વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017 (12) ભૂરું ચાઠું

snel-patel

સ્નેહા પટેલ

 

 

 

 

 

 

રોશનીબેન, શહેરના જાણીતા સાયકોલોજીસ્ટ હતાં પણ એમના ઘરમાં એમની વાતો પર કોઇ ખાસ ધ્યાન અપાતું નહીં. આમ બહુ પ્રખ્યાત પણ આમ ઘરની મુર્ગી! એમને સંતાનમાં માત્ર એક પુત્રી હતી, નામ લજામણી.

લજામણી, રંગે થોડીક શામળી પણ નાજુક નમણી,પાતળી પરમાર. વળી શ્યામરંગ હોવા છતાં એની ચામડીમાં કુમળા પાન જેવી જ અજબ કુમાશ હતી. શારીરિક સ્વસ્થતાની  ચાડી ખાતી રતુમડી, લીસી ચમકતી ત્વચા. જેમ લજામણીના નાનકડા ગુલાબી ફૂલો એને સુંદર બનાવે છે એમ  ભરજુવાનીનો ગુલાબી નશો એને વધુ સુંદર,મદમસ્ત બનાવતો હતો. એને જોઈને શ્યામ રંગ સમીપે ના જવુંઊક્તિ યાદ આવી જાય. 

 ખાટલે ખોટ મોટી એક જ વાતની હતી કે એ માનુનીમાં “નામ પ્રમાણે ગુણ” નહોતા. એ જુવાની બેકાબૂ,રૂપાભિમાનના મદમાં થોડી છાકટી હતી.
રોશનીબેનને આ નકેલ વગરની જોશીલી જુવાનીની ચિંતા હંમેશા સતાવતી રહેતી હતી. વળી એમના પતિ કમલભાઈ પણ લજામણીનો સાથ આપતાં, પુત્રીપ્રેમમાં અંધ થઈને રોશનીબેનની વાત ગણકારતાં નહીં. એક જુવાન છોકરીની મા હોવું એક અભિશાપ લાગવા માંડેલો. લજામણી  એમના કહ્યામાં નહતી. લજામણીને રોશનીબેન જૂના જમાનાના, કચકચીયા લાગતા. એ વિચારતી,
એ તો બોલ્યા કરે. એમને શું ખબર કે જમાનો ક્યાં જઈ રહ્યો છે? બે ચાર બૉયફ્રેન્ડ ના  બદલ્યા તો સાલી જિંદગી શું જીવ્યા? જુવાની છે, રૂપ છે અને લગ્નની બોરિંગ જવાબદારી નથી ત્યાં સુધી લહેર કરી લો, કાલ કોણે જોઇ છે? એમને શું સમજ પડે આ મસ્તી? કદાચ એમને પોતાના સમયમાં આટલી સ્વતંત્રતા નહીં મળી હોય, એટલે અમારા માટે થોડોક  ઈર્ષ્યા ભાવ પણ થતો હશે. હું પૂરતી સમજદાર છું. આજના નેટના જમાનામાં મને બધું ય સમજ પડે છે. હવે એમને કેટકેટલું સમજાવું?’

જોકે એને એના પપ્પાં પૂરાં લાડપાડ લડાવતાં અને કાયમ એનો પક્ષ લેતાં.પપ્પા બહુ વ્હાલાં હતાં.


લજામણીના મિત્રોનું લિસ્ટ વધતું ચાલતું..ફોન કોલ્સ..મેસેજીસ… એમાં નેટનું વ્યસન, નેટીયા સંબંધોના ડીપ્રેશન,વળી એ ડિપ્રેશનનો ઇલાજ પણ નેટ મારફત જ શોધવાની રોજ રોજની મથામણો. લજામણી અંત વગરના માનસિક તકલીફોના જાળામાં ફસાતી રહેતી.


