મિત્રો આ લેખ અહી મુકતા પહેલા કહીશ કે મેં આ મારી ઈચ્છા વિરુધ મુક્યો છે.
માત્ર તરુલતાબેનને લખ્યું છે, માટે માન રાખવા અથવા ગુરુની આજ્ઞા અને આશીર્વાદ સમજી અહી મુકું છું.

મિત્રો,
તમને ય મારી જેમ લાગ્યું હશે કે મનની મોસમમાં અનેકવિધ ગુજરાતી લેખકો, કવિઓ અને સર્જકોનો મ્હેંકતો પરિચય આપી રહેલ આપણા સૌના માનીતા પ્રજ્ઞાબેન પોતે એક ખીલતી મોસમ છે.મેં વર્તમાનકાળ યોજી ભવિષ્યની અનન્ત વિકસવાની શક્યતાઓની ક્ષિતિજ ખૂલ્લી કરી છે.છેલ્લાં પાંચ વર્ષથી એમનું ગુજરાતી સાહિત્યનું કાર્ય સતત ગુણવત્તામાં અને સંખ્યામાં વધતું ગયું છે.
તેઓ કવિ,વાર્તાકાર,નાટ્યકાર તથા રસદર્શી ,ગુણગ્રાહી આલોચક પણ છે.વર્તમાનની ઘટનાઓ વિષે નિરંતર પ્રતિભાવો આપી લેખો લખે છે.બે એરિયાના ગુજરાતી સમાજ સાથે જીવંતપણે જોડાયેલા ,અનેક સાંસ્કૃતિક તથા સાહિત્યિક કાર્યક્રમોના આયોજક છે.મારો અંગત અનુભવ છે કે તેઓ ગમે તેટલાં દોડધામમાં હોય કે બીઝી હોય હસતાં જ દેખાય.સૌને પ્રેમથી અને માનથી બોલાવે.એમના પરિચયમાં આવનાર વ્યક્તિની શક્તિઓ અને આવડતનો અંદાઝ તેમને આવી જાય.ઝવેરી હીરાપારખું તેમ પ્રજ્ઞાબેન માણસપારખુ છે.સમાજમાં નવા ચીલા પાડવા માટે કે સામુહિક પ્રવુતિને દિશા બતાવવા સૌનો સાથ અને સહકાર પ્રજ્ઞાબેનને પ્રેમથી મળી રહે છે.તેમની નમ્રતા બધાયને આવકારે અને માન આપે.ગુજરાતથી આવતા સાહિત્યકારોના ઉચિત માન સન્માન અને મહેમાનગતિ કરે.તે માટેની તેમની ઉદારતા અને વ્યક્તિગત સમય,પરિશ્રમ પ્રશન્શાપાત્ર છે.હાલ હું વતનમાં છું ,જયારે અમદાવાદ બીજા સાહિત્યકારોને મળવાનું થાય ત્યારે પ્રજ્ઞાબેનને જરૂર યાદ કરે.
તેઓ સાહિત્યરસિક જીવ છે.બે એરિયાના ,હ્યુસ્ટનના ,શિકાગો ,ફ્લોરિડા ,લોસએન્જલ્સ ,ન્યુ જર્સી, ફિલાડેફીયા એમ અમેરિકાના ખૂણે ખૂણેથી ગુજરાતી સાહિત્યકારોનો સમ્પર્ક કરી તેમના સર્જનને પ્રકાશમાં લાવે છે.ભારતથી પ્રતિષ્ઠિત કવિઓ ,સાહિત્યકારોનો લાભ બે એરિયાને સુલભ કરે છે.તેમનું ગુજરાતી ભાષા અને સાહિત્યનું સઁવર્ધનનું કામ મારી દષ્ટિએ ઇતિહાસમાં નોંધનીય છે.વિજય શાહ અને અન્ય લેખકોના સહકારથી તૈયાર થયેલો બાર હજાર પાનાંનો મહાગ્રન્થ ભગીરથ કાર્ય કહેવાય.100 જેવાં લેખકો જેમાં કેટલાકે તો પહેલી કલમ ઉપાડી હતી.ખાસ કરીને માતૃભાષા પ્રેમીઓ માટે ‘બેઠક’ વિસામો કહો કે મુક્તપણે ખીલવાનો બાગ કહો જ્યાં જ્ઞાન સાથે ગમ્મત અને સાહિત્યગોષ્ઠિ થાય છે.
