વિનુ મરચન્ટ વાર્તાસ્પર્ધા-૨૦૧૭ (6) “બસ હવે નહિ” 

%e0%aa%85%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be

હિમતલાલ જોશી -અતા ઉમર -૯૫

 

“બસ હવે નહિ” 

તે દિવસે આખું ગામ એક જ વાત કરતુ હતું પ્લેગ દિવાળીને ભરખી ગયો,હવે આ બચાળી છોડયું માં વિનાની શું કરશે? દિવાળી અરશીની એક  સુશીલ અને વહેવાર કુશળ  પત્ની હતી.. અરશી બિચારો આ વિયોગ કેમ ઝીલશે?  

અરશી સૌરાષ્ટ્રના  બારાડી તરીકે ઓળખાતા  વિસ્તારના  ભોગાત ગામમાં ઉચ્ચ જ્ઞાતિનો  માણસ પોતાના કુટુંબ કબીલા સાથે રહેતો હતો.  તેને સો વીઘા  ખેતી માટેની જમીન હતી  . જમીન બહુ વખાણીએ એવી નહોતી,પણ  તેમાં પોતાનું ગુજરાન અને બીજો ઘર ખર્ચ સારી રીતે નીકળી જતો હતો.અરશીને માટે પત્નીનો વિયોગ  આકરો હતો અને  ઉપરથી   ત્રણ  વહાલના ઉછાળા  મારતી  દિકરીઓને જોઈ આખો ભરાઈ જતી.અરશી  ખાસ મોટો નહતો માંડ પચ્ચાસ  વરસ હશે . પણ ત્રણ દિકરીઓનો બાપ હતો એમાં મોટી દિકરી મેનકા ચૌદ વરસની હતી.ગૌર વર્ણની મેનકા  અતિ રૂપાળી  રૂપ રૂપનો અંબાર હતી. હું ત્યારે એને ખુબ જોતો મને મેનકાની મીઠી  વહાલપ ભરી  મશ્કરી સાંભળવી ગમતી, હું મારી જાતને સદ્ભાગી માનતો. એ અરસામાં મારી મેનકા સાથે સગાઈ થવાની વાતો ચાલતી હતી,પણ  મેનકા સાથેની મારી સગાઈ  શક્ય ન બની.મેનકા જેટલી રૂપાળી અને દેખાવડી હતી તેટલીજ રૂઆબદાર અને સ્વમાની હતી,મેનકાનું એક વાક્ય મને  હજી યાદ  છે જે ભુલાતું નથી,  
” હાળા  તારા બાપને  ધમકી  આપ અને કહે કે મેનકા સાથે  જો મારુ સગપણ નહીં થાય તો હું બાવો થઇ જઈશ ” પણ મેનકાને એ ખબર ન હતી કે તેની સાથેની સગાઈ  ન થવાનું કારણ  મારા બાપ નહી એની ગરીબી છે. આમ અમારા લગ્નને ગરીબી આડી આવી.


દિવાળીના મૃત્યુ પછી  અરશી બહુ ઉદાસ રહેતો, દિવાળીનો વિયોગ  એનાથી સહન નહોતો થતો.ઘર સંભાળવાની  જવાબદારી પણ અર્શી  માટે વધુ હતી. મેનકાથી  પોતાના બાપનું  દુ :ખ જોવાતું ન્હોતું.
ગામ ના લોકો સમજાવતા કે તારે ત્રણ દીકરીઓને વળાવવાની છે આમ દુ;ખી રહીશ તો આ છોડી ઓનું શું થશે ભાઈ પરણી જા,અને ઘર સંભાળવા વળી લઇ આવ તો ઘર સચવાય,બધાના આગ્રહ થી અરશી પોતાના માટે  સ્ત્રીની શોધમાં નીકળી પડ્યો. 

આખરે ઘણી મહેનતના અંતે એને ઓઝત કાંઠાના ગામ બામણાસામાં એક  સ્ત્રી મળી, નામ કડવી. એનું સગપણ ઘડીકમાં થતું નોતું  અને એ  ઉંમરની પણ વધી ગઈ હતી. કડવીનો બાપ  જોગો  અરશી સાથે  પોતાની દિકરી  કડવીનું સગપણ કરવા તૈયાર થયો. અરશી ખાધેપીધે સુખી હતો. અને ઉંમર પણ ખાસ નહોતી,જગા એ અરશીને ચા પીવડાવતા બોલ્યો જો તારે ત્રણ દીકરીઓ છે અને મારી દીકરીના આ પહેલા લગ્ન છે, પણ એક વાત કહેવી છે. “મને આ લગ્ન મંજુર છે પણ ..” બોલો શું વાત છે ?”

તું મારી શરત માને તો!”

શરત કેવી શરત?”

તો સંભાળ …..”

અરશી મુંજાણો થોડો વિચાર કરીને  કહ્યું, હું તમને જવાબ મોકલાવીશ મને ઘડીક વિચાર કરવા દયો, કહી અરશી  પોતાને ઘરે  પાછો આવ્યો.રાત આખી વિચારમાં અર્શી પડખા બદલ્યા કરતો, જાગતો રહ્યો.એનું મન કેમય માનતું ન હતું.હું દિવાળીને શું જવાબ આપીશ,એનો આત્મા કેવો કચવાશે,આખી રાત આમ જ વિચારો કરતા કાઢી. મારી દીકરીઓનું શું થશે ? માં વિનાની મારી દીકરીઓ સાવ ઓશિયાળી થઇ જશે ..દીકરીઓ જન્મી ત્યારે વિચાર નોહતા આવ્યા તેવા વિચારે અરશીને મુંઝવી દીધો. 
દીકરી જન્મી ત્યારે આખા ગામે કહ્યું હતું આ દીકરીને દૂધ પીતી કરી દે પણ એ ટસનો મસ ન થયો અને એક પછી બે અને પછી ત્રણ એમ બધી દીકરીને લક્ષ્મી નું રૂપ ગણી અપનાવી લીધી.હું મારી દીકરીઓને વહાલથી મોટી કરીશ.     

જુના વખતમાં ભારતમાં અમુક જ્ઞાતિઓમાં  દિકરીને  દૂધના  ભરેલા વાસણમાં  બુડાળીને  મારી નાખવામાં આવતી  અને આવા પ્રકારની ક્રૂરતાને  દિકરીને  દૂધ પીતી કરી છે.એવું રૂપાળું નામ આપવામાં આવતું અને હાલ ભૃણ હત્યાથી  દિકરીને  અમુક લોકો તરફથી મારી નાખવામાં આવે છે.ભારતમાંજ આવું બનતું એવું નથી. ઇસ્લામ ધર્મની ઉત્પત્તિ થતાં પહેલાં  અરબ  લોકો પણ  જીવતી દિકરીને  દાટી દેતા હતા , અને એમાંય  જે જ્ઞાતિમાં  દહેજ પ્રથા છે.એવી જાતિઓમાં  દિકરી  બહુ અળખામણી હોય છે.પણ દિકરીનો  બાપ પ્રત્યેનો પ્રેમ  કલ્પનામાં ન આવે એવો હોય છે. 

અરશીને કોઇ ઉપાય સુજતો ન હતો  ઘરે આવ્યા પછી બહુ  ઉદાસ રહેતો હતો. મેનકાને પોતાનો બાપ ઉદાસ રહેતો એ જોવાતું ન હતું, બાપુ કૈક બોલે તો ખબર પડે ? એ તો જ્યારથી આવ્યા છે ત્યારથી બસ આમ જ ઉદાસ દેખાય છે.દીકરીનો પ્રેમ જ તેમની તાકાત હોય છે.નાની ઉમરની મેનકા માના મૃત્યુ પછી બહુ જલ્દી મોટી થઇ હતી.  બાપની ઉદાસીનતા ન સહન થવાના કારણે  મેનકાએ  બાપને કયું….

બાપા  તમારી ઉદાસીનતા દૂર કરવા  હું શું કરું આમ ઉદાસ રહો એ ન ચાલે ,.પણ કૈક બોલો તો ખબર પડેને. તમને કૈક થશે તો અમારું કોણ ?

પણ અરશી મૂંગો રહેતો.અને વાતને ટાળતો.

બાપ પ્રત્યે અતિશય પ્રેમ ધરાવતી  મેનકાએ  એક દિવસ અરશીને  કીધું કે હું  તમારી ઉદાસીનતા  દૂર કરવા અમે સૌ તૈયાર છીએ,મારાથી  બને એટલું બધુંજ કરી છૂટવા હું તૈયાર છું.

થાકીને અરશીએ  પેટછુટી વાત કરી કે  એક માણસ  પોતાની દિકરી  સાથે  મારાં લગ્ન કરી આપવા તૈયાર છે.પણ  એની એક શરત છે.

તો ઝટ કહો ? બાપુ !

તમે ક્યાં અટક્યા છો ? શું પૈસા માંગે છે ?

નાના બેટા મારી કહેતા જીભ કચવાય છે. 

બાપુ આ દીકરીઓ પર વિશ્વાસ નથી ?

શું કહું તને એના  મૂર્ખ  દિકરા  સાથે  તારાં  લગ્ન મારે કરી આપવા પડે  . 

બસ આટલી અમથી વાત બાપુ,  ને આમ કેટલા દિવસ તમે સોસવાયા ? 

આ મારી નાની બહેનોને માં મળશે બાપુ કેમ ભૂલી ગયા દીકરીને ગાય દોરે ત્યાં જાય…મારું તો ભાગ્ય જ્યા લખ્યું હોય ત્યાં મારે જવાનું ,.. મારી જરાય ચિંતા નહિ કરતા તમ તમારે શરત માની લ્યો, આ મેનકાનું વચન છે હું તમે કહેશો ત્યાં લગ્ન કરીશ.


અને મેનકા  પોતાના બાપને મુક્ત કરવા અને બહેનનું  સુખ જોવા માટે  મૂર્ખ છોકરા સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ  અને  એક દિવસ લગ્ન લેવાઈ ગયા,પોતાની જ નણંદ  એની માં બની ઘરમાં પ્રવેશે  અને સાથે  પોતાના બાપના મુર્ખ સાળા  સાથે મેનકાના પોતાના જીવનની શરૂઆત કરે છે.

કડવીતો અરશીને પરણ્યા પછી સુખી હતી . પણ તે માં ન બની શકી. 
સાવકીમા મેનકાની  નાની  બહેનોને  દબાવી ધમકાવી માર મારીને  એની પાસેથી સખ્ત કામ લેતી . છોકરીયું  પોતાના બાપ આગળ ફરિયાદ ન કરી શકતી, કેમકે  બાપ કશું કરી શકે એમ ન હતો.ઉલટું  ફરિયાદ કરવાથી  પોતાની નવી મા  કડવીના રોષનો ભોગ બનવું પડતું અને આ બાજુ  મેનકા  પોતાના મૂર્ખ પતિ  ના દબાણ માં રહેતી  મેનકાનો  એવો દિવસ ભાગ્યેજ જતો કે   જે દિવસે  પોતાના મૂર્ખ પતિના  હાથનો માર  ખાવો  ન પડ્યો હોય.

આવા ત્રાસથી કંટાળી  મોકો જોઈને  મેનકા  પોતાના પિયર જતી રહી. પણ  પિયરમાં  પોતાની નવી મા   પોતાની  નણંદ હતી ,  એને  પોતાના ભાઈને તરછોડીને આવેલી  ભાભી ઝેર જેવી લાગે એટલે કડવીએ પોતાની ભાભી ઉપર ત્રાસ વર્તાવવો શરુ કર્યો.  

અરશીને દિકરી  ઉપરના ત્રાસની ગંધ આવી  ગઈ , એટલે  અરશીએ  એના ભાઈને ત્યાં  જૂનાગઢ  મોકલી  આપી.દીકરી તને સોપું છું સંભાળ જે.પણ એના ભાઈની પત્ની  એકદમ હલકી જાતની હતી   અને તે  જુવાન છોકરીઓને  ફોસલાવી  પોતાને ઘરે લાવી  એમની પાસે કુકર્મ કરાવતી એને આ  મેનકા તો સોનાના ઈંડા દેતી મરઘી લાગી  એનું રૂપ જોઈને  ઘરાકો આવતા  કુકર્મ કરાવતી  અને મેનકા એના માટે કમાણીનું  જબરું સાધન થઇ ગઈ. 

સમય જતા એક માણસ એનો કાયમી ઘરાક થઇ ગયેલો,ઘણી વખત તે મેનકાને આખી રાત રાખવા માટે પોતાને ઘરે  લઈ જતો.એક દિવસ  ઘરાકે મેનકાના કાકાને  વાત કરી કે  “તું મને મેનકાને કાયમ માટે આપીદે  તું  કહે એટલા પૈસા આપું.” 

અને  સોદો નક્કી થઇ ગયો. મેનકા આ કાયમી ઘરાકના ઘરે ગઈ.પણ ઘરાક સમયસર પૈસા આપવા મેનકાના કાકાને ઘરે ગયો નહીં,એટલે કાકાએ  જાતે તે ઘરાકને ઘરે જઈ પૈસાની  ઉઘરાણી કરી તો મેનકા હિમત સાથે ઘરમાંથી બહાર નીકળી બોલી.  

કાકા તમે મારી નબળાઈનો લાભ  લઈ   મારા  પાસે વેશ્યાગીરી  કરાવી ઘણું કમાયા છો.  હવે  હું આ માણસની પત્ની તરીકે રહેવા માગું છું . હવે આ મારું ઘર છે એટલે હું તમને પૈસા આપવા માગતી નથી.માટે આબરૂસર  તમારા ઘર ભેગા થઈ જાઓ   .  

કાકો ઘરે આવી તો ગયો પણ એમ શાંત બેસે તેમ નહોતો ,પૈસા  કઢાવવા હતા એટલે તેણે ઘરાકને ઘરે ભાડુતી  ગુંડા મોકલીને  ધમકી  આપી  પૈસા આપ નહી તો હલાલ કરીને તારું અર્ધું  માથું કાપી નાખશું ઘરાક ભયભીત થઇ ગયેલો અને એક રાતે મેનકાને ખુબ મારી .એણે મેનકાના કાકાને મેનકાની કરુણ  કથનીની વાત કરી  મેનકાને આપણે ખાટકી પાસેથી છોડાવવી જોઈએ  મારો તને સાથ છે. પણ એના કાકા જ આવા ધંધા  મેનકા પાસે કરાવતો હતો અને તો પૈસા જોઈતા હતા અને  ભડવા કાકાએ  કોઈ ઉત્સાહ બતાવ્યો નહીં .પણ મેનકાને મારવા ગુંડા મોકલ્યા.  