મા થી દીકરીની આ હાલત ના જોવાય,પણ શું કરે શિખામણ આપે એ તો બધુંય એના માટે કોડીના ભાવનું જ ! એમના માર્ગ-દર્શન કરતાં તો ચેટીંગમાં બિન-અનુભવી અને નેટીયા મિત્રો એમની કાચી પાકી સમજ મુજબ જે રસ્તા સુઝાડે એ સાચા અને વિશ્વાસુ!
રોશનીબેન  વિચારતા, ‘આજના જમાનામાં છોકરીના મા બાપ હોવું એના કરતા વાંઝિયા રહેવું સારું.આમ ને આમ  તો એની જુવાનીની મસ્તીમાં આ છોકરી મારો  જીવ લઈ લેશે. ફેશનપરડના આ જમાનામાં આધુનિકતાના નામે અનેકો રાસલીલાઓ રચાય છે. વળી અમુક જુવાનિયાઓ તો પોતાની અય્યાશીની સહુલિયત માટે ‘લીવ-ઈન-રીલેશનશીપ’ જેવા નવા નવા નામો પણ શોધી આવે છે. કોઇ જ કચકચ નહીં. કોઇ જ  જવાબદારી નહીં. મન ફાવે તેમ પોતાને ગમતા પાત્ર સાથે એક જ છત નીચે પતિ પત્નીની માફક રહેવાનું. ના ફાવે તો, ‘તું તારે રસ્તે, હું મારે રસ્તેવાળી’ કરી,  શાંતિથી છૂટા પડી જવાનું. એક નવી વ્યવસ્થા શોધી લેવાની. કેટલું સરળ બધું જ! એ જોઇને લજામણી જેવો સમાજનો નાદાન અને નિર્દોષ વર્ગ દિશાવિહીન થઈને ખોટામાર્ગે ભટકતો થઈ જાય છે, આ બધા માટે કોને દોષ દેવો અને કેવી રીતે બધું અટકાવવું ?’

વળી આ બાબતે સગા-વ્હાલાં જોડે પણ વાતચીત કરીને કોઇ રસ્તો શોધી શકાય એમ નહોતું – સામાજીક બદનામીનો ડર! સમસ્યાના સમાધાનના બદલે તમારા સંસ્કારો જ ખોટાજેવા સ્વસ્તિ વચનો બૂમરેંગની માફક પાછા પડઘાવાની પૂરેપૂરી શક્યતાઓ! ચૂપચાપ રહી જે થાય એ જોયા કરો..જેવી હરી ઇચ્છા!

 દિવસે ને દિવસે વધુ ને વધુ ટૂંકા થતા બ્રાન્ડેડ વસ્ત્રો, લેટેસ્ટ હેરસ્ટાઇલ,રોજ બરોજના જીવનમાં શૃંગારીક સાધનોનો છૂટથી થતો ઉપયોગ અને કુદરતે આપેલ બેફામ રૂપરાશી – લજામણી  કોઇની પણ રાતોની ઊંઘ ઉડાડી શકે એટલી હદે સુંદર દેખાતી હતી ઉપરથી એની મુકત વિચારસરણી !

એનો એક ખાસ મિત્ર હતો, પરમ. પૈસાદાર મા બાપનો એકનો એક સ્માર્ટ -હેન્ડસમ છોકરો.

આટલા બધા મિત્રોમાં લજામણીને એ કંઈક વધારે જ ખાસ  લાગવા માંડેલો. એને જોઇને  પહેલી વાર ‘સાચો પ્રેમ’ એટલે શું જેવી લાગણીની અનુભૂતિ થવા માંડેલી. કૉલેજની બધી છોકરીઓ એની બાઇક ચલાવવાની, હેર-સ્ટાઇલ, એની વાતો કરવાની સ્ટાઇલ – બધી સ્ટાઇલ પર ફિદા ફિદાહતી.  પણ એ સ્ટાઇલ એમ્બેસેડરેઆટલી બધી છોકરીઓમાં લજામણીને ખાસ સ્થાન આપેલું.

