હું એવું માનું છે કે દુનિયાના દરેક લેખક એક તેજ નું કિરણ છે. દરેક પુસ્તક જ્ઞાનનો ભંડાર,પછી એ કોઈ પણ ભાષામાં કેમ ન હોય ?પ્રત્યેક ભાષાની એક મોસમ હોય છે અને પ્રત્યેક મોસમનું એક સૌંદર્ય.આપણી માતૃભાષાની વાત કરું ત્યારે ગર્વ થાય પણ બીજી ભાષાનું સૌંદય પણ માણવું ગમે છે દરેક આંખની જેમ દરેક ભાષાની એક અલગ દ્રષ્ટી હોય છે. બીજી ભાષાનું કોઈ અનુવાદ કરે છે ત્યારે મારી આંખોને નવી દ્રષ્ટી મળે છે હવે બધું વિરાટ દેખાય છે ,વધુ સ્વચ્છ..બીજી ભાષાનું પણ સૌન્દર્ય છલકાય છે. ચુપચાપ વિશ્વના એક ખૂણામાં પડેલા શબ્દો હવે ગુજરાતી ભાષા બોલે, ગુજરાતી પ્રજા વાંચે છે. જયારે અનુવાદ થાય ત્યારે ભાષાની સીમા ઓળંગી જઈ એ સેતુ બને છે. બધાને જોડવાનું કામ કરે છે જેમ સ્પર્શની એક ભાષા હોય છે તેમ અનુવાદની ભાષા ભાવ હોય છે અનુવાદ એટલે ફેલાયેલી એક નવી ડાળખી છે મૂળ સાહિત્ય તો એની ભાષામાં એક બંધ હોય છે સ્થીર એની જમીનમાં જડાયેલું પણ અનુવાદની ફેલાયેલી ડાળખી દ્વારા એ ગતિ પામે છે.ડાળી પર ફૂલપાંદડા હોય છે અને એ ફૂલોમાં સુવાસ, અનુવાદ આ સુવાસને પવનની પાલખીમાં બેસાડી દુર દુર લઇ જતી હોય છે. જેનો એક દાખલો અહી આજે આપું છું. ૧૮૮૯ જન્મેલીમાં કવયિત્રી ગેબ્રીએલા મીસ્ટ્રેલરીને આજે આજની સદીની ગુજરાતી કવયિત્રી મનીષાબેને જીવિત કરી છે. મનીષાબેન સાથે ગઈ માર્ચ અમે એક સાથે ફ્લોરીડા કવિ સમેલનમાં મળ્યા હતા એક રૂમમાં સાથે હતા ,શાંત, સૌમ્ય, ઠરેલ વ્યક્તિત્વ,અને એમની જોરદાર કલમનો અનુભવ થયેલો એમની કવિતા મનને સ્પર્શતી ગઈ પ્રત્યેક મોસમનું એક નોખું સૌંદર્ય હોય છે તેમ પ્રત્યેક સર્જકની પોતાની એક અલગ શૈલી પણ, બીજા ના ભાવો ને આવી સુંદર રીતે ઉતારવા એક કળા છે મન વાંચે, સ્પર્શે ત્યારે સંવેદના ની મોસમ હળુહળું સોડમ પ્રસરાવતી ફેલાય જાય છે અને કલમ લખતી નથી પણ શબ્દો તેના ભાવ તેની સંવેદના લખાવે છે આપણે માણીએ છીએ ત્યારે એને વેહેચવાનું મન થાય છે.. ..
સન્ધિમાં પ્રગટ થયેલાં મનીષાબેનના કાવ્યો International Women’s Dayના નિમિત્તે:બાબુભાઈએ ફેસ બુક પર મુક્યા હતા જે વાંચી થોડી યાદો પણ સાથે વાગોળી આજે અહી મુકું છું…
ગેબ્રીએલા મીસ્ટ્રેલ (Gabriela Mistral, ચીલી)ના કાવ્યો
નૃત્યાંગના/અનુવાદ: મનીષા જોશી
બેલે નર્તકી કરી રહી છે નૃત્ય,
બધું જ ખોઇ દેવાનું નૃત્ય.
એ જતું કરે છે એ બધું જ, જે હતું કયારેક એનું.
