“ગમતાંને ગમતું દીધું છે!
બીજે ક્યાં નમતું દીધું છે!….ડૉ,મહેશ રાવલ
મનની મોસમ માણવાની મઝા કાંઈ અલગ છે અને બધાની માણવાની રીત પણ નોખી જ હોય છે એટલે જ મન માનવીને હર્યોભર્યો રાખે છે. વિરાનાને મઘમઘતો બનાવી શકે છે,કોઈ માનમાં, તો કોઈ સ્વમાનમાં મનની મોસમ માણે છે.આવા સ્વમાનથી જીવતા ડૉ મહેશ રાવલ ને ૨૦૧૨ માં મળી, કેમ છો? ની વ્યહવારિકતા પતાવી મેં કહ્યું ખુબ સરસ લાખો છો આપની કવિતા “શબ્દનુસર્જન” મારા બ્લોગ પર મુકું છું ઘણા પસંદ કરે છે. જવાબ આવ્યા મુકો એનો વાંધો નથી પણ મારું નામ મહેશ રાવળ નથી “રાવલ” છે એની નોથ લઇ લ્યો, મારુ નામ ખોટી રીતે લખાય તે મને મંજુર નથી .બે ક્ષણ માટે હું વિચારમાં પડી ગઈ આટલો તિખારો, અનેક સવાલ ઉપજી ગયા.આટલું સારુ લખતો વ્યક્તિ નામને જીવાડવાની મથામણ કેમ કરતો હશે ?હું એમની પ્રશંસા કરું છું અને આમ કેમ વાતો કરે છે ?પછી તો વારંવાર મળવાનું થયું ફ્લોરીડા કવિ સમેલનમાં પણ સાથે હતા,વધારે પરિચય થતો ગયો મારા વિચારો બદલાયા, એમના બળકટ શબ્દમાં કહ્યું તો “હવે મેં જ મારા અભિપ્રાય મઠાર્યા”,એમને “બેઠક”ની પાઠશાળામાં પણ બોલાવ્યા,એ આવ્યા ગુરુ તરીકે, ઘણું છંદ વિષે જ્ઞાન આપ્યું, સમજણ આપી, પણ આપ્યું બધું જ પડકાર સાથે, બોલ્યા કેટલા પાપડ વણ્યા અને તોડ્યા ત્યારે અહી પોહ્ચ્યો છું “ખોટું સ્વયં કરતો નથી, કરવા દેતો નથી, ધૈર્ય છે આડંબર નથી,માટે કહે છે શૂન્ય નિપજે શૂન્યમાંથી, સનાતન સત્યને સ્વીકારી કહે હું ભલે ગઝલ લખતો હોઉં તો પણ મારી હેસિયત મેં જાણી છે. પછી બોલે છે “આપણું આવાગમન બસ આટલું છે !”એમની ગઝલમાં મેં અતિરેક જોયો નથી, ભાષા બોલવાની ભલે કાઠીયાવાડી હોય પણ ગઝલ ખુમારીથી છલોછલ ભરેલી દેખાય,એમની અનેક રચનાઓ વાંચતી ત્યારે અહેસાસ થયો કે છંદ જાણીને છોડનારા મેં ઘણા જોયા છે પણ છંદ ને પકડીને આ જમાના આટલા ખુમારી સાથે જીવતા ને હાકોટા કરતા મેં બીજા કોઈને ક્યાંય જોયા નથી,એમના હાકોટા વ્યાજબી છે. જેના હાંસિયામાં છેકાછેક ન હોય એજ આમ વાત કરી શકે. એક ઘા ને બે કટકા એ એમની ગઝલોની તાસીર, આત્મવિશ્વાસ જ જાણે નિયતિ, વાસ્તવિકતા ને સ્વીકારીને ચાલવાનું એક દબદબા સાથે, કલમ તૃપ્ત હોય મનમાં ફકીરી હોય પછી પગમાં રણ હોય કે ફૂલ ,ઝાકળ સુકાઈ ગયેલું હોય તો પણ નવી ક્ષિતિજની ઓળખ પામીને સહુથી અલિપ્ત રહેવાનું અને આપણા જ મિજાજના મોજામાંથી મનના ઘુઘવતા આવાજ સાથે સમુદ્રના મોજાના ફીણ માંથી ખુમારીનો લઈ ભીતરનાં અજવાળે સઘળું ઝળહળ-કરી પછી ગઝલનું સર્જન કરવાનું. પછી મનની મોસમ કેમ ન ખીલે ….?
