મનની મોસમનો માનવી -બાબુ સુથાર

બાબુભાઈનું  એક પોતાનું એક જુદું જગત છે.પ્રત્યેક મોસમને એની સુંદરતા હોય છે જેમ પ્રત્યેક માણસને પોતાનું સ્વરૂપ હોય એમ… જેને હું મનની મોસમ કહીશ ,બાબુભાઈના  મન સાથે બુદ્ધી સંકળાયેલી છે.તેઓ એક સર્જક તરીકે  મસ્તી ભર્યો અને  બિનધાસ્ત પણ…હાસ્યની સૂઝ પણ છે અને પોતા પર હસી જાણે છે માટે  મને એ ચન્દ્રકાન્ત બક્ષી જેટલા ગમે છે.(મસ્કા નથી ) જ્ઞાન ખુબ છે માટે શબ્દોને રમાડી જાણે છે.ગઈ કાલે જ એમને મળી નકારથી શરુ થતી તેમની વાતો મને સંભાળવી ગમે છે.એમની નકારમાં બળ છે.ઇન્ડિયાની એમની વાતો સાંભળી ,ના હોય ,આમ ના ચાલે ,આમ ના લખાય વગેરે હું સાંભળું છું કારણ ઘણું શીખવા પણ મળે છે.કારણ પાછળ એક લોજીક છે.હા પણ એમની વાતમાં એ વિદ્વતાને હંમેશા ભભરાવતા હોય છે.  પણ સાથે કહીશ કે અહી કવિતા માં કહે છે તેમ, એ જોડણી અને શબ્દોનું આયુષ્ય વધારવાનું કામ એ જ અત્યારે કરે છે એમાં કોઈ શક નથી, કોઈ બે મત નથી. એટલે જ એમની નકારાત્મકતાનો છેદ આપ મેળે ઉડી જાય છે. બાબુભાઇને તાળી, પ્રસંશા, એવોર્ડ કે મેદનીનો મેદ ચડતો નથી હા પણ જોડણી સુધાર માટે પોતાનું અસ્તિત્વ જતાવે છે જરૂર  અને વાત પણ સાચી છે ગુજરાતી ભાષાને  એની જરૂર છે.હું એમનાથી થોડી ડરું છું કારણ એમની એક્સરે જેવી બુદ્ધિ મારી ભૂલો પકડી પાડે છે.મને ખબર છે એ આ વાંચશે ત્યારે ઓછામાં ઓછી 15 ભૂલો કાઢશે ,મને મદદ કરતા નથી કારણ મેં કહ્યું તેમ મનની મોસમ ના માનવી છે.એમની પાસે એક સરખા દાંત અને ચીભ છે બતાવાનું અને ચવવાનું અલગ નથી,માટે જ છંદ કરતા એને ઓળિયું વધુ ગમે છે. “હું છંદશાસ્ત્ર જાણું છું”.મેં પહેલા કહ્યું તેમ કવિતામાં કોથમીરની જેમ વિદ્વતા  છાંટે છે. ભાષા ને જોડણીનું જ્ઞાન છે, પણ પાંડિત્યપૂર્ણ અલંકૃત ભાષા કરતા સાદી સરળ ભાષા એમને વધુ સ્પર્શતી લાગે છે.સાદી ભાષા પણ એમને ગમે છે તેટલી પ્રમાણિકતા અંતમાં દેખાડી છે. ભાવ સાચો હોય, કોઈ સંવેદન બળકટ હોય તો પછી કાવ્યની “ના” ગૌણ બની જાય છે.ના પાડીને કવિતા લખી છે.મેં કહ્યું તેમ એમની નકારની પોતાની એક મોસમ છે.એ વ્યક્તિ અને અભિવ્યક્તિ તરીકે અલગ છે. વિદ્વતાની એમની મોસમમા નકારનો એમનો ટહુકો જ એમની મોસમને વસંત બનાવે છે.

કાવ્ય સાથે “સન્ધિ”માં પ્રગટ થયેલાં કાવ્યોનો અનુવાદ પણ મુકું છું.

