વાંચવું,વિચારવું,વાગોળવુંજોઈએ….!!!

પુસ્તકો વસાવવા એ જિંદગીનું
સારા માં સારું Investment છે
વાંચવું અને વંચાવવું એ જિંદગીનું
સારામાં સારું Supplement છે
વાંચવું ને ઉતારવું એ જિંદગીનું
સારામાં સારું Achievement છે
મનોમંથન કરવું એ જિંદગીનું
સારામાં સારું Involvement છે
પુસ્તક-મૈત્રી કરવી એ જિંદગીનું
સારામાં સારું Development છે

ગમે તે જ લખવું એ જિંદગીનું
સારામાં સારું Commitment છે

લખવું એટલે બહોળું વાંચન,પુષ્કળ ચિંતન અને સાથે મનન….મને આ વિષય પર લખવાનું મન થયું કારણ છેલ્લા ૧૦ દિવસથી હું ગુજરાત ના અલગ અલગ

૪૪ લેખક,કવિ અને પત્રકાર ને વાંચી ને થોડું સમજવા પ્રયત્ન કરી રહી છું…આવા વિષય પર લખવું તે નાના મોઢે મોટી વાત કરવા જેવું છે.પણ ઓ’હેનરી ના શબ્દો એ જાણે લખવા માટે ધક્કો માર્યો, ”જે ગમે તે જ લખો. બીજા કોઈ નિયમ નથી,કોઈબંધન નથી.” આમ તો ખુબ જ કપરું કામ છે. મારા મતે કોઈક ને કંઈકરૂબરૂ માં કહેવું હોય તો જીભ ઘણી વાર થોથવાઈ જાય કારણ સામે વાળા શું વિચારશે ? આવા તો ઘણા એક સામટા પ્રશ્નો ઉઠતા હોય છે અંદરથી .એટલે જ મને લખવું ગમે છે.લખવું એ મૌન સાથે નો સંઘર્ષ છે.એક વાર જો કલ્પના ના અશ્વ પર સવાર થઇ ને મન ને મોકળું રાખીશું તો’ કી બોર્ડ ‘ પર શબ્દો ના જાદુ થી આંગળીઓ તેની કમાલ દેખાડી જ દેશે.પછી તે ગદ્ય હોય કે પદ્ય,લઘુ વાર્તા હોય કે નવલ-કથા,કવિતા હોય કે ગઝલ,સોનેટ હોય કે હાઇકુ,હાસ્યલેખ કે કટાર હોય…આદિ..કોઈ પણ સર્જનાત્મક લખાણ માં ઓછા માં ઓછા સરળ શબ્દો માં પણ વીજ ચમકારોઅનુભવાય,શબ્દો નું સાતત્ય અને પવિત્રતા સચવાય તો ચોક્કસ ઓછામાં ઓછા ૨૦% લોકોના હૃદય માં તો સ્થાન બનાવી જ શકીએ.બાકી તો સમય મોટો વિવેચક છે જ.

આજથી થોડા વર્ષો પહેલા ”પત્ર-લેખન” કળા વિકસિતહતી,જયારે ટેલીફોન નો ઉપયોગ અગત્ય ના કામ મતે જ થતો. તે સમય માં લખવાની ટેવ

હાલ ના સમય કરતા વધારે જ હશે.એક પોસ્ટ-કાર્ડ કે આંતર્દેશી પત્ર જોઇને રોમાંચિત થઇ જતા.આજે એક જ વાત કહેવાની છે ”હવે આવનારી નવી પેઢી ને વાંચતા આવડતું હશે,પણ લખતા નહિ આવડે. શક્ય છે લેખન-કળા કદાચ વિલીન થઇ જાય.”

” મરોડદાર અને કલાત્મક અક્ષરો હતી આપણી ઓળખાણ,

નથી લાગતું ‘કી બોર્ડ’આ ઓળખ ગુમાવી દેશે…?”

આપણાં પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે ‘ગુજરાત ના નાથ’ અને રાજકારણ ના ‘મહારથી’ છે.તેઓ કવિ છે,વાર્તાકાર છે,ચરિત્રકાર પણ છે. લેખન પળનું પ્રાગટ્ય તેમના જ શબ્દો માં…

કલ્પનાના અશ્વ પર શબ્દ નો અસબાબ સર્જક માટે સવારીની ખુમારી લઈને આવે છે. મન મેદાન ની મોકળાશ ફૃતિ ને કાગળ પર થનગનતું રૂપ આપીજાય ત્યારે રચના આકાર લેતી હોય છે.ક્રીએશન માટે તો શૂન્યાવકાશ જોઈએ.આખુને આખું આકાશ રૂપ-રંગ વગરનું આકાશ આપણી ભીતર સમાઈ ગયું હોય-ઉઘાડી આંખ..પણ બહાર નહિ, અંદર હોય…શબ્દ ની શોધ નહિ,અક્ષરો નો મેળાવડો નહિ-હૃદય રડતું હોય-તીવ્રતા સ્પર્શતી હોય-જેમ સાગરના મોજાની ખારાશ જીભને કે આંખને અડકે તો ચીસ પડાવી દે: પણ નજર હૈયાને સ્પર્શે તો..? ભાવસાગર અંદર જ સમાઈજાય…શબ્દોની નાવ હલેસા વગર હિલોળા લેવા માંડે…..!!! [શ્રીનરેન્દ્ર.મોદી.]

ક્યારેક ચિત્તની પ્રસન્નતા કંઈક લખાવે છે,તો ક્યારેક પીડાના પડછાયે કશુક લખી રહે છે.સંવેદન ગમે તે સમયે અને ગમે તે સ્થળેશબ્દરૂપ પામે છે.કોઈ સુવિધાપૂર્ણ નર્સિગહોમ માં જ કવિતા નો પ્રસવ થાય તે જરૂરી નથી.સમય પાકતા કવિતા કોઈ પણ સ્થળે અવતરે છે.કવિએ તેને વ્હાલપૂર્વકવધાવવાની તૈયારી રાખવી પડે…..!!! [શ્રી નીતિન.વડગામા ]

લેખક બનવા માટે પહેલા માણસ બનવું જોઈએ,ઈશ્વરદત્ત આશીર્વાદ મેળવવા જોઈએ.સંવેદનાને જાગૃત રાખવી જોઈએ.ખુબ વાંચવું,વિચારવું,વાગોળવુંજોઈએ….!!! [શ્રી પ્રવીણ.સોલંકી.]

”આ મારી પાસે શસ્ત્રો છે જે શબ્દ નામ નું

છે શબ્દ ચક્ર કૃષ્ણનું બાણ રામ નું …”

[ અમૃત ધાયલ.]

” શબ્દ જયારે પણ સમજણો થાય છે

અર્થ ત્યારે કંકુવરણો થાય છે….”

[‘ધૂની’ માંડલિયા.]

બસ હૃદય માં આગ ધધકતી હોય ત્યારે જ કલમ પકડી લેવી.લખવાનું મુલતવી રાખવું ઈસ્ત્રી ઠંડી પડી ગયા પછી કપડા પ્રેસ કરવા જેવું છે. સર્જકતાને કદાચ અવગણી શકાય પણ બહાર આવતી રોકી ન શકાય.સ્વપ્ન જુદું હશે,ભાષા જુદી હશે,વિચારો જુદા હશે,સાધનો જુદા હશે પણ સર્જકતા તો એવી ને એવી જરહેશે…અકળ…અદીઠ.

નીતા શાહ

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in Uncategorized and tagged . Bookmark the permalink.

One Response to વાંચવું,વિચારવું,વાગોળવુંજોઈએ….!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s