જયારે મેનકા એના માથામાં  માર પડવાથી ચીસો  નાખતી રહી . અને આખી રાત કણસતી રહી મોઢું સુજીને બિહામણું થઇ ગયું રડતા રડતા આખી રાત મેનકા એ નક્કી કર્યું “બસ હવે નહિ” આ મેનકાનો  માર બે છુપાયેલી આંખો જોતી રહી એની ચીસો એના કાનમાંથી સોસરવી હ્યુંદયમાંથી ઉતરી એને ધ્રુજાવી ગઈ તેને દયા આવી પણ  એ કશું કરી શકવાને માટે એ અસમર્થ હતી .એની આંખોમાં મેનકા પર થતો અત્ચાચારનો આક્રોશ દેખાતો હતો. મેનકા ના ડુસકા માંથી એક જ આવાજ આવતો હતો “બસ હવે નહિ”

બીજે દિવસે એક નવી જ સવાર ઉગી, ગામ માં ચહલ પહલ થવા માંડી લોકો ધીમે ધીમે વાતો કરતા હતા.ગજબ થઇ ગઈ ત્યાં તો સાયરન વગાડતી પોલીસ આવી, મેનકા નો કાકો એની પથારીમાં મૃત પડ્યો હતો મોઢાં પર તકિયો હતો વેશ્યાના ધંધા કરતી કાકી પણ દેખાતી ન હતી, બધું જેમનું તેમ હતું.કોઈ ચોરી લુંટફાટના ચિન્હો દેખાતા ન હતા મેનકાનો ઘરાક પતિ ઘરમાંથી પલાયન હતો.  લોકો કહેતા હતા ગુંડાથી ડરીને ભાગી ગયો છે.અમે એને મેનકાને મારતા જોયો છે. બચાળી આખી લોહી લુહાણ થઇ ગઈ હતી કોઈએ પાણી ન આપ્યું ,સાહેબ આખા ગામે જોયું છે.કણસતા બોલતી હતી “બસ હવે નહિ” “બસ હવે નહિ”  પછી જમીન ઉપર  ઢળી  પડી. 
પણ મેનકા ક્યાં  ?કોઈને આજની તારીખે ખબર નથી.

 અતા -હિંમતલાલ જોશી 

 

 

વિનુ-મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -૨૦૧૭ (5) ડાઘ 

0240f5bc-a3fd-425b-a3a3-9b9771969546

રોહિત કાપડિયા

 નાનપણથી જ અમી લાગણી અને સંવેદના સભર જીવન જીવતી હતી. માત્ર બાર વર્ષની ઉમરે મમ્મીને ગુમાવી દીધાં બાદ ભણવાની સાથે એણે ઘર પણ સંભાળી લીધું હતું. એનામાં એ સૂઝ અને સમજ કેવી રીતે આવી ગયાં એની ખુદને જ ખબર ન હતી .પિતાજી અને નાનાભાઈની એણે એટલી હદે કાળજી રાખી કે મમ્મીના અવસાનની ઘરમાં ક્યારે ય કમી લાગી નહીં. અમી ની હર ક્રિયા, હર વાત, હર ચાલમાં એનાં પપ્પાને તો જાણે પોતાની પત્ની સુધાની જ છાયા ભાસતી હતી. આ બધી જવાબદારી નિભાવતાં એણે પોતાનો ઉચ્ચ અભ્યાસ પણ પૂર્ણ કર્યો. એક મહત્વની અને માનભર્યા પદ પર એણે નોકરી પણ ચાલુ કરી. ખુદને અનેક વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું એટલે જ એને બીજા સામાન્ય માણસોની પણ એટલી જ ચિંતા થતી. ઈશ્વર પ્રત્યેની એની શ્રધ્ધા અતૂટ હતી. એક શોખ તરીકે એ કવિતા પણ લખતી. પ્રેમ, લાગણી, સંવેદના, શ્રધ્ધા વિશ્વાસ અને જીવંતતાથી તેની કવિતા છલકાતી. 

 

તે દિવસે તેનાં નિત્યક્રમ મુજબ સાંજે ઓફિસેથી છૂટીને ઘરે આવી રહી હતી. મોસમ અચાનક જ બદલાઈ હતી. સખત ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. કાનમાં પવન ન પ્રવેશે તે માટે એણે કાનમાં ઈયર પ્લગ નાખી દીધાં હતાં. સામાન્ય ગતિથી એ સ્કુટર પર આગળ વધી રહી હતી. રસ્તામાં આવતાં પુલ પરથી એનું સ્કુટર પસાર થઈ રહ્યું હતું. એની બરાબર પાછળ એક બસ આવી રહી હતી. વધુ પડતી ઠંડીનાં કારણે એનાં હાથ થોડા જકડાઈ ગયાં હતાં અને કદાચ એથી જ એણે પોતાનું સંતુલન ગુમાવ્યું. સ્કુટર થોડી પળ માટે તો આડું અવળું થઈ ગયું પણ પછી કાબુમાં આવી ગયું. ઈશ્વરનો પાડ માનતાં એણે ઝડપથી ઘરે જવાનું નક્કી કર્યું. જરાક જ આગળ જતાં એનાં ઈયર પ્લગથી બંધ કાનમાં કંઈક ધમાકાનો અવાજ આવ્યો પણ એ અવાજને અવગણીને આગળ વધી. બીજે દિવસે સવારે છાપાના પ્રથમ પાનાં પરનાં સમાચાર ‘ સ્કુટર સવારને બચાવવા જતાં નદીમાં ખાબકેલી બસ.૩૮ નાં મોત.’વાંચતા જ એ ધ્રુજી ઉઠી. એનાં હાથમાંથી છાપું પડી ગયું. સમાચાર પૂરી રીતે વાંચ્યા પછી એને ખાતરી થઈ ગઈ કે આ અકસ્માત માટે એ જ જવાબદાર હતી. બસ, એ જ પળથી એ શૂન્ય બની ગઈ, સ્તબ્ધ બની ગઈ, જડ બની ગઈ. 

 

મનોમન આડત્રીસ જિંદગીના મોત માટે કારણભૂત હોવાનો ડાઘ એનાં દિલ પર લાગી ગયો. લાખ સમજાવટ છતાં પણ એ ન સમજી શકી. જીવનમાંથી એનો રસ જ ઉડી ગયો. એનું લાગણીશીલ હૃદય ભાંગીને ભુક્કો થઈ ગયું. જે જિંદગીને એ જીવંતતાથી જીવવા માંગતી હતી તે જિંદગી હવે ક્યારે ખતમ થઈ જાય એની રાહ જોવાં લાગી. સતત ખુદ્કુશીના વિચારો એનાં મનમાં રમવા લાગ્યાં. એની કવિતાના વિષયો હવે દર્દ,પીડા,વેદના,વ્યથા,આંસુ અને મોત બની ગયાં. પિતા અને ભાઈની સમજાવટથી થોડા સમય બાદ એણે પોતાની જિંદગી મન મનાવીને જીવવાનું ચાલુ તો કર્યું  પણ પેલો ડાઘ હમેંશા એનાં દિલોદિમાગ પર સવાર રહેતો. નોકરીમાં કામમાં ડૂબી જઈને એ પ્રસંગને ભુલાવવાનો પ્રયત્ન તો એ કરતી પણ એકાંતની પળોમાં એ ડાઘ વધુ ને વધુ સતાવતો.સતત કામ કરતાં રહેવાથી એ નોકરીમાં  ઘણી આગળ વધી ગઈ.હવે તો લગ્ન માટે ઘણાં છોકરાઓનાં માંગા એને સામેથી આવતાં હતાં. ખેર! એ ખામોશી અને શૂન્યતાની દુનિયામાંથી બહાર જ આવી શકતી ન હતી. લગ્ન કરતાં એને મોત વધારે વહાલું લાગતું હતું.

 

આજે એ એની કંપનીને પોતે તૈયાર કરેલાં પ્રોજેક્ટ માટે મળેલો શ્રેષ્ઠતાનો એવોર્ડ લેવા પ્લેનમાં દિલ્હી જઈ રહી હતી. ઉદ્યોગમંત્રીનાં હાથે એ એવોર્ડ એને મળવાનો હતો.એક અનન્ય આનંદની એ ઘટના હતી અને તો પણ તે ઉદાસ હતી. ઊંચાઈએ ઉડી રહેલા પ્લેનની બારીમાંથી દ્રષ્ટિગોચર થતા રૂ ની પૂણી જેવાં સફેદ વાદળો એની ઉદાસીમાં વધારો કરી રહ્યાં હતાં. એનાં દિલ પર લાગેલા ડાઘને વધુ સાફ અને સ્પષ્ટ બનાવી રહ્યાં હતાં. એ વિચારી રહી હતી કે ઉડતા ઉડતા એ બહુ જ ઉપર પહોંચી જાય છે કે જ્યાંથી પાછા ફરવાનું જ નથી. ત્યાં જ એના કાનમાં એક કરડાકીભર્યો અવાજ સંભળાયો ‘હેન્ડ્સ અપ, અમે પ્લેન હાઈજેક કર્યું છે. સરકાર જો અમે કહેલ કેદીને મુક્ત નહીં કરે તો અમે આખા પ્લેનને ઉડાવી દઈશું. અમારી સરકાર સાથે વાટાઘાટ ચાલુ છે. જો કોઈએ પણ જરા જેટલી પણ હિલચાલ કરી છે તો આ ગોળી એની સગી નહિ થાય. જાન પ્યારી હોય તો ચુપચાપ બેસી રહેજો. ‘ આખા વિમાનમાં સન્નાટો છવાઈ ગયો. બધાં જ એમનાં ઈષ્ટદેવને યાદ કરવાં લાગ્યાં. એક પળ માટે તો એ પણ ગભરાઈ ગઈ. પણ બીજી જ ક્ષણે તેનાં મનમાં વિચાર આવ્યો કે જો મોત આવી જાય તો મનમાં સતત ચાલતા આ તુમુલયુદ્ધમાંથી મુક્તિ મળી જાય.હજુ એ કંઈ આગળ વિચારે તે પહેલાં તો એની આગળની સીટ પર બેઠેલાં પ્રવાસીએ કંઈક હિલચાલ કરતાં પેલા ખૂનખાર આતંકવાદીએ એ પ્રવાસીને ગોળીથી ઉડાવી દીધો. એક જ પળમાં લાલ રંગના ગરમ લોહીનો રેલો તેનાં પગ પાસે આવી ગયો. કોને ખબર કેમ પણ એ લાલ રંગના લોહીને જોઈને તેની આંખોમાં ખુન્નસ આવી ગયું. લાશ ખસેડવા એક પળ માટે આતંકવાદીએ બાજુ પર મુકેલી બંદૂકને ચીલઝડપે ઉઠાવી લીધી,અને આંખ મીચીને તેનાં પર ગોળીઓ ચલાવી દીધી. પ્લેનની કોક્પીટમાંથી બહાર આવેલો બીજો આતંકવાદી કંઈ સમજે તે પહેલાં બંદૂકમાં બાકી બચેલી ગોળીઓનો વરસાદ તેનાં પર કરી દીધો. લોહીનાં બીજા બે લાલચટાક રેલા વહેવા લાગ્યાં.એ લાલ રંગે એને કંપાવી દીધી. એ ચક્કર ખાઈને પડી ગઈ. પડતાં પડતાં  વિચાર્યું કે વધુ બે મોતથી તો એનો પેલો ડાઘ વધુ ઘેરો બન્યો છે. પછી તો એ બેહોશ થઈ ગઈ. થોડા સમય પછી જ્યારે એ ભાનમાં આવી ત્યારે પ્લેનના તમામ મુસાફરો એની આસપાસ હતાં. બધાએ એને લાખ લાખ શુભેચ્છા આપતાં કહ્યું કે તમારી સમયસુચકતાથી ૩૪૦ પ્રવાસીઓનાં જાન બચી ગયાં છે. આતાક્વાદીઓ જેહાદી હતાં અને તેઓ તેમની પાસે રહેલાં બોમ્બનો ઉપયોગ કરતાં પણ અચકાતે નહીં. સરકાર કંઈ નિર્ણય લે કે કોઈ મદદ મોકલે તે પહેલાં તો એ લોકો કદાચ વિમાનને ફૂંકી મારતે. તમે અમને બધાંને નવજીવન આપ્યું છે. આ બધું સાંભળતા એની આંખો ભીની થઈ ગઈ. 

 

પરમકૃપાળુ પરમાત્માનો મનોમન આભાર માનતાં એને લાગ્યું કે ઈશ્વરે એનો ડાઘ વધુ ઘેરો બનાવીને કાયમને માટે ભૂંસી નાખ્યો છે. ઘણાં લાંબા સમય પછી એનાં મુખ પર હાસ્ય ફરી વળ્યું. એ નિરાંતનો શ્વાસ લઈ શકી. ફરી જીવનને જીવંતતાથી જીવવા તૈયાર થઈ ગઈ. એનાથી સહજ ભાવે લખાઈ ગયું —

 

                                        ગજબ છે રીત તારી ,ઓ! ઈશ્વર, 

                                        રીસાઈ ગયેલાને મનાવવાની,

                                         ઓષ્ટ સુધી આવેલાં આંસુંઓને 

                                          મધુરાં સ્મિતમાં પલટાવવાની.   

                                                                                                       રોહિત કાપડિયા 

       

વિનુ મરચન્ટ વાર્તાસ્પર્ધા-૨૦૧૭ -(4)  વાતો યાદો ઝળહળી-મનિશા જોબન દેસાઇ –                                                                                                                                                                                                                                                   

Image may contain: 1 person

મનિશા જોબન દેસાઇ

 સવારનાં કોમળ સૂર્ય- કિરણો લીલા ઘાસ પર રેલાઈ રહયા હતાં,કુણા ઘાસ પર ઝડપથી દોડતાં અનુજલને જોયો ને કિનેતાએ ઉપર આકાશમાં જોઈ એક આલ્હાદક શ્વાસ ભર્યો .જાણે વરસતી સર્વ કૃપાઓને પોતાની અંદર ભરી લેવી હોય .નાનકડા અનુજલનાં પગલાંઓથી ભીનાં ઘાસ પરનાં ફોરા ઉડતાં રહયાં, ……અને સામેથી દોડતો આવી અનુજલ “મમ્મી” કહી વળગી પડ્યો .કિનેતા તો જાણે વ્હાલનો એક ધસમસતો સાગર પોતાના બંને હાથમાં સમાવી અનુજલનાં વ્હાલમાં નહાઈ રહી .”મમ્મી ,પતંગિયું …જો ને …” અને ટિપોઈ પર મૂકેલા ફલાવર બાસ્કેટ પર બેઠેલું ભૂરી ઝાંયવાળું પારદર્શક પતંગિયું જોઈ રહી અને અનુજલ એને આંગળી અડાડે ત્યાં તો હવામાં ફર્ર્ર્રર્રર્રર્રર ઉડી ગયું અને અનુજલ ‘ઓહ નો’ ,કહી ખુરશી પર બેસી ગયો .જાત જાતની વાતો પૂછતી રહી અને થોડી વારમાં અનુજલ સ્કુલ જવા માટે નીકળી ગયો .પાંચ વર્ષનો એનો દીકરો અનુજલ અને પોતાનાં ફેમિલીની આ એસ્ટેટ ……. આ ઘર જેમાં જન્મથી કેટલાય સુખ -દુઃખના પ્રસંગોની હારમાળાઓનાં 31 વર્ષ વિતાવી ચુકી હતી .મમ્મી પપ્પાની એકની એક દીકરી
“શિમલામાં સ્કુલ કોલેજ કમ્પ્લીટ કરી ફરી દિલ્હીમાં જ સેટલ થવાનું અને આપણો બિઝનેસ સંભાળવાનો છે હં…બેટા, અમારું તો તારા સિવાય આ દુનિયામાં કોઈ નથી”

પપ્પા -મમ્મી કહેતા અને કિનેતા વ્હાલથી બંનેને વળગી પડતી.કોલેજમાં સરસ મિત્રોનું ગ્રુપ બની ગયું હતું . કિનેતા – જિગલ-સુવીનાની દોસ્તી એટલે તો  …….બધા મિત્રો દોસ્તીની ઈર્ષા કરતા.હોર્સ રાઇડિંગ -પિકનિક અને કોઈ પણ કાર્નિવલ હોય કે સ્ટડી ટુર ત્રણે જણ સાથે જ હોય અને એક દિવસ સનસેટ પોઇન્ટ પર બેસી વાતો કરતાં હતાં .

