારતના પ્રસંગો, ઈતિહાસના પ્રસંગો, રાષ્ટ્રીય કક્ષાના આગેવાનોના જીવનમાંથી પ્રસંગો વગેરે બાળકોને સમજાય એવી ભાષામાં લખી શકાય.

નાના બાળકોને પરીકથાઓ ખૂબ ગમે છે. પરી એમને દૂર દૂરના પ્રદેશો જોવા લઈ જાય છે, એમને ગમતા રમકડાં આપે છે અને એમને અનેક રીતે આનંદ કરાવે છે.

બાળવાર્તા બાળકોને ભાષાનુ શિક્ષણ આપવાનો એક ઉપાય છે. વાર્તામાં નવા નવા શબ્દો ઉમેરવાથી બાળકોના શબ્દકોષમાં વધારો થાય છે. શબ્દો સાદા અને સરળ હોવા જરૂરી છે. વધારે પડતા સંસ્કૃત અને જોડાક્ષરોવાળા શબ્દોથી દૂર રહેવું જરૂરી છે.

બાળવાર્તાઓમાં આજન વાતાવરણને સહેલાઈથી વણી શકાય છે. પર્યાવરણની રક્ષા, ધર્મને નામે ઝગડા ન કરવાની શીખામણ, રસ્તામાં કેવી રીતે ચાલવું, મિત્રોને શક્ય એટલી મદદ કરવી, વગેરે વાતોને બાળવાર્તામાં વણી શકાય.

મોટાઓ માટે વાર્તા લખવા કરતાં બાળવાર્તા લખવાનું કામ અઘરૂં છે. પૂરતી જવાબદારીના અહેસાસ વગર લખાયલી બાળવાર્તા ફાયદા કરતાં વધારે નુકશાન કરવાની શક્યતા છે. વાર્તા એવી હોવી જોઈએ કે જે તમે તમારા બાળકોને કહી શકો.

-પી. કે. દાવડા

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in બાળવાર્તા and tagged , , , , , . Bookmark the permalink.

2 Responses to આ મહિનાનો વિષય પરિચય -બાળવાર્તા-પી.કે.દાવડા

  1. મોટાઓએ બાળ વાર્તા લખવા માટે મનથી નાના બાળક બની જવું જરૂરી ગણાય.તો જ બાળવાર્તા નિખરે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s