બેઠકનો અહેવાલ -૪/૨૮/2017-“ચાલો લહાણ કરીએ”

કેલિફોર્નિયા મીલ્પીટાસ, ઇન્ડિયા કમ્યૂનિટિ સેન્ટર ખાતે “બેઠક”માં તારીખ ૨૮મી એપ્રીલ ૨૦૧૭ના એક અનોખી “લહાણી” થઇ. પોતાને ગમતું ગીત અથવા પંક્તિ અર્થ સભર સહુને વેચી ગુજરાતી ભાષાની “બેઠક”મા સર્જકે પ્રેક્ષક સાથે વાંચન, ચિંતન અને સાથે મનનની લહાણી કરી.

 

“બેઠક”ના આયોજક પ્રજ્ઞાબેન દાદભાવાળાએ બધાને  આવકારતા ‘બેઠક’ની શરૂઆત  કરી. કલ્પનાબેનની સુંદર પ્રાર્થનાથી બેઠકમાં સરસ્વતી દેવીનું  જાણે આવાહન થયું. ત્યારે બાદ કલ્પનાબેને ફિલિંગમાં આવેલ પ્રજ્ઞાબેનના સમાચારને  બધા સાથે વહેચ્યા.પ્રજ્ઞાબેને કહ્યું કે “બેઠક” સાહિત્યની લહાણી સાથે પરિવાર ભર્યું વાતાવરણ રાખે છે. જેની અનુભૂતિ આજે મને કલ્પનાબેને કરાવી છે. અને આપણને સૌને આઅનુભવ થાય છે.પ્રતાપભાઈ પંડ્યાને યાદ કરતા કહ્યું એમણે જ મને ફિલિંગ મેગેઝીન ની નકલ મોકલી, સાચું કહ્યું છાપાની પ્રસિદ્ધિ કોને ન ગમે ?પણ આપ બધાનો સાથ અને  વડીલોના આશિર્વાદ જ મારા યજ્ઞ ને બળ આપશે. સાથે પ્રદીપભાઈ ત્રિવેદી નો ખાસ આભાર માનતા કલ્પનાને કહ્યું ફિલિંગ મેગેઝીનમાં “બેઠક” ના કાર્યને  અને તેના આયોજક પ્રજ્ઞાબેનને  રજૂ કરવાનો તેમનો આ પ્રયત્ન પ્રશંસનીય છે.

વિષય હતો “ચાલો લહાણ કરીએ”. પ્રજ્ઞાબેને વિષયની વાત કરતા કહ્યું.  વિષય સરળ હતો,પોતાને ગમતી પંક્તિ  કે ગીત  વિષે લખવું ,કેમ ગમે છે  ,શું કામ ગમે છે? અથવા આ ગીતમાં એવું કયું નોખું તત્વ તમને આકર્ષી ગયું તે લખવું અને બીજા સાથે વહેચી લહાણ કરવી. વાંચવું,વિચારવું,વાગોળવું જરૂરી છે પણ સાથે લખીને બીજાને વાંચન કરતા કરવા અને નવી દ્રષ્ટિથી  કે લેખની દ્રષ્ટિ સાથે લેખકનો પરિચય રજૂ કરી લહાણ કરવું એ પણ ભાષાને સાચવવાનો “બેઠક”નો એક નોખો પ્રયત્ન જ છે.લખવું એટલે બહોળું વાંચન,પુષ્કળ ચિંતન અને સાથે મનન…બધું આ વિષયમાં જાણે વણાઈ ગયું.હજી પણ આ વિષય પર કોઈને લખવાનું મન થાય તો મોકલી શકે છે.મૂળ શબ્દો નું સાતત્ય અને પવિત્રતા સચવાય  ખુબ જરૂરી છે.વાચક જ વિવેચક બને છે.હવે પછીની આવનારી પેઢીને ઉમાશંકર કે લોક ગીત વાંચતા આવડશે કે નહિ તેની ખબર નથી પરંતુ તમારા ભાવાર્થ કદાચ એમને ગુજરાતી ભાષા વાંચવા આકર્ષે  તો નવાઈ ન પામતા.આપણી ભાષા કદાચ વિલીન થઇ જાય ત્યારે આ અર્થ સભર લખાણ કામ આવી શકે એમાં કોઈ શક નથી.તમારા વિચારો બીજાને સ્પર્શી જશે તો વિચાર કરતા જરૂર કરશે.

