ચાલો લ્હાણ કરીએ – (10)લ્હાણી- ‘ કલ હો ના હો ‘-હેમા પટેલ

કરણ જોહરની એક ખુબજ સરસ ફિલ્મ ‘કલ હો ના હો’ નુ એક અતિ સુંદર ગીત જે જાવેદ અખ્તરે લખ્યુ છે, સોનુ નિગમના સુરીલા સ્વરમાં ગવાયુ છે. જે આપણા હ્રદયને સ્પર્ષી જાય છે. ગીતના શબ્દોમાં સુખી જીવનનો સંદેશ છુપાયેલો છે.

हर घडी बदल रही है रूप जींदगी, छांव है कभी, कभी है घुप जींदगी

हर पल यहां जी भर जीयो, जो है समा,  कल हो ना हो

चाहे जो तुम्हे पुरे दिलसे,  मिलता है वो मुश्कीलसे

चाहे जो कोई कही है, बस वोही सबसे हसी है

उस हाथ को तुम थाम लो, वो महेरबां कल हो ना हो

पलकोके लेके साये पास कोई जो आए

लाख संभालो पागल दिलको, दिल घडकते जाए

पर सोच लो ईस पल है जो, वो दास्ता कल हो ना हो.

આ ફિલ્મનો હીરો શારૂખખાનને કેન્સરની બિમારી છે, તે જાણે છે તેની પાસે હવે બહુ સમય નથી છતાં પણ તેનુ દર્દ છુપાવીને હસતાં હસતાં જીંદગી જીવે છે.પોતે ખુશ રહે છે અને બીજાના જીવનમાં ખુશી લાવવાનો પ્રયત્ન કરે છે.તેની પાસે જેટલો પણ સમય છે તે બીજાને ખુશ કરીને પોતે ખુશ રહેવા માગે છે.શરીરની યાતનાઓ સાથે જિંદાદીલ રહેવુ  કઠીન કામ છે, પરંતુ નામુમકીન પણ નથી.

આપણી જીંદગીમાં હરેક ક્ષણ તેનુ રૂપ બદલે છે, કોઈ વખત સુખ તો ક્યારેક દુખ, જીવનમાં સુખ દુખ, તડકા અને છાંયડાની જેમ દરેકની જીંદગીમાં આવ્યા કરે, કોઈની પણ જીંદગીમાં સમય એક સરખો નથી રહેતો.ચડતી, પડતી, સુખ,દુખ એમ સમયનુ ચક્ર ફરતુ રહે છે. સમય એક પણ પળ થોભ્યા વીના એનુ કામ કરે છે. જીવનની અંદર જે કંઈ પણ બને છે તે આપણ હાથમાં નથી.જે પણ ઘટના ઘટવાની હોય તે થઈને રહે છે.આપણે તો બસ હરેક પલ જી ભરીને જીવવાની છે.આજે આપણી પાસે જે છે તે કાલે હોય કે ના હોય, વીતેલી પળ ક્યારેય પાછી આવતી નથી,આજની ક્ષણ આવતી કાલે રહેવાની નથી. જે સમય અત્યારે આપણી પાસે છે તેને હસી ખુશી જીવીએ તો જીવન સાર્થક બને.આજમાં જીવે તે જ સુખી કહેવાય. ગઈ કાલ અને આવતી કાલનુ વિચારીને વીતી ગયેલા સમયમાં અને આવનાર સમયમાં જીવવા જઈએ તો ત્યાં દુખ સીવાય બીજું કંઈ ના મળે, હા આવનાર સમયને બહેતર બનાવી શકીએ, જીવનને ઉચ્ચતમ બનાવવું આપણા હાથમાં છે, માટે આવતી કાલ જો આપણી પાસે છે તો તેને ચોક્કસ ઉજ્વળ બનાવી શકીએ.

શરીર છે,આ કાયા હમેશાં જવાન, શસક્ત અને નિરોગી રહેવાની નથી.કોઈને કોઈ રોગ ઘર કરીને બેસી જાય,અને જ્યારે જીવલેણ બિમારી આવે, મૃત્યુ બહુ નજીક હોય અથવા બીજા મોટા દુખ આવે, એવી હાલતમાં કોણ મનથી મક્ક્મ અને મજબુત રહી શકે ? મૃત્યુનો ભય બધાને હોય, આજકાલ નાના-મોટા જેને સાંભળો કેન્સર ! બહુજ સામાન્ય બિમારી બની ગઈ છે.કેન્સર શબ્દ સાંભળીને હોશ ઉડી જાય, આ બિમારીમાં બચવાના ચાન્સ ઓછા છે, રીબાઈને મરવાનુ છે. કેટલી બધી કરૂણ પરિસ્થિતી ! જેને થયું હોય તેનો પરિવાર પરેશાન થઈ જાય અને સાથે સાથે બિમાર વ્યક્તિ, તેની શું હાલત થાય ? દુખતો થવાનુ જ છે. આવા સંજોગોમાં જેનુ મનોબળ મજબુત હોય તે શાંત અને સ્થિર રહી શકે. મોત નજીક છે એમ જાણે છે તે વ્યક્તિ વિચારે હું નહી રહુ પછી મારા પરિવારનુ શું થશે ? મારા ગયા પછીથી શું થશે ? દરેકને ખબર છે કોઈના વીના દુનિયા અટકી નથી જતી. છતાં પણ મરનાર વ્યક્તિને આવા વિચારો સતાવે. કેમકે “ હું કરુ, હું કરુ એજ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે “ કર્તા હર્તા, તારણહાર તો ઉપર બેઠોલો છે.