-પ્રજ્ઞા –
અમે બસ અહીં સુધી પહોંચ્યા…!
તફાવત એકધારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા
સહજતાનો સહારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા
ખુલાસા કોણ પૂછે સાવ અમથી ધૂમ્રસેરોના ?
હથેળીમાં તિખારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા
ન દરિયો, કે ન દરિયાની પરાકાષ્ઠા ગળે વળગી
તરસથી પર જુદારો લઈ, અમે બસ અહીં સુધી પહોચ્યા
અજાણ્યું કોણ છે, ઇતિહાસ બનતા પૂર્ણ કિસ્સાથી ?
નવીનતમ ફેરફારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
ઊતર-ચડ શ્વાસ ક્યારે, ક્યાં અટકશે, કોણ જાણે છે ?
પળેપળનો ધ્રુજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
ન ચર્ચા કર હવે એ દોસ્ત ! અંગતના પ્રહારોની
દરદનો એજ ભારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
સવાલ જ ક્યાં હતો સિધ્ધાંત વેંચી, પેટ ભરવાનો ?
ખુમારીનો ઇજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
બદલતી પાત્રવરણી સ્પર્શ કરતી ગઈ, કથાનકને
પ્રસંગોથી પનારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
અજાણ્યો કેમ લાગ્યો રોજનો રસ્તો, પરત ફરતાં ?
મનોમન એ વિચારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા.
ડો.મહેશ રાવલ
રઘવાટ શેનો છે…
ઠીકઠાક છે સઘળું તો આ રઘવાટ શેનો છે
છો સાવ હળવાં ફૂલ તો, આ ભાર શેનો છે ?
તમને ગણાવો છો તમે સહુથી અલિપ્ત, તો
ભીની જણાતી આંખમાં તલસાટ શેનો છે ?
કોરી જ પાટી હો તમારા મન-વિચારની,
છેકછાક જેવો હાંસિયામાં ડાઘ શેનો છે ?
નહીં મોહ નહીં માયા ન કંઇ વળગણ કશાયનું
તો પ્રશ્ન એ છે કે, વિરોધાભાસ શેનો છે ?
ધારણ કરેલું ધૈર્ય આડંબર ન હોય તો
વાણી ને વર્તન બેયમાં ઉત્પાત શેનો છે ?
કરતાં નથી ક્યારેય જો તરફેણ કોઇની
મુઠ્ઠી વળેલાં હાથને આધાર શેનો છે ?
ખોટું સ્વયં કરતા નથી, કરવા નથી દેતાં
તો સત્ય પ્રત્યે આટલો ધિક્કાર શેનો છે ?
-ડો. મહેશ રાવલ
નીકળી પડે…!
સત્ય જેવા સત્યને,પડકારવા નીકળી પડે
છાબડું લઇ, સૂર્યને સહુ ઢાંકવા નીકળી પડે !
પ્રશ્ન જેવી શખ્સિયતને ઉત્તરો ગમતાં નથી
એટલે, ટોળે વળી સંતાપવા નીકળી પડે
જે સ્વયં સગવડ ચકાસી રોજ બદલે છે વલણ
એય, બીજાનાં વલણને જાણવા નીકળી પડે !