ત્યાર બાદ  દાવડા સાહેબે નિબંધ કેમ લખવા ? તે વિષે સમજાવતા વાત કરી કે નિબંધ લખતા પહેલા વિષયના મૂળ સુધી જવું જરૂરી છે એ વાત મહાભારતનો દાખલો આપી સરસ સમજાવી.તો મહેન્દ્રભાઈ એ પુસ્તકોની જાણે લહાણી કરી ગમતા પુસ્તકો વિષે વાત કરી વાંચન માટે પ્રેર્યા. દર્શનાબેન વરિયાએ કહ્યું કે ઘણી વાર કોઈ પંક્તિ જાણે આપણે માટે જ રચાય હોય તેવું મહેસુસ થાય છે અને અનિલભાઈ ચાવડાની સુંદર કવિતા નો ભાવાર્થ પોતાના જીવનનો પ્રસંગ ટાંકી રજૂ કર્યો. તો જીગીશાબેને પોતાને અને સૌને ગમતું ગીત એટલે સાંવરિયો રે મારો  સાંવરિયો સરળ ભાવાર્થ માં સમજાવી પ્રેમનું વાતાવરણ ઉભું કર્યું. રાજેશ્ભાઈ એ “મન ભરીને જીવો, મન માં ભરીને નહીં” એ એક પંક્તિ ઉપર જીવનની ફિલસુફી જાણે પીરસી દીધી. તો સપનાબેન વિજાપુરાએ પોતાની રજૂઆત કરતા પહેલા કહ્યું “બેઠક”નું વાતાવરણ મને ખુબ ગમે છે હું અહી શિકાગોથી આવી પણ બેઠકે મને બે હાથ ખુલ્લા કરી આવકારી છે. અને એમણે ઝવેરચંદ મેઘાણીને જાણે બેઠકમાં જીવંત કર્યા  તું કોઈ ના સહારે ના રહે ..પછી તું જ  આગળ વધે ને ઘડિયાળ ના કાંટા પણ પાછા પડે” કવિની આ પંક્તિએ જાણે બધાને લખવાનું પ્રોત્સાહન આપ્યું.  તો ધનંજય ભાઈએ પણ બે પંક્તિ ટાંકી સરસ વાત કહી.

છેલ્લે પ્રજ્ઞાબેને તેમની રજૂઆત એક ગમતા ગરબો – એક લોકગીત  દ્વારા કરી “એકવાર વાર મારવાડ જાજો રે, હો, મારવાડા !” અને કહ્યું  મને આ ખુબ ગમતું ગીત છે. લોકગીત  એ સાહિત્યનું આગવું અંગ છે. જે ગીતો લોકોમાં કર્ણોપકર્ણ પ્રસિદ્ધ થયેલાં છે. મને  કે તમને આના રચયીતાના નામ  આજે પણ ખબર નથી છતાં સૌના હૃદયમાં વસેલા છે.પહેલા લોકો કવિતા લખતા ગીતો લખતા પણ જગ જાહેર થવા માટે નહિ એક નિર્દોષ આનંદ હતો ,પેઢી દર પેઢી માત્ર  સહજ આગળ વધતા ક્યારેક પંક્તિઓ પણ ઉમેરાતી, તે વખતે ક્યાં હતા  ફેસબુક  અને મિડિયા ? છતાં ગીતો સદાય જીવંત રહ્યા છે. આપ પણ વાંચન અને સર્જન તમારા માટે જ કરજો  સ્વને આનંદ આપવો એ ધ્યેય સાથે લખજો. જે પોતે આનંદ મેળવે એ જ બીજાને આનંદ આપી શકે.

આપણા વિષયનો આ જ  ગર્ભિત અર્થ છે  તમે   સ્વયં પહેલા માણો અને પછી બીજાને લહાણ કરો.આજ કાલ sharing નો જમાનો છે ને! બસ આજ તો છે “ચાલો લહાણ કરીએ “.

અંતમાં અમે સહુ એ સાથે મળી પરિવારની જેમ  મળી અનેક વાનગી ખાધી  અને લટકામાં મહેન્દ્રભાઈના આઈસ્ક્રીમે જાણે અન્નકૂટ પૂરો કર્યો. હવે  તમે જ કહો આભાર માનવાની કે અમે ખુબ મજા કરી તે કહેવાની જરૂર  ખરી ?

 બેઠકના આયોજક: પ્રજ્ઞા દાદભાવાળા

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, અહેવાલ, પ્રજ્ઞા દાદભાવાળા and tagged , , , , , , . Bookmark the permalink.

2 Responses to બેઠકનો અહેવાલ -૪/૨૮/2017-“ચાલો લહાણ કરીએ”

 1. Rajul Kaushik કહે છે:

  I always miss these wonderful evenings but
  all these interesting updates gives me happiness of
  being with you all.

  Like

 2. tarulata કહે છે:

  vah ,srs bethl jami.soone abhinndn.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s