વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017 (14)સમય સારણી

DSC03694

વિજય શાહ

 

 

 

એક વિસ્મય જ સમજોને મોટાભાઇ પ્રકાશને બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું, સામાન્ય રીતે આ કેન્સર તો સ્ત્રીઓને અને તે પણ ૩૫ કે ૪૦ વર્ષની વયે થાય…પ્રકાશભાઇને તો રોગ થવાની શક્યતા જ નહીંવત કારણ કે ખવા પીવામાં સંપૂર્ણ સંતુલીત જીવન..રોજ સવારે પંદર મીનીટ યોગ અને ધ્યાન ૩૦ મીનીટ, પાર્કમાં જોગીંગ અને બહારનું ખાવાનું નામ માત્ર નહીં. હજી પ્રિયાભાભી કોઇ છુટ છાટ લે પણ તે બંનેની છોકરી મીતાલી મેડીકલનાં પહેલા વર્ષમાં તેથી ઘરમાં બીન તંદુરસ્ત ખાવાનું આવે તો મમ્મીનું આવીજ બને..અને ખખડાવતા કહે બહારનું ખાવું હોય તો જરા તેમના રસોડામાં એ ખાવાનું બનતું હોય ત્યારે જરા જઇને આંટો મારી આવોને?  ખાવાના ઉપરાંત પેસ્ટી સાઈડ અને રસોઇઆનાં હાથની ગંદકી પણ જોવા મળશે.”

પ્રકાશભાઇને છાતીમાં ક્યારેક ક્યારેક દુખતુ હતુ પણ તે ક્યારેય સ્વિકારી નહોંતા શકતા કે તેમને છાતીનું કેન્સર હોઇ શકે.. હા તેનાં મોટાબેન મીરા બેનનાં મૃત્યુ સમયે ખબર પડી હતી કે તેમને છાતીનું કેન્સર છે અને તે ખુબ જ વીસ્તરી ગયુ હતું ત્યારથી તો પ્રકાશભાઇ માનતા કે બ્રેસ્ટ કેન્સર સ્ત્રીઓનો રોગ હોય છે.

તે દિવસે પ્રિયાભાભી બોલ્યા પ્રકાશ આ છાતીનાં વિસ્તાર ઉપર રતાશ કેમ દેખાય છે?.ત્યારે કશુંક તેને થયું છે તેવું તેને લાગ્યુ…મિતાલી ડોક્ટર એટલે પહેલું પપ્પાનું રાતું ચકામુ જોઇને ચિંતા કરી..ધીમે ધીમે છાતી ઉપર હાથ ફેરવતાં ડાબી બાજુ એક નાનો માંસનો બીન જરુરી લોચો દેખાયો. તેને દાબતા પુછ્યુ..”પપ્પા દુઃખે છે?”

“ નારે ના..પણ આ ચકામુ નહાંતી વખતે નજરે પડ્યા પછી થોડીક અણખત થાય છે.”

પપ્પા! અમને મેડીકલમાં એવું શીખવ્યું છે કે રોગ એટલે સામાન્ય કરતા કંઇક જુદુ થાય કે દેખાય એટલે સાવધાન થઈ જવાનું..આવી અણખત થતી હતી ત્યારે મને કહેવું તો હતું?  કાલે  તમે  મારી સાથે આવો છો..તમારી બૉડીનું કંપલીટ ચેકીંગ માટે…સવારે ચા પણ નથી પીવાની સમજ્યા? આમતો એમ ડી એંડર્સન હોસ્પીટલમાં એપોઈંટ્મેંટ જલ્દી ના મળે પણ પપ્પાને કેન્સરની વાત કહું તો મમ્મી હબકમાં અડધી મરી જાય.તેથી મારી સીનીયરને બતાવવા જઇએ છે કહીને પપ્પાને એકલાને જ લઈને ડાયગ્નોસીસ સેંટર પહોંચી ત્યારે વહેલી સવારનાં સાત વાગ્યા હતા. કંઈ કેટલાય પ્રકારનાં નિદાન કસોટીમાંથી નીકળ્યા પછી સાંજે ૪ વાગ્યે નિદાન આવી ગયુ હતુ. stage 2 ductal carcinoma in situ.