એક કાવ્ય -બાબુ સુથાર

હું કવિતા નથી લખતો.
હું તો મારી ઇન્દ્રિયો પર લાગેલા લૂણને માત્ર સાફ કરતો હોઉં છું.
હું મારી ભાષાના કેટલાક શબ્દોનું
આયુષ્ય વધારવાનું કામ કરતો હોઉં છું.
મને સામાજીક વાસ્તવિક્તા શું છે
એની ખબર નથી.
મને રૂપાન્તર નામની બલાની પણ ખબર નથી.
મને ‘પદાવલી’, ‘કલ્પન’ જેવા શબ્દો
‘ખમીસ’ અને ‘ચડ્ડી’ કરતાં ઉપયોગી નથી લાગતા.
હું છંદમાં કવિતા નથી કરતો.
પણ હું છંદશાસ્ત્ર જાણું છું.
એ શાસ્ત્રના જ્ઞાનના આધારે
હું એટલું કહી શકું કે
છંદને ધૂપેલની જેમ માથામાં નાખી શકાય નહીં.
એનો કાંસકાની જેમ માથું ઓળવા માટે પણ ઉપયોગ કરી શકાય નહીં.
સાચું પૂછો તો મને છંદ કરતાં ઊલિયું વધારે મહત્વનું લાગે છે.
કેમ કે એનાથી હું આખી રાત દરમિયાન
મારી જીભ પર ભેગો થયેલો કચરો
દૂર કરી શકતો હોઉં છું.

– બાબુ સુથાર

પેસોઆ (Pessoa)(પોર્ટુગીઝ કવિ)
અનુ: બાબુ સુથાર

આ પૃથ્વી પરથી દેખાય છે
એટલું જગત તો
મને મારા ગામમાંથી પણ દેખાય છે,
એમ હોવાથી મારું ગામ
કોઈ પણ શહેર જેટલું જ મોટું છે
હું જે જોઉં એવડો
નહીં કે મારી ઊંચાઈ જેવડો.

અહીં આ ટેકરી પરના મારા ઘર કરતાં
શહેરોનું જીવન નાનું હોય છે.
શહેરોનાં ઊંચાં મકાનો
દૃષ્ટિને તાળાં મારી દે,
ક્ષિતિજને સંતાડી દે,
નજરને ખુલ્લા આકાશથી
દૂર લઈ જાય.
એ મકાનો આપણને નાનાં બનાવે,
આપણી આંખો જેને જોઈ શકે
એ વિશાળતાને એ ખૂંચવી લે.
એ આપણને ગરીબ બનાવી દે
કેમ કે આપણી પાસે
જોવા સિવાય
બીજી કોઈ સંપત્તિ તો હોતી નથી.

