કેલિફોર્નિયા મીલ્પીટાસ, ઇન્ડિયા કમ્યૂનિટિ સેન્ટર ખાતે “બેઠક”માં તારીખ ૨૭મી મે 2017ના એક અનોખી
“મનની મહેફિલ” ગુજરાતી ભાષાની “બેઠક”મા પ્રેક્ષકે માણી.
“બેઠક” મા શરૂઆત મનીષાબેન પંડ્યા તરફથી આવેલ ભોજનથી કરી. કોઈ એ કહ્યું છે ને અન્ન ભેગા ત્યાં મન ભેગા બસ અને લોકો સાત્વિક ગુજરાતી ભોજન સાથે ગુજરાતી પણાનો આનંદ લેતા “બેઠક”માં ગોઠવાયા. શોભિતભાઈની હાજરી થતા’બેઠક’માં કલ્પનાબેને પ્રાર્થના શરુ કરી અને શોભિતભાઈની લખેલ પ્રાર્થના રજૂ કરી બેઠકનો દોર શરુ થયો ત્યારે બાદ પ્રજ્ઞાબેને સૌને ‘બેઠક’નો પરિચય આપતા ગઝલ સાથે સૌને આવકાર્યા.“પુસ્તક પરબ”ના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યાને મંચ પર સંબોધન કરવા આમંત્રણ આપતા પ્રજ્ઞાબેને જણાવ્યું કે અખિલ ભારતીય સાહિત્ય પરિષદની ગુજરાત શાખાના અધ્યક્ષ પદે “પુસ્તક પરબ”ના પ્રણેતા શિક્ષણવિદ્દ ડૉ. પ્રતાપભાઈ પંડ્યા અને જાણીતા સાહિત્યકાર ડૉ. બળવંતભાઈ જાનીની પ્રભારી તરીકે વરણી કરવામાં આવી છે.જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.અને માટે આજે સમાજના અગ્રણી શ્રી સુરેશભાઈ પટેલ પ્રતાપભાઈ પંડ્યાનું ખેસ ઓઢાડી સ્ન્મ્માન કરશે.સુરેશભાઈ પટેલે પ્રતાપભાઇને અભિનંદન આપતા ખેસ પહેરાવી ભેટી નવાજ્યા.અને જાગૃતિબેને ફૂલોનો ગુલદસ્તો આપી આભિનંદન આપ્યા. ડૉ.પ્રતાપભાઈએ ‘બેઠક’ને સંબોધન કરતા કયું બધાના સાથ સહકારથી જ આ કાર્ય થાય છે. આપણે સૌ સાથે મળી વધુ કાર્ય કરશું.
ત્યાર બાદ શ્રી શોભીભાઈ હસ્તક સપનાબેન વિજાપુરા ના પુસ્તકનું વિમોચન થયું સપનાબેનનો અને તેમના પુસ્તકનો પરિચય જયશ્રીબેને આપતા કહ્યું કે સપનાબેન હવે બેઠકના લેખિકા છે. ગઝલમાં કલમને કેળવી છે. પણ એક નોખા જ વિષય સાથે આ પુસ્તકમાં વાર્તાઓ લખી ગદ્ય પરીસ્યું છે તો સપનાબેને આભારની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે શોભિતભાઈ મારા પ્રિય સર્જક છે એમના હાથે મારા પુસ્તકનું વિમોચન થયું તે ખરેખર મારા માટે ખુબ અમુલ્ય છે. ‘બેઠક’જેટલા જ પ્રતાપભાઈ મારું બળ છે અને મને સતત પ્રેરણા આપે છે.