જે બળે છે બહાર-ભીતર બેય રીતે દ્વેષથી
એજ, ઈર્ષાવશ બધાને બાળવા નીકળી પડે
કોઇના કહેવા ન કહેવાથી બને નહીં કંઇ, છતાં
છે ઘણાં એવાય, જે યશ ખાટવા નીકળી પડે !
જાત કાંટાની મળી એ એમનું દુર્ભાગ્ય છે
તોય ખુદને, ફૂલથી સરખાવવા નીકળી પડે
ભૂખ અઢળક કીર્તિની સારી નથી હોતી “મહેશ”
એ, ગમે ત્યારે ગમે તે પામવા નીકળી પડે !!
ડૉ, મહેશ રાવલ
આ ગઝલ સંગ્રહ “ખરેખર “વાંચવા લાયક અને માણવા લાયક છે અને કોઈને ભેટ રૂપે આપવા લાયક છે.ખાસ કરીને નવા સર્જકો માટે શિખવા લાયક છે કોઈને પણ જોઈતું હોય તો $10માં મહેશભાઈ પાસેથી મળશે ઓન લાઈન $15માં છે
©ડૉ.મહેશ રાવલ- http://drmahesh.rawal.us/
સવાલ જ ક્યાં હતો સિધ્ધાંત વેંચી, પેટ ભરવાનો ?
ખુમારીનો ઇજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
વાહ , આ આખી ગઝલ જ ડો. મહેશ રાવલ ની ઓળખ આપી જાય છે.
પ્રજ્ઞાબેન એ પણ એમની સુંદર રસાળ શૈલીમાં ડો.રાવલનો પરિચય કરાવ્યો છે. બન્નેને ધન્યવાદ
LikeLike
પ્રજ્ઞાબે…ન !
પ્રથમ તો અહીં મારા ગઝલ સંગ્રહ ‘ખરેખર’ સહિત
મને પ્રસ્તુત કરવા બદલ અભિનંદન.
અને બીજું,
આપની કલમ દ્વારા મારી ગઝલો,શબ્દો,અભિવ્યક્તિ
સાથે મિજાજને આટલાં વર્ષોનાં પરિચયને લાગણીપૂર્વક, આબેહૂબ “ઉઘાડ” આપ્યો એ બદલ
ખૂબ-ખૂબ ભાવપૂર્વક અને ગઝલપૂર્વક આભારની
લાગણી વ્યક્ત કરૂં છું.
સાથે-સાથે,
માતૃભાષા ગુજરાતીનાં પ્રચાર,પ્રસાર માટે આપની
કર્મઠ ભાવનાને બિરદાવું છું.
-અસ્તુ
LikeLike
પ્રજ્ઞાબેન ,
આપે ખુબ સુંદર રીતે ડૉ.મહેશભાઈ રાવલની અને એમનીસરળ અને સચોટ શૈલી માં
લખાતી ગઝલો નો પરિચય કરાવ્યો છે. બંનેને ધન્યવાદ.
ફુલવતી શાહ
LikeLike
મહેશ ભાઈનો ગઝલ સંગ્રહ માણવા જેવો છે! થઈ થઈને થાશે શું?ની ખુદ્ારી જેની નસેનસમાં પ્રસરેલી છે તેવા સફળ ગઝલકારનો આ મિજાજ પ્રભુ ટકાવી રાખે તે માટે ‘બેઠક’ તરફથી કલ્પના રઘુની શુભેરછા .
LikeLike
abhinndn Mheshbhai,tmari gzlono mijaj anero che.
LikeLike
Reblogged this on ગુજરાતી સાહિત્ય સંગમ.
LikeLike
આ માનવી માત્ર મનની મોસમવાળો જ નહીં, મનની મરજીવાળો છે. “બંદેમેં હૈ દમ, વંદેમાતરમ..”
LikeLike
Waah!
Sent from my iPhone
>
LikeLike
Maheshbhai, your gazels are unique because it touches the core of the matter and the way Pragnaben describes it, is also unique. Congratulations to both of you.
LikeLike