ઝીબ્રા /અનુવાદ: બાબુ સુથાર

બપોર થતાં એ બેઠું ઘાસના માળિયા પર, અને ત્યાંથી એ ઊભું થયું ત્યારે તો એના ડીલ પર પડી ગયા હતા ચટાપટા. એ ચટાપટાથી ટેવાતાં એને ખૂબ વાર લાગેલી. સૌ પહેલાં તો ગધેડાંએ એને તિરસ્કારેલું તો જવાબમાં એણે કહેલું કે ગયા રવિવાર સુધી હું પણ એક ગધેડું જ હતી. ખચ્ચરે એને વેનિશિયન બ્લાઈન્ડ તરીકે ઓળખાવીને એનું અપમાન કરેલું તો એણે કહેલું કે ચિત્તાએ જ્યારે પોતાને શણગાર્યું ત્યારે તમે એની સામે કોઈ વાંધો લીધો ન હતો.
તો એ લોકોએ એને કહેલું, “એના ડીલ પરના ડાઘ તો ગોળ હતા. ફળો અને પ્રાણીઓ પોતાને ગોળ કુંડાળાંથી શણગારતાં હોય છે પણ તારી જેમ તો નહીં જ.”
શરૂઆતમાં એ એના ચટાપટાથી હેરાન થતી હતી. એટલે એ કેટલાંક વૃક્ષોની ડાળીઓ સાથે એની પીઠ ઘસતી. એણે હરણને સાબર સાથે એમ કરતાં જોયેલાં. પણ કંઈ ના વળ્યું. એના શરીર પરના ચટાપટા હવે એના ડીલમાં છેક હાડકાં સૂધી ઉતરી ગયા હતા. પછી દુ:ખતી પીઠ સાથે એણે પોતાને એક તળાવમાં જોયું. પછી એ એ તળાવના પાણીમાં પડી રહ્યું. એ સાથે જે એના ડીલ પરના લાંબા ચટાપટા સુંદર મજાની ગડીઓ બની ગયા.
હવે એને જે ચિન્તા છે તે એ કે કઈ રીતે આ ચટાપટાના રંગ સાચવી રાખવા. એણે વરસાદમાં જવાનું અવગણ્યું, એને થયું કે ગધેડાની જેમ રંગ ગૂમાવીને શું કરવાનું. એને જ્યારે પણ કોઈ ઝરણું ઓળંગવાનું આવતું ત્યારે એ ખદડૂક ખદડૂક ચાલતું અને સામે કાંઠે પહોંચ્યા પછી પોતાના પગ જોઈ લેતું. રખેને ક્યાંક એના ચટાપટાનો રંગ ધોવાઈ ગયો હોય!
એને, કેવળ એને એકલાને જ તબેલામાંથી બહાર કાઢી એક પાર્કમાં મૂકવામાં આવેલું; એનાથી એને એક વાતનો ખ્યાલ આવી ગયેલો કે એના ડીલ પરની ભાત સાચે જ કેટલી કિંમતી છે.
પણ એક દિવસે એને લાગ્યું કે આમાં કશું ય અસાધારણ નથી.
પાર્કની ઉપર એક વિશાળ શ્વેત આકાશ હતું. પવનને લીધે કેટલીક વસ્તુઓ એ આકાશમાંથી એક પારથી પેલે પાર ફટાફટ જતી. એના કારણે એમાં વાંકા લિસોટા પડતા, જે ધીમે ધીમે ભૂખરા બની જતા અને છેલ્લે એ કાળા પડી જતા. વીજળી થતી અને આકાશ પીળું બની જતું. ત્યાં કશુંક એક પળમાં ઝીબ્રા બની જતું અને બીજી પળમાં…
શું છે ઝીબ્રા, ભગવાન જાણે, શું છે એ આ જગતમાં? હું પૂછતી હોઉં છું મારી જાતને.
ઝીબ્રા – કેટલાક ડાહ્યા ગધેડા કહેતા હોય છે – બીજું કંઈ નથી હોતું પણ હોય છે એક ગધેડું. આખી રાત એના માલિકે એને ચાબૂકથી ફટકાર્યું હોય છે એટલે જ તો એના ડીલ પર …બસ, એ જ ઝીબ્રા.

