ચાલો લ્હાણ કરીએ (૪) સપના વિજાપુરા

કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે ..
પ્રયત્નના અંતે તો ધોધ નીચે ના પત્થર માં પણ ખાડા પડે …
બસ નક્કી કર કે તું કોઈ ના સહારે ના રહે ..
પછી તું જ  આગળ વધે ને ઘડિયાળ ના કાંટા પણ પાછા પડે

ઝવેરચંદ મેઘાણી

શ્રી ઝવેરચંદ મેઘાણીની આ પંક્તિઓ વાંચી દિલની સોંસરવી ઉતરી ગઈ. સકારત્મક અભિગમની સત્યતા દરેક પંક્તિમાં જોવા મળે છે.દરેક વાતમાં નસીબનો વાંક કાઢી બેસી જતા લોકોને સરસ ફટકો છે. સૂર્યાસ્ત પછી ફરી ઉષા આવવાની જ છે. એમ જ દરેક પાનખર પછી વસંત ચોક્કસ છે. રાત પછી દિવસ  આવે જ છે. નસીબને દોષ આપી હાથ પર હાથ ધરી બેસી તો ના રહેવાય ને!! તું ચાલતો જાને રે..અને

તેરા કોઈ સાથ ના દે તો ખુદસે પ્રિત જોડ લે
બિછોના ધરતીકો કર દે અરે આકાશ ઓઢ લે..
હજારો મિલ લંબે રાસ્તે તુજકો બુલાતે
યહાં દુખડે સેહને કે વાસ્તે તુજકો બુલાતે
હૈ કોનસા ઈન્સાન જીસને દુખ ના ઝેલા
ચલ અકેલા તેરા મેલા પીછે છૂટા રાહી ચલ અકેલા