 આજે કોલેજની પિકનીક હતી. પરમ પણ આવવાનો હતો. લજામણી એની સાથે આખો દિવસ ગાળવા મળશે એ વિચારથી જ માત્ર પાગલ પાગલ થઈ જતી હતી. લિવાઇસનું ટાઇટ ફીંટીંગનું બ્લુ જિન્સ, ઉપર ચપો ચપ લાઇમ યલોસ્પગેટીનું ટોપ, ટોપમાંથી ડોકાતા એના ખભા સુધીના નાજુક નમણાં હાથ, હાથમાં ટોપને મેચિંગ થતા ત્રણેક બ્રાસના કડા અને બીજા હાથમાં ફાસ્ટ ટ્રેકનું સ્ટાઈલિશ ઘડિયાળ, કાનમાં નાનકડી નાજુક ઇયરિંગ, ખુલ્લા ખભા પર ગર્વીલા થઈને ઝૂલતા  લેટેસ્ટ સ્ટાઇલથી  કટિંગ કરાવેલા કાળા કાળા સિલ્કી વાળ.. આજે લજામણી કોઇનું પણ દિલ એક ધડકન ચૂકી જાય એટલી રુપાળી લાગતી હતી! એક નજર અરીસામાં પોતાના પ્રતિબીંબ પર નાખીને મનમાં ને મનમાં હરખાઈ એ રૂપ-ગર્વિતા અને પર્સ ઊલાળતી પોતાની  ગાડી લઇને પરમના ઘરે જવા નીકળી.

  પરમનું કુંટુંબ એક અત્યાધુનિક વિચારસરણી ધરાવતું ધનાઢય કુટુંબ હતું. એના મમ’ પોતાના સખીવૃંદ સાથે  ક્લબમાં ગયેલા અને ડેડએમના બિઝનેસાર્થે યુ.કે. – ફોરેન ટ્રિપમાં.

પરમ ઘરમાં એકલો હતો અને એ વાત જાણતી લજામણી સીધી પરમના બેડરુમમાં જ પહોંચી ગઈ. પરમ તૈયાર જ થઈ રહ્યો હતો.  પલંગ પર બેસીને એના રીબોકના સ્પોર્ટસ શૂઝની લેસ  બાંધી રહ્યો હતો ને લજામણી એના ઘરમાં પ્રવેશી. દિગ્મૂઢ થઈને પરમ લજામણીને જોઇ જ રહ્યો. આંખ પલકારો મારવાનું પણ ભૂલી ગઈ. પલંગ પરથી ઉભો થઈને  એ લજામણીની નજીક ગયો અને એના ખુલ્લા લીસા ખભા પર એનો હાથ મુક્યો પણ એ તો સાવ લસરી જ ગયો! લજામણીના રુંવાડા ઊભા થઈ ગયા. ત્વચા પર નાની નાની ફોડકીઓ જેવું કંઈક ઊપસી આવ્યું. દિલમાં સૂરીલું સંગીત વાગવા માડ્યું, આંખો બંધ થવા લાગી. આને ઇજન સમજી રહેલ પરમના હાથના સ્થાને એના હોઠ લજામણીના શરીર પર લસરવા માંડ્યા. એના લીસા લીસા ગાલ,.નાજુક ગુલાબી હોઠ,પતલી સુરાહીદાર ગરદન, ગરદનથી નીચે જતાં જતાં તો પરમ એનો જાત પરનો કાબૂ જ ખોઇ જ બેઠો.એના હાથ એક પછી એક કરીને લજામણીના કપડાં એના શરીરથી અળગા કરવા માંડ્યા. લજામણીની થોડી શર્મિલી રોકટોકના અવરોધોને ધરાર અવગણીને પરમનો હાથ એના શરીર પર સ્વચ્છંદપણે વિહરવા માંડ્યા. લજામણીનું દિલ જાણે કે હમણાં ઊછળીને બહાર આવી જશે એવું જ લાગ્યું. એ આધુનિકાના ઘણા પુરુષ મિત્રો હતાં પણ આટલી નજીક એણે કોઇને ક્યારેય નહોતો  આવવા દીધો. પરમમાં કંઈક અનેરું મોહક તત્વ હતું જે એને અનહદ આકર્ષતું હતું, એ એને રોકી જ ના શકી.  વળી અંદરખાને  એક છૂપી બીક પણ હતી કે, જો એ ના પાડશે તો કદાચ પરમ એને જૂનવાણી માનસની માનીને  છોડી દેશે અને એ કાયમ માટે પરમને ગુમાવી બેસશે. પરમ વિના જીવન અશક્ય અને રંગવિહીન લાગતું હતું.