માતા-પિતા, ભાઇ-બહેન, એના મેદાનો, બગીચા,કેડીઓ, નદીનો કલરવ,
એના ઘરની વાર્તા, એનો પોતાનો ચહેરો, નામ, નાનપણની રમતો…બધું જ…
બધું જ જાણે સરી રહ્યું છે,
એના ખભા પરથી, છાતી પરથી, આત્મા પરથી…
એ નૃત્ય કરે છે, ઉગતા પ્રહરે અને સંક્રાતિવેળાએ,
બધું જ ગુમાવી દેવાનું નૃત્ય.
એના હાથ ફંગોળી દે છે, એ દુનિયાને-
જે પ્રેમ કરે છે અને તિરસ્કારે છે,
જે સ્મિત કરે છે અને હણી નાખે છે.
એ ત્યજી દે છે, એ જમીનને-
જે લોહીની ઉપજ લણે છે.
એ ફગાવી દે છે, રાત્રે સૂઇ ન શકતા અકરાંતિયાઓની રાતને,
કોઇ ઘર વિનાના માણસની થરથરાહટને.
કોઇ નામ, જાતિ કે સંપ્રદાય વિનાની,
પોતાની જાતથી પણ અલગ થઇ ચૂકેલી,
સમર્પિત થાય છે એ,
સુંદર અને પવિત્ર, હવામાં ઉડતા પગ સાથે નૃત્ય કરી રહેલી.
કોઇ વૃક્ષની જેમ ખંખેરાઇને હળવી થઇ ગયેલી એ નર્તકી
આ બદલાવ વેળા બની જાય છે જાણે માત્ર એક સાક્ષી.
સમુદ્રી મોજાની રમત અને નમકથી ખરડાયેલા
કોઇ દરિયાઇ પક્ષીની ઉડાનનું નૃત્ય નથી એ,
કે નથી એ હારી-તૂટી ચૂકેલા કેનફીલ્ડના વિદ્રોહ અને પરાજયનું નૃત્ય.
નથી એ સમુદ્રી જળયાત્રાઓને પ્રકંપિત કરતા પવનનું નૃત્ય
કે નથી એ લહેરાતા, ઉંચા ઘાસનું સ્મિત.
એનું જળ-સંસ્કારથી શુધ્ધ થયેલું નામ હવે વાપરી શકાય તેમ નથી
કારણ કે એ પોતાના કુળ અને શરીરના માંસથી પણ મુક્ત થઇ ચૂકી છે.
એની પાસે છે હવે, એક યજ્ઞપાત્ર, જેમાં છે, એના લોહીનું ગીત,
એની તરુણાવસ્થાનું ગીત.
અજાણતા જ આપણે ફેંકીએ છીએ આપણા જીવન, એના પર,
જાણે ફેંકતા હોઇએ કોઇ ઝેરીલું, લાલ વસ્ત્ર.
અને એમ એ નાચે છે, જાણે સર્પદંશથી ઘવાયેલી.
મુકત અને આતુર સર્પો ચડી જાય છે, એના શરીર પર,
અને પછી જાણે ફગાવે છે એને, કોઇ જીતી લીધેલા ધ્વજની જેમ,
કે વિખેરાઇ ગયેલી કોઇ ફૂલમાળાની જેમ.
નિદ્રામાં ચાલતી, પોતે જે ધિક્કારતી એ જ હવે બની ગયેલી એ,
નૃત્ય કરતી રહે છે, પોતાથી પણ બેખબર.
તેના ચહેરા પર વિષાદની રેખાઓ ઉપસે છે, ઝાંખી થાય છે.
આપણી વ્યગ્રતામાં એ ઉંડા, ભારી શ્વાસ લે છે.
શાતા ન આપી શકનારી હવાને, એ ફગાવે છે, ઉચ્છવાસમાં
કોઇ એકાકી વંટોળની જેમ, દુષ્ટ અને પવિત્ર.
આપણે જ છીએ, એના હાંફતા સ્તનો, એની ફિક્કી ત્વચા,
ચારેકોર પડઘાતો એનો પાગલ ચિત્કાર,
એની નસોમાં ફેલાયેલો રક્તિમ તાપ
અને શૈશવકાળમાં ઇશ્વરની અવગણના.
ખેડૂત સ્ત્રી/ અનુવાદ: મનીષા જોશી
એ નથી ઉગાડતી કોઇના માટે જાંબલી ફૂલો,
નથી કાપતી છોડવાની મુરઝાયેલી ડાળખીઓ,
એ નથી લઇ જતી કોઇના માટે પાણી, તેના આરસી જેવા ઘડામાં.