‘બેઠક’ના સભ્યો વયસ્ક અને જીવનના અનુભવી.બહારના અમેરિકન વાતાવરણમાં ગુજરાતી ભાષા પ્રત્યેનો તેમનો લગાવ હૈયામાં ધરબાય ગયેલો,બહાર ખીલવા તડપે પણ કરે શું? ‘બેઠક’માં પ્રજ્ઞાબેને અનુકૂળ મોસમ સર્જી.તેમના મનની વાતોને ‘શબ્દોના સર્જન ‘માં અભિવ્યક્ત કરવાની તક આપી.દર મહિનાના જુદા જુદા રસિક વિષયો આપી તેમને ગુજરાતીમાં લખવાનો આયામ આપ્યો.લખવાના રિયાઝથી વાચકો બીજાનું સાહિત્ય વાંચી સમજી પોતે લેખક થયા.કોલમ રાઇટર થયા,પોતાનો બ્લોગ ચલાવતા થયા.નવી પેઢીને ‘બેઠક’માં રસ લેતી કરી.નવી પેઢીને ગુજરાતી નાટકો ભજવતી કરી.તેમનું પોતાનું લખેલું ગુજરાતી નાટક સરસ રીતે ભજવાતું આપણે સોએ માણ્યું હતું.
મારી દષ્ટિએ માતુભાષામાં પ્રાણ પુરવાના આ બધા જ કાર્યો ખૂબ મહત્વના છે,આ રીતે ભાષા પ્રત્યેની અને સાહિત્ય માટેની રૂચિ ઘડાય છે.સારા ભાવકો વિનાનું સારું ,ઉત્તમ સાહિત્ય લાયબ્રેરીમાં હિજરાય છે,ધૂમકેતુની ‘પોસ્ટ ઓફિસ ‘ વાર્તાનો અલીડોસો કે રવીન્દ્રનાથ ટાગોરનો કાબુલીવાળો કે ચૂનિલાલ મડિયાનો કમાઉ દીકરો કે રઘુવીર ચૌધરીની અમૃતા ,પન્નાલાલ પટેલની કન્કુ નવી પેઢીના વાચકોના હૈયામાં વસવા તડપે છે.મધ્યકાલીન નરસિંહ ,મીરાંના ભજનોની જેમ અર્વાચીન અને આધુનિક કેટલા કવિઓની સુંદર ગઝલો,ગીતો આપણા હોઠે અને હૈયે વસે તેવી મોસમ ‘બેઠક’ના આયોજક પ્રજ્ઞાબેન સર્જે છે.હાલ ગુજરાતી ભાષામાં લખનારા સર્જકો છે,વાચકો વિનાનું સાહિત્ય નમાયું છે.શાળા-કોલેજોમાં અને જૂની પેઢીના માણસો ગુજરાતી વાંચે તે ન ચાલે.
જયારે ટેકનોલોજીને કારણે દેશમાં અને વિદેશમાં ગુજરાતીનું ચલણ ઘટતું જાય છે ત્યારે ગુજરાતીમાં બોલવું અને લખવું ખૂબ જરૂરી છે.આપણી ‘શું શા પેસા ચાર કહેવાતી ‘ગુજરાતી ભાષાનું ગૌરવ ગુજરાતીઓ નહિ કરે તો બીજું કોણ કરશે?
પ્રજ્ઞાબેનમાં લખવાની અર્જ કહો કે ધગશ (ચળ ) પડેલી છે,તેથી જ તેમના લેખો ભાવવાહી બને છે.તેમના વ્યક્તિત્વની નિખાલસતા અને સહજપણું તેમની ભાષાનું બળ છે.તેમનાં સર્જનમાં બોલ્ડ થીમ દેખાય છે.તેમણે અમેરિકન સમાજનાં વિષયો લઈ રૂઢિચુસ્ત માનસને ન ગમે તેવી વાર્તાઓ પ્રતિલિપિ પર પબ્લિશ કરી છે.હું તેમને પ્રોત્સાહન આપું છું કે તેમને ગમે તે તેઓ લખે.એમની રમુજી વાર્તાશેલી અને સેન્સ ઓફ હ્યુમર પણ સારી કૃતિઓ આપી શકે.ગુજરાતી સાહિત્ય બધું ગુડ હોય ,ઉપદેશ આપે તેવું હોય એવી વિચારધારા જરા ય યોગ્ય નથી.નવા સર્જનને વાંચો,વધાવો ,ક્રાન્તિને આવકારો.શબ્દોનો સર્જક અને વિશ્વનો સર્જક પોતાની મોસમ સર્જે છે.તેને આનઁદીએ તો ગ્લોબલ વૉર્મીંગની સામે ટકી રહેવાનું બળ મળે ખરું?
