મનની મોસમનો સભાન માણસ ડૉ.દિનેશ શાહ

મનની મોસમ એટલે ઊર્મિ કલ્પના અને સંવેદનાથી ખીલવું ,પણ એક વૈજ્ઞાનિક જે તર્ક અને હકીકતની ભાષા સમજે એને શબ્દ માં રસ ક્યાંથી ઉપજે ?ના એવું નથી મન વિરાનાને મઘમઘતો બનાવી શકે છે. એજ મન હરીભરી મોલાતોમાં શબ્દો સર્જી ઉષ્મા ભરી શકે છે.ગુજરાતી શબ્દને અમેરિકન વાતાવરણમાં જેણે સેવ્યો છે, જેની કારકિર્દી માટે દરેક ભારતીય ગૌરવ લે છે, એવા ડૉ. દિનેશભાઈ શાહ સાથે મારી પહેલી મુલાકાત એમના બેન પદ્મામાસી  અને બનેવી કનુભાઈને ત્યાં થઇ, પદ્માંમાંસી અને કનુભાઈ શરૂઆત થી જ મારી પ્રવૃતિના બળ હતા અને છે, પહેલવેલી વાર જ મળી,કોઈ કવિ સુટબુટ માં હોય તેવી કલ્પના તો  ક્યાંથી હોય પછી ખબર પડી કે એતો વૈજ્ઞાનિક છે શિક્ષણ ક્ષેત્ર એમનું આગવું યોગદાન છે.મને એમની સરળતા અને સહજતા સ્પર્શી ગઈ,જીવનમાં કેટલી મોસમ એવી હોય છે જે અજાણતા જ ખીલે છે,ખુબ વાતો કરી એમની અંદરના કવિને મળી,ત્યારે દિનેશભાઈને  “બેઠક”માં આવવાનું આમંત્રણ આપ્યું,બધાનો પહેલો પ્રશ્ન હતો કવિતા કેમ લખવી ? જવાબ સુંદર  હતો, સહજ શબ્દોને વાંચન કરતા ઉછેરો અને મનની મોસમ ખીલે ત્યારે લાગણીના ધસમસતા પુરને શબ્દોમાં પોરવી લ્યો.એમણે બાંધવાનું ન કહ્યું કારણ છંદ ના કિનારાને તોડી તેમણે પોતે કુદરતી નદીની જેમ  શબ્દોને વહેતા કરી  કાવ્યોમાં હૃદયના ધબકાર અને અનુભૂતિના સ્પંદનનો ઝીલ્યા છે. છંદ આવડતા નથી એમ નહિ લાગણી અને ઉમીને મહત્વ આપતા કહે છે. આજુબાજુ આવતી  નિર્જીવ વસ્તુ પણ તમને  પ્રેરણા આપશે,તુલસીક્યારો, ધૂપસળી ,દીવડો, કોડિયું હોય કે સુરજ,આકાશમાં ટમટતા  તારલાઓ  કે રાતે ચમકતો આગિયો,ભૂરા આકાશને જોતા પવનની લહેરખીનો સ્પર્શ માણવાનો, પંખીઓ કલરવ કરે ત્યારે  રૂના પૂમડા કાનમાં મૂકી એ ટહુકાને સાચવવાનો અને મનની મોસમ ખીલે ત્યારે શબ્દોથી  વસંત સર્જવાની …ગીતના બગીચા બનાવી લય તાલના ભમરા અને પતંગિયાને દિલ ભરીને વહેતી સુગંધમાં મુકવાના ..શબ્દ ની ક્ષિતિજ ને ઓળખવાની ..બસ શબ્દબ્રમાંડ રચવાનું , આને વૈજ્ઞાનિક કહેવો કે કવિ ,હું એને બંનેનો સુભગ સમન્વય કહીશ …  એટલું જ નહિ બ્રીચ કેન્ડીના કિનારે ફરતા પોતાને મળેલા માણસાઈની ના કોડિયાની દીપમાળા પ્રગટાવી  બીજા અનેક ને ઉજાળવાના ,આવી સદભાવના અને શબ્દના સેવન દ્વારા માં સરસ્વતીની સેવા કરવાની ,…પોતે ક્યાંથી ક્યાં પોહ્ચ્યા એમાં કોનું પ્રદાન છે એવી સભાનતા સાથે જીવતા વ્યક્તિને મળીયે ત્યારે  મનની મોસોમ ખીલે વસંત વર્તાય એમાં શું નવાઈ…