જયાંથી કંઇ છાંયો નથી મળતો એવા લાંબા વૃક્ષોને એ ઢાંકે છે
અને એની નીચે પ્રસારે છે, આર્દ્ર છોડવાઓને, ને પછી રમે છે, લુકા-છૂપીની રમત.
કોઇ નથી દરવાજે, છતાં એ બારણું ખોલે છે,
અને જયારે કોઇ નથી આવતું અંદર ત્યારે એ બંધ કરી દે છે દરવાજો.
પછી એ થકવે છે પોતાને, એક એવા સ્વપ્ન માટે,
જે એને પોતાની સાથે લઇ જાય છે, મુકત કરે છે અને પછી છોડી દે છે.
એ રઘવાઇ થઇ જાય છે જયારે ફરી વળે છે,
એના ખેતરમાં, વસંતના પૂર.
એની વાવણીની જમીનમાં વેરાઇ જાય છે, નમક
અને ઢંકાઇ જાય છે, એના લોખંડી ઓજારો.
એને હવે સૂઇ જવા દો,
એને સૂવડાવી દો, કોઇ નાનકડા રુંછાળા પ્રાણીની જેમ.
જયારે તે સૂઇ જાય ત્યારે, તેનો હાથ નીચો કરો
અને ફેંકી દો તેના સ્વપ્નને, પવનની દિશામાં.
મૃત્યુ રઝળે છે, મનોભ્રંશની દશામાં,
દારૂડિયાની જેમ લથડાય છે, જમીન પર.
એ ઉલઝાવી દે છે, રસ્તાઓને, મરોડે છે ભાવિને,
અને વગાડે છે, ઢોલ, ધ્રુબાંગ…ધ્રુબાંગ…
એ ખેડૂત સ્ત્રીના નામરાશિ સમાન પવન અને દેવદૂતોએ
સુપ્રત કર્યા છે તેના દરવાજે, અનેક પ્રિયજનોના મોત
પણ નથી લાવ્યા મોત, હજી તેના પોતાના માટે.
નશ્વર દેહોના જુગારના ચમકતાં પાસા
ખણકાટ કરે છે, મૃત્યુના રસ્તામાં.
એણે નક્કી અદલા-બદલી કરી લીધી હશે
કે પછી ખોઇ નાખ્યું હશે
એ ખેડૂત સ્ત્રીનું બિચારું મોત.
એક ધર્મપરાયણ સ્ત્રી/ અનુવાદ: મનીષા જોશી
મારે જોવો છે, દીવાદાંડી પર રહેતા એ પુરુષને.
મારે જવું છે એ ખડકાળ સ્થળે
અને ચાખવી છે એના મોંમાં ઉઠતી લહેરોને.
જોવી છે એની આંખોમાં, સમુદ્રની અગાધ ગર્તા.
જો એ હજી જીવતો હોય તો,
મારે જવું છે, નમક અને ખારા પાણીના બનેલા એ પુરુષ પાસે.
લોકો કહે છે કે પ્રકાશઘરની ઉંચી દીવાલોમાં કેદ એ પુરુષ,
જુએ છે માત્ર પૂર્વ તરફ.
હું મુકત કરીશ એને, એના તરંગોથી.
સમુદ્રની ગર્તાને બદલે એ જોશે મને.
એ જાણે છે બધું જ, રાત વિશે.
એ રાત જ છે હવે મારો રસ્તો અને મારી પથારી.
એ જાણે છે સમુદ્રના અધપ્રવાહોને, ઓકટોપસને,
સમુદ્રના અનેક છિદ્રોવાળા જળચરોને
અને એક એવા ચિત્કારને જે અંત લાવી દે છે, તમામનો.
એની વફાદાર, ખડતલ છાતી સખત થઇ છે
દરિયાની ભરતીઓથી.
સફેદ જખમ જેવા દરિયાઇ સીગલો બોલાવે છે એને,
પણ એ હોય છે સ્થિર, શાંત, અનુપસ્થિત
જાણે હજી જન્મ્યો જ ન હોય.
પણ હું જઉં છું, દીવાદાંડીની ટોચે,
ધારદાર છરીઓ જેવા પગથિયા ચડીને,
એક એવા પુરુષ માટે, જે મને સમજાવશે,
પાર્થિવ અને દૈવ.
