ચાલો લ્હાણ કરીએ -(૭)સફરમેં ધૂપ તો હોગી – વિનોદભાઈ પટેલ

 
જાણીતા ઉર્દુ કવિ નિદા ફાઝલીની આ જાણીતી ગઝલ મને બહુ ગમતી ગઝલ છે.
सफर मैं धुप तो होगी जो चल सको तो चलो
सभी हैं भीर में तुम भी निकल सको तो चलो
इरहार उधर कई हैं चल सको तो चलो
बने बनाये हैं सांचे जो ढल सको तो चलो
किसी के वास्ते राहें कहाँ बदलती हैं
तुम अपने आप को खुद ही बदल सको तो चलो
यहाँ किसी को कोई रास्ता नहीं देता
मुझे गिराके अगर तुम सम्भल सको तो चलो
यहीं है ज़िन्दगी कुछ ख़्वाब चन्द उमीदें
इन्हीं खिलोने से तुम भी बहल सको तो चलो
हर इक सफर को है महफूस रास्तों की तलाश
हिफ़ाज़तों की रिवायत बदल सको तो चलो
कहीं नहीं कोई सूरज ,धूं धूं है फ़िज़ा
खुद अपने आप से बहार निकल सको तो चलो
કવિ નિદા ફાઝલીની આ ગઝલમાં જે સંદેશ છે એ સમજવા જેવો છે.
ચાલો આ ગઝલના ભાવનો પ્રતિભાવ આપીએ અને એના સદેશનું ટૂંકમાં અવલોકન કરીએ.
આ ગઝલમાં કવિ કહે છે કે આપણી આ જિંદગી એક સફર એટલે કે મુસાફરી જેવી છે.આ સફર ના રાહમાં હમેશાં સુખનો છાંયડો નથી આવતો નથી પણ મુશ્કેલીઓ રૂપી તડકો સહન કરવાનો પણ આવે છે.જો એ તડકો સહન કરવાની માનસિક તૈયારી હોય અને આ સફરમાં જોડાઈ જવાની જો ઈચ્છા હોય તો આવી જાઓ.આ સફરમાં ઘણા લોકો જોડાએલા છે,ઘણી ભીડ જામેલી છે.મુશ્કેલીઓથી ડરી જઈને ઘેર બેસી રહેવું છે કે આ સફરમાં સૌની સાથે ચાલી નીકળવું છે એ પ્રથમ નક્કી કરી લો.આ રસ્તામાં અડચણો ઘણી છે અને એના માટે નિયમો ઘડેલા છે.આ નિયમોના ઢાંચાને સ્વીકારવાની તારી તૈયારી હોય તો ચાલ આ સફરમાં જોડાઈ જા.
જિંદગીનો આ રાહ અગાઉથી નક્કી કરેલો છે.કોઈની પણ અનુકુળતા પ્રમાણે રસ્તો બદલી શકાતો નથી.રસ્તો બદલાશે એવી ઈચ્છા છોડીને જો તારી જાતને બદલી શકવાની તારી માનસિક તૈયારી હોય તો ચાલ આ રાહના અન્ય મુસાફરો સાથે તું પણ જોડાઈ જા અને આ મુસાફરીની મઝા માણી લે.
બીજું,અહી કોઈના માટે કોઈ રસ્તો નથી કરી આપતું.સૌ સૌની ગતિ પ્રમાણે રાહમાં પ્રગતિ કરી રહ્યું હોય છે.રસ્તામાં કોઈ પણ મુસાફરને નીચે પાડીને ચાલવા જઈશ તો તું તારી જાતને સંભાળી નહિ શકે તું પણ પડી જઈશ.કોઈને ગબડાવીને જો તારી જાતને તું સંભાળી શકે એમ તને લાગતું હોય તો જ આવજે.આપણી આ જીંદગીની રાહમાં કેટલાંક સ્વપ્નોને સાકાર કરવાનાં છે અને મનની ઘણી ઈચ્છાઓ અને આશાઓની પૂર્તિ કરવાની છે.આ માટે જે સાધનો રૂપી રમકડાં છે એનાથી તારું પણ મન બહેલાઈ શકતું હોય તો ચાલ આવી જા.
જીવનની દરેક સફર માટે એક મુકરર કરેલો રસ્તો હોય છે અને એના નિયમો અગાઉથી જ નક્કી કરેલા હોય છે અને એની બરાબર હિફાજત કરવાની હોય છે.જો આ નિયમોને તું બદલી શકે એમ હોય તો ચાલ રાહમાં જોડાઈ જા અને તારું નશીબ અજમાવી જો.
જિંદગીની આ રાહમાં ઘણીવાર વાર સુરજનું અજવાળું જોવા મળતું નથી.વાતાવરણમાં બધે ધુમ્મસ છવાઈ ગયેલું જોવા મળે છે.આવી પરિસ્થિતિને સ્વીકારી લઈને કોઈ કહે એટલે નહિ પણ તારી મેળે જો ઘર બહાર નીકળીને આવવાની મનમાં તારી તૈયારી હોય તો ચાલ અને સૌ મુસાફરોની સાથે જોડાઈ તું પણ એક મુસાફર બની જા.ધુમ્મસમાં પણ તારો રસ્તો શોધીને જીવનની રાહમાં ગતિપૂર્વકની પ્રગતિ કરતો રહે.
ગઝલકિંગ સ્વ.જગજીતસિંહનાં ધર્મપત્ની ચિત્રાસિંહના સુરીલા કંઠે નીચેના વિડીયોમાં આ ગઝલ સાંભળીને તમે મનથી ઝૂમી ઉઠશો.
યુ-ટ્યુબ વિડીયોની લીંક આ રહી ..
વિનોદ પટેલ, સાન ડીએગો

3 thoughts on “ચાલો લ્હાણ કરીએ -(૭)સફરમેં ધૂપ તો હોગી – વિનોદભાઈ પટેલ

  1. વિનોદભાઈ, થોડા સમય પહેલા નરેન્દ્ર મોદીએ આ રચના લોકસભામાં એક ચર્ચા દરમ્યાન ટાંકી હતી. ખૂબ જ જણીતી રચના તપે પસંદ કરી છે, એનો લાભ બધાને મળશે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.