“કિનેતા યાર, કોલેજ પતી ગયા પછી આપણે જુદા કેવી રીતે રહીશું ?”

“સુવીના -જિગલ મારે તો પપ્પા -મમ્મી પાસે પાછા જવું જ પડશે ,એ લોકો એકલા બધું સંભાળી નહીં શકે એટલે તો ખાસ બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ પસંદ કર્યો છે .”

 

જિગલ એકદમ મજાકનાં સૂરમાં બોલી ઉઠ્યો “મને લાગે છે કે મારે તો તમારા બંને સાથે લગ્ન કરવા પડશે “
અને એક મિનિટ માટે બંને સ્તબ્ધ થઇ ગયા .સુવીનાએ અચાનક આ મોકો જોઈ પોતાનાં પ્રેમનો આડકતરો એકરાર કરીદીધો ,

“સોરી જીગલ ,હું તને કોઈ સાથે શેર નહીં કરું ” અને કિનેતા ચુપચાપ આંખો નીચે ઢાળી બેસી રહી અને ઢળતા સૂર્ય તરફ જોઈ બોલી ,
“વાતમાં ને વાતમાં ફોટો લેવાના પણ રહી ગયા,એક મિનિટ…. હું જરા આવી “કહી રેલિંગ પાસે જઇ વરસી પડેલા આંસુ સાથે ઢળતા સૂરજનો ફોટો લેવા માંડી .હૃદયમાં જાણેકે ઉગતાની સાથેજ સુરજ આથમી ગયો હોય એમ વહેતા પવનની થપાટો સાથે એમ થયું કે ,બસ આ પવન મને વહાવી ને હમણાજ ક્યાંક દૂર લઇ જાય તો સારું અથવા આ સુરજની સાથે જ ક્યાંક પેલે પાર હું પણ ડૂબી જાઉં ….અને જીગલની બૂમ સાંભળી પાછળ ફરીને જોવા ગઈ તો એકદમ નજીક આવી ગયો હતો. જીગલને જોઇ કિનેતાનું હૃદય ઓર જોરથી ધબકવા માંડ્યું .
“લાવ તો જોવું, કેવાક ફોટા પાડયા છે મોબાઈલમાં ?” કહેતા હાથમાંથી ફોન લઇ પિકચર્સ જોવા લાગ્યો અને કિનેતાને થયું એ કદાચ એકદમ એને વળગીને રડી પડશે.અને ઝડપથી સુવીના બેઠી હતી ત્યાં જવા માંડી અને જિગલે કિનેતાનો હાથ પકડી રોકતાં ,

” કેમ કઈ ખોટું લાગ્યું ?એકદમ ઉભી થઇ અહીં આવી ગઈ ?”

 

“તારી વાતનું કંઈ ખોટું લાગે ?બસ જરા આમ જ ….”કહેતા ચૂપ થઇ ગઈ .

 

“આ આંખમાં રડતી લાલાશ આવી ગઈ છે એ જોઈ એવું તો નથી લાગતું કે વાતને આમજ લઇ લીધી હોય ” અને કિનેતા એને એકદમ પ્રશ્નાર્થ આંખોથી આંખમાં જોઈ રહેલો જોઈ શું બોલવું એ પણ ભૂલી ગઈ …

 

“તારું મૌન મને સંભળાય છે કિનેતા અને ગાલ પર આંસુઓએ કરેલા ચિતરામણ પણ જોઈ શકું છું .”
“એવું કઈ નથી ,પવન આંખમાં લાગે છે એટલે જરા ……”

 

“વાત દિલ પર લાગી છે અને આંખોથી વહી નીકળી છે ,હવે તો દિલનાં આકાશ પર ઘેરાઈ આવેલા વાદળો વરસી ગયા લાગે છે “

 

અને કિનેતા ફરીને જોવા લાગી ,સુવીના હજુ કોઈ સાથે ફોન પર વાત કરતી હતી .

 

“ચાલ જીગલ, હવે આપણે રેસ્ટોરન્ટ પહોંચીએ નહીંતર મોડું થઇ જશે”

 

“ઓકે ,પણ ફોટો સાથે તારી લખેલી શાયરી પણ સેન્ડ જરૂર કરજે .હું તો એનો દીવાનો છું”અને કિનેતાએ જીગલની આંખમાં જોઇ જરા સ્મિત આપ્યું .

 

“ધેટ્સ નાઇસ,હવે જરા મૂડમાં આવી લાગે છે ” બંને સુવીના પાસે જઇ બેઠા અને ફોનની વાત પતી એટલે રેસ્ટોરન્ટમાં જઇ ફૂડ ઓર્ડર કર્યું .કાયમની મસ્તી મજાકને બદલે ત્રણે આજે ચૂપચાપ જમવા લાગ્યા .સુવીનાના મોં પર કોઈ વિજેતા જેવી લાલી હતી અને થોડી થોડી વારે જિગલને જોયા કરતી હતી .એકદમ બોઝલ પળોને તોડતા જિગલે ફાઇનલ એકઝામની થોડી ઘણી વાતો કરી અને ત્રણે પોતપોતાના ઘરે અને કિનેતા હોસ્ટેલનાં રૂમ પર પહોંચી.આજે પહેલી વાર જાણે ખુબ થાકી ગઈ હોય એમ બેડ પર પડી અને રૂમ મેટ હિમાનાં પિકનિક વિષેના પ્રશ્નોનાં જવાબમાં હા ,હું કહી ઊંઘવાનો પ્રયત્ન કરવા માંડી .હિમા પાસે આવી અને માથા પર હાથ મુકતા ,

“શું થયું તબિયત બરાબર નથી?”

 

અને એકદમ હિમાને વળગીને રડી પડી .

 

“ઓહ ,શું થયું ?આ તારી ફ્રેન્ડને નહીં કહે ?”અને પછી ચૂપ થઇ ગઈ થોડી વાર એમજ બેસી રહી પાસે અને ,
“ઓકે ,કંઈ પણ વિચાર કર્યા વગર હવે શાંતિથી ઉંઘી જા, સવારે વાત કરજે બસ ?”

 

રૂમની લાઈટ ડીમ કરી પોતાના બેડ પર જઇ થોડી વારમાં ઊંઘી ગઈ ,પણ… કિનેતાની રાત તો બસ જાણે સદીઓ સુધી અંધકાર છવાઈ ગયો હોય એમ વીતતી જ નહોતી ….સવાર થવાથી પણ શું ? એક ઘેરો નિશ્વાસ નાંખી વિચારતી રહી અને ઉદાસ ઉંઘમાં સરી પડી .સવારે એકદમ મોડી ઉઠી તબિયતનું બહાનું કાઢી કોલેજ જવાનું કેન્સલ કરી વિચારમાં ખોવાયેલી રહી.થોડી નોર્મલ થઇને રૂમમેટ હિમાને સાથે લઇ કારમાં દૂર નીકળી પડી ફરવા. કારમાં ગીત સાંભળતી-ગણગણતી મુડ ચેન્જ કરવાનો નકામોં પ્રયત્ન કરવા માંડી.થોડી થોડી વારે આંખમાં ચમકી જતા આંસુ હિમા જોતી હતી ,છતાં કઈ પણ પૂછયા વગર નોર્મલ વાતો કરતી રહી.

“કાલથી તો કોલેજ એટેન્ડ કરું છું એક્ઝામની પણ તૈયારીઓ કરવાની છે .”

“હિમા ,તારું ઘર તો દિલ્હીમાં જ છે આપણે તો મળતા રહેશું .”

“હા એતો સાચું ,પણ કોનાથી દૂર થવાના ડરે આટલી બધી દુઃખી છે ? એને તારો બનાવી લે ને ?”

“કોઈનું મન જાણ્યા વગર કેવી રીતે બોલી દેવાય ?”

“પણ સમય જતો રહે તો મનની વાત મનમાં જ રહી જાય તો? મેં આ વખતે મારા સ્કૂલ ફ્રેન્ડ સન્ની જે દિલ્હીમાં જ છે ને મારી રાહ જોઈ બેઠો છે,એની સાથે બધી વાત કન્ફર્મ કરી લીધી, હમણાં વેકેશનમાં ગઈ હતી ત્યારે મને સનીએ પ્રપોઝ પણ કરી દીધું .હજી બે-ત્રણ વર્ષ પછી લગ્ન માટે વિચારશું .પોતાની ગમતી વ્યક્તિને ગમે તે થાય પણ ગીવ- અપ થોડું કરાય ?મને ખબર છે તારી સ્પેશલ ફિલિંગ્સ જિગલ માટે કેટલી ડીપ છે ,તારા બર્થડે પાર્ટીમાં એની રાહ જોતી તારી વિહ્વળ આંખો અને રાત દિવસ તેની યાદમાં શાયરી લખવી.અને એની વાતો પર તારી નજર ઝૂકી જવી કંઈ છુપાઈ શકે એવું નથી “

“પણ બધામાં કંઇ તારા જેવી કહેવાની હિમ્મત થોડી હોય?” કહી કિનેતા ચૂપ થઇ ગઈ .

 

“જો કિનેતા, જીંદગીમાં  કોઈને ચુપચાપ ચાહતા રહેવું અને સેક્રિફાઈસ કરવું એ જ પ્રેમ નથી.શક્ય છે કે જિગલ પણ તને ચાહતો હોય પણ તારા રિસ્પોન્સની રાહ જોતો હોય?એણે તને ના તો નથી કહી દીધીને ?એ તારા વ્યક્તિત્વને તો ઓળખતોજ હશે ને ? તું એકદમ ઈન્ટ્રોવર્ટ છે અને જલ્દી મનની વાત કહી નથી શકતી “

 

અને કિનેતા એક ડીપ શ્વાસ લઈને જરા હસી અને … “ઓકે ,તો હું પણ હિમ્મત કેળવીને કહી જ દઇશ ” 
બંને ફ્રેન્ડ ડિનર લઇ હોસ્ટેલ પર પાછી ફરી અને કિનેતા થોડી મૂડમાં આવી .બીજે દિવસે કોલેજની લાઈબ્રેરી પહોંચી અને સુવીનાનો ફોન આવ્યો.

 

“કેમ ,કાલે પણ દેખાતી નહોતી ?લાઈબ્રેરીમાં જ બુક રીફર કરી એસાઇમેન્ટ તૈયાર કરે છે ?”

 

“ઓહ યા,જરા તબિયત સારી નહોતી લાગતી.આજે એક જ કલાસ અટેન્ડ કરવાની છું “

 

અને થોડી વારમાં જિગલનો ફોન …..” શું ? તારો ફોન કેમ સ્વિચ ઓફ આવતો હતો ?આઈ વૉઝ સો વરિડ અબાઉટ યુ .”અને આમતેમ વાતો કરી.

 

થોડીવાર પછી ક્લાસ એટેન્ડ કર્યો . થોડી થોડી વારે જિગલ સાઈડની બેન્ચ પરથી એને ફરી ફરી જોયા કરતો હતો.અને કિનેતાએ જરા સ્માઈલ આપી .કલાસ પત્યો એટલે આવી ને બાજુમાં બેસી ગયો અને કિનેતાનાં ખભા પર હાથ મૂકી એકદમ ઝંઝોડી નાખી . 

 

“જલ્દી મૂડમાં આવને યાર,કેટલી બધી વાતો કરવાની છે અને ખાસ તો લાસ્ટ ગેધરીંગમાં તારે મારી સાથે ડ્રામામાં પાર્ટ લેવાનો છે. એક્ઝામ પછી ૧૫ દિવસ પછી રાખ્યું છે એટલે એ પ્રમાણે રોજનો એક કલાક રિહસલનો સમય આપવો પડશે .”

 

“પણ …મારાથી કેવી રીતે …..? “બોલી જિગલની આંખોમાં પંખી બનીને ખોવાઈ જતી હતી ,એટલામાં પ્રૉફ્રેસર સાથે વાત પતાવી સુવીના નજીક આવી જીગલને હાથ પકડી ખેંચતા બોલી ,”પ્લીઝ ચાલને જલ્દી,આજે મારી કાર નથી લાવી તો તારે મને ઘરે ડ્રોપ કરવા આવવાનું છે.ગેસ્ટ તો આવી પણ ગયા હશે, ને મારા ડેડી તો ખીજવાઈ જશે મારે રસ્તેથી આઈસ્ક્રીમ પણ પીક કરવાનું છે “

 

“ઓહ યા ,હું તો વાતમાં ભૂલી ગયો “કહી જીગલ ઉભો થયો .

 

“ઓકે ,કિનેતા પછી ફોન પર વાત કરીયે બાય” કહી બંને નીકળી ગયા. 