શોભિતભાઈ મંચ પર આવ્યા તે પહેલા ખ્યાતી બ્રમ્ભટ્ટએ એમની એક ગઝલ ની રજૂઆત કરી એમની કલમનો પરિચય આપ્યો તો શિવાની દેસાઈએ વિગતવાર ગઝલ સાથે એમનો પરિચય આપી ‘બેઠક’ના પ્રેક્ષકોને શોભિતભાઈ સાથે જોડી દીધા.પ્રેક્ષકો જેની રાહ જોતા હતા તેનો અંત આવ્યો શોભિતભાઈ એ મંચ સંભાળ્યો. અને પછી સતત કોઈ પણ ડોળ કે આડંબર વગર એમણે સહજ રજૂઆત કરતા ગયા કરતા ગયા અને લોકો ક્યારેક તાળીઓ તો ક્યારેક વાહ વાહ કહી દાદ દેતા,પણ શોભિતભાઈ ક્યાં તાળીઓ સંભાળતા હતા? એ તો બસ વહેતા જળની જેમ અટક્યા વગર બસ ગઝલનું એક અનોખું માહોલ ઉભું કરી જાણે શબ્દોમાં પોતાને જ શોધતા હતા.ભાવક ચાહક અને પાઠક ત્રણે મહેફિલમાં હાજર હતા. વિસ્મય અને આનંદ બંને બેઠકમાં છલકાતા હતા.
એક કલાક ઉપર સતત બોલ્યા પછી એક બ્રેક લીધો ત્યારે આણલ અંજારિયાએ એમની સ્વરબદ્ધ ગઝલની સુંદર રજૂઆત કરી.લોકો એ તાળીઓથી એમને વધાવી.શબ્દો ને જયારે શૂર મળે છે ત્યારે તે શબ્દો જીવંત થાય છે.મહેશભાઈ રાવલે એ પણ પોતાની રજૂઆત કરી ત્યાં સુધી શોભિતભાઈ ચાર્જ થઇ ફરી મંચ પર ગોઠવાઈ ગયા.ફરી ‘બેઠક’નો એક નવો દોર શરુ થયો.નવા વાતાવરણમાં મરીઝ, કૈલાસથી લઈને ગાલિબ જાણે હાજર થઇ ગયા શોભિતભાઈએ અર્પણ કરેલી ગઝલે એમની યાદ તાજી કરાવી.આખી રજુઆતમાં મસ્તી બે હાથ ઉપર કરી ક્યારેક આકાશ તરફ તો ક્યારેક આપણી તરફ જોઈ વાત કરતા હોય. તો વળી ક્યારેક અચાનક ગઝલ યાદ આવી ગઈ હોય તેવા હાવભાવ સાથે બોલે આહાહા આ સાંભળો…,ક્યારેક અંદર છુપાયેલો કલાકાર ડોક્યું કરતો બહાર આવે અને સ્મિત કરી ગઝલ એવી તો બોલે કે એનો અર્થ શીરાની જેમ સોસરવો ઉતરી જાય. અને ક્યારેક તો કહેતા
શોભિત ..
ઘડાયેલા નિયમને હું અનુસરવા નથી આવ્યો
કોઈની પણ અહી ખાલી જગ્યા ભરવા નથી આવ્યો …..
જવા કોઈ તૈયાર ન હતું પણ ગયા ત્યારે લોકો તો ખોબો ભરીને ઘણું લઈને ગયા. તેમની અર્થ સભર સરળ ગઝલે લોકોનું અને નવા સર્જકોનું દિલ જીતી લીધું.જમવાના જેટલોજ સંતોષ શોભિતભાઈને પ્રત્યક્ષ સાંભળ્યાનો પ્રેક્ષકોમાં વર્તાતો હતો.અંતમાં ‘બેઠક’ની પ્રણાલિકા પ્રમાણે શોભિતભાઈને એક સ્મુતિચિન્હ “પુસ્તક પરબ” પરિવાર તરફથી આપી તેમના સાહિત્યમાં યોગદાનને પ્રતાપભાઈ પરિવારે નવાજ્યા.તો જાગૃતિબેને ‘બેઠક’તરફથી ખેસ પહેરાવી શોભિતભાઈને પ્રેમથી સંન્માનયા.