હું એના માટે લઇ જઉં છું, એક હાથમાં દૂધનો પ્યાલો
અને બીજા હાથમાં વાઇનનો ઘૂંટ…
એ સાંભળતો રહે છે, દરિયાઓને,
જે નથી ચાહતા પોતા સિવાય બીજા કોઇને પણ.
જોકે હવે કદાચ, એ સાંભળે છે, માત્ર શૂન્યતાને.
વિસ્મૃતિ અને નમક વચ્ચે, એ ખોવાઇ ગયો છે, કશેક.
હળવીફૂલ એક સ્ત્રી/ અનુવાદ: મનીષા જોશી
મેં જે સ્વપ્ન જોયું તેમાં
ન હતા કોઇ માતા-પિતા, ન સુખ, ન દુખ
કે ન કોઇ મિલકત, જેની સંભાળ રાખવી પડે.
અરુણોદય સુધી મારી ન કોઇ ઉમર હતી, ન નામ,
ન કોઇ જીત કે ન હાર.
હું એટલે દૂર ચાલી ગઇ હતી કે કોઇ તીર મારા સુધી પહોંચે તેમ ન હતું.
મારા દુશ્મનો મને ઇજા પહોંચાડી શકે તેમ ન હતા
કે ન તો મારો મિત્ર મને નકારી શકે તેમ હતો.
અસ્ખલિત ઉંઘમાં સરી પડેલી એક સ્ત્રી માટે
એક નવા જન્મનાર વિશ્વ સિવાય
બીજી કોઇ દુનિયાનું મહત્વ જ કયાં હતું?
હું જયાં હતી ત્યાં કોઇ પીડા નહોતી.
સૂર્ય, ચંદ્ર કે ઋતુઓ પણ મને અડી શકે તેમ ન હતા.
ન લોહી, ન સમયનો લીલો કાટ,
ન ઉંચી ઘાસની ગંજીઓ કે ન તેની આસપાસ ફરતી ભૂખ.
અને નશામાં ચૂર, મેં એલાન કર્યું,
મારો દેશ, મારી પિતૃભૂમિ!
પણ પછી, કોઇ ઉડતા ફૂલના તાર મારા મોં પર અટવાયા.
મારા ઉચ્છવાસ સાથે હવામાં આમતેમ ફંગોળાતા ફૂલના રેસા,
જાણે કરોળિયાના રેશમના તાંતણા કે પાણી પર દોરાયેલી ભરતીની રેખા.
હું પાછી ન આવી હોત, પણ હું પાછી આવી છું.
ફરીથી મારા ખભા ફરતે એક દીવાલ ચણાઇ ગઇ છે.
મારે ફરી સાંભળવું પડશે અને જવાબો આપવા પડશે.
હું ફરી રસ્તા પરના આક્રંદ સાંભળીશ અને રસ્તાઓ પર વેચતી ફરીશ.
પણ મારી પાસે છે હજી, પથ્થરનો એક ટુકડો અને કેટલીક છીણીઓ.
જૂના, ફેંકી દીધેલા કપડાઓની પુરાણી આદતો ખંખેરીને
હું ફરી ભેગી કરું છું, શક્તિ,
આ દુનિયાનો સામનો કરવાની.
પણ એક દિવસ, હું જઇશ,
કોઇ આંસુઓ કે આલિંગન વિના,
એક એવા જહાજની જેમ, જે રાત પડયે સફરે નીકળે છે.
કોઇ તેની પાછળ નથી હોતું,
કોઇ લાલ પ્રકાશના શેરડા તેને રસ્તો નથી બતાવતા,
જેને નથી પોતાના કોઇ કિનારા.
the ballerina
Now the ballerina’s dancing
the dance of losing everything.
She lets go of all she once had,
parents and siblings, fi elds and gardens,
the murmur of her river, the roads,
the tale of her home, her own face
and name, the games of her childhood,
as if to let everything fall
from her neck, her breast, and her soul.
At the break of the day and the solstice
she dances, laughing perfect dispossession.
What her arms fan away is the world
that loves and detests, that smiles and kills—
the land put to a vintage of blood,
the night of the glutted who don’t sleep
and the shiver of a homeless man.
Without name, or race, or creed, stripped
of it all and of her self, she surrenders,
beautiful and pure, on fl ying feet.