 

કિનેતા થોડી ઉદાસ થઇ પણ જીગલ એની સાથે જે રીતે આત્મીયતાથી વર્ત્યો એનાથી મનોમન એકદમ ભીની લાગણીઓમાં નહાઈ રહી અને થોડી વાર રહીને હોસ્ટેલ પર પહોંચી થોડી શાયરીઓ લખી અને મન -હૃદય એકદમ હળવું ફીલ કરવા લાગ્યું .રાત્રે જિગલનો ફોન આવ્યો અને ડ્રામા વિષે ડીટેલ જણાવી.કિનેતાએ થોડી આનાકાની કરી પણ જીગલ તો બસ ,
“તું આરીતે એકદમ ઈન્ટ્રોવર્ટ રહે છે તો મારે તને એમાંથી બહાર લાવવી છે અને સ્ટેજ પર તારે તારી શાયરી પણ રજુ કરવાની છે “

 

“ઓકે,સ્યોર ” કહી કિનેતાએ હસતાં હસતાં ગુડનાઈટ કર્યું ,એને બહુ ગમી રહ્યું હતું જે રીતે જીગલ એની પર હક્ક કરીને ગાઈડ કરી રહ્યો હતો . અને ઝીણી લાઇટમાં બેડશીટ પરની ફલાવર ડિઝાઇન પર આંગળીઓ ફેરવતા કોઈ ફૂલોની જાજમ બિછાવેલા બાગમાં જીગલની મજબૂત બાહોમાં આંખ મીંચીને જકડાઈ રહી છે અને જીગલ એને હળવેથી બંને હાથોમાં ભરીને ભૂરા ભૂરા આકાશ તરફ ઊંચકી રહ્યો છે અને… હવાની લહેરો પરથી સરતી એ ફરી જિગલની બાહોમાં સમાઈ જાય ….એવું સપનું જોતા જોતા ઊંઘમાં સરી ગઈ . રૂટિન દિવસો જઇ રહ્યા હતા અને એક્ઝામ સુધીમાં કેટલીયેવાર ત્રણે જણ મળી ડિસ્કસ કરતા ને ડ્રામાની પણ તૈયારી થોડી કરી લેતા .ખાલી સ્ક્રિપટ રીફર કરવાની હતી અને એક્ઝામ પછી કન્ટિન્યુઅસ રિહલ્સલ . આખરે એક્ઝામ પતી અને પ્રણય ત્રિકોણની સ્ટોરીવાળા ડ્રામાનું રિહસલ શરુ થયું .પ્રણય દ્રશ્યો માટે કિનેતાને ખુબ શરમ આવતી.એ દિવસો ની જિગલ સાથેની એની દરેક મુલાકાત એક નવી હિમ્મત આપતી હતી કિનેતાને.

આખરે એ દિવસ પણ આવી ગયો અને સરસ રીતે ભજવાઈ રહેલા ડ્રામાનાં ક્લાઇમૅક્સમાં કિનેતા પ્રેયસીનું પાત્રા ભજવતાં સ્ક્રીપટ બહારનો ડાઈલોગ બોલતાં ભાવાવેશમાં જિગલને વળગી પડી અને પ્રેક્ષકોએ એને નાટકનો જ એક ભાગ માની તાળીઓથી વધાવી લીધી .જિગલે એકદમ સરળતાથી પરિસ્થિતિ સાંભળી લીધી સાથે મસ્તીભરી વિજયી આંખે અત્યંત પ્રણયભર્યા નવા ડાઈલોગથી કિનેતાને નવડાવી નાંખી.આ દરમિયાન હિમા અને સુવીના બંને હર્ષના આંસુ સહ તાળીઓ વગાડતા રહયાં અને ડ્રામા પત્યો એટલે બંનેને ઘેરી વળ્યાં

સુવીનાએ કિનેતાને હગ કરતા કહ્યું ,”કેવો રહ્યો અમારો ડા્મા તારી પાસે પ્રેમનો સાચ્ચો ઈકરાર કરાવવાનો ?”

“એટલે?”કહેતા કિનેતા આશ્ર્ચર્યથી જોવા માંડી અને જિગલ ,

“માય ડીયર ,તને કોન્ફીડેન્સથી  વાત બોલાવવા અને ઈર્ષ્યા જગાવવા માટે જ તો સુવીનાએ મને કેટલો સાથ આપ્યો .એ દિવસે એને અમેરિકાથી છોકરો જોવા આવ્યા હતો અને એનાં મેરેજ પણ નક્કી થઇ ગયા છે.બે મહિના પછી એ લગ્ન કરી અમેરિકા જાય છે નિધવ સાથે .મારા પ્રેમ પર વિશ્વાસ નથી તને ?કેટલાય સંકેતો આપ્યા પણ તું તો કઈ બોલી જ નહિ”

અને… ફરી કિનેતા જિગલને વળગીને રડી પડી .

અને બાગમાંથી ચાલતા ચાલતા રૂમમાં જઇ રહેલી કિનેતા, આવો …નાટયાત્મક ઈકરાર યાદ આવતાં એકલી એકલી હસી પડી .શીમલાથી અહીં આવી ભવ્ય રીતે ગોઠવાયેલાં એનાં અને જિગલનાં લગ્ન અને અનુજલનાં જન્મ પછી અચાનક પપ્પાનું મૃત્યુ અને એ અનુજલને લઇ અહીં જ આવી ગયેલી .થોડા સમય પછી જીગલે પોતાનાં ફેમિલી બીઝ્નેસનાં એક્સપાન્શન સ્વરૂપે દિલ્હીમાં પોતાની નવી ઓફિસ શરુ કરી .

ફોનની રિંગ વાગી અને વિચારોમાંથી ઝબકી …મોર્નીગવોક પર ગયેલાં જિગલનો ફોન હતો.

‘કિનેતા,જલ્દી મારો નાસ્તો તૈયાર કર ,મારે વહેલા મિટિંગમાં જવાનું છે એક સ્માર્ટગર્લ દિવીના કંપનીનાં પ્રેઝન્ટેશન માટે આવી રહી છે”

“ઓકે “

“કેમ ?પૂછને ..કોણ છે ,ક્યાંથી આવી છે ?”

“ના ,એના કરતા એમ પૂછી લઉં ? ડુ યુ લવ મી ? હું તારા વગર નહીં જીવી શકું ,આજ સાંભળવું છે ને ?

અને બંને હસી પડયાં .

– લેખક પરિચય

મનીષા જોબન દેસાઈ

આર્કિટેકટ-ઇન્ટીરીયર ડીઝાઇનર

સુરત-ગુજરાત-ઇન્ડીયા.

“પુસ્તક પરબ એજ” “બેઠક”ના પ્રણેતા શ્રી પ્રતાપભાઈ પંડ્યાનું સન્માન

15966028_1213722395342055_5224468839547947055_n

રાહુલ શુક્લ ,બળવંતભાઈ જાની ,પ્રતાપભાઈ પંડ્યા , ગુજરાત ટાઈમ્સ’ના અમદાવાદના બ્યુરો ચિફ દિગંત સોમપુરાતં,લંડનના ‘ગુજરાત સમાચાર’ના તંત્રીશ્રી સી.બી સૅન્ટરના નિયામક શ્રી ડૉ. જગદીશ જોશી

15895363_1213722462008715_6411126176062064696_n

ઘર પુસ્તક પરબના પ્રણેતા શ્રી પ્રતાપભાઈ પંડ્યા

15940842_1213722342008727_7590095812734684379_n

‘ ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ નિયામક શ્રી બળવંતભાઈ જાની

 

 

16105781_1213722555342039_7716773327700932202_n

રાહુલ શુક્લ

Image may contain: 2 people, people sitting and child

તરુલતા મહેતા

Image may contain: 7 people, people smiling, people sitting, table and indoor

તારીખ 11મી જાન્યુઆરી 2017ના અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીના યુ.જી.સી., એચ.આર.ડી.સેન્ટરમાં ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર અને ‘ ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝના ઉપક્રમે  ગુજરાતી ડાયસ્પપોરા વાર્તાકારો સર્વશ્રી રાહુલ શુક્લ, નિકેતા વ્યાસ, બેઠકના લેખિકા અને ગુરુ તરુલત્તા મહેતા અને લંડનથી નયના પટેલના વાર્તાપઠન અને વાર્તાસર્જનની પ્રક્રિયાની કેફિયતનો સુંદર કાર્યક્રમ યોજાયો .સમગ્ર પ્રોગ્રામનું સંચાલન અંબાદાનભાઈ રાહોડીયાએ કર્યું તો દેશ અને પરદેશને  જોડતી કડી સમા બળવંતભાઈ એ બધાનો પરિચય આપી સુંદર સેતુ બાંધી પરદેશના લેખકોને પોતાપણાંનો અહેસાસ કરાવ્યો.પ્રેક્ષકોની હાજરીએ આપણાપણાની સંવેદના જગાડી આ પ્રસ્ંગે બળવંતભાઈ જાની એ ડાયસ્પોરા સાહિત્યની પરંપરા વિશે વક્તવ્ય આપતા કહ્યું કે પરદેશમાં રહેતા સર્જકો માતૃભાષા ને હજી પણ આટલા વર્ષ પછી પણ ધરબીને બેઠા છે હજી પણ તેમના હૃદયમાં માતૃભાષા અને માતૃભુમી માટે એજ સંવેદનાઓ જીવિત છે માટે જ ગાર્ડી એમના કાર્યને નવાજે છે.આપણી ભાષા આપણી સંસ્કૃતિ આજે પણ આપણને જોડતી કડી છે. પછી ગુજરાતી લંડનમાં રહેતો હોય કે અમેરિકામાં કે વિશ્વના કોઈ પણ સ્થળે હોય ત્યાં પોતાની લાગણીઓ પોતાની ભાષામાં જ ઉછેરી  છે એ ગૌરવની વાત છે. આ કાર્યક્રમમાં ઘર પુસ્તકાલયના પ્રણેતા, ગુજરાતમાં અને અમેરિકામાં ‘પુસ્તક પરબ ‘ની પ્રવૃતિથી સમાજની સાહિત્યિક રુચિ ઘડતરમાં મહત્વની સેવા આપી રહેલા અને ચિંતનાત્મક સાહિત્યના સર્જક પ્રતાપરાય પંડ્યા સૌ માટે પ્રેરણા સમાન રહ્યા.પ્રતાપભાઈ પોતાના દેશમાં તો ખરું પણ પરદેશમાં પરબ સ્થાપી જ્ઞાન ને વહેતું કર્યું છે.બળવંતભાઈ જાની, અતિથી વિશેષ અને દરેક આયોજકે પ્રતાપભાઈનું નું શાલ, પાઘડી પહેરાવી સાથે  પુસ્તક અને સ્મૃતિચિન્હથી સન્માન કર્યું ત્યારે નમ્રતાપુર્વક પ્રતાપભાઈ એ કર્યું આ પાઘડી અને સન્માન કાર્યને છે.પ્રતાપ પંડ્યાને નહિ અને પુસ્તક પરબના દરેક સંચાલ કરનાર અને કાર્યકર્તાને  આ સન્માન હું અર્પું છું. લંડનના ‘ગુજરાત સમાચાર’ના તંત્રીશ્રી સી.બી. પટેલ અધ્યક્શસ્થાને ઉપસ્થિત હતા. તથા અમેરિકાના ‘ ગુજરાત ટાઈમ્સ’ના અમદાવાદના બ્યુરો ચિફ દિગંત સોમપુરા મુખ્ય અતિથિસ્થાને હતા.સૅન્ટરના નિયામક શ્રી ડૉ. જગદીશ જોશીએ આંતરરાષ્ટ્રિય કાર્યશાળાને સફળતા અપાવી, એમના કુશળ આયોજન અનુભવ થયો. પરદેશમાં પણ ભાષાને લીલીછમ રાખતા ગુજરાતીઓને વતનમાં ઉમળકા સાથે પ્રેક્ષકોએ વધાવ્યા અને ભાષાએ બધી સીમા ઓળંગી  માત્ર માતૃભાષાને અને સંવેદનાઓ માણીએ જે નોધનીય છે.

 

બેઠકના આયોજક :પ્રજ્ઞા દાદભાવાળા

 

bethak-5

વિનુ મરચંટ – 2017 વાર્તા સ્પર્ધા (3)વિજય શાહ

વિજય શાહ

વિજય શાહ

 

 

 

 

 

“ બા ગયા.” વદોદરાથી નાનાભાઇ હેમલનો ફોન ઉપર રડમસ અવાજ હતો.

“ હેં?”

“હા મોટી બેન! આઈ સી યુ માં રાત્રે બહુ શ્વાસ ચઢ્યો ડૉક્ટરે ઓક્સીજન ચઢાવ્યો અને મોડી રાત્રે તેમની આંખ મળી ગઈ અને સવારે ઉઠ્યા જ નહીં.”

જીજ્ઞાનો અવાજ પણ રડમસ હતો.એક ડુસકું નંખાઇ ગયું. એનું મન  આક્રંદ કરતુ હતું.

હેમલે આગળ વાત કરતા કહ્યું “ તમે તો હમણાં જ મળી ગયા હતાને?”

“ હા પણ આટલું જલ્દી છેટું થઈ જશે તેની તો કલ્પના હોય જ નહીંને?”

જીજ્ઞા પણ ડુસકે ચઢી હતી ત્યાં હેમલ ફરીથી બોલ્યો..” બેન ! બા તો લીલી વાડી મુકીને ગયા છે તેથી એમની મુક્તિનો આનંદ મનાવવાનો.. રડશો નહીંને..દેહનાં અંતિમ દર્શન કરવા સ્કાઇપ ચાલુ કરો કે જેથી એમના દેહને અંતિમ વંદના કરો અને તેમના નશ્વર દેહને ચેહ દેવાય”.

કોમ્પ્યુટર શરુ થયું અને સ્કાઇપ ઉપર બા.દેખાયા.. પરમ નિંદ્રામાં સુતેલા બા..જીજ્ઞાએ વંદન કર્યા.. હેમલ ,તરુ ભભી અને અન્ય સગા વહાલા સજળ નયને બેઠા હતા અને તેમને અંતિમ વિદાય દેવાઈ.

સૂર્યાબાનાં ફોટા સામે જોઇને જીજ્ઞા વિચારતી રહી ..અમેરિકાની આજ તો તકલીફ કોઇને સાજે માંદે તુરત તો પહોંચાય જ ના.. ઓછામાં ઓછા ચોવીસ કલાકતો થાય જ…અને તરત જ બીજો વિચાર આવે કે ચેતન આત્મા તો મુક્તિ ધામે પહોંચી ગયો.. હવે તો જે છે તે તો ખોળીયું.. નાનાભાઇ હેમલે અંતિમ દર્શન કરાવીને અનુમતિ લઈ પણ લીધી કે બેન તું નહીં આવે તો ચાલશે..અને આમેય જૈન પ્રણાલી મુજબ દેહને લાંબો સમય રખાય ના.. ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો સર સાંજ પહેલા સ્મશાન લઈ જવાય.

જીજ્ઞા ભારે હૈયે ડાયરી ખોલી ને લખવા બેઠી. આ તેનો મન હળવુ કરવાનો એક માત્ર ઉપાય હતો. લખવાનું શરું કરતા પહેલા થોડુંક રડી લીધું. સ્વસ્થ થઇ અને જે વાત કદી લખી નહોતી તે લખવાની શરુ કરી..દીકરી તરીકે નહીં..પણ લેખક તરીકે..

સુર્યાબા સાથે જીજ્ઞા યુવાનીમાં બહુ આદરથી વર્તતી નહોતી..આમેય યુવાની તો ચંચળ અને ઉછાંછળી હોયને? જીજ્ઞાને તેમની દરેક વાતોમાં અઢારમી સદી જ દેખાતી અને કહેતી પણ.