પ્રકાશનાં માનવામાં નહોંતુ આવતુ કે બ્રેસ્ટ કેન્સર પુરુષોમાં હોય…પણ મીતાલી કહેતી હતી “પપ્પા આ રોગ ૨૦૦૦માં એક માણસને દેખાય છે”

પ્રકાશ કહે “કેન્સર એટલે કેન્સલને?”

મીતાલી પોતે પણ આ ડાયાગ્નોસીસથી વ્યથીત તો હતીજ પણ તે જાણતી હતી_ કોઇક રીસર્ચ મેગેઝીનમાં તેણે વાંચ્યુ હતું કે આ રોગને નાથવા વિજ્ઞાન ઘણું જ આગળ છે ખાસ તો તેનાં આઘાતથી બેવડ વળી જતો માણસ આ રોગની રસી આવી જાય ત્યાં સુધી હસતો રહેવો જોઇએ કે જેથી તેના ઉપર પ્રયોગ થાય અને તેને જીવતદાન મળે.સમય અગત્યનું પરિબળા છે

મીતાલી બોલી “ પપ્પા તમે હજી સ્ટેજ ૨ પર છો અને આ રોગ આ તબક્કે એટલો વકરેલો નથી કે એમ કહેવાય કે કેન્સર એટલે કેન્સલ.”

“ જો બેટા મારામાં રોગને સમજવાની અને સહેવાની તાકાત છે એટલે જે હોય તે મને કહીશ તો વાંધો નથી. હા પ્રિયા સંવેદન શીલ છે. તેને સત્ય હળવે હળવે કહીશું.”

“ પપ્પા તમારી પાસે સમય છે તેથી વિજ્ઞાન કેટલી ઝડપે આગળ વધે છે તે જોવું રહ્યું  હવે નિદાન તો થઈ ગયું છે ટ્રીટ્મેંટ કેવી રીતે થશે તે સમજાવવા મીતાલીનાં સીનીયર ડૉક્ટરની તારીખ મેળવવી રહી.”

મોંઘા નિદાનો પત્યા પણ હવે બીજો ગઢ સાચા અને નિષ્ણાત ડોક્ટરની સુશ્રુષા મેળવવાની હતી…મિતાલી નિશ્ચિંત તો હતી પણ બેદરકાર રહેવાનું પરવડે તેવું નહોંતુ..સમય સારણીમાંથી સમયની રજ સતત સરકી રહી હતી..ચાલુ ભણતર સાથે પપ્પાની સારવાર ચાલુ કરાવી જેમાં પહેલું કામ હતું રોગને આગળ વધતો રોકવો અને બીજું કામ હતું તેને નેસ્ત નાબુદ કરવો..

ડોક્ટરો એ આપેલ તારીખોએ શેક લેવાનાં શરુ કર્યા.. જો કે પ્રિયાને શૉક તો લાગ્યો પણ જેમ રોગની ગંભિરતા તે સમજતી ગઈ તેમ બાપ દીકરીની વ્યથામાં તે સહભાગી થઇ ગઈ.તેને દીકરી એ દેખાડેલ હકારાત્મક પાસુ “ હજી તો સ્ટેજ ૨ છે પચાસ ટકા જ રોગ વકર્યો છે…બાકીનાં પચાસ ટકા માવજત અને સંશોધનોનો સહારો લેવોજ રહ્યો

પ્રિયાને તે કામ સોંપ્યું કે ગુગલ પર શોધવાનું કે જેથી મિતાલી જે સમજાવવા માંગતી હતી તે સમજે અને બીન જરુરી વલોપાત ન કરે..અને તેના સંશોધનો એ એક વાત સ્પષ્ટ કહી આ રોગ બીજા તબક્કામાં છે તેથી તે સાજા થઈ શકે છે. હજી તે ગાંઠ બીજા તબક્કામાં હોવાથી તેનું લીફ નોડમાં પ્રસરણ નથી થયુ.