મદમસ્ત બેય કાંઠે વહેતા નીર જેવી જુવાની… લજામણી પણ એ વહેણમાં તણાઇ ગઈ, લતાની માફક પરમને વળગી પડી..

 બસ કર પરમ હવે.’

અરે, એમ તો કંઈ થોડી બસ થાય. માંડ માંડ તો હાથમાં આવી છે, કેટલી રાહ જોવડાવી છે, કેટલો તરસાવ્યો છે તેં મને..’

પરમના હોઠ પૂરી મજબૂતાઈથી લજામણીના ગળા પર ચોંટી ગયાં અને એના ગળા પર એક ભૂરું ચાઠું ઉપસી આવ્યું.

આહ્…સાવ જંગલી જેવો છે તું.’

અરે… એને જંગલીપણુ નહીં પણ પ્રેમ કહેવાય ડાર્લિંગ.’

હા..ના….ના…હા.. અને છેલ્લે સ્વીકૃતિ…

બેય પ્રેમીઓ પ્રેમસાગરમાં ગોતા લગાવવા માંડ્યા..

પિકનીક ભૂલીને બેય જણે આખો દિવસ પરમના રૂમમાં જ પ્રેમાસવનો નશો કર્યા કર્યો.

 આ બનાવના થોડા સમય પછી લજામણીને પરમના વર્તનમાં ખાસો બદલાવ લાગવા માંડેલો. એને આખો દિવસ મેસેજીસ કરી કરીને હેરાન કરી મૂકતો, દિવસમાં ૨૦-૨૫ વાર ’આઈ લવ યુ’ કહેવા માટે નફ઼્ફ઼્ટાઈથી ફ઼ોન કરતો પરમ હવે એનો ફ઼ોન ઉપાડવાની પણ તસ્દી નહતો લેતો. આજ-કાલ એ ક્યાં છે, શું કરે છે કંઇ જ સમાચાર એને નહતા મળતા.

 આજકાલ પરમનું વર્તન કેમ બદલાઈ ગયું છે?’  લજામણી કોલેજની કેન્ટીન તરફ આગળ વધતાં વધતાં આમ વિચારતી  હતી અને પરમ એની નજરે  ચડ્યો. પરમ સીમા સાથે કૉલેજ કેમ્પસમાં થોડો વધુ જ આત્મીયભાવ બતાવી રહ્યો હતો. બિનજરુરી રીતે સીમાને અડી અડીને વાત કરતો હતો. ‘પઝેસીવ’ લજામણીથી પરમ કોઇ પણ બીજી છોકરી સાથે આમ હસી હસીને વાત કરે એ રતીભર સહન ન થયું, એ જગ્યા એની જ હતી, ફક્ત એની. એણે પ્રેમમાં પોતાની આખે આખી જાત પરમને સમર્પી દીધેલી, કદાચ એથી માલિકીભાવ વધારે મજબૂત થઈ ગયેલો!

 પરમ, એક મિનિટ આમ બાજુમાં આવને પ્લીઝ, મારે થોડું અંગત કામ છે.’

 અરે, સીમાથી વળી શું છુપાવવાનું જે હોય તે એની સામે જ કહે.’

સીમાની સામે તો કેમની કહેવાય ? તું સમજને..’

કેમ, એમાં શું વાંધો છે તને?  હું નહીં આવું, જે હોય એ અહીં જ કહે, નહીં તો તેલ પીવા જા!’

અને લજામણી પર જાણે હિમપ્રપાત થયો, સાવ ચેતનાશૂન્ય થઈ ગઈ.

 ‘આ..આ એનો પરમ બોલતો હતો! એ પરમ જે એને લગ્નના મીઠડાં વચનો આપતો હતો, એની આગળ પાછળ લટ્ટુ થઈને ગોળ ગોળ ફરતો હતો, એના પર ઓળઘોળ થઈ જતો હતો.’