“ બા તમારો જમાનો ગયો.. આ નવો જમાનો છે.. આ શું પકડી રાખ્યુ છે કોલેજમાં ભણવા જવાનું.. મોજ મઝા માટે આખી જિંદગી પડી છે..વળી સાંજે ૮ વાગ્યે ઘરે આવી જવાનું…છોકરી જાત એટલે મર્યાદામાં તો આપણે જ રહેવાનું!..બા! આ બધું છોડ.. કોલેજનાં દિવસો તો આખી જિંદગી યાદ રહેવાના.. અને વો જવાની  હી ક્યાં જીસમે કોઇ કહાની ના હો?..

સુર્યાબા ખીજવાતા અને કહેતા બેટા જુવાની અમે પણ જોઇ છે.. જે માણસ કિનારાની મર્યાદામાં રહે તે નદીની જેમ આખી જિંદગી સુખમાં રહે..અને સાગરે જઈને મળે..જેણે છોડ્યા કાંઠા તેના ભાગ્યે રહે સુકાયેલા ખાબોચીયા.માત્ર.

હા.. કેટલા સાચા હતા તેઓ?

ભૂતકાળ ની ભુતાવળો ઉભી થતી હતી..

કોલેજનું ત્રીજુ વર્ષ..અને રોહિત સાથેનાં આંખ મિંચામણા અને તેનું બીન્દાસપણું શરીર સુખની મર્યાદા વટાવી ગયું ત્યારે સુર્યાબાનું ઘર છોડ્યુ અને રોહિતનું ઘર માંડ્યુ ત્યારે પણ બા જીવ બાળતા હતા..” છોડી ભણતર તો પુરુ કરી લેવું હતું..છોકરો તો જરા ઢંગનો શોધવો હતો.. “તારું જૈન કૂળ અને આ સિંધનો રોહિત રેફ્યુજી..તને શું સુખ દેવાનો? અને તારા છોકરાને શું સંસ્કાર દેવાનો?”

સુર્યાબાનાં કકળાટનાં પુરા અઢી વર્ષે જીજ્ઞા પેટમાં શ્યામા અને કેડમાં અંકિતને લઇને ઘરે આવી ત્યારે ધારણા થી બીલકુલ જ વિરુધ્ધ થયું..સુર્યાબાએ જીજ્ઞાને રડવા ના દીધી અને હૈયા ધારણ બંધાવતા કહ્યું.. “અરે ચિંતા ના કર હું હજી બેઠી છું ને?”

જીજ્ઞાની  ઉદંડતાનો દંડવાને બદલે માનું વહાલ છંટકાયુ અને કહેણ પણ કેવા “ થાય બેટા આ ઉંમરે જ ભુલ થાય. તે ભુલ સુધારવાની તક પણ પ્રભુએ તને આપીને? ચાલો હવે ભુલ્યા ત્યાંથી ફરી ગણીએ..”

રડતી જીજ્ઞાની આંખોમા આંસુ સુકાવીને ફરીથી હસતી કરી, ભણતી કરી. શ્યામાનો જન્મ કરાવ્યો અને અંકીતને સ્કુલે મુક્યો અને મારું ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન અને ત્યાર પછી ડોક્ટરેટ પણ પુરુ કરાવ્યુ…આજે જે કંઇ જીજ્ઞા છે તે તેમના થકી છે એમ કહું તો જરાય ખોટું નહીં કહેવાય”

તે સમયે હેમલ ભણી રહ્યો તે પણ કમાતો થયો બાપા પણ પ્રગતિનાં શિખરો ચુમતા હતા..અને પેલો સિંધી? બૉરીવલી માં શાકની દુકાન કાઢીને બેઠો હતો.. ક્યારેક અંકીતને મળવા માંગતો પણ સુર્યાબાએ તેને કહી દીધું હતું કે જીજ્ઞા ઉપર બદચલન હોવાનો દાવો કર્યોને ત્યારથી અંકીત અને શ્યામા તારે માટે મરી ગયા સમજ… મને સુર્યાબા ની આ કડકાઇ ખુંચતી પણ એ કડકાઇ તો કાંઠા કે કિનારા હતા ને? અને તેથીજ તો જીજ્ઞાની જિંદગી સહજ બની હતી. .

જીજ્ઞાને થતું હતું કે ઝઘડો જીજ્ઞા અને રોહિત વચ્ચે હતો પણ અંકીત અને શ્યામાનો રોહિત બાપ હતોને? સુર્યાબાને આ વાત સમજાવવાની પહેલ હેમલે કરી જ્યારે અંકીતે પેરેંટ ટીચર મીટીંગમાં તેના પપ્પાને બોલાવવા આગ્રહ કર્યો.

સુર્યાબા એક જ વાતે માન્યા જ્યારે તે જીજ્ઞાને બદચલન કહ્યાની વાતે માફી માંગે અને શ્યામાને પણ સ્વિકારે. આખરે સૌ સારા વાના થયા અને સિંધીનાં ભાઇએ કરેલા અમેરિકાનાં કાગળીયા પાક્યા અને ૫ વર્ષની શ્યામા અને સાત વર્ષનાં અંકિત સાથે તે શિકાગો આવી..સુર્યાબા માનતા કે હવે રોહિત જીજ્ઞાને સાચા હ્રદયથી ચાહે છે ત્યારે તેના ભાગ્ય ઉપર ભરોસો કરી છોકરાઓનાં ભવિષ્ય માટે તુ જા.પણ ધ્યાન રહે હવેની જિંદગી સંતાનો માટે છે .

શિકાગોમાં જ્યારે બા આવતા ત્યારે રોહિત સંકોચ અનુભવતો પણ બા તેને સંકોચ અનુભવવા દેતાં નહીં..અને કહેતા પણ કે ભાઇ તું જીજ્ઞાને ચાહે છે તે મારા માટે અગત્યની વાત છે.પણ ભલા ભાઇ છોકરી કયા ઘરની છે તે તો વિચારવું હતુંને? અમારા સંસ્કારમાં એક ભવમાં કોઇ બે ભવ કરેજ નહીં. કન્વીનીયંટ સ્ટોર અને જીજ્ઞાની નોકરી તેને કારણે તેઓ જલ્દી ઉપર આવી ગયા હતા. ઘર લેવાઇ ગયું અને જિંદગી નિયમિતતા પકડી ચુકી હતી.

જીજ્ઞાનું સાસરીયામાં પણ પુરુ માન. રોહિતનાં મોટાભાઇ કાયમ રોહિતથી લજ્જીત હતા..જીજ્ઞા જેવી કુલિન પત્નીને બદચલન કહેલી તેથી અને તે બે ને પાછા ભેગા કરવામાં રોહિતને ખુબ જ સમજાવી સમજાવીને તૈયાર કરેલો. અને કહે છેને સાચા હ્રદયથી તેણે માફી માંગેલી તેથી તો સુર્યાબા પીગળ્યા હતા. ગેરસમજુતી ક્યાં નથી થતી?

પી એચ ડી હતી તેથી તેને પ્રમોશન મળ્યા કરતું..હવે રોહિતને જ્યારે સ્ટોર ઉપર ગન અને લૂંટારાઓનો સામનો કરવો પડ્યો ત્યારે ભાંગી પડેલી જીજ્ઞાને રોહિતનાં મોટા ભાઇએ જ સાંત્વના આપીને સમજાવ્યુ હતું કે ગન ત્યારે જ ચાલે જ્યારે સામનો થાય..રોહિતે તેમને જોઇતું આપી દઇને ડહાપણ નું જ કામ કર્યુ છે..તે નુકસાની તો ઇન્સ્યોરન્સ કંપની ભરી દેશે…ત્યારે પણ સુર્યાબા વડોદરાથી શિકાગો આવી ગયા હતા અને હિંમત બંધાવી હતી. પણ તેઓ ભાળી ગયા હતા કે જીજ્ઞા અને રોહિત એક મેકને ખુબ જ ચાહે છે.

જ્યારે બાપા ગયા ત્યારે .પહાડ જેવી સુર્યાબા પહેલી વાર રડી.પણ આ રડવું તે માણસ ખોયો માટે રડ્યા તેવું નહીં પણ એમની સમેતશિખર જવાની તેમની ઇચ્છા તેઓ પુરી ન કરી શક્યા તેનાં દુઃખે રડ્યા હતા.

સુર્યાબા હવે ઢળતા સુરજને જોતા અને મનોમન બબડતા “ પ્રભુ હવે ઝાઝું છેટું ના પાડીશ અને મને પણ લઈ લે”. ત્યારે હેમલ કહેતો “બા મોટી બેન ને અને તેમના સંતાનો ને રાહ બતાડ્યો તો મારા સંતાનો નો શું ગુનો?” ત્યારે મુંબઈ છોડી હેમલ સાથે રહેવા તેઓ વડોદરા આવ્યા..હેમલ નાં સંતાનો પણ દાદીને બહુ માનથી રાખતા. ઘણી વખત વડીલો આદર પાત્ર એટલા માટે બનતા કે તેઓ વહેવારે “આજ”માં રહેતા અને હું સાસુ એટલે મોટી અને તું વહુ એટલે નાની અને તે ઉંમર તફાવત ભુલીને કહેતા

“ બેલા તું અને જીજ્ઞા બંને મારી દીકરીઓ છો.વળી કર્મ જ્ઞાન એટલું સબળ કે અજુગતો લાભ લેવાની તો વાત આવે જ નહીં. કોઇ વેરો આંતરો નહીં અને બોલવાનું તે પણ માપનું જ.

અંકીત કોલેજમાં ગયો ત્યારે તેઓ શિકાગો આવીને રહ્યા..પણ ઠંડીમાં તેમની તબિયત બગડતી..ખાસ તો શ્વાસ ચઢતો. તેમનું ધ્યાન તો ભારતમાં જ.તેથી  મહીનો રહી ને પાછા જતા.પણ આ વખતે બરફમાં  ગાડી સ્કીડ( લપસી) થઇ અને અકસ્માતમાં જીજ્ઞા અને બા ને ખુબ વાગ્યુ તેથી મહીના ને બદલે છ મહીને તેઓ ભારત ગયા.ત્યારે ફેફસા નબળા થઇ ગયા હતા.. અંકિત ગ્રેજ્યુએટ થઇ ગયો હતો શ્યામા છેલ્લા વર્ષમાં હતી તે વખતે જીજ્ઞા ભારત ગઈ ત્યારે મોટાભાગનો સમય બા સાથે જ હતી.અને તે જીજ્ઞાનો “ક્વોલીટી ટાઇમ” હતો જે હવે કદી પાછો આવનાર નથી…

સુર્યાબા સ્વીકારી ચુક્યા હતા કે હવે તેમનો અંત સમય આવી ગયો છે. પણ તેમની વાત હું તેમને માનવા દેતી નહીં..અને કહેતી કે બાપા ગયા પછી તમેજ એકલા અમારી જિંદગીનો છાંયડો છે…પણ તેમનું આંતર મન તો રટણ કરતું જ રહેતું હતું કે હવે પ્રભુ મને હાલતી ચાલતી લઈ લે.

ડાયરી લખતા લખતા જીજ્ઞાની આંખો ભરાઇ આવી..

સુર્યાબા પાસે આવનારું જોખમ જોવાની લાક્ષણિક આવડત હતી તો સાથે સાથે તેનું વ્યવહારિક નિરાકરણ પણ હતુ..ફઈબા જ્યારે બેલા વિશે ઘસાતુ બોલે ત્યારે સીધો અને સટ ઉત્તર” એ મીયાં બીબીનાં મામલામાં હું તો એક શબ્દ ના બોલું..તેમને આખી જિંદગી સાથે કાઢવાની છે તો તેઓ જાણે અને તેમનું કામ જાણે..મને તો તે બે માં થી કોઇ પુછે તો જ મારો મત જણાવું અને મત જણાવ્યા પછી ક્યારેય તેનો અમલ થયો કે નહીં તેની ચિંતા ના કરું.આખરે જોડુ ક્યાં ડંખે છે તે તો જોડું પહેરનાર જ જાણે ને?”

હેમલ તો બાને માને તે સ્વાભાવિક છે પણ બેલાને પણ ખુબજ આદર..તેમનો નાનો જુગલ એક વખત તાવમાં ખેંચાયો ત્યારે હેમલ દોડાદોડ કરીને  ડોક્ટર પાઠકને તેડવા ગયો ત્યારે બાએ તરત જ ડોસી વૈદુ કરીને તેની ખેંચ દુર કરી હતી…ડોક્ટરે આવીને તેને દવા આપી પણ તે બોલ્યો કે આ સમયસર તેની ખેંચ ન ગઈ હોત તો તેની આંખ કે ડાબુ અંગ ખેંચાઇ જાત…ત્યારથી બેલા તો સુર્યા બાનાં પગ પૂજે. છોકરાવને ધાર્મિક વાતો અને વાર્તાઓ કહી કહીને સંસ્કાર પુરે તેવી બા જતા રહે ત્યારે તેમની ખોટ તો પડેજ ને?

ડાયરીમાં સુર્યાબાને અંજલી અપાતી જતી હતી અને જીજ્ઞા આ અવલ મંઝીલે ગયેલી માને માટે રો કકળ કરવાને બદલે  તેમના ગુણાનુરાગ કરી છેલ્લા વાક્યો લખીને અટકી ત્યાં ડોર બેલ વાગ્યો શ્યામા અને અંકીત આવ્યા હતા..બંને છોકરાઓને ભેટીને જીજ્ઞા બહું રડી… ડાયરી ખુલ્લી હતી પણ બંને બાળકોને ગુજરાતી વાંચતા આવડતુ નહોંતુ તેથી સુર્યાબા પ્રત્યેનો જીજ્ઞાનો કૃતજ્ઞતા ભાવ તેમને સમજાતો નહોતો. રોહિતે તેથી ડાયરીનાં છેલ્લા વાક્યો વાંચ્યા

હા.. આજે સુર્યાબાની અરજી મંજુર થઈ ગઈ. રડતી આંખે ભગવાન નાં ફોટા અને રાણો થતા દીવા સામે તે બોલી “પ્રભુ તારે આંગણે આવેલી મારી માને સર્વ દેજે. ખાસ તો રંજ અને લગાવ મુક્ત બનાવી તમારા જેવું જીવન દેજે..”

આદર સાથે સૌએ સુર્યાબાના ફોટાને વંદન કર્યા.

વિજય શાહ

વિનુ મરચંટ – 2017 વાર્તા સ્પર્ધા(2) પતંગિયું-નિરંજન મહેતા

પતંગિયું-નિરંજન મહેતા

photo

 

 

 

‘કેમ અંકિત, બસ નથી આવી? ચાલો તમને લિફ્ટ આપું.’