Shaken like a tree and in the midst
of her turning, she’s turned witness.
She’s not dancing the fl ight of albatrosses
stippled with salt and the play of waves;
nor the uprising and defeat
of the beaten canefi elds.
Nor the wind, shaker of sails,
nor the smile of the tall grass.
They can’t use her baptismal name.
She broke free of her clan and her fl esh,
received the chalice-song of her blood
and the ballad of her adolescence.
Unknowing we throw our lives on her
like a red envenomed robe
and so she dances, struck by snakes
that free and eager climb her,
then let her fall like a conquered fl ag
or a garland torn to pieces.
Sleepwalker, changed into what she hates,
she keeps dancing, not knowing herself strange,
her grimaces puffi ng and drawing in,
she who pants with our panting,
cutting the air that never cools her,
solitary whirlwind, vile and pure.
We are ourselves her panting breast,
her bloodless pallor, the mad shout
thrown out to the west and the east,
the red fever of her veins, the neglect
of the God of her childhood days.
the farm woman
For nobody she plants lilac
or prunes the azaleas
and carries water for nobody
in her looking-glass pails.
Facing someone who gives no shade
though he’s taller than her head,
she stretches out a damp fern
to play cat and mouse with.
She opens the gates though no one calls,
when no one comes in, she shuts them
and she tires herself for the dream
that takes her, frees her, and leaves her.
Turn aside the spring fl ood
that fi nds her crawling blind,
scatter salt where she sows,
bury her tools of iron.
Make her sleep; put her to sleep
like a civet or an ermine.
When she sleeps, lower her arm
and cast her dream to the wind.
Death wanders demented,
walks drunken about the earth,
he tangles roads, twists fates,
plays drumbeats on the globe.
Wind and Archangel, her namesakes,
delivered to her door
the death of all her loved ones
without delivering hers.
Bright gambling chips of mortals
jingle along his path.
He must have swapped, must have lost
the farm woman’s poor death!
a pious woman
I want to see the man of the lighthouse,
I want to go to the rocky point,
taste the wave in his mouth,
see the abyss in his eyes.
I want to reach him, if he’s living,
old man of salt and brine.
They say he looks only eastward
—walled up while still alive—
I want to cut him off from his waves
so in place of the abyss he’ll see me.
He knows all about the night
that’s now my bed and my road:
knows undertows, octopus, sponges,
knows a cry that ends all knowing.
His faithful, battered chest
is spat on by the tides,
he’s whistled at by gulls
and white as any wound,
and so still, so mute and absent,
he seems as yet unborn.
But I go to the lighthouse tower,
climbing the knife-edged track,
for the man who’s going to tell me
the earthly and the divine.
One in each arm, I bring him
a jug of milk, a sip of wine . . .
And he keeps listening to seas
that love nothing but themselves.
But maybe now he listens to nothing,
stalled in forgetfulness and salt.
the woman unburdened
In the dream I had no father
or mother, joys or sorrows,
not even the treasure I have
to guard until daybreak was mine.
I bore no age or name,
neither my triumph nor my defeat.
My enemy could wound me
or my friend Peter deny me,
for I had gone so far
that no arrows reached me:
to a woman asleep
this world meant no more
than the other worlds unborn . . .
Where I was, nothing hurt:
neither seasons, sun nor moons
could sting me, neither blood
nor the verdigris of time;
no tall silos rose,
nor did hunger march around them.
And like a drunk I declared:
“My country, Fatherland, la Patria!”
But—poor woman—one
tepid thread clung to my mouth,
thistledown that came and went
with each trifl ing of the breath,
no more than a spider’s silk
or a tide line on the sand.
I could have not returned, and I’ve returned.
Again there’s a wall at my shoulder
and I must hear and answer
and, bawling street-cries,
be once more the peddler.
I have my block of stone
and my handful of chisels.
I gather up my will
like abandoned clothes,
shake old habits from their sleep
and once more take up the world.
But someday I will go
with no tears and no embraces,
a ship that sails by night
without the others following her,
or the red beacons eying her,
or her own shores hearing her . . .
પરદેશી કાવ્યોનો બહુ જ સુંદર અનુવાદ .મનીષાબેનને અભિનંદન.
LikeLike
Reblogged this on ગુજરાતી સાહિત્ય સંગમ.
LikeLike