મિતાલી મથતી હતી તેના વૈજ્ઞાનિક સંશોધનોમાં અને તેણે શોધી નાખ્યુ કે શેક સાથે સાથે એક રસી પણ શોધાઇ છે જે સંશોધનોનાં તો સફળ થઇ છે પણ હજી જન ઉપયોગમાં આવી નથી.

મિતાલી સમય સારણી જોતી અને તેમાં સરી જતી રેતી સમી  પપ્પાની જિંદગી જોતી અને ઉંઘમાં થી ઝબકી જતી.તેના સાથી ડોક્ટરો સાથે તે રસી જલ્દી પામવા શું કરવું જોઇએ તેની ચર્ચા કરતી..પપ્પાને શેક અપાવ્યા કેમોથેરાપીની દવાઓ ચાલુ હતી પણ તેને ધરપત નહોંતી. સરી જતા સમયને રોકી તેના પપ્પાને ઉગારી લેવાના વિચારો તેને જંપવા નહોંતા દેતા..વળી તે તો વિદ્યાર્થી હતી રોગનાં લક્ષણો સમજતી પણ તેના ઉપાયો અને સારવાર માટે તે હજી બીન અનુભવી હતી. તેના પપ્પાને રસીનાં પ્રાયોગીક ક્ષેત્રે લાવવા નો સીનીયર ડોક્ટરનો સુઝાવ મળ્યો અને તેને અમલમાં મુકવા લખાપટ્ટી શરુ કરી અને તે ક્વૉલીફાય થઇ ગયા તેથી પપ્પાને જાણે નવું જીવન મળી ગયાનાં ઉમંગ સાથે તે હોસ્પીટલનાં આઇસોલેટૅડ કેન્સર વૉર્ડમાં પહોંચી.

કેટલાય કાગળો અને કેટલીય બાંહેધરીઓ ઉપર સહી કર્યા પછી તે રસી એડમિનીસ્ટર થઇ.

પ્રકાશ કરતા પ્રિયા વધું સંવેદન શીલ હતી..તેનો પતિ સંશોધન પ્રાણી ગીનીપીગ બની રહ્યો હતો…તેના ઉપર સંશોધન ચાલી રહ્યું હતુ…જો કંઇ ખોટુ થયું તો તેણે પતિ ખોવાનો હતો.. મિતાલી સમજાવતી હતી..મમ્મી પપ્પાને કંઈ નહીં થાય..પણ પ્રિયા સંશોધનોની સારી અસર થઇ શકે તેવી મિતાલીની વાત કાયમ શંકાની નજરે જ જોતી. એમાંય વળી સ્ટેજ ૩નો દર્દી જોન ઉકલી ગયો ત્યારે તો તે બહું જ ડરી ગઈ અને રસી આપ્યા પછી પણ ઘરે લઈ જવાનો આગ્રહ કરતી રહી..અઠવાડીયામાં બ્લડ કાઉંટ વધેલું જણાયુ ત્યારે તેને થોડો વિશ્વાસ બેઠો.

આવે સમયે પ્રકાશે જ્યારે વીલ બનાવવાની વાત કરી ત્યારે મિતાલી પણ ચોંકી…” શું પપ્પા તમે પણ મમ્મી ની સાથે જઇને બેઠા?”

“ બેટા જિંદગીનો શું ભરોંસો? કાલે ઉઠીને હું ના હોઉ તો તમને લોકોને વ્યાધી કે ઉપાધી નહીંને?”

મિતાલી કહે “પપ્પા તમે કાલે હોવાનાં જ છો આ કેન્સર જીવલેણ નથી.”

ભલે બેટા પણ આ ઉંમર છે અધુરા બધાજ કાર્ય પુરા કરવાની. કશું નહીં થાય તો વાંધો નહીં આમેય અમેરિકામાં વીલ ના હોય તો કાયદાકીય તકલીફો પડે.