એમની રચનાની એક ઝલક માણો …

માનવ થાવું છે 

વૃક્ષો ઊંચો એવો ન મારે તાડ થાવું છે
થાક્યાંને છાંયો દે એ વડનું ઝાડ થાવું છે

ઘૂઘવતો ખારાં પાણીનો ન સાગર થાવું છે
તરસ્યાને રાહત દે એ પરબની ગાગર થાવું છે

રાજરાણી  હારનું ન મારે મોતી થાવું છે
કોઈ ગરીબ ઘર ચણતરની મારે રેતી થાવું છે

કવિઓ જેના ગીતો લખે ન રૂપાળો ચાંદ થાવું છે
બતાવે ભૂલ્યાંને રસ્તો એ ધૂવ નો તારો થાવું છે

બળવાન કે ધનવાન યા ન દેવ-દાનવ થાવું છે
ફક્ત પરદુ:ખને સમજી શકું એ માન થાવું છે

(પરબ તારા પાણી, પાનુ ૩૪)

માણસાઈ ના દીવા  

આ તારલો ઝબકીને ખરતો, આભથી પળ એક માં
આ આગિયો ઊડતો ઝબકતો, ઘડી ઘડીના તાલમાં

આ ધૂપસળી બળતી પૂરીને, મહેકતી ઘડીઓ સુધી
આ કોડિયું  બળતું રહ્યું, એક રાત ના છેડા સુધી

આ વીજળી પણ ચમકતી, વાદળ તણાં ગર્જન સુધી
આ ચાંદની પણ ચમકતી, પ્રભાત ના પ્રારંભ સુધી

ક્યાંક મેં વાંચ્યું હતું કે સૃષ્ટિનો  પણ અંત છે
કે આગ પણ આ સૂરજની નવ ચાલશે યુગો સુધી

ઓ સૃષ્ટિના ઘડનાર પૂછું કેમ ભૂલ આ ભારે કરી?
કાં દિવડાં તે ના કર્યાં, જે ઝળકતાં યુગો સુધી?

એણે કહ્યું કે દિવડાં મૂક્યા મેં માનવ દિલમાં
અજવાળું જેનું પહોચતું, આકાશથી પાતાળ સુધી

પરોપકારને પ્રેમના બળતણથી જે પ્રગટાવતાં
ફક્ત માણસાઈના દિવા ઝળકતાં યુગો સુધી-

પરબ તારાં પાણી, પાનું. ૫

મારા વિદ્યાર્થિઓને

ખોળ્યાં મેં અવનિ આભ ઘણાં
કીધાં મેં સાગર પાર ઘણાં
ધીખતાં રણ આ કોણે ઘડ્યાં
મને રેતીમાંથી રતન જડ્યાં..

આ મેઘધનુષના રંગ સમા
ચમક્યા હીરા માણેક ઘણાં
મોંઘેરા એ છો ન સોને મઢ્યાં
મને રેતીમાંથી રતન જડ્યાં..

દેશ વિદેશ કે પંથ તણાં
એને ભેદ નથી કોઈ પરમ તણાં
હીરા તો કઠિન આ વજ્ર સમા
મને રેતીમાંથી રતન જડ્યાં..

ઝબક્યાં હીરા અંધાર ઘણાં
એક દીપક પણ પ્રતિબિંબ ઘણાં
એક જ્યોતમાં લાખ દીવા મેં દીઠાં
મને રેતીમાંથી રતન જડ્યાં..

(પરબ તારા પાણી, પાનુ ૧૩)

ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાની સ્થાપના પ્રસંગે

વરસાદને હું ઝંખતો જોઈને નાની વાદળી
ધન્ય છે અજાણ મિત્રો સ્થાપવા આ અકાદમી

માળીઓ આ બાગના એક’દિ ચાલી જશે
ને ખાતર પાણી નાખનારાં એક’દિ ભૂલાઈ જશે

ફળો મીઠા આવશે ત્યારે બીજ વાવનાર ભૂલાઈ જશે
પાણી પીશે થાક્યો મુસાફર, કૂવો ખોદનાર ભૂલાઈ જશે

વર્ષો વહી જાશે અને દિનઘડી ભૂલાઈ જશે
ફક્ત સાહિત્યના કંઈ ફૂલોની સુવાસ ફેલાતી હશે

આપું અંતરની શુભેચ્છા તવપાથ પથરાતી જશે
આ નવભૂમિ નવી ચોપડી ગીતોથી ઊભરાતી જશે

પરબ તારાં પાણી, પાનું. ૨૫

ગુજરાતી સારસ્વત પરિચય પર વાંચો દિનેશભાઈની જીવનઝાંખી

5 thoughts on “મનની મોસમનો સભાન માણસ ડૉ.દિનેશ શાહ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.