ચિત્રલેખાએ મહાગ્રંથ ની લીધી નોંધ…

‘ચિત્રલેખા’ના,ભરતભાઇ ઘેલાણીએ અમેરીકાના સર્જકોની, સહિયારી સર્જકતાની અને પુરષાર્થની નોંધ લીધી છે.

સર્વે મિત્રોને ખાસ જણાવાનું કે આ માત્ર એક વ્યક્તિનું કામ નથી મારા માટે કહું તો “બેઠક”ના ભાગનું આ બધું કાર્ય અનેક વ્યક્તિઓની પ્રેરણા થકી શક્ય બન્યું છે. જેમકે પુસ્તક પરબ”ના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યા, તો “બેઠક”ના ગુરુ, સર્જકોના પીઠબળ બન્યા છે,તેમજ બીજી અનેક વ્યક્તિ એ આ કાર્યમાં સાથે રહી સક્રિય કાર્ય કરી પ્રેરણા અને બળ બન્યા છે, જેમકે રમેશભાઈ તન્ના ,ભાગ્યેશભાઈ જહાં ,ડૉ બળવંતભાઈ જાની તેમજ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, અને કિરણભાઈ ઠાકર સૌથી મહત્વનો  ફાળો આપ્યો છે.

“સર્જકો”, તેમના માતૃભાષા પ્રેમ થકી ગ્રંથ બન્યો છે.અહી નામના કરતા ામાતૃભાષા  માટે ના બધાના પુરષાર્થને મહત્વ છે. અને માટે જ ચિત્રલેખાની નોંધનો આભાર વ્યક્ત કરીએ છીએ.આ લેખે પુરષાર્થની નોંધ લીધી છે.. .આ એક માતૃભાષાની જાગૃતિ માટે નો આપણા સહુ નો સહિયારો યજ્ઞ છે.માટે આપ સર્વને અભિનંદન…….માત્ર જરૂર છે હવે ઉદાર દાતા અને જાગૃત ગુજરાતી ની ……

-પ્રજ્ઞા

1016738_589389087799573_1022049036_n

photo-1

 

 

 

 

 

 

 

 

 

 

 

 

16865157_10155040772934347_1306188949396140478_nimg-20170223-wa0011-1

 

 

 

 

 

 

 

ગુજરાતી મહાગ્રંથના સર્જકોને માટે આજે આનંદનાં સમાચાર છે. ‘ચિત્રલેખા’ના,ભરતભાઇ ઘેલાણીએ અમેરીકાના સર્જકોની,સંપાદકોની અને સૌની સહિયારી સર્જકતાની નોંધ લીધી છે.તેના માટે મહાગ્રંથના સર્વે સર્જકો સવિનય આભાર માને છે. મહેશભાઇનો ખાસ આભાર જેમણે મૂળ સુધી જઇ, વ્યક્તિગત મહાગ્રંથને જોયા પછી વિગત નોંધી છે.

૨૦૧૬ના જુન મહિનામાં કૅલીફોર્નીયામાં ‘સંવર્ધન માતૃભાષાનું’ મહાગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું..વતનથી દૂર વિદેશમાં વસતા લેખકો દ્વારા પોતાની સંવેદનાની માતૃભાષામાં થતી અભિવ્યક્તિ કે સાહિત્ય સર્જન એટલે કે ડાયસ્પોરા લિટરેચરને (પ્રવાસી ગુજરાતી સાહિત્યને) પ્રકાશમાં લાવવાનું કામ મહાગ્રંથ દ્વારા પાંચ સૂત્રધારોએ કર્યુ છે. જેમાના ૪ લેખકો, વિજય શાહ, પ્રજ્ઞા દાદભાવાળા, પ્રવિણા કડકિયા તથા હેમા પટેલ અને અમદાવાદના કિરણ ઠાકર કે જેમણે આ મહાગ્રંથને સિંગલ બાઇન્ડેડ બનાવી કોઇપણ સ્વાર્થ વગર માતૃભાષા અર્થે કામ કરી ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં રજૂ કર્યો. આજે આ મહાગ્રંથ ગીનીસ વર્લ્ડ રેકોર્ડનાં આંગણે બારણુ ખખડાવીને ઉભો છે. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા શ્રી રઘુવીર ચૌધરીના પ્રોત્સાહનભર્યા શબ્દો પરદેશમાં રહેતાં ગુજરાતીને વધુ ગુજરાતી વાંચન કરવા અને લખવા પ્રેરણા આપશે.

મિત્રો, આજે માત્ર પૈસાના અભાવે આપણો મહાગ્રંથ ગીનીસ વર્લ્ડ રેકોર્ડના દરવાજે અટકીને ઉભો છે. જો કોઇ દાતા આગળ પડી આ મનોરથને પૂર્ણ કરશે તો ગુજરાતી ભાષાનુ ઋણ ચુકવ્યુ ગણાશે.

‘બેઠક’ના સંચાલક

કલ્પના રઘુ


Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, અહેવાલ, કલ્પના બેન રઘુ શાહ, બેઠક વિષે and tagged , , , , , , . Bookmark the permalink.

4 Responses to ચિત્રલેખાએ મહાગ્રંથ ની લીધી નોંધ…

 1. girishparikh કહે છે:

  સંવર્ધન બેંકબેલેન્સનું!
  મહાગ્રંથમાં મારું પુસ્તક ‘આદિલના શેરોનો આનદ’ છે એથી ગૌરવ અનુભવું છું.
  પાંચ માતૃભાષાભક્તોને આ મહાકાર્ય કરવા બદલ હૃદયપૂર્વક, શબ્દપૂર્વક અભિનંદન આપું છું.
  ગીનેસબૂક એમાં મહાગ્રંથને લેવા પૈસા માગે છે? મહાગ્રંથ છપાયેલું વિશ્વનું સૌથી મોટું પુસ્તક હોય એ શું પૂરતું નથી?
  હા, દાતાઓ જરૂર શોધો, પ્ણ પાંચ માતૃભાષાભક્તો જેમણે આ ભગીરથ કાર્ય કર્યું એમને તથા મહાગ્રંથના દરેક સર્જકને યોગ્ય પુરસ્કાર મળે એ માટે. દેખુતું છે કે બેંકબેલેન્સનું સંવર્ધન પણ અગત્યનું છે.
  ‘ચિત્રલેખા’ની રજા લઈ એમાં પ્રગટ થયેલો આખો લેખ પોસ્ટ કરવા વિનંતી કરું છું.
  –ગિરીશ પરીખ
  મોડેસ્ટો, કેલિફોર્નિયા

  Like

 2. girishparikh કહે છે:

  દાતાઓ શોધ્યા કરતાં પુરસ્કાર આપવાનો આ ઉપાય મને વધુ ગમે છેઃ મહાગ્રંથનું વિશ્વભરમાં વેચાણ કરી નફામાંથી પુરસ્કાર આપો.
  મારી દૃષ્ટિએ મહાગ્રંથનું પ્રકાશન થયું એ પૂરતું નથી, એનું વિશ્વભરમાં ongoing પ્રમોશન તથા માર્કેટીંગ પણ થવું જોઈએ.
  –ગિરીશ પરીખ
  મોડેસ્ટો કેલિફોર્નિયા

  Like

 3. tarulata કહે છે:

  prachar ane prytnothi dheyni purti jrur che.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s