મિત્રો ,તમારા દિલમાં પણ પ્રજ્ઞાબેનના વ્યક્તિવની ખીલતી મોસમનો અહેસાસ થયો હશે.
તરૂલતા મહેતા 29મી માર્ચ 2017
(ગુજરાત યુનિ.ના હોલમાં યોજાયેલા ડાયસ્પોરા સાહિત્યના માન ,સન્માન અને પરિસંવાદમાં ભાગ લેવા માટેના મને મળેલા આમંત્રણ વખતે અન્ય મહાનુભવોની હાજરીમાં પ્રેક્ષકો મધ્યે બેઠેલાં પ્રજ્ઞાબેનની હાજરી મારા માટે ભાવભીની બની રહી હતી.)
આભાર – પણ આ કામ સૌનું સહિયારું છે આશિર્વાદ આપો કે કાર્ય ક્યાંય માન ખાતર અટકે નહિ -પ્રજ્ઞા
( પ્રજ્ઞાબેન તમે બ્લોગ પર મૂકો ,લેખિકા તરુલતા મહેતા તમારા જેવા ઉગતા સર્જક અને માતુભાષાપ્રેમી માટે પોતાનો અભિપ્રાય આપી શકે. સહિયારા સર્જનની મોસમ ખીલવનારની કદર સૌ કરશે.બીજાની ઓળખાળ આપનારની ઓળખ આપવી નમ્રતા છે.એમાં જરા ય અયોગ્ય નથી.-તરૂલતા મહેતા)

તરુલત્તાબેન ! તમે તો મારા મનની વાત કરી ! રૂબરૂમાં તો એમને આંગળી ના વેઠે ગણાય એટલી વાર જ મળવાનું થયું છે , પણ જયારે પણ ફોનથી વાત થાય ત્યારે -ઉત્સાહ , ઉમંગ અને ઉદ્યમ કરવાની તત્પરતા -જરૂર વર્તાય તેમના વાણી – વર્તનમાં !
હું ૩૫ વર્ષથી અમેરિકામાં રહું છું પણ મને નિયમિત લખતી કરી હુંય તો આ બ્લોગે ! ( ભૂતકાળમાં ગુજરાતીની લેક્ચરર હતી ને થોડું લખ્યું પણ છે) પણ ફોન કરીને , પ્રોત્સાહન આપી ટેક્નિકેલ ડિફિકલ્ટી પણ દૂર કરવા કલાક બગાડે ! I’m so happy that I met her! She is like my missing link to Gujarati Literature! Pratapbhai ‘s vision is also works as a backbone ! I wish you all Bethak and Shabda Sarjan the very best.
LikeLike
Reblogged this on સહિયારું સર્જન – ગદ્ય.
LikeLike
તરુલતાબેન ની વાત સાથે સંપૂર્ણ સહમત..
..આવા સો માણસો ભેગા થાય તો મજલ છે કોઇ કહે માતૃભાષા મરવા પડી છે…?
LikeLike
I agree with Tarulataben entirely. If it had not been Pragnaben, I would not have picked up my pen to write. She is a wonderful person! I have great respect for Tarulataben also.
LikeLike
khub aabhar.motro aapne shiyara srjnthi gujrati bhashma pran purishu.jay gurjr gira.
LikeLike
તરુલત્તાબેનની વાતને સંપૂર્ણ ટેકો . પ્રજ્ઞાબેનના સંપર્કમાં આવે એ
સૌને એમના ઉત્સાહના છાંટણા ઉડયા વગર રહે જ નહિ . ઉલ્લાસનું તો એ
ખળખળ વહેતુ ઝરણું છે એ એમની સાચી ઓળખ. હકારાત્મક અને
સકારાત્મક અભિગમ અને સર્જનશીલતા એમની ખૂબી છે .
તરુલત્તાબેનનો એમના વિષેનો અભિપ્રાય ખુબ સાચો છે .
LikeLike