“પપ્પા હું જોઈ રહી છું તે મુજબ તમને પણ મારા ઉપર નો ભરોંસો. મમ્મીની જેમ ઘટી રહ્યો છે.”

“ના બેટા એવું નથી. મને તો પુરી શ્રધ્ધા છે જ. હું અહીંથી સાજો થઈને જ જવાનો છું.”

આ વાતને બે એક અઠવાડીયા વીતી ગયા હશે અને અચાનક ઉથલો આવ્યો કે જેણે પ્રકાશ અને પ્રિયાનો વિશ્વાસ ડગાવી ગયો..પરિક્ષણ દરમ્યાન સ્ટેજ ૨ પરથી રોગ સ્ટેજ ૨એ પર વધતો દેખાયો..આજુબાજુની લીંફ નોડમાં તે પ્રસરતો જણાયો.

સીનીયર ડોક્ટર જે અનુભવી હતા તેઓએ આ ઘટનાને મોટી ના ગણવા કહ્યું ત્યારે  મિતાલી કહે આ ઘટના કશુંક સુચવે છે..ડોક્ટર કહે હા એ જે સુચવે છે તે અમને ખબર છે..રસી દ્વારા અપાયેલ સંરક્ષણ ઓછું છે…અધુરુ છે..તેથી ફરી રસી વધુ માત્રામાં અપાશે. આ બધા પ્રાયોગિક પ્રયત્નો દ્વારા જ ડોઝ ગણાતો હોય છે.”

મિતાલી આ જવાબ સાંભળીને ગુસ્સે થઈ અને કહ્યું ઑપ્ટીમમ ડોઝ્થી રોગ આગળ ના વધે.. મને તેમની સાથેનાં બીજા પેશંટનાં ડોઝ્ની વિગતો આપો.. મને ક્યાંક ભુલ થતી દેખાય છે.રસી મુકનાર નર્સ પાસે જઈને તે બબડી પણ આ સામાન્ય પેશંટ નથી. આ મારા બાપુજી છે હું વધારે ચોક્કસાઇ જાળવવા મથું છું.

મિતાલીએ કારણ પકડ્યુ અને  તેણે સુપિરિયર જાણ કરી..તેના બાપુજીને ઓછો ડોઝ એડ્મીનીસ્ટ્ર્ડ થયો હતો..તાબડતોબ સુધારા થયા અને યુધ્ધનાં ધોરણે બીજો ડોઝ એડમીનીસ્ટર્ડ થયો. નર્સ પાસે કોઇ જવાબ નહોંતો પણ મિતાલી જોઇ શકતી હતી કે જો તે અન્ય પેશંટની જેમ રાહ જોતી રહેતી તો કદાચ સમય નીકળી જતે…પણ હકારાત્મક અભિગમને કારણે ચોક્કસાઇ વધુ હતી

“ જુઓ એક વાત તમે માનશો કે નહીં મને ખબર નથી પણ ઉપરવાળો પણ તેનેજ મદદ કરે છે જેને ઉપરવાળા પર શ્રધ્ધા હોય છે. હકારાત્મક અભિગમ પણ શરીરની પ્રતિકાર શક્તિ વધારતી ( Immunity)  હોય છે.  આ જેવી તમારા મનમાં આશંકા થઇ અને વીલ બનાવવાની વાત થઈ અને તમને રોગનો ઉથલો આવ્યો  