નેકી ઓર પૂછપૂછ? છતાં વિવેક ખાતર અંકિતે કહ્યું કે તમને શું કામ તકલીફ આપું?

‘અરે, એમાં તકલીફ શાની? મારે તો રસ્તા ભેગો રસ્તો છે.’ સુમીએ જવાબમાં કહ્યું.

સુમી અને અંકિત આમ તો એક જ ઓફિસમાં કામ કરે પણ અંકિતની ઓળખાણ એક રોમિયો તરીકે એટલે મહિલા કર્મચારીઓ બને ત્યાં સુધી તેની સાથે કામ પૂરતી વાત કરે.

તો સુમીની વાત જ જુદી. એક બિન્ધાસ્ત વ્યક્તિત્વ. સુંદર અને સપ્રમાણ કાયા. ઓફિસમાં આવે તો પણ તેના પરિધાન કોલેજમાં ભણતી યુવતી જેવા. કોઈ વાર સલવાર-કમીઝ તો કોઈ વાર ચુસ્ત ટી-શર્ટ અને જીન્સ. જે કાઈ પણ પહેરે તેનાથી તેની કાયાનો ઉભાર નિખરી આવે. ભલભલા એકવાર તો તેની તરફ નજર નાખ્યા વગર ન રહે તો ઓફિસના પુરૂષ કર્મચારીઓ થોડા અપવાદરૂપ રહે?

આ કારણે પુરૂષ કર્મચારીઓ પણ તેની સાથે વાત કરવા કોઈને કોઈ તક શોધતા રહેતા. આ બધામાં અંકિત પણ બાકાત ન હતો પણ કોઈ ખાસ દાળ ન ગળતી. સુમી આ બધાથી વાકેફ. લોકો કેવા કેવા બહાના શોધી તેની પાસે આવે છે તેની તેને જાણ હોવા છતાં તે આ બધાથી અજાણ હોય તેમ વર્તતી.

આજે સુમી ચુસ્ત ટી-શર્ટ અને જીન્સ પહેરીને આવી હતી. સાંજે ઘરે જવા બસ સ્ટેન્ડ પર ઉભેલા અંકિતે તેને દૂરથી આવતા જોઈ અને તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. અગાઉ તેણે ઓફિસ છૂટ્યા પછી ઘણીવાર સુમીને તેના સ્કૂટર પર જતા જોઈ હતી ને વિચાર પણ આવ્યો હતો કે ક્યારેક જો તેના સ્કૂટર પર બેસવાની તક મળે અને તે બહાને સુમીની કમનીય કાયાની નજદીક આવવાનો લાભ મળે તો ન કેવળ તેની મહેચ્છા પૂર્ણ થાય પણ ઓફિસના સહકર્મચારીઓ આગળ તેનો વટ પડી જાય. પણ આ બધું દિવાસ્વપ્ન જેવું. મનમાં પરણવાનું અને મનમાં રાંડવાનું, કારણ આજ સુધી આવો લાભ સુમીએ કોઈને આપ્યો ન હતો.

સુમીને આવતા જોઈ અને તેના રૂપને નિખારતા વસ્ત્રોને કારણે અંકિત ચકરાવે ચઢી ગયો અને પોતાની બસ આવી તેની પણ તેને જાણ ન રહી. હવે તો બીજી બસના આવવાની રાહ જોવી રહી. ઘરે પહોંચતા મોડું થશે પણ સમજાવી દેવાશે કે બસ મોડી મળી. પણ જો સુમીના સ્કૂટરનો આજે લાભ મળે તો? તો તો મોડું પણ નહિ થાય અને લાંબા સમયની ઈચ્છા પણ અનાયાસે પૂરી થશે.

જાણે ભગવાને તેની મુરાદ પૂરી કરવાનું ના વિચાર્યું હોય તેમ સુમીએ સ્કૂટર ઊભું રાખી બેસવા કહેતા તેને આંચકો તો લાગ્યો જ. આપણે ઈચ્છેલી વસ્તુ ન મળે ત્યાં સુધી તેને ઝંખીએ પણ અચાનક તે મળી આવે એટલે આંચકો તો લાગેને ! વળી કોઈ દિવસ નહિ ને આજે સુમીએ સામે ચાલીને આમંત્રણ આપ્યું તેનું કારણ શું? પણ કારણનો વિચાર કરવાને બદલે હવે સુમીએ જ જો સામેથી आ बेल मुझे मार જેવો ઘાટ ઘડ્યો હોય તો મારે શું? વિવેક ગયો ખાડામાં. આવી તક ગુમાવે તો તેના જેવો મૂરખ કોઈ નહિ. એટલે ચાલ બેટા, ચાલુ થઇ જા, એમ મનમાં વિચારી તે સ્કૂટરની પાછલી સીટ પર આડો બેઠો.

કેમ અંકિત, સીધા બેસતા સંકોચ થાય છે?’

‘મને એમ કે તમને તકલીફ થશે એટલે આમ બેઠો.’

. ‘મને કોઈ આમ બેસે તો તકલીફ થાય. જો કે કોઈ પુરૂષ સાથી બેસતા પહેલા અચકાય પણ હું જ તેમને સીધા બેસવા કહું એટલે પછી તેમનો સંકોચ દૂર થઇ જાય. તમે પણ વિના સંકોચે બેસો.’

ભાવતું’તું અને વૈદ્યે કહ્યું જેવો ઘાટ થતા અંકિત મનમાં હરખાયો પણ તેનો આ ભાવ બહાર ન આવે તેની પૂરી કાળજી લીધી અને પછી સુમીની પાછળ થોડું અંતર રાખી બેઠો.

‘હું સ્ટાર્ટ કરૂં છું. બરાબર બેસજો,’ કહી સુમીએ સ્કૂટર ચાલુ કર્યું. તેમ થતા અંકિત સહેજ હલબલ્યો એટલે સુમી બોલી કે આમ દૂર બેસશો તો તમે બેલેન્સ ગુમાવશો. જરા નજીક આવીને બેસો એટલે ઠીક રહે.

આ વાક્યે અંકિતના મનના આનંદમાં ઓર વધારો થયો. તેને થયું કાશ મારૂં ઘર પંદર મિનિટના અંતરે નહી પણ એક કલાકના અંતરે હોત તો કેવું? લાંબુ અંતર હોત તો કેટલી બધી મજા માણવા મળતે ! આવી તક વારંવાર મળવાની નથી એટલે લાંબુ અંતર હોત તો આ નિકટતા અને તેનો આનંદરસ વધુ મળતે. કદાચ થોડા વખત પછી તેની કમનીય કાયાની વધુ નજીક આવી જવાતે. ખેર, જેટલો મળે તેટલો લાભ તો લઈ લે બેટા, અંકિતે વિચાર્યું.

‘શા વિચારમાં ખોવાઈ ગયા?’

‘ના ના, એમ જ. તમારી સાથે વાત કરૂં અને તમને ચલાવવામાં ખલેલ પડે એટલે બોલતો નથી.’

‘અરે, મને તો કોઈ ખલેલ નહિ પડે. કેટલાય વર્ષોથી સ્કૂટર ચલાવું છું એટલે એકાગ્રતા જળવાઈ રહે છે.’

‘જો કે વાત શું કરવી એની પણ મને મૂંઝવણ હતી કારણ હજી આપણે ઓફિસના કામ સિવાયની અન્ય વાતો કરી શકીએ એટલા નજીક નથી આવ્યા એટલે પણ થોડો સંકોચ થતો હતો.’

‘પણ અત્યારે તો નજીક છીએને? હજી જરા નજીક આવી મને દબાઈને બેસો તો સંકોચ દૂર થશેને?’

આ શું? સુમી તેને આમંત્રણ આપે છે કે તેની પરીક્ષા લે છે? અંકિત અવઢવમાં પડી ગયો.

‘કેમ, સંકોચ થાય છે? મેં તમને તે દૂર કરવા નજીક આવવા કહ્યું અને તમે તો શરમાળ નીકળ્યા.’

‘શરમાવવાની વાત નથી પણ કોઈ વખત આપણે આમ સાથે બેસીને મુસાફરી કરી નથી એટલે સંકોચ તો થાયને?’

‘તમને ખબર છે મારી સાથે આમ બેસવાનો લાભ મેં હજી સુધી કોઈ પુરૂષને આપ્યો નથી. મને ખબર છે કે પુરૂષમાત્ર એક પતંગિયું. લાભ મળે તો રસાસ્વાદ લેવાનો ચૂકે નહિ. ન કેવળ આપણી ઓફિસનો સ્ટાફ પણ મારા બિલ્ડિંગમાં રહેતા અન્ય પુરૂષોની લોલુપતા મારાથી અજાણ નથી. પણ કોઈની હિમ્મત નથી કે મારી નજદીક ફરકે તો જેને માટે ભલભલા ઝંખે છે તે સ્પર્શનો તો સવાલ જ આવતો નથી.’

‘તો પછી આજે તમે મને કેમ લિફ્ટ આપી?’

‘કોણ જાણે કેમ મને લાગ્યું કે તમે સરળ સ્વભાવના છો. ઓફિસમાં અન્યો મારી નજદીક આવવાનો પ્રયત્ન કરે છે તેવો પ્રયત્ન તમે કોઈ દિવસ નથી કર્યો. અમે સ્ત્રી લોકો પારખી નજરવાળા એટલે મને વિશ્વાસ હતો કે તમને લિફ્ટ આપવામાં વાંધો નથી. વળી મેં દૂરથી જોયું કે તમે તમારી બસ પણ ગુમાવી એટલે બીજી બસ મળતા વાર થશે અને તમે ઘરે મોડા પહોંચશો તો ભાભી પણ કારણદર્શક નજર નાંખશે. મારે તો રસ્તા ભેગો રસ્તો છે એટલે તમને લાભ આપું તો તમે આ નજરથી બચી જશો અને મને પણ કંપની મળશે.’

આવી કંપની મેળવવાની ઝંખના લાંબા સમયથી હતી અને સુમી ઈચ્છે તો રોજ આપી પણ શકું, અંકિતે મનમાં વિચાર્યું. જો એમ થાય તો વખત આવ્યે તેની કમનીય કાયાના સ્પર્શની પણ તક મળી જાય. તેમ થાય તો તો वह, क्या बात है!

‘તમે કોઈ જવાબ ન આપ્યો. મારી કંપની પસંદ નથી?’

‘અરે હોય કાંઈ? આ તો પ્રથમ વખત આમ મળ્યા એટલે. ભવિષ્યમાં કદાચ ફરી તક મળશે તો સંકોચ દૂર થશે અને તમારી કંપની પણ વધુ ગમશે.’

‘વાહ, એ વાત પર એક સેલ્ફી હો જાય. લો મારો મોબાઈલ અને તેમાં આપણી આ સફરની યાદગીરીરૂપે એક ફોટો પાડી લો. જરા નજીક આવો. એમ કરો ફોટો પાડતા બેલેન્સ ચૂકી જાઓ અને પડી ન જાઓ માટે તમારો ડાબો હાથ મારી કમર પર વીંટાળી દો.’

અંકિત ચમક્યો. આ બાઈના મગજમાં શું ચાલી રહ્યું છે તે તે સમજી ન શક્યો. શું આ કોઈ પ્રકારનું પોતે ઈચ્છતો હતો તેવું આમંત્રણ છે?

‘ફરી સંકોચ થયો?’

‘ના, પણ આમ જાહેરમાં આવી રીતે ફોટો પાડીએ તો કેવું લાગે?’

‘અરે ઓ જુનવાણી બંધુ, ફજેતી થશે તો મારી થશે. તમે કેમ ગભરાઓ છો? હું બિન્ધાસ્ત બની તમને કહું છું પછી તમને શેની ચિંતા? શરૂ થઇ જાઓ.’

હવે આવેલી તક ગુમાવે એ બીજા એ વિચારે અંકિતે પોતાનો ડાબો હાથ સુમીની કમરે વીંટાળ્યો. તેની કાયાને સ્પર્શ થતા જ એક ઝણઝણાટી અંકિતના આખા શરીરમાં ફરી વળી. માંડ માંડ સુમીના મોબાઈલને પડતાં બચાવી લીધો.

‘તમારી પરિસ્થિતિ હું સમજી શકું છું કારણ તમારા જેવા સરળ માણસને ભાભી સિવાય અન્ય કોઈ સ્ત્રીને સ્પર્શ કરવાની તક નહિ મળી હોય અને મળી હશે તો તેમ કરવાની હિમ્મત નહિ થઇ હોય!’

આ બાઈને શું કહેવું? મારો ભૂતકાળ જાણતી નથી નહિ તો હમણાંને હમણાં મને સ્કૂટર પરથી ઉતારી દીધો હોત. ખેર, આજે એકવાર આટલું બસ છે પછી आगे आगे देखिये होता है क्या |

‘બરાબર સેલ્ફી લેજો જેથી સ્કૂટર પણ પૂરેપૂરૂં દેખાય અને ખબર પડે કે આપણે સાથે સફર કરી રહ્યા છીએ.’

અંકિતે તે પ્રમાણે કામ કરીને સુમીને દેખાડ્યું કે બરાબર છે ને?

‘વાહ, બહુ સુંદર ફોટો આવ્યો છે.’

એટલામાં અંકિતનું મકાન આવી ગયું. અંકિતને લાગ્યું કે તે જાણે સ્કૂટર પર નહી પણ હેલિકોપ્ટરમાં બેઠો હતો એટલે આટલું જલદી તેનું ઘર આવી ગયું. ઊતરતા ઊતરતા તેણે વિવેક દાખવ્યો કે આવો કૉફી પીને જજો. વગર આનાકાનીએ સુમીએ તે આમંત્રણ સ્વીકાર્યું.

ફલેટનો દરવાજો ખુલતા અંકિતે ઓળખાણ કરાવી કે આ દર્શના મારી પત્ની અને પછી દર્શનાને કહ્યું કે આ સુમી, મારી ઓફિસમાં સાથે કામ કરે છે. આજે બસ ચૂકી ગયો તો તેમના સ્કૂટરનો લાભ મળ્યો. બદલામાં તેમણે કોફી પીવાનું આમંત્રણ સ્વીકાર્યું છે.

‘દર્શના, વાત થયા મુજબ મારી જાળમાં તમારા પતિદેવરૂપેનું પતંગિયું ફસાઈ ગયું. આપણો પ્લાન કામયાબ રહ્યો.’

જાળ, પતંગિયું, પ્લાન આ બધા શબ્દો સાંભળી અંકિતને કશું સમજાયું નહિ એટલે કહ્યું સુમી તમે શું કહો છો તે મને ન સમજાયું. તમે દર્શનાને ઓળખો છો?