મને તો વિસ્મય એ બાળકના ચહેરાને જોઈને થાય છે કે ભીખ માંગે છે પણ ચહેરા પરનું સ્મિત ભૂસાવા નથી દેતુ. તમે એટલી તકલીફમાં તો નથીને!! નસીબનો વાંક કાઢીને ઘણીવાર હાથમાં આવેલી તકને લોકો ગુમાવી દેતા હોય છે.નસીબને કે હાથની લકીરોને દોષ ના આપી શકાય જેનાં હાથ નથી એનું પણ નસીબ તો હોય જ છે. હું ઘણાં એવા લોકોને જાણું છું જે ફક્ત સાયકલ લઈને દૂધ વેચતા હતાં જે અત્યારે ઓઈલ રીફાઈનરીના માલિક છે. એ લોકોને રસ્તામાં મુશ્કેલીઓ નહીં આવી હોય? એ લોકોને નહીં લાગ્યું હોય કે નસીબ આડે પાંદડું છે!! મને લાગે છે જિંદગી એક પડકાર છે અને દરેક લોકો એને જુદી જુદી રીતે લે છે. તમે હારી ને બેસી જાઓ તો તમને કોઈ મદદ ના કરી શકે..પણ જો જિંદગી સામે માથું ઉંચું કરો તો અને પડકારનો જવાબ આપો તો એ તમારા કદમોમાં ઝૂકી જશે. કોશીશ કરવાની આપણી ફરજ છે પછી ઈશ્વર આપશે એ આશ રાખવાની!! એક વાત યાદ આવી ગઈ કે એક માણસ પાણીમાં ડૂબતો હતો સામે ઝાડનું ડાળખું આવ્યું એણે ના પકડ્યું, એ કહે ઈશ્વર આવશે મદદ કરવા, ફરી એક મોટૉ પથ્થર આવ્યો  એના ઉપર ના ચડ્યો એમ કહી ને કે ઈશ્વર આવશે મને મદદ કરવા અને અંતે એ મરી ગયો!! ઈશ્વરને જઈને પૂછ્યું તમે શા માટે બચાવવા ના આવ્યા? ઈશ્વરે કહ્યું કે મેં ઝાડનું ડાળખું મોકલ્યું તે ના પકડ્યું  મેં પથ્થર મોકલ્યો તે ના લીધો.. હવે શું હું જાતે આવું તને મદદ કરવા!! તો તમારે જ તમારી જાતને મદદ કરવાની છે.ઈશ્વર પણ એને જ આપે છે જે હાથ પગ હલાવે છે. મોઢામાં કોળીયો મૂકવા હાથ મોઢાં સુધી લઈ જવો પડે. પરિશ્રમ વગર ભાગ્ય ના બને!! બીજી પંક્તિમાં કવિ કહે છે કે કે પ્રયત્ન કરવાથી ગમે તેવા  અઘરાં કામ પાર પડે છે. વલણ તમારું હકારત્મક હોવું જોઈએ “હું કરી શકીશ.”જો એજ કામ બીજી વ્યકતિ કરી શકતી હોય તો તમે કેમ નહીં? દરિયો કે ધોધ એક સરખુ પાણી એક પથ્થર પર મારે છે તો એમાં ખાડો પડે છે ને? એનાંથી અઘરુ કામ તો કોઈ નથી ને? વળી બીજા મદદ કરે તો થશે એ સહારે કે આશાએ રહેવું એ ભૂલભરેલુ છે..કારણકે જે લોકો પોતાને મદદ નથી કરી શકતા એ બીજાને શું મદદ કરવાના? દરેકે પોતાનો બોજો ઉઠાવવાનો છે.દરેક પાસે પોતાની જિંદંગી શી રીતે જીવવી એનો પ્લાન છે. કોઈના પ્લાન પર તમારી જિંદંગી ના જીવાય!! અને એ માટે કોઈને દોષ પણ ના દેવાય!! કે ફલાણાએ મને મદદ ના કરી એટલે મારું કામ ના થયુંં!!તમે ફલાણાની આશા શા માટૅ રાખી? કવિ તેથી કહે છે કે તું નક્કી કર કે કોઈના સહારે નહી રહે! દરેક પોતાનું જ ભલું પહેલા કરવાના!! તમે પોતે નક્કી કરો કે હું એકલો જ પૂરતો છું મારે કોઈની જરૂર નથી.પણ હા એનો અર્થ એ નથી કે ટીમ વર્ક ના થઈ શકે પણ કહેવાનો મતલબ એ છે કે તમે તમારી જિંદગી પર કાબુ રાખો. અને એટલાં મક્કમ બનો કે સહારાની જરૂર ના પડે.સમય તારો સાથ આપશે જ તું હિમંત તો કર. એક સમય છે જે ઈશ્વરે બધાને સરખો આપેલો છે બધાને દિવસના ચોવીશ કલાક મળે છે. તમે તમારા સમયનો કેવી રીતે ઉપયોગ કરો છે તે તમારા પર આધારીત છે. સમય તો રોકાવાનો નથી માટે “કલ કરે વોહ આજ કર, આજ કરે વોહ અબ કર.” સમયના ગુલામ તમે ના બનો સમયને તમારો ગુલામ બનાવો. આમ તો દુનિયામાં માણસ આવે છે જીવી જાય છે અને મ્ર્ત્યુ પામે છે..પણ એમાંથી કોઈક જ ગાંધી કે માર્ટીન લુથર કીંગ બને છે. જેમણે સમયનો સદઉપયોગ કર્યો હતો. સમયને તારી પકડમાં રાખ પછી જો કે ઘડિયાળના કાંટા પણ પાછા પડે છે નહીં!!એટલો તું આગળ વધ!! ઘણી વાર માણસ સમયનો એ રીતે ઉપયોગ કરે છે કે એવું લાગે કે એનાં દિવસમાં ચોવીશ  કલાક કરતા પણ વધારે સમય છે!! એટલું કામ એ ચોવીશ કલાકમાં કરી શકે છે.જ્યારે ઘણા લોકોને ચોવીશ કલાક કાઢવા મુશ્કેલ હોય છે.જીવનમાં કોઈ લક્ષ હોવું જોઈએ અને લક્ષને પાર પાડવા હિમંત અને સક્રિય રહેવું પડે..મળેલી તકને ઝડપી લેવી જોઇએ અને કોઈ બીજાના સહારાની આશા રાખ્યા વગર એ દિશામાં આગળ વધવું જોઇએ..જુઓ સફળતા તમારી સામે બાહો પ્રસારીને ઊભી છે તમને ગળે લગાવવા!! હવે મોઢું ધોવા ના જવાય!!
અતિ સુંદર કૃતિ છે કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની!!
સપના વિજાપુરા

 


Please visit my Website and leave valuable Comments,

For Gujarati ghazals:
http://www.kavyadhara.com/

For hindi ghazals:
www.kavyadhara.com/hindi

Najma’s Shayri:
http://www.najmamerchant.wordpress.com/

2 thoughts on “ચાલો લ્હાણ કરીએ (૪) સપના વિજાપુરા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.