પ્રકાશભાઇ તરત જ બોલ્યા મિતાલી “ તારી વાત વિચારવા જેવીતો ખરી જ..પણ વૈજ્ઞાનીક તરીકે કોઇ પ્રમાણભૂત આધાર નથી..પણ ડુબતો માણસ તરવા માટે જેવો કોઈ આધાર પકડે તેવી તારી વાત તો છે જ.”દિવસો જતા હતા અને માઠી ઘડી જે આવવાની હતી તે જતી રહી.આગળ વધતો કેન્સરનો પ્રભાવ ઘટવા માંડ્યો હતો.. ઘડીયાળમાંથી સરી જતી રેતી સરતી તો હતી પણ મૃત્યુનો ભય જતો રહેવા લાગ્યો હતો પપ્પા વિનાની દુનિયા મિતાલીતો કલ્પીજ શકતી નહોંતી.પણ આ શેક અને રસી અપાયા પછી સારા થતા જતા પપ્પા સાથે તે કલાકો બેસી રહેતી હતી. વારં વાર બ્લડ કાઉંટ કરતી રહેતી..પ્રિયાને પણ આ વર્તણુંક વિચિત્ર લાગતી.

“ પપ્પા તમે વીલ કરી જ નાખો  તબિયત તો સારી થશે જ પણ કાગળ પતર કરી રાખવા સારા!”

“ કેમ શું થયુ? તારું મનોબળ ભાંગવા માંડ્યું કે શું?”

“ ના. પણ એક વાત સાચી છે પેશંટનાં મનોબળ ઉપર કે હકારાત્મક પરિબળ ઉપર રોગ નિર્ભર નથી. ડૉક્ટર તરીકે આ બધી વાતો તમને રંજ મુક્ત રાખવા કરતી હતી. પણ અંદરથી હું પણ તમને પપ્પા સમજીને … મારા પોતાના ગણીને રોગ સામે ઝઝુમતી હતી..ખરેખર તો તમે મારા પેશંટ છો સમજીને હવે કરવા મથુ છું. ત્યારે ડોક્ટર તરીકેનો અહેસાસ વધુ પુખ્ત છે.”

“સમજણ ના પડી બેટા!”

“ડોક્ટર તરીકે પણ મારે મારા દરેક પેશંટ સાથે આટલી જ નિષ્ઠાથી કાર્ય કરવું જોઇએ તે અહેસાસ મને પુખ્ત કરી ગયો.”

પ્રકાશ જોઇ રહ્યો કે મિતાલી ખાલી દીકરી જ નહીં હવે તેની સારવાર પુખ્ત ડૉક્ટર તરીકે કરી રહી હતી. ક્યાંય વેરો આંતરો નહોંતો. તેના સીનીયરે આ વાત જાણી ત્યારે તે બોલ્યા “ મિતાલી ડોક્ટર તરીકે તેં લીધેલી શપથ હવે ફળી. હવે રોગ કાબુમાં આવવોજ જોઇએ.દિવસો વીતતા રહ્યા..

બસ પપ્પા હવે તમે સંપૂર્ણ સારા થવાની દિશા પકડી ત્યારે મારો આ અહેસાસ પુખ્ત થઇ ગયો છે. સારવારમાં કોઇ કચાશ નહીં અને પરિણામ અંતે તો ઉપરવાળાને જ હાથ હોય છે.

છેલ્લે તે  દિવસ આવી ગયો જ્યારે પ્રકાશને કોઇક વીરને રણભૂમીમાંથી વિજેતા થઈને આખુ કેન્સર ડીપાર્ટ્મેંટ વળાવવા આવ્યું.  બહુ ઓછા વિરલા હતા જેકેન્સર મુક્તજાહેર થતા હતા.

પેલી સમય સારણીમાં વહેતી સમયની કણો  સમય પુરો થાય અને  નવેસરથી  ફેરવાઇ જાય તેમ પ્રકાશનું નવતર જીવન શરું થતું મિતાલી જોઇ રહી

વિજય શાહ

 

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in વિજય શાહ, વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા and tagged , , , , , , , , , . Bookmark the permalink.

3 Responses to વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017 (14)સમય સારણી

  1. tarulata says:

    svanubhv ane varta ekbijama ek thya.abhinndn.

    Like

  2. dipal018 says:

    વાર્તા ખુબ સરસ છે પણ જો જોડણીની ભૂલો અને શબ્દો વચ્ચેની જગ્યા સુધારી શકાય તો વાચવાની મજા આવે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s