પરમ, તું આમ બીજી છોકરીઓ સાથે અડી અડીને વાતો કરે છે, જે રીતે વર્તન કરે છે એ મને સહન નથી થતું. કેમ? એ તો તું બરાબર જાણે જ છે, એમ છતાં તું કેમ આવું કરે છે? તને ખબર છે ને કે હું તને કેટલો ચાહું છું.’

 હા હા હા..’ . પરમ એકદમ અટ્ટહાસ્ય કરી ઊઠયો.

 પ્રેમ અને તું? અરે, પાગલ છે કે શું? તારા તો કેટકેટલાં બોય-ફ્રેન્ડસ છે. તારી સાથે મોજ મસ્તી જરૂર થાય એની ના નહીં, બહુ કમાલની છોકરી છે તું, પણ ચારિત્ર્યહીન. તારી સાથે લગ્ન કે પ્રેમ થઈ શકે એવું કોઇ વિચારી પણ કેમ શકે! મારી પહેલાં કેટલાંય છોકરાઓ સાથે તું આવી રાસલીલા….સમજને હવે, આમ જાહેરમાં શીદને …’

 પરમ પ્લીઝ, સમજવાનો પ્રયત્ન તો કર. તું તો મને  ખૂબ સારી રીતે જાણે છે કે મારી આટલી નજીક તારા સિવાય કોઇ જ નથી આવી શક્યું.’

 અને પરમ એની સામે આવીને, આંખોમાં આંખ નાખીને ઊભો રહ્યો.

ડીયર, જે છોકરી લગ્ન પહેલાં જ બધી છૂટ – છાટ વિના સંકોચે લેવા દેતી હોય એની પવિત્રતા પર કેટલો ભરોસો કરી શકાય? તું ઇચ્છે તો હજુ પણ આપણે એ સંબંધો યથાવત્ રાખી શકીએ છીએ, તું બહુ જ અદભુત છું. તારો નશો હજુ મારા મગજમાંથી ઉતર્યો નથી,પણ લગ્ન અને એ પણ તારી સાથે.. એ વાત સહેજ પણ શક્ય નથી, ભૂલી જા.’

 લજામણીના માથે આભ તૂટી પડ્યું. જાત આખી ઢગલો થઈને ત્યાંજ બાજુમાં પડેલ પરમની બાઈકની સીટ વેરાઇ ગઈ.

 થાકેલી, હારેલી લજામણી ગમે તેમ તાકાત એકઠી કરીને એક્ટીવા ચાલુ કરીને ઘર તરફ઼ વળી. રસ્તો તો રોજની આદત હતી એટલે નિર્વિઘ્ને કપાતો જતો હતો. એકાદ બે જગ્યાએ અથડાતાં  બચી ગઈ હતીપણ બધું  એનો દુ:ખનો નશો ના તોડી શક્યો. આખરે યેન કેન પ્રકારેણ ઘરે પહોંચી.

 ઘરે પહોંચીને સીધી પોતાના રૂમમાં  દોડી. એને કોઈ સાથે વાત કરવાનું મન નહોતું થતું. જઈને રૂમના વિશાળ ફ઼્રેંચ વિન્ડોના પડદા ખોલીને બારીઓ ખોલી કાઢીખભેથી રિબોકની બેગ ઉતારીને પલંગ પર ફ઼ંગોળી અને સાગના કાળા લાકડામાં અદભુત કોતરણીની ફ્રેમ ધરાવતા મનપસંદ મિરર સામે જઈને ઊભી રહી. રોજ પોતાના રૂપનો અઢળક ખજાનો જોઈને પોરસાતી લજામણીને આજે ત્યાં એક હારેલી, લૂંટાયેલી લજામણી દેખાઈ. આંખોમાં ચિંતાના કાળા કાળા વાદળ, સૂકાં સૂકાં હોઠ, અને ગળા પર ભૂરું ભૂરું શું હતું ? ઓહ.. તો પરમ સાથે વિતાવેલ પળોની ભૂરી ભૂરી નિશાની , ભૂરું ચાઠું ! ધરતીના પેટાળમાં ખદબદતા લાવાની જેમ પરમ સાથેની પળો એના મનોપ્રદેશમાં ધરતીકંપ જેવી હલચલ મચાવી ગયું. એણે જોર જોરથી ચાઠાં પર હાથ ઘસવા માંડ્યોએનું નામોનિશાન મીટાવી દેવું હતું પણ ડાઘ એને સહેજ પણ મચક નહતો આપતો, એની આજુબાજુની ત્વચા લાલચોળ થઈ ગઈ.

