મનની મોસમ – લલિત નિબંધ (12)” સાઈબર દુનિયાનો જાદુ

 

 

 

 

 

આ નિર્દોષ નાગડો પૂગડો  નાનો  બાળક ગણેશદાદા ને બે હાથ જોડી પ્રાર્થના કરી રહ્યો છે કે મારી માં નું whatsup  બંધ કરાવી દો.માએ  એને નવડાવી તો દીધો પણ કપડાં પહેરાવે એ પહેલા જ whatsup પર લાગી ગઈ અને દીકરાને કપડાં પહેરાવાનુંજ જાણે ભૂલી ગઈ.આ પીક્ચર મને દરેક ના ઘરનું તાદૃશ ચિત્ર રજુ કરતુ લાગે છે.આજે સાઇબર વર્લ્ડ  કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે અને દુનિયા મુઠ્ઠીમાં સમાઈ  જાય તેટલી નાની થઇ ગઈ છે પણ તેની સાથે આપણે શું ગુમાવી રહ્યા છે તેનો અંદાઝ છે?
‘કરાગ્રે  વસતે  લક્ષ્મી” બોલીને પોતાનો હાથ જોઈને ઉઠતા સ્ત્રી -પુરુષ આંખ ખુલતાંજ ઓશિકા પાસે પડેલ મોબાઇલ જોઈને ઉઠે છે.ના….. ના…..ના whatsup માં આવેલ મેસેજ ના ટ્રીન ટ્રીન થી ઉઠે છે.પથારીમાં જ બેસીને આંખ બંધ કરીને હૃદય માં બિરાજેલ ભગવાનને પ્રાર્થતો માનવ whatsup  પર  મિત્રો એ મોકલેલ ભગવાન ના ફોટા ના દર્શન કરે છે.તેની પ્રાર્થનામાં હૃદય ની ભીનાશ ને સંવેદના ના સૌંદર્ય ની અધૂરપ છે.નરસિંહ ના પ્રભાતિયાં ગાતા કે સાંભળતા ચા મુકતી  સ્ત્રીઓ એક હાથથી ચા મૂકે છેઅને એક હાથ થી whatsup  ના જવાબ લખે છે.પતિ પત્ની ચા તો સાથે પીવે છે પણ બંને વચ્ચે સંવાદ નથી બંને પોતાના ફોન સાથે જવાત કરે છે.અરે! બેડરૂમમાં કપડાં બદલતો પતિ પત્ની ને મેસેજ કરેછે કે રસોડાની બાલ્કનીમાં સુકાતો મારો હાથ રૂમાલ રામુ સાથે રૂમમાં મોકલને! ઓફિસે જતા પતિને પ્રેમથી ખિસ્સામાં રૂમાલ મૂકી આપતી પત્ની ક્યાં છે.?
આ પિક્ચર ના આસપાસ ના દોરાયેલ ચિત્રાંકનથી લાગે છે આ નાનું બાળક કોઈ ચાલીમાં રહેતું હશે પણ મોબાઈલ તો હવે કોની પાસે નથી એ સવાલ છે.ઘરમાં આખો દિવસ રહીને સફાઈ કરતી બાઈ પણ શરત સાથે રહે છે કે મારુ મોબાઇલ નું બિલ તમારે ભરવું પડશે અને હું મોબાઇલ પર ગમે ત્યારે મારા મિત્રો ને ફેમિલી સાથે વાત કરું તો મને ટોકવાનું કે ના કહેવાનું નહિ.ક્યાં છે એ વફાદાર સેવકો જેનો મત પણ ઘરના અહમ નિર્ણયોમાં લેવાતો ?