‘હા, અમે કોલેજમાં સાથે હતા. ઘણા વર્ષે અચાનક અમે રીગલ મોલમાં ભેગા થઇ ગયા. ત્યાં કૉફી પીતા પીતા અને જૂની વાતો યાદ કરતાં કરતાં ખબર પડી કે  તમે તેના પતિ છો અને આપણે એક જ ઓફિસમાં કામ કરીએ છીએ. તેણે તમારી રોમિયોગીરીની વાત કરી. આમેય તમારી રોમિયોગીરી મારી ધ્યાન બહાર પણ ન હતી અને અન્ય મહિલા સાથીઓ પાસેથી પણ તે વિષે જાણ્યું હતું એટલે તમને સુધારવા અમે એક પ્લાન બનાવ્યો અને તે મુજબ મેં આજે તમને લિફ્ટ આપી, સેલ્ફીને બહાને નજીક લાવી તમારી પતંગિયાવૃત્તિને કેદ કરી લીધી. સાથે સાથે તમારી જાણ બહાર મારા મોબાઈલમાં તમારી રંગીલી વાતચીત પણ રેકોર્ડ કરી, જે દર્શનાને સંભળાવવાનું મન તો ઘણું થાય છે પણ તમે સુધરી જશો માની આજે તેમ નથી કરતી.

હા, હાલમાં તે ફોટો અને વાતચીત હું રાખી મૂકું છું. જરૂર પડે ત્યારે તેનો કેમ અને ક્યાં ઉપયોગ કરવો તે પણ હું સારી રીતે જાણું છું તે કહેવાની જરૂર છે? જો કે તેની જરૂર નહિ પડે તેમ મને લાગે છે છતાં જ્યારે અમને બન્નેને સંપૂર્ણ ખાત્રી થશે કે તમે સુધરી ગયા છો પછી જ તે ડિલીટ થશે.’

 

નિરંજન મહેતા

લેખ અને લેખન ,,,થોડીક વાતો- જીતેન્દ્ર પાઢ

Posted on by

સારું લખવું એ અનુભવ શીખવાડશે ,પણ લખવું તે તમારી ઝંખના ,તાલાવેલી અને નૈસરગિક   પ્રતિભા ઉપર અવલંબે છે ,વેદ ઋચા છે ” ચારે દિશાઓ માંથી અમને શુભ વિચારો પ્રાપ્ત થાવ ‘અર્થાત સારું વાંચન લોકોની  તરસ તૃપ્ત કરે છે ,કેટલાક  બુદ્ધિ જીવીઓ આ વૈચારિક તરસ ને દૂર કરવાનો  માનુષી ધર્મ બજાવે છે અને આ લેખન કાર્ય કરનારા સર્જક  કહેવાય છે એ તેનું સર્જન તે સાહિત્ય ,,
બીજી કલાઓની જેમ લખવું તે એક  કલા છે , વસંત પંચમી માં સરસ્વતિ પ્રાગટ્ય દિવસે બાળકને શિક્ષણ સંસ્કાર માટે શાળામાં (બાલમંદિરમાં )મુકાય છે અને પાટીમાં  અક્ષર। આંકડા માંડવાનો પ્રારંભ થાય છે ,,,નવું શીખવું બાળકને ગમે છે અને તે લખવાના મહાવરા સાથે  પ્રયત્ન કરી લખવાનું શીખી લઈ  આગળ વધે છે ,આ શિક્ષા નો ક્રમ યુવાની સુધી સતત ચાલુ રહે છે , દરેક માનવી પોતાની વાત રજુ કરી આનંદ પામવા ઈચ્છે છે અને વિવિધ માધ્યમો દ્વારા  તેનો વિકાસ કરે છે ,કુદરતે કેટલાક જીવોમાં વિશેષ પ્રતિભા પ્રદાન કરેલી હોય છે અને તે જુદી જુદી  કલાનું રૂપ ધારણ કરી વ્યક્ત થાય છે ,,,,તેમાં એક કલા તે લેખન કલા  સાહિત્ય સર્જન ,,,,
વિચારોને યોગ્ય રીતે શાબ્દિક દેહે અવતરણ  કરી તેમાં ઊર્મિઓ ,લાગણીઓ ,અનુભવતા સ્પંદનો ,કલ્પનાઓ ભળે ત્યારે એક વિષય લેખ કે કવિતા અથવા કોઈ પણ સાહિત્ય સ્વરુપે  વ્યક્ત થાય છે ,,જાણીતા ચિંતક ગુસ્ટેવ ફલાઉટ  સાચું જ કહ્યું છે કે:- “લખવાની કલા તમારી  માન્યતા  ધારણા ને પ્રગટ કરે છે “હું તેમાં ઉમેરીશ કે લખાણ તમારી જાતને પ્રગટ કરી તમારું જ પ્રતિબિબ કૃતિમાં પડે છે ,ગાંધીજી કહેતા :-“હું  જે લખું  છું તે જીવું છું  ,,” ક્રાંતિકારી વિચારક સંનિષ્ટ સંપાદક સ્વ ,હસમુખ ગાંધી  કહેતા કે લખતા આવડવું , લખી શકવુ અને ખરેખર સારું લખવું એ ત્રણેય ચીજો એકદમ ભિન્ન છે
નવોદિતોએ લેખન સારું બનાવવાની ધગશ રાખીને લખતા રહેવું  એ મહત્વની  ફરજ બને છે  કારણ કે  લેખક  નાનો હોય કે મોટો   એ જરૂરી નથી પણ વાચક  સાથે લેખક સંવાદિતા નો પુલ બનતો હોય છે ,કર્તવ્ય ભાન ,જવાબદારી અને સભાનતા  તેનામાં આવશ્યક  ગુણો બની જાય છે ,લેખનકાર તો નિયમિતતા , એકાગ્રતા અને નાવીન્યતા ના ત્રિવેણી   વહેણમાં વહેતો રહેવો  રહેવો જોઈએ,
લેખન સર્જક અને વાચક બંન્ને ને આનંદ આપેછે તેથી તેમાં તાઝગી નવીનતા અને સરળતા પણ હોવા જોઈએ ,,અને તે માટે લેખણહારે /  લેખનકારે  સતત  તાલીમ ,વર્તમાન પ્રવાહો વિષે માહિતી ,અનુભવ ,શિક્ષણ ,બહોળું વાંચન ,વિષયની પરિપક્વતા  ,મુદ્દાઓની છણાવટ   તે  માટે ઉચિત ઉદાહરણો નું નિરૂપણ ,આડંબરી  નહી પણ સાદી  સમજાય તેવી સરળ ભાષા  વાળી શૈલી વાપરવી જોઈએ ,વાચકને ભારરૂપ લખાણ બોજો લાગશે તેથી રસ  ક્ષતિ ન થાય તેનો પણ ખ્યાલ  રાખવો  પડે ,અર્થાત માવજત રાખવી પડે ,,,,પણ સૌથી મહત્વની વાત ધીરજ અને નિયમિતતા છે ,,,            ડાર્વિને  લખ્યું છે કે :–“જે  આગ્રહી તે જ કાર્ય કરી શકે”  –એટલે કે દ્રઢતા પૂર્વકનો ,આળસ વગરનો પરિશ્રમ  જે કરી શકે તે સારો લેખક બની શકે છે ,,,,,ધ્યાનમાં એ પણ રાખવાનું છે કે રાતો રાત ચમત્કાર  થઈ જવાનો નથી ,સમય , થાક કે આળસ  મૂકીને લખવાની પવિત્ર  ફરજ બજાવે તે જ સારો લેખ બનવાના પ્રયત્નોમાં સફળ થાય છે ,ભાષા જ્ઞાન અને વ્યાકરણ તથા શુદ્ધ જોડણી માટે પણ ખાસ લક્ષ રાખવાનું જરૂરી છે ,,લેખકે કડવું સત્યકહેવાની હિંમત દાખવવી પડે  અનુભવે આ સત્ય મિજાજ  આવી શકે પણ  સર્જક ની પોતાની નિષ્ઠાવાન ઈચ્છા જોઈએ ,

માતૃભાષા નું જ્ઞાન અને શક્ય હોય તેટલું માતૃભાષામાં લખવાનો  પ્રયાસ કરવો જોઈએ અને તેથી શબ્દકોશ ,સંદર્ભકોશ ,જોડણી કોષ  વાપરવાને ટેવ પણ પાડવી પડે ,કર્મ માનવી પોતાની માતૃ ભાષામાં જ હૃદયની વાત સારી રીતે કરી શકે છે , ધીમે ધીમે  બીજી ભાષાઓ સમજી શીખી જે અનુવાદક  બનવા  વિચારે તેને પણ મોટી તક મળે છે ,
સાહિત્ય અને અખબારી લેખનમાં તફાવત હોવા છતાં અમુક બાબતો સર્વ સામાન્ય છે ,લખનારે સમય  ની રાહ જોવાય નહિ ,મને   મૂડ  નથી ,કાલે લખીશ ,વિષય નથી મળતો ,શરૂવાત કેવી રીતે કરું ?આ પ્રશ્નો ઉદ્ભવે  પણ તેની  સામે દ્રઢતા , મક્કમતા  હું લખીશ  એવો હઠાગ્રહ રાખવો કારણ કે તમારું કર્તવ્ય છે  લખવું ,, એક જ બેઠક ઉપર સમય સર  થતી ક્રિયા યોગ બની તમારા મસ્તકને ક્રિયાવંત રાખે છે  તમારામાં ચેતન જન્માવે છે જેથી તમે સ્ફૂર્તિ મેળવો છો , સારું લખવા માટે આજના દિવસને બગાડવો જરૂરી નથી ,,,ગાંધીજી સમય નો સદુપયોગ લેખન માટે પણ કાળજી પૂર્વક કરતા એ  ઉત્તમ અને પત્રકાર ,પ્રતિભાવાન તંત્રી   તરીકે  પ્રખ્યાત થયેલા ,,,,કયારે ?કેવીરીતે લખવું , કાયા મુદ્દે લખવું તે તમારા મન ,સમય  ,જરૂરત અને માંગ ઉપર આધારિત છે ,,ક્યારેક  ટ્રેન માં ,કયારેક સમુદ્ર કિનારે ,કયારેક ઘરમાં ,કુદરતના ઘટાદાર વૃક્ષો નીચે ,કદી આંતકવાદી ગોળીઓની રમઝટ વચ્ચે ,હૃદય કંપાવે તેવા અકસ્માતો સ્થળે ,સેવાભાવી શિબિરોમાં   લખવું પડે ,કે ઉદ્ઘાટનોમાં  ભાષણના પ્રવાહને ઝીલવાનો હોય  ,અથવા કોઈ એર કન્ડિશન  ઓફિસમાં બેસીને પણ લખવું પડે , સ્મશાન ભૂમિમાં પણ સમાચાર મેળવવા પડે  કથા મંડપમાં ,ધર્મ પાંખડીઓના આશ્રમમાં જઈને  વસ્તુ પ્લોટ  મેળવવા  પડે ,પહાડોની ટોચે ચડી ફરજ બજાવવી પડે  જેવી જરૂરત ,અને જેવો હોદ્દો , ,,,,લેખક કે સંવાદદાતા , કટાર લેખકો ,કવિ , કે જુદા જુદા સાહિત્ય પ્રકારો સાથે જોડાયેલા તમામ કલમધારી માથે મોટી જવાબ દારી અને સમાજ પ્રબોધન ની ફરજ હોય છે ,,,અખબારી  લખાણ અને સાહિત્યિક લખાણો માં અને ફિલ્મ વાર્તાઓ લખાણોમાં ભિન્નતા હોવાની લેખકો ,સર્જકો એ ખુબ સાવધાની અને  સભાનતા પૂર્વક ની જવાબદારી સાથે પોતાનું કર્મ   કરવાનું હોય છે ,,,

તમે લખો છો લખી શકો છો તે મહત્વનું છે , ક્યાં ,કયા ભાવ સાથે ,અને કેવા હાલાતો   વચ્ચે  લખો છો તે અંગત કે ગૌણ વાત છે ,,સર્જકની સામે વાંચક  હોય છે ,લખતી વખતે તમારા શોખ ,રુચિ , આદતો પણ તેમાં ભળી જવાના  તેથી સંતુલન  જરૂરી છે ,
નવોદિતોને આ બધી વાતો અઘરી લાગે પણ દ્રઢતા ,નિયમિતતા અને તમારે કશુંક બનવું છે  તેવી ખેવના રાખશો તો  તમને મહાવરા બાદ આપમેળે    ફાવટ  આવી  જશે ,આ અઘરું પણ અશક્ય નથી ,તેથી નિરાશ ના થવું ,ગભરામણ ,મુંઝારો અનુભવવો નહિ , માનસિક સ્વસ્થતા રાખશો તો અને ઉપર દર્શાવેલી વાતો ધ્યાનમાં લેશો તો સમય જતા  વિચારોની પરિપક્વતા ,,ભાવ ને રજુ કરવા ઉચિત યોગ્ય શબ્દો ,અર્થસભર વાક્યો ,શૈલીની સરળતા અને નિરૂપણ માં   સઘનતા  આપ મેળે સહજતા સાથે  આવી જશે ,,,,હા ,તાલીમ ,પરિશ્રમ ,અને  નાવિન્યતાનો  આગ્રહ  સાથે નિયમિતતા   રાખવાની ટેવ પડી હશે તેને ટકાવી ચાલુ રાખી હશે તો  અનુભવ તમને ઘડશે ,,,,,,

ઈશ્વરનો આશીર્વાદ છે માટે તમે કશુંક લખો છો ,લખવા  ચાહો છો લખી શકો છો ,મર્યાદાઓનું પાલન અને ફરજ અદા કરવાનો આંનદ ,કર્તવ્ય બજવ્યાની તૃપ્તિ  નો ધરવ   થશે , ધમંડ થી દૂર રહેજો , અહીં સારું લખવા માટે થોડા જ મુદ્દા  રજુ  કર્યા છે ,  આ લેખ  પરિ પૂર્ણ નથી , વસ્તુ નિરૂપણ ,શૈલી વિવિધતા ,અખબારી અને સાહિત્યિક લખાણની મર્યાદા ,પદ્ય અને ગદ્ય  વચ્ચેની વચ્ચેની તફાવત રેખા ,આજના વીજાણુ મીડિયા  તેનો ઉપયોગ ,બ્લોગ જગત માં નવોદિતોનો વિકાસ ,,,,વગેરે ,,  ઘણું બાકી છે ,આ અંગે લેખકે   જૂની ઘરેડ મૂકી નવા યુગ માં કદમ માંડવા નવું શીખવાની તાલાવેલી દાખવવી પડેશે   ,,,,,
                                                                                                                            જીતેન્દ્ર પાઢ-

સંબંધોના સમીકરણ-નિરંજન મહેતા

photo

 

 

 

સંબંધોના સમીકરણ

 

‘પપ્પા, હવે આપણે માસીને બીજે રહેવાની વ્યવસ્થા માટે કહેવું જોઈએ.’

‘કેમ પ્રતિક? અચાનક આટલા વર્ષે તને માસી માથે પડ્યા?’ મયૂરભાઈએ પૂછ્યું.