જીવનની અંદર મન પસંદ વસ્તુ, મન પસંદ વ્યક્તિ, સાચો નિસ્વાર્થ પ્રેમ કરનાર માણસો બહુ મુશ્કેલીથી મળે છે, નિસ્વાર્થ પ્રેમ કરવા વાળુ કોઈ મળ્યુ છે તો તેનો હાથ થામી લઈને જીવન સફર રંગીન બનાવી મંઝિલ પાર કરી લઈએ. પ્રેમ વીના જીવન અધુરુ છે. નસીબદાર માણસોને જ મન જે ઈચ્છે તે મળે છે,જે આપણને મળ્યું છે, જેનો સાથ મળ્યો છે, જેનો પ્રેમ મળ્યો છે તે ખુબજ સુંદર અને આનંદમય છે એમ સમજીને તેને અપનાવીએ, તેમાં જ ખુશી રહેલી છે. પરિવાર કે મિત્રમંડળ જેણે પણ જીવનમાં સારા-ખોટા સમયમાં સાથ આપ્યો છે તેની કદર કરીને તેને અપનાવી લઈએ, ખબર નથી કાલે ફરીથી આ અવસર મળે કે ના મળે. કહેવાય છે કાલ કોણે જોઈ છે ? માનવ દેહ મળ્યો છે, કયા કયા જન્મોની લેણદેણથી કોઈની સાથે ક્યાં સબંધ બંધાય છે આપણે અનજાન છીએ, સબંધોથી બંધાયા છીએ તો પ્રેમથી નિભાવીએ. ફરી એ વ્યક્તિ કાલે મળે યા ના મળે.ઋણાનુ બંધન વીના તો પશુ પક્ષી પણ આંગણે નથી આવતાં તો મળ્યા છે તેને આવકારીએ. એક બીજા સાથે કજિયા કંકાસ કર્યા વીના પ્રેમથી રહે તો સંસાર મીઠો લાગે. પ્રેમ,આનંદ અને ખુશીની વાત આ ગીતમાં કરેલી છે.

પાણી પહેલાં પાળ બાંધી હોય તો સંકટ ટળે. જીવનના મહત્વના કાર્યો કરવાના છે તેનુ આયોજન આજે જ કરી લઈએ. ‘ कल करे सो आज कर, आज करे सो अब कर ʼ સમય કોઈની રાહ જોઈને ઉભો ના રહે. કાલે શું થવાનુ છે કોઈ નથી જાણતું, આપણી પાસે આવતી કાલ નસીબમાં છે કે નહી તે પણ જાણતા નથી,  તો આજને મન ભરીને ખુશીઓને  લુંટીને આનંદથી જીવી લઈએ. આપણે ચોક્કસ વિચારવુ જોઈએ કે આ જે જીંદગી મળી છે, જે સમય અને જે કંઈ મળ્યું છે તે ખબર નથી આપણી પાસે આવતી કાલે હોય કે ના હોય !

હેમા પટેલ

 

7 thoughts on “ચાલો લ્હાણ કરીએ – (10)લ્હાણી- ‘ કલ હો ના હો ‘-હેમા પટેલ

 1. “उस हाथ को तुम थाम लो, वो महेरबां कल हो ना हो” સંપૂર્ણ ગીતનો સંદેશ છે..”કલ હો ના હો.” જે પળ કે જે ક્ષણ મળી છે…તે આત્મીત બનાવો,”Positive” બનાવો, સુંદર છે જિંદગી,સુંદર રુપ-રંગથી સજાવો, સૌ માનવી-સૌ જીઓ સાથે પ્રેમ-દયા અને લાગણીનું વર્તન દાખવો..કોને ખબર કાલ આપણી હોય કે ના હોય..પરંતુ માનવતા લક્ષી પ્રેમ અમર છે -અમર રહેશે,,,,બેના, સુંદર રીતે ગીતની સમીક્ષા કર્યા બદલ અભિનંદન.વિશ્વદીપ

  Like

 2. સરસ પ્રેરક લેખ માટે હેમાબેનને અભિનંદન.
  સાભાર વિનોદ વિહારમાં આ લેખ રી-બ્લોગ કર્યો છે.
  સોનું નિગમના સ્વરે આ ગીત સાંભળો ..

  Singer: Sonu Nigam
  Music: Shankar-Ehsaan-Loy
  Movie: Kal Ho Naa Ho (2003)

  Like

 3. ખૂબ જ સરસ ગીતની પસંદગી અને એટલો જ સરસ રસાસ્વાદ.
  हर पल यहां जी भर जीयो, जो है समा, कल हो ना हो આ પંક્તિતો મને બહુ જ ગમે છે.

  Like

 4. વિશ્વદીપભાઈ,વિનોદભાઈ,મીરા, રાજુલબેન અને દાવડા સાહેબ
  પ્રતિભાવ બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર, આપના પ્રતિભાવ મળતા રહે છે અને લખવાનુ પ્રોત્સાહન મળે છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.