આ સાયબર કોમ્પ્યુટર યુગના આગમન થી ઘણા ફાયદા થયાછે પણ સંબંધો ની સંવેદના ને લાગણી ની ભીનાશ કોરી ધાકોર યંત્રવત બની ગઈ છે પારિજાત ,મોગરા અને રાતરાણી ની તાજા ફૂલો ની સુગંધિત માદકતા સાથે ગમે તેટલા સાચા જેવાજ લગતા ફૂલની સરખામણી શક્ય જ નથી!!!ભાઈબહેન કે અંગત મિત્ર ની વર્ષગાંઠ નિમિતે પહેલા આપણે પ્રેમ થી મળતા ,સાથે જમતા અને સુંદર સુંગધિત ફૂલો આપતા હવે તો whatsup  પર ફૂલો મોકલવાના,વિશ કરવાનું અને કેકે ને કેન્ડલ મોકલવાના.ઉત્સવના અવાજનો ઉમળકો સાભળવામાંથી પણ ગયા! એકવર્ષ ના બાળક નું રમકડું પણ મમ્મી નો મોબાઇલ જ છે. આઈ ફોન પાર આંગળી ખસેડતા અને યુ ટ્યૂબના લાલ બટન દબાવતા બાળક ને જોઈ માબાપ ખુશ થઇ જાય છે. કમ્પ્યુટર યુગના બાળકના નસીબમાં દાદીના ગાયેલા હાલરડાં નથી.યૂટ્યૂબ પર મુકેલ ગીતો છે.દાદી ના ખોળામાં બેસીને સાંભળેલી રામાયણ ને મહાભારત ની વાર્તાઓ નથી.ઝાકળ ભરેલ ઘાસમાં દોડતા પતંગિયાં ને પકડવાનું કે ઝાડ પર કુહૂકતી કોયલ સામે કુહૂ કુહૂ  ટહૂકવાનું નથી.આકાશમાં ટમટમતા તારાઓ ને ગણવાનું નથી. કે ધ્રુવનો કે સપ્તર્ષિ ના તારાઓ શોધવાનું નથી પૂનમની ચાંદની રાત્રે ચાંદાપોળી રમવાનું નથી.ખુલ્લા મેદાનમાં મિત્રો સાથે લાકડી,ગિલ્લીદંડા, નાગોળીયો,કે પગથિયાં રમવાનું નથી એને ઘરમાં બેસીને કમ્પ્યુટર પર જ બધું રમવાનું છે.whatsup ને કમ્પ્યુટર ના આગમનથી માણસ નો એકબીજા સાથે નો સંવાદ  જતો રહ્યો,ચોપડી વાંચવાનું ને ને તેને છાતી  સરસી ચાંપી ને સુવાનું ગયું!
અને ગુલઝારજી ની પેલી સુંદર કવિતા ની યાદ આવી ગઈ,
કિતાબે ઝાંકતી હૈ બંધ અલમારીકે શિશોસે,
બડી  હંસરત સે  તકતી હૈ,
મહિનો અબ મુલાકાતે નહિ હોતી,
જો શમાએ ઉનકી સોબતમેં કટા કરતી થી અબ અક્સર,
ગુજર જાતિ હૈ કમ્પ્યુટર કે પરદેપર,
બડી  બેચેન રહતી હૈ કિતાબે !
મગર જો કિતાબોંમેં  મિલા કરતે થે સુખે ફૂલ ઔર મહેકે હુએ રૂખ,
કિતાબે માંગને ,ગીરને કે બહાને રિશ્તે બનતે થે,
ઉનકા ક્યાં હોગા ?વો શાયદ અબ નહીં  હોગા। ……….
હવે બધું જ યંત્રવત સંવેદના ને લાગણી ની ભીનાશ વિહીન, એકજ ઘરમાં રહો તો પણ સાહચર્ય ને સહવાસ વગર  કારણ એક ઘરમાં  રહીને બધા tv પોતપોતાના રૂમમાં જુવે છે જમવાના ટેબલ પર  સાથે બેસે છે પણ દરેક પોતાના ફોન સાથે જમે છે ઘેર આવેલ મહેમાન અને મેજબાન બંનેનું ધ્યાન એકબીજા કરતા પોતાનો ફોન ચેક કરવામાં વધુ હોય છે!નિર્દોષ બાળક ભગવાનને એકદમ સાચી પ્રાર્થના કરી રહ્યો છે.બરાબરને?

જીગીષા પટેલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.