‘ના, માથે પડવાનો સવાલ નથી. હવે આ ફ્લેટમાં થોડી અગવડતા વર્તાશે ને?’

‘હા, હવે તારા લગ્ન થવાના એટલે સંબંધો ભૂલી કોઈ પણ નિર્ણય લઇ લેવાનો?’

‘પપ્પા, ક્યારેક તો આ કરવું પડશેને? અત્યારથી તેનો વિચાર કરશું તો જતે દહાડે તેનો ઉકેલ આવશે.’

‘એટલે તું તારી માસી કે જેમાં મા પણ સમાયેલી છે તે સંબંધને ભૂલી જવા માંગે છે?’

‘પપ્પા, ખોટો અર્થ ન કરો. વાસ્તવિકતા જુઓ અને ઠંડે મને વિચાર કરો. હું કાઈ આજને આજ આમ કરવા નથી કહેતો.’ કહી પ્રતિક બહાર નીકળી ગયો.

બાજુના રૂમમાં આરામ કરી રહેલ વિશાખાને કાને આ સંવાદ પડ્યો અને એક આંચકો લાગ્યો. આ પ્રતિક કે સમજણો થયો ત્યારથી માસી, માસી કહેતા જેની જીભ સૂકાતી ન હતી, છેલ્લા પંદર વર્ષથી હું તેની સાથે રહું છું અને મને પોતાની મા સમાન ગણે છે તે આજે આમ વિચારે છે? શું નવા જમાનાની હવાની આ અસર છે? શું શું નથી કર્યું તેને માટે? અને આજે?

આ સાથે તે અતીતમાં ખોવાઈ ગઈ.

વર્ષો પહેલા તે સૂરતમાં કપિલ સાથે ઘરસંસાર માંડીને બેઠી હતી. કપિલ હીરાબજારમાં ઠીક ઠીક શાખ ધરાવતો અને કમાણી પણ સારી એવી એટલે તકલીફ વગરનું જીવન. વળી તેમણે પ્રેમલગ્ન કરેલા એટલે કપિલ વિશાખાને બહુ સાચવે. એ જ રીતે વિશાખા પણ કપિલની બધી જરૂરિયાતોનો ખયાલ રાખે. આમ બધી રીતે સુખી કહેવાય એવો એમનો સંસાર.

તેમને એક દીકરી – રવિના. છતે દીકરે માબાપના શું હાલ થાય છે તે વિષે ઘણું સાંભળ્યું હતું અને વાંચ્યું હતું એટલે દીકરાને બદલે દીકરી હોવાનો તેમને કોઈ અફસોસ ન હતો. તેમને મન દીકરી દીકરા સમાન હતી.

મયૂર વિશાખાના બનેવી, મોટીબેન રંજનાણા પતિ.  તેઓ મુંબઈમાં રહે. મયૂર પણ હીરાબજારમાં કામ કરે એટલે કપિલ અને મયૂરને સંબંધ અને કામને કારણે સારું બનતું. આગળ જતા તેઓએ ભાગીદારી પણ કરી અને સારું કમાયા. મયૂર મુંબઈનું કામકાજ સંભાળે અને કપિલ સૂરતનું. તાલમેલને કારણે ધંધો સારો વિકસિત થયો હતો ત્યાં એક અકસ્માતમાં કપિલનું મોત થયું અને વિશાખાના માથે જાણે આભ તૂટી પડ્યું. દસ વર્ષની રવિનાને માથેથી પિતાની છત્રછાયા દૂર થઇ ગઈ.

ભલે ભણેલી પણ અન્ય કોઈ અનુભવ નહી એટલે વિશાખાને તો હવે આગળનું જીવન કેમ ગુજારવું તેની ચિંતા. ઉપરથી રવિનાને ભણાવી સારે ઠેકાણે પાડવાની ચિંતા. હવે કેમનું કરવું? હીરાબજારનો તો વિચાર જ ન કરાય. અત્યાર સુધી ઘરની આર્થિક જવાબદારી કપિલ હસતે મોઢે ઊઠાવતો એટલે વિશાખાને તેની ચિંતા ન હતી, પણ તે હવે તેને માટે એક સમસ્યા બની ગઈ.

આવી પરિસ્થિતિમાં મોટીબેન રંજના જાણે ભગવાન બનીને આવી. જેમ વિશાખાને તેના પ્રેમલગ્નમાં સાથ આપ્યો હતો તેમ હવે તેની અકારી જિંદગીમાં તેણે વિશાખાની પડખે ઊભા રહેવું એ જરૂરી તો હતું, પણ તે તેની ફરજ છે એમ તેણે નક્કી કરી લીધું. હવે પ્રતિક અને મયૂર ઉપરાંત વિશાખા અને રવિના પણ તેની જવાબદારી છે એમ તેને કોઈએ કહેવું પડે તેમ ન હતું. તેને ખાત્રી હતી કે તેના આ નિર્ણયમાં મયૂરનો સાથ જરૂર મળશે જેમ તેણે વિશાખાના પ્રેમલગ્ન વખતે આપ્યો હતો.

કપિલના મૃત્યુના થોડા દિવસ બાદ રંજના અને મયૂર ફરીથી સૂરત આવ્યા અને પ્રેમથી તેની સાથે રવિનાના ભણતર અને ત્યાર પછીની જવાબદારીઓ વિષે વિગતવાર ચર્ચા કરી.

પોતાના લોકો ઉપર બોજો ન બનવાના વિચારે અને સ્વતંત્ર મિજાજ ધરાવતી વિશાખાએ તો ના જ પાડી પણ તેમ છતાં શાંતિથી વિચાર કરવાની સલાહ આપી બંને મુંબઈ પાછા ગયા..

આ બાજુ સૂરત ઓફિસનું કામકાજ પણ સંભાળવાનું જે વિશાખા માટે અશક્ય હતું. ઓફિસના મેનેજર વર્ષો જૂના અને વિશ્વાસુ એટલે મયૂરે હાલ પૂરતું તો તેમને બધી જવાબદારી સોંપી અને મુંબઈથી રોજ પૂછપરછ કરતા. જરૂર લાગે તો સૂરત પણ આવી જતા. પણ મુંબઈ અને સૂરત એમ બંને જવાબદારી સંભાળવાનું તેમને થોડું મુશ્કેલ થવા લાગ્યું એટલે રંજના સાથે ચર્ચા કરી જૂની દરખાસ્ત ફરી એકવાર વિશાખા સાથે વિચારવી એમ નક્કી કરી બંને સૂરત આવ્યા.

કપિલના મૃત્યુ પછીના છ મહિનામાં વિશાખાને સમજાઈ ગયું હતું કે એકાકી જિંદગી કેટલી કઠિન છે. ઘરની અને રવિનાની જવાબદારીઓ સંભાળવાનું તેના માટે સહેલું ન હતું. પણ પોતાની બેન ઉપર બોજ ન બનવાને વિચારે તે તેમના પ્રસ્તાવને અત્યાર સુધી સ્વીકારતા અચકાતી હતી. પણ જ્યારે આ વાત દોહરાઈ ત્યારે તેણે પોતાનું મન ખૂલ્લું કર્યું.

‘તું શાને આટલી ફિકર કરે છે? એક તો અમે બે બેડરૂમના ફ્લેટમાં રહીએ છીએ એટલે સંકડાશ નહી થાય. હજી રવિના ને પ્રતિક નાના છે એટલે તારી સ્વતંત્રતા પર પણ તરાપ નહી પડે. વળી રવિના અને પ્રતિક સરખી ઉંમરના એટલે તેઓને પણ એકબીજાનો સાથ મળશે. તેમનું ભણતર પણ એક જ સ્કૂલમાં કરાવશું.’ રંજનાએ કહ્યું.‘પણ, મને તમારા ઉપર બોજો બનતા સંકોચ થાય છે. વળી સૂરતમાં આટલા વર્ષો રહી અને જે જીવન વિતાવ્યું તેને કારણે કદાચ મુંબઈમાં ન પણ ફાવે.’

હવે મયૂર બોલ્યો, ‘જો વિશાખા, તું નાની એટલે તારી મોટીબેનની જવાબદારી બની રહે કે તે તારૂ ધ્યાન રાખે. વળી રવિના જેમ તારી દીકરી છે તેમ અમારી પણ છે. હવે તમે બંને અહિ રહો તો અમારાથી જેવું જોઈએ તેવી ધ્યાન ન પણ રખાય, પણ જો અમારી સાથે રહો તો બધાનું સચવાઈ જાય. પ્રતિકને પણ કંપની મળે અને તે જ રીતે રવિનાને પણ. સાથે ભણશે અને સાથે મોટા થશે.‘રહી વાત આર્થિક અગવડની તો સાંભળ. કપિલ અને મેં જ્યારે ભાગીદારીખત બનાવ્યું હતું ત્યારે તેમાં એક કલમ એ રાખી હતી કે બેમાંથી એકનું મૃત્યુ થાય તો તેની પત્નીને તેને સ્થાને ભાગીદાર બનાવી ભાગીદારી ચાલુ રાખવી જેથી કોઈને પણ તે આર્થિક રીતે બોજારૂપ ન બને. એટલે તું મારી સાળી તો છે જ પણ સાથે સાથે ભાગીદાર પણ છે. અમે આ વાત તમારા બંનેમાંથી કોઈને કરી ન હતી કારણ કપિલ અને મને એકબીજા પર જે ભરોસો હતો તેને કારણે તેમ કરવાની જરૂર ન લાગી.’આ સાંભળી વિશાખાની આંખમાં ઝળઝળિયા આવી ગયા. પોતાની અસહાય સ્થિતિ થાય તો તે માટે કપિલે જે સૂઝબૂઝ દાખવી હતી તે માટે તેણે તેને મનોમન વંદન કર્યા.જરૂર ન હતી છતાં રવિનાને કાને વાત કરવી રહી એમ માની વિશાખાએ તેને માસા-માસીની વાત કરી. દસ વર્ષની છોકરી હજી સંસારની આંટીઘૂંટી શું સમજે? એક બાજુ નવા માહોલમાં રહેવાની મૂંઝવણ તો બીજી તરફ ભાઈ પ્રતિકનો સાથ. વળી માની મુશ્કેલીઓનો પણ આછોપાતળો ખ્યાલ હતો એટલે તેની સહમતિ પણ મળી ગઈ.

આમ બધા એકબીજાની સાથે ગોઠવાઈ ગયા. ‘દોસે ભલે તીન’ની જેમ તકલીફો અને મૂંઝવણમાં સૌને એકબીજાનો સહારો મળતો અને તે દૂર કરવાનું સરળ બની રહેતું.વિશાખાને છેલ્લા પંદર વર્ષમાં પ્રતિક અને રવિનાના ઉછેરની યાદો તાજી થઇ. લડતા, ઝગડતા, મસ્તી કરતા ભણતર પૂરૂં કર્યું અને તેઓ મોટા થઇ ગયા તે જાણે હાલની વાત ન હોય! અરે, હજી જે નાની ઢીંગલી હતી તેને ગઈ સાલ સાસરે વળાવી પણ દીધી!

આ યાદ આવતા મોટીબેન અને બનેવીએ જે મહેનત કરી સારૂં ઘર ગોત્યું હતું અને ધામધૂમથી પોતાની દીકરી જ હોય તેમ રવિનાના લગ્ન કરાવી આપ્યા હતા અને ખાસ કરીને મોટીબેને જે મદદ કરી હતી તે ઉપકાર તે જિંદગીભર કેમ ભૂલી શકશે? જો તે સૂરતમાં રહેતી એક એકાકી સ્ત્રી હોત તો તેનાથી આ બધું કેમ કરીને પહોંચાતે?

મોટીબેનની યાદે તેનું મન આળું થઇ ગયું. આગલે વર્ષે હજી તો રવિનાના લગ્ન પતાવ્યાને માંડ ત્રણ મહિના નહી થયા હોય અને તે કેન્સરનો ભોગ બની. પોતાની તકલીફનો શરૂઆતમાં તો કોઈને અણસાર પણ ન આવવા દીધો અને અંદરને અંદર સહન કરતી રહી જેથી અન્ય સ્વજનોને ચિંતા ન થાય. આ જ એનો સ્વભાવ, વિશાખાએ વિચાર્યું. અન્યોની તકલીફમાં હાજર પણ પોતાના દર્દની કોઈને જાણ ન થવા દે. પરંતુ દર્દ જ્યારે અસહ્ય થઇ પડ્યું અને તેની અન્યોને જાણ થઇ ત્યારે બહુ મોડું થઇ ગયું હતું. બનેવી તો ભાંગી પડ્યા હતા પણ વડીલ હોવાને નાતે તે કળવા નહોતા દેતા. જો કે વિશાખા તેમની પરિસ્થિતિ સમજી શકતી હતી કે વર્ષોના સાથ પછી પોતાનું કોઈ છોડીને જાય ત્યારે તે વ્યક્તિ ઉપર શું ગુજરે છે. આ તેનો પણ અનુભવ હતો ને!

આજે જો મોટીબેન હોત તો પ્રતિકને બરાબર સમજાવી દે તે!પણ હવે આ બાબત કોઈ વિચાર તો કરવો પડશે ને? બનેવી તેને આ વાત કરે તે પહેલા જો તેની પાસે કોઈ પર્યાય હોય તો બધુ સમુસૂતરું પાર પડે. પહેલા તો રવિનાને બોલાવી વાત કરવાનું મન થયું પણ પછી થયું કે તેને ક્યાં ચિંતામાં મૂકવી. સીધું બનેવી સાથે જ નિરાકરણ કરી લેવું જેથી ઘરમેળે બધું પતી જાય.પૈસાની તંગી ન હતી, બનેવીને કારણે. પણ મુંબઈમાં જુદું ઘર માંડી રહેવું આસાન ન હતું  હા, તે ફરી સૂરત જઈ શાંતિથી રહી શકે એમ છે. જો કે શરૂઆતમાં થોડી તકલીફ તો પડશે પણ હવે તે ઘડાઈ ગઈ છે અને તેનો આત્મવિશ્વાસ બુલંદ છે તેની તેને શંકા ન હતી. પણ તે માટે બનેવીને મનાવવા તો પડશે ને? તે પણ થઇ પડશે.તેને એમ કે બનેવી ગમે ત્યારે તેની પાસે આવી પ્રતિકે કહેલી વાત કરશે. પરંતુ રાહ જોયા છતાં પણ તેમ ન થયું એટલે વિશાખા અવઢવમાં પડી કે શું તે સામે ચાલીને વાત છેડે? ના, થોડી રાહ જોવી તે જ યોગ્ય છે માની તે ચૂપ રહી.

એક દિવસ રવિના તેને મળવા આવી. આડીઅવળી વાતો કર્યા પછી તેણે કહ્યું, ‘‘મમ્મી, તે મને પારકી ગણી?’