જિરાફ/અનુવાદ: બાબુ સુથાર

એને ચાલતાં જોઈને બીજાં પ્રાણીઓ પોતાની જાતને પૂછે છે: એણે એવું તે શું કર્યું હશે કે એને કારણે એને આવી વિશેષ આદિમ ડોક મળી હશે?
સસલાં કહે છે, “બની શકે કે એ આપણા કરતાં વધારે સારી રીતે હવામાનનો ભાખી શકતું હશે.”
જેના શરીર પર ચટાપટા છે એવું જિરાફનું પિતરાઈ જીબ્રા કહે છે, “ક્ષિતિજ માટેની આવી તે કાંઈ ભૂખ હોતી હશે?” પછી એ સલાહ આપતાં કહે છે કે ભલેને એની પીઠ ભાંગી જાય એણે પોતાના શરીરનો ઘાટ બદલી નાખવો જોઈએ.”
એનું અપ્રમાણ શરીર એના પોતાના પાછલા પગને પણ ગભરાવી મૂકતું હોય છે. આ પ્રાણીઓ માને છે કે જિરાફ બે પ્રકારનાં હોય છે. એક જિરાફ તે ઈશ્વરે ઈછ્યું હતું એવું (જેને ગધેડા સાથે સંબંધ છે) અને બીજું તે રોજ રાત જતાં પોતાના શરીરના જ પા ભાગ જેટલું ઊચું વધે એ (એ જિરાફ તે કોઈકે કામણટૂમણ કર્યું હોય એવું).
“રોકો એને,” એના પાછલા પગ કહે છે, “રોકો એને. એ ભાગી જાય એ પહેલાં.”
એ ફરે છે જંગલમાં અને ત્યાં આવેલાં ઊંચાં વૃક્ષોને સંબોધીને કહે છે, “મને જવા દો, મને જવા દો”
વૃક્ષો, એમની રજવાડી આળસને પગલે, એમનાં પાંદડાંને ઊંચાં કરતાં નથી અને જિરાફ એમનાં પાંદડાંને ચીરતું પોતાનો માર્ગ બનાવી લેતું હોય છે અને જંગલને ખ્રીસ્તી દેવળોની કમાનની જેમ ખૂલ્લું મૂકીને આગળ નીકળી જતું હોય છે.
પોતાની સેવાઓની બહુ મોટા કમિશન સાથે ઓફર કરતું એ નીકળતું હોય છે જંગલની બહાર. એ તડકાથી બળતાં ખેડેલાં ખેતરોને છાંયો આપી શકે એવા હાથીને અને પથ્થર પર પળ ભર પર શેવાળને ઊંઘ ન લેવા દે એવી જળચક્કીને પોતાની સેવાઓની ઓફર કરે છે પણ એમને જિરાફ પર જરા પણ ભરોસો નથી. એ બન્ને કહે છે કે જિરાફની વાત આપણે સાંભળવી પડે એ ઘટનાને જ આપણે કમનસીબ ગણવી જોઈએ.
“જિરાફનાં બે લક્ષણો છે,” એ લોકો કહે છે,”એક સારું અને એક ખરાબ.”
આમ જૂઓ જિરાફ આ જગતમાં જરા પણ ખપનું નથી. કેવળ એક જ વાર બદુઇન પ્રજાએ એને ખપમાં લીધેલું. એમના તંબુનો વચલો થાંભલો ભાંગી ગયો ત્યારે એમણે જિરાફને એની જગ્યાએ ઊભું રાખેલું. એ દિવસથી જિરાફ એની સમગ્ર કાયા પર કાળાં પુષ્પો લઈને ફર્યા કરે છે. એ પુષ્પો હકીકતમાં તો દારૂ પીને છાટકા બનેલા પેલા બદુઈનોએ એની કાયા પર આખી રાત જે આડાઅવળા લીટા કરેલા એમાંથી બનેલાં છે.
“હે ભગવાન! શું છે આ જિરાફ.”
અને જિરાફ પોતે કહે છે કે એ એક ગંદુ પ્રાણી છે.
એ મારી ઝંખનાઓની નિષ્ફળતાઓને મળતું આવે છે.

પાઈનેપલ/અનુવાદ: બાબુ સુથાર

પૃથ્વીને પોતાની અંદર વસાવનાર આ ફળ હંમેશાં જમીન પર પડેલું હોય છે. એને વૃક્ષ પર લટકતા સોનેરી નાસપતિની ભંગુરતાની કોઈ જ જાણ નથી; એ પૃથ્વીની મૃદુતા અને એની કઠોરતાનો અનુભ કરતું છ અઠવાડિયાં જમીન પર પડી રહે છે.
યુદ્ધમાં વપરાતાં શિરસ્ત્રાણ પર પણ એના પર હોય છે એવાં શક્તિશાળી પીંછાં હોતાં નથી. એક લડવૈયા જેવું આ ફળ. એમેઝોનની છાતી જેવું ડરામણું. આ નાનકડી કેપસ્યુઅલમાં હોય છે આખા ખેતરને મઘમઘાવી મૂકે એવા અત્તરની લહેર.
“મને ઇલિયડ જેવું બનાવવામાં આવ્યું છે,” કહે છે પાઈનેપલ, “બહારથી કઠણ નેઈમ પ્લેટથી મઢેલું, મને ખોલો તો એમાંથી મળી આવશે ટ્રોયની હેલન પરની મીઠી મધૂરી પંક્તિઓ.”

 એમના પુસ્તકો  મેં વાંચ્યા નથી માટે કઈ જ નહિ કહું ….બાબુભાઈ માટે હોમવર્ક -જોડણી સુધારી વાંચશો.

પ્રજ્ઞા દાદભાવાળા

3 thoughts on “મનની મોસમનો માનવી -બાબુ સુથાર

  1. બાબુભાઈ નામ જ પૂરતું છે….સાચા ગુજરાતી તરીકે. તેમની ટકોર સાચા રસ્તે આગળ વધવાની દિશા સૂચક છે.આપણી અધૂરપને ઢંઢોળી જગાડે છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  2. babubhaino prichy ek uchikotina vivechk ane srjk trike gujrati sahityne che.aapna vachko mate srs rjuaat kri.babubhaina anuvad khub gmya.abhinndn.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.