સૌનો આભાર વ્યક્ત કરતા રાજેશભાઈએ કહ્યું સૌ સાથે મળી કામ કરીએ છીએ તેનો આનંદ છે તેમ છતાં આભાર વ્યક્ત કરવો જરૂરી છે. એક વાત ખુબ સરસ કરી રાજેશભાઈએ કે ગઝલકાર જયારે ગઝલ ગાય છે, ત્યારે વરસી જાય છે અને ન બોલે ત્યારે લોકો તરસી જાય. અને આ વાત સાથે સૌ સંમંત થઇ શોભિતભાઈભાઈના કાવ્ય સંગહ વાગોળવા હોશે ઘરે લઇ ગયા. ગુજરાતી ભાષા કે સંસ્કૃતિ કેટલી ટકશે તેની લોકો ચિંતા કરતા હોય ત્યારે આવી ‘બેઠકો’ ભાષાને જીવંત રાખતી હોય છે.એ વાત શોભિતભાઈ એ નિહાળી અને કહ્યું અમને પણ તમારા જેવા જ પ્રેક્ષકો અને વાચકો લખવાની વધુ પ્રેરણા આપે છે.તમે અહી ભાષાનું જતન કરો છો.આ બેઠક માત્ર બેઠક નહિ અર્થ સભર એક યાદગાર ગઝલ બની રહી.
શોભિતભાઈએ પ્રજ્ઞાબેનને અને દીપકભાઈને તેમના એકએક સુંદર પુસ્તક ભેટ આપી સાહિત્યના કામ કરવાની પ્રેરણા આપી.
આપ સહુને “આદિલના શેરોનો આનંદ” પુસ્તક વાંચવાની ખાસ વિનંતી કરું છું. પુસ્તક http://www.createspace.com/3823518 પર મળે છે. CreateSpace.com Amazon.comની કંપની છે.
પુસ્તક ખરીદો, આદિલના શેરોનો આનંદ માણો, અને ઓછામાં ઓછા દસ ગુજરાતીઓને પુસ્તક વંચાવી પૈસા વસૂલ કરો! (અલબત્ત, વળતર પૈસામાં નહીં પણ આત્મસંતોષથી મળશે જેની કિંમત પૈસામાં ન આંકી શકાય!)
ગઝલપ્રેમી,
ગિરીશ પરીખ
તા.ક. શોભીતભાઈને આ લખનારે શિકાગો લેન્ડમાં અશરફના કાર્યક્રમોમાં મન ભરીને માણ્યા છે, અને અશરફના કાર્ય્ક્રમોના કેટલાક અહેવાલો પણ “સંદેશ”માં પ્રગટ કર્યા છે.
Reblogged this on સહિયારું સર્જન – ગદ્ય.
LikeLike
khub srs mhefil jami.aheval rgin ane vigtpurn che. hajr n rhevayu pn fulni sugdh ane gazlno kef shbdoma manyo.
LikeLike
વાંચતા જ રસ તરબોળ થઈ જવાય તો ત્યાં હાજર શ્રોતા માટે
તો કેવી અનોખી અનોખી અનુભૂતિ રહીએ હશે ?
LikeLike
આપ સહુને “આદિલના શેરોનો આનંદ” પુસ્તક વાંચવાની ખાસ વિનંતી કરું છું. પુસ્તક
http://www.createspace.com/3823518 પર મળે છે. CreateSpace.com Amazon.comની કંપની છે.
પુસ્તક ખરીદો, આદિલના શેરોનો આનંદ માણો, અને ઓછામાં ઓછા દસ ગુજરાતીઓને પુસ્તક વંચાવી પૈસા વસૂલ કરો! (અલબત્ત, વળતર પૈસામાં નહીં પણ આત્મસંતોષથી મળશે જેની કિંમત પૈસામાં ન આંકી શકાય!)
ગઝલપ્રેમી,
ગિરીશ પરીખ
તા.ક. શોભીતભાઈને આ લખનારે શિકાગો લેન્ડમાં અશરફના કાર્યક્રમોમાં મન ભરીને માણ્યા છે, અને અશરફના કાર્ય્ક્રમોના કેટલાક અહેવાલો પણ “સંદેશ”માં પ્રગટ કર્યા છે.
LikeLike