‘મનની મોસમ’ લલિત નિબંધ (7) કોને કહું

 

સ્વાતિબેન બેઠકમાં સ્વાગત છે.

 

કોને કહું?

ગીરનું જંગલ અને પાછું સાવજ કુટુંબ ભાગ્યેજ જોવા મળે તેવો નજારો. પાંખા ઝાડ અને વચ્ચે નાનું સિંહ બાળ. શું વિચારતું હશે એ સિંહબાળ? માણસને જંગલ જોવા ગમે. વન્ય પ્રાણીનો નજારો લેવો ગમે છે. પણ જંગલમાં ઝાડ કપાવા લાગ્યાં છે.

ઋતુચક્ર બદલાતું જાયછે. કમોસમી વરસાદ, સુનામી વગેરે કુદરતી આપત્તિ સમગ્ર દુનિયા પર આવે છે. કોઈ કુદરતી આપત્તિથી બચી શકતું નથી. ક્યારેક સમાચાર મળે કે અતિવૃષ્ટિ ને કારણે અમુક હજાર લોકો મરણ પામ્યા તો વધારે હિમવર્ષાને કારણે અમુક હજાર મૃત વ્હેલ જોવા મળી. આ મહિને અતિવૃષ્ટિના સમાચાર હોય તો કોઈક વિસ્તારમાં સુકો દુકાળ.

ફોટામાં દેખાતું સુકું ઓછા ઝાડ વાળું જંગલ ગ્લોબલ વોર્મિંગ તરફનો નિર્દેશ છે.

કાપે જે વૃક્ષ

તડપે છે ધરતી

ભોગવે તે જ

“અમેતો સાઉથ આફ્રિકા ફરી આવ્યાં. શું પ્રાણીઓ જોવા મળ્યાં. હવેતો કેન્યા જવાનો પણ વિચાર કરીએ છીએ.” આવું ઘણાં લોકો બોલતા સાંભળ્યા છે. પણ જ્યારે સફારીમાં એ મુંગા પ્રાણીને જોતાં હશે ત્યારે શું વિચારતાં હશે? વિચાર આવશે પોતે કેટલાં લકી છે કે આવાં વન્ય પ્રાણી જોવાં મળ્યાં! બસ પોતાની જાતનોજ વિચાર. એ સમયે વન્યપ્રાણી નો કોઈ વિચાર ના આવે. માણસ જાત હંમેશા પોતાનો વિચાર કરતી સ્વકેન્દ્રિત રહેલી છે.

નેશનલ જોગ્રોફી પર પણ ઘણી ડોક્યુમેન્ટરી બનાવાઈ છે. લોકો તે ડોક્યુમેન્ટરી પ્રેમથી જુવે છે. એમાંના કેટલાં લોકોને પ્રાણી બચાવો કે જંગલ બચાવો નો વિચાર આવતો હશે? ચાલો માની લઈએ કે વિચાર કરતાં હશે તો તે માટે કેટલાં પ્રયત્ન કરતાં હશે? વધતી જતી વસ્તીને કારણે વિવિધ પ્રકારે લાકડાની જરૂરિયાત પણ વધી અને તેથી દિવસે દિવસે જંગલ વધુ કપાવા લાગ્યાં.

ભૌતિક સુખમાં રાચવું અને તે સાથે જંગલમાં ફરવા જવું જુદી વસ્તુ છે અને ખરેખર જંગલ અને વન્યપ્રાણી ને બચાવવા જુદી વસ્તુ છે. ફોટામાં જોઈએ છીએ કે એક માતા પોતાના બાળકની કેટલી કાળજી રાખે છે જેમ એક સ્રી પોતાના બાળકની કાળજી રાખે.

પ્રાણીને પણ લાગણી હોય છે. મુંગું પ્રાણી છે પણ કદાચ લાગણી અને સમજ માનવ જાત કરતાં વધારે હશે. સિંહણ સિંહબાળને જન્મ આપે પછી સિંહને છોડી દે છે તેનું કારણ સિંહબાળની સેઈફ્ટી. સામાન્યતઃ કહેવામાં આવે છે કે સિંહ ભૂખ્યો થાય તો પોતાના બાળને પણ ના છોડે માટે સિંહબાળ જન્મતા સિંહણ સિંહથી દુર થઈજાય છે અને પોતાની રીતે સિંહબાળને ઉછેરે છે. સિંહના જીવન પર ઘણાં અભ્યાસ થયાં છે અને થતાં રહેશે. એ અભ્યાસ સાથે માણસમાં વન અને વન્યજીવનનું રક્ષણ કેવી રીતે કરવું તે સમજ આપવી એટલીજ જરુરી બનેછે.

આપણા દેશમાં થોડાં વર્ષો પૂર્વે ગાઢ જંગલો આવેલાં હતાં. જંગલમાં હિંસક પશુઓનો વસવાટ થવાથી જંગલનું અને પશુનું બંનેનું રક્ષણ થતું રહે.

આ ફોટામાં સિંહબાળ ઉપરાંત બીજી બે સિંહણ છે. તે ત્રણેના ચહેરા કેટલું બધું બોલતા લાગેછે! સિંહબાળના મોં પર નિર્દોષતા સાથે કુતુહલ આપણા મગજમાં કુતુહલ જગાડે છે.

કુતુહલની વાત આવે ત્યારે કંઇ કેટલાય પ્રકારના સવાલ ઉત્પન્ન થાયછે.. આ વસ્તુ શું હશે? કેમ અહીં હશે? વગેરે અનેક સવાલ મગજમાં જન્મ લેવાં માંડે. મોટી સિંહણને જોઈએ તો તેના ચહેરાના ભાવ કૈક અનેરા લાગે. “બેટા નજીક ના જઈશ. પહેલાં મને તપાસ કરી લેવાં દે. કંઇ હાનિ પહોંચાડે તેવું નથીને! હું તપાસ કરું ત્યાંસુધી જરા દુર રહેજે.” આમ કંઇ કેટલાય સંવાદ પર વિચાર ફોટો જોતાં આવે. શું પ્રાણીઓને માણસો આતંકવાદી જેવાં લાગતાં હશે? આ પ્રાણીઓને લાગતું હશે કે કેમ માણસો આટલું પાછળ પડી જતાં હશે?

જ્યારે બીજી મોટી સિંહણ ચારેકોર નજર રાખતી ઉંધી ઉભી રહી કહેતી હોય તેમ લાગે,”હું જોઉં છું કોઈ નજીક આવતું નથીને! તું ભુલકા પર ધ્યાન આપ. આ વળી શું ગોઠવ્યું છે? ઉપરનો ભાગ બધી બાજુ ફરેછે તો કંઇ થશે તો નહિને!” ફોટામાં જોતાં તેઓની આંખોના આ સંવાદ જાણે મને સંભળાતા લાગેછે.

નાના સિંહબાળ થી માંડીને મને ત્રણે સિંહના મનમાં ચાલતાં વિચાર વમળ નો વિચાર આવે છે. વિશ્વ ભરમાં આતંકવાદ ફેલાયેલો છે. એક માનવ બીજા માનવ પર અત્યાચાર ગુજારતા અટકાતો નથી તે માનવ વન્યજીવનો નો શો વિચાર કરે!

ફોટામાં જોતાં બધાં નેગેટીવ વિચાર વધુ આવે. વિચારના બે પાસાં હોય છે. નેગેટીવ વિચાર અને પોઝીટીવ વિચાર. મને પણ વિચાર આવે કે હું ફોટો જોઈ લખવા બેઠી તો પહેલાં શું દેખાયું! સુકુ જંગલ દેખાયું એટલે નેગેટીવ વિચાર પહેલો આવ્યો અને જાગૃત થયો પર્યાવરણ પ્રેમ. મંથન કરતાં લાગ્યુકે લખવું બહુ સહેલી વાતછે. આટલી વધતી વિશ્વની વસ્તીમાં કોનો અને કેટલો દોષ કાઢીએ. પર્યાવરણ જાગૃતતા અભિયાન ચાલુ થયાં છે. દરેક શાળા કોલેજોમાં અભિયાન ચાલેછે. કહેવત છેને કે ‘ભણેલા ભવ ભાંગે.’ સૌથી વધારે લાકડું વપરાતું હોય તો તે ભણેલા લોકો દ્વારા.

ગામડામાં લોકો ખાલી ઇંધણ તરીકે અને બીજી જીવન જરૂરીયાતને માટે લાકડાનો વપરાશ રાખે. જ્યારે શહેરમાં ભણેલા લોકો દેખાડો કરી જાણે અને લાકડાનો દુરુપયોગ કરી જાણે.

સિંહબાળને જોઈ મુંગા પ્રાણી માટે દયાભાવ થાય તે સ્વભાવિક છે. આમ જંગલમાં કેમેરા ગોઠવી સિંહની હિલચાલની ફોટોગ્રાફી કોઈક સારા કારણસર કરતાં હશે, પણ નજરમાં આવી સિંહણની દયામણી આંખ. આપણું હ્રદય એવું કુમળું છે કે ભલેને એ સિંહણ સામાન્ય રીતે ચારેકોર જોતી હોય પણ ફોટો જોતાં આપણને તેની નજરમાં દયા અને લાચારી નો ભાસ થાયછે. ભાસ શબ્દ વાપરવા પાછળ કારણ એજ કે એમાં આપણી લાગણી સમાયેલી છે હકીકત કંઇ જુદી હોઈ શકે. સિંહની મનોદશા એ માત્ર આપણી કલ્પના છે. મને મનોદશા જોઈ જે ભાવ આવ્યાં તે આલેખતા એમ લાગેકે પાછળ ફરીને ઉભેલી સિંહણની આંખો ચપળતા ભરી દેખાય છે તો શરીરના વળાંક અને પગ થોડાક નિશ્ચિંતતા માં હોય તેમ દેખાયછે. પુંછ પાછી ટટ્ટાર!

દરેક પ્રાણી સતર્ક થાય ત્યારે તેની પુંછ ટટ્ટાર થાય છે. માણસ પ્રાણીની હિલચાલનો અભ્યાસ કરેછે તેમ માણસની હિલચાલ પર વન્યપ્રાણી ની નજર હોયજ છે. હવે પ્રશ્ન થાય કે પ્રાણી કઈ પાઠશાળામાં જઈને શીખતાં હશે? જેમ અનુભવ ઘણું શીખવાડી શકેછે. આ ફોટામાં ના પ્રાણીને થતું હશે વ્યથા મારી કોને કહું? કેમેરા ગોઠવતી વ્યક્તિને થયું હશે અબોલ પ્રાણીને કેમ કરી કહુંકે આમ પોઝ આપજે!!!     

સ્વાતિબેન શાહ અમદાવાદ

 

 

2 thoughts on “‘મનની મોસમ’ લલિત નિબંધ (7) કોને કહું

    • આભાર. થોડી વ્યસ્તતાને કારણે પ્રતિસાદ આપવામાં વિલંબ થયો. ક્ષમા કરશો.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.