  લજામણીએ આજ સુધી મનફાવે એમ વર્ત્યા કર્યું હતું, મા બાપની એક પણ વાત માની નહતી અને આજે એનું  માઠું પરિણામ એની સામે કડવી વાસ્તવિકતા બનીને વિકરાળ મોઢું ફાડીને ઊભું હતું. રહી રહીને એના મગજમાં પરમે એને ‘યુઝ’ કરી હતી એ વાત ખીલાની જેમ ઠોકાતી રહેતી હતી, ઠોકા ઠોકની અવિરત પ્રક્રિયાથી વેગપૂર્વક તનબદનમાં ગરમાગરમ રુધિર વહેતું અનુભવી રહી હતી, મગજની નસો ફાડીને જાણે કે એ રક્ત-પ્રવાહ હમણાં બહાર આવી જશે!

અચાનક જ એ ઊઠી,બાથરૂમમાં ગઈ અને શાવર ચાલુ કરી કપડાં સમેત જ એની નીચે ઊભી રહી ગઈ. નજર સામે સ્ટીલની રૅકમાં પડેલ ડેટોલની બોટલ પર પડી.

  નાની હતી ત્યારે એની મમ્મી કહેતી,

 બેટા હાથ ગંદા થાય ને તો ડેટોલથી ધોઈ કાઢવાના, ડેટોલ ઍન્ટિસેપ્ટિક છે. એ બધા કીટાણુંઓ જડમૂળથી સાફ કરી નાખે અને આપણે કિટાણુમુક્ત થઈ જઈએ.’

 લજામણીએ ઝનૂનપૂર્વક ડેટોલની આખી બોટલ હાથમાં ઊંધી કરી દીધી, તન પરના કપડાં ખેંચીને ફાડી કાઢ્યા અને આખા શરીરે ડેટોલ ઘસવા માંડી..

 પણ આ શુંકિટાણું દૂર થવાને બદલે તન પર પરમનામના સ્પર્શના ફોડલાં ઊપસી આવ્યાં, એસિડની જેમ ચચરવા લાગ્યું અને એ ચિત્કારી ઊઠી..

 એની રોકકળ સાંભળીને રોશનીબેન લજામણીના રુમમાં હાંફળા-ફાંફળા થતાં દોડ્યા લજામણીના રૂમમાં.

શું થયું લજ્જા બેટા, તું ઠીક તો છે ને?’

ત્યાં અંદરથી બૂમ સંભળા,

ઓ માડી રે, હું હવે ક્યાં જાઉં? આ આત્મા સુધી ઘર કરી ગયેલ મેલને કયા ડેટોલથી સાફ કરું, આ ગંદકીના કિટાણુંઓ કેમની દૂર કરું એ સમજાવ મને..’

રોશનીબેન બધી ય વાતનો તાગ એક પળમાં પામી ગયાં અને આઘાતના મૂઢ મારમાં બહાર નિરુપાય ઊભા રહીને એ ચિત્કાર સાંભળ્યા સિવાય કંઈ જ ના કરી શક્યા! દુનિયાભરના લોકોની સમસ્યાનો ચપટીકમાં રસ્તો શોધી કાઢનારા રોશનીબેન પાસે પોતાના સંતાનની સમસ્યાનો કોઇ ઇલાજ નહતો. આ મેલ કાઢવાનો ઉપાય તો એમની પાસે પણ નહતો.

 

સ્નેહા પટેલ.

3૦-૦૨-૨૦૧૭

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા, સ્નેહા પટેલ and tagged , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s