“બેઠક”નો અહેવાલ -એક અનોખી એક સર્જનતાભરી સાંજ

 

કેલિફોર્નિયા મીલ્પીટાસ, ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટર ખાતે “બેઠક”માં તારીખ ૨૪મી ફેબ્રુઆરી  2017ના એક અનોખી એક સર્જનતાભરી સાંજ ગુજરાતી ભાષાની “બેઠક”મા પ્રેક્ષકે  માણી.

16864513_10155045955804347_1036023546157611056_nબેઠકની શરૂઆત કલ્પનાબેનની સુંદર પ્રાર્થના વડે થઇ.ત્યાર બાદ જયશ્રીબેનને આવકારતા પ્રજ્ઞાબેને “ચિત્રલેખા”એ લીધેલી નોંધ ની વાત કરતા કહ્યું આપણા મહાગ્રંથ ની અને સર્જકોના પુરષાર્થની નોંધના સમાચાર જરૂર વાંચજો.

વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધાના  સુંદર નિર્ણયએ સર્જકોની આતુરતાનો અંત આપ્યો. જયશ્રીબેન મર્ચન્ટે પોતાનો નિર્ણય જણાવતા કહ્યું લેખકો વિકસી રહ્યા છે.જયશ્રીબહેને ઈનામી વાર્તાઓની પસંદગી પાછળના આયામો બહુ સરસ રીતે સમજાવ્યા. ત્રણે ઈનામી વાર્તાઓ ઉત્તમ કક્ષાની હતી સાથે બીજા લેખકો પણ પ્રયત્ન થકી આગળ આવશે જ, વાંચન અને સર્જન જ તેમને વિકસાવશે.

_dsc0021_dsc0027_dsc0034
આ વખતની બેઠકની પ્રત્યેક ક્ષણ માણવા જેવી હતી.  ત્રણે બહેનોએ, દીપલ પટેલ ,પૃથા દેસાઈ  અને ધારા દેસાઈએ વિજયી વાર્ર્તાઓનું વાંચન કર્યું, એમની શૈલીએ  પ્રેક્ષકોને રસ તરબોળ કર્યા જેનાથકી વાર્તાઓના કથાનકને પણ બળ મળ્યું. દિવસે દિવસે બેઠકમાં થતા ફેરફાર અને વિકાસની સર્વે હાજર વ્યક્તિએ નોધ લીધી ,બેઠકની કક્ષા ઉપર આવી છે તે વિષે દાવડા સાહેબ અને મહેન્દ્રભાઈ પણ સમંત થઇ પ્રેરણા આપી. સૌથી મહત્વની જાહેરાત રેડિયો જિંદગીના ગુજરાતી પ્રોગ્રામના સંચાલક જાગૃતિ શાહએ “બેઠક”ને પ્રોત્સાહન આપતા કરી  કે માર્ચ મહિનાથી ગુજરાતી  રેડીઓ પર બેઠક” પ્રસ્તુત કરશે -“વાચીકમ”.જે સંભાળતા “બેઠક”માં ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું.
_dsc0039
અંતમાં આશ્વાસન વિજેતા જયવંતીબેને પણ પોતાની વાર્તા વાંચી લેકોને જયશ્રીબેનના સાચા નિર્ણયનો અહેસાસ કરવ્યો.પ્રેક્ષકમાંથી શરદ દાદભાવાળાએ જયશ્રીબેનના નિર્ણયને સાથ પુરાવતા કહ્યું કે વાર્તા ખરેખર પ્રશંસાને પાત્ર છે,અને આપનો નિર્ણય યોગ્ય છે.
પ્રજ્ઞાબેને નવા લેખિકા જીગીષા પટેલની ઓળખાણ કરાવતા કયું અહી બેઠલ દરેક વ્યક્તિમાં એક લેખક બેઠો છે, માટે  વાંચન સાથે કલમ ઉપાડવાની જરૂરત છે,માત્ર ડરના ઉમંબરા ઓળંગવાના છે.અંતમાં સંચાલક રાજેશ શાહે જયશ્રીબેનનો આભાર માન્યો. અને બેઠકના આગલા અહેવાલની નોંધ ગુજરાત સમાચારે લીધી છે તે જણાવ્યું ,પ્રજ્ઞા બેને કહ્યું કે રાજેશભાઈ નિસ્વાર્થભાવે આ સેવા માત્ર બેઠક માટે નહિ  બે એરિયાના સમગ્ર ગુજરાતી પ્રોગ્રામ માટે આપે છે અને અંતમાં એટલું કહીશ કે જયશ્રીબેને તેમના પતિની યાદમાં આ સ્પર્ધા યોજી પોતાના પ્રેમને જીવંત રાખ્યો છે.બધા સર્જકોને અભિવાદન આપતા પ્રજ્ઞાબેને  પ્રતાપભાઈ પંડ્યાના આશીર્વાદ આપ્યા, સર્જકોએ લાવેલ  મહા શિવરાત્રીનું  ફરાળી ભોજન માણ્યું “પુસ્તક પરબ”માંથી  પુસ્તકો વાંચવાના નિર્ણય સાથે લીધા, કલ્પનારઘુને જન્મદિવસને  હોંશે વધાવતા લોકો”બેઠક”ના સહજ વાતાવરણમાં કૈક  મેળવ્યું છે તે અહેસાસ સાથે છુટા પડ્યા._dsc0045

જયશ્રીબેન મર્ચન્ટ અને જાગૃતિશાહ નો “બેઠક”ના ભાષાના યજ્ઞમાં પ્રોત્સાહન બળ બનવા માટે આભાર…. 

 

બેઠકના આયોજક :પ્રજ્ઞા દાદભાવાળા

 

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in અહેવાલ and tagged , , , , , , , , , . Bookmark the permalink.

6 Responses to “બેઠક”નો અહેવાલ -એક અનોખી એક સર્જનતાભરી સાંજ

 1. Aarti rajpopat says:

  Sarve vijetao ne abhinandan.

  Like

 2. mdgandhi21 says:

  સુંદર અહેવાલ, જાણે એમજ લાગે કે હોલમાં બેઠા છીએમ દૄશ્ય માણીએ છીએ અને લાઈવ કોમેંટ્રી સાંભળીએ છીએ.

  મનસુખલાલ ગાંધી
  Los Angeles, CA

  Like

 3. tarulata says:

  srs bethk thi,nava pryogo ,yuvan prdhinu kam bhu prshnshniy che.abinndn snchaklone.

  Like

 4. padmakshah says:

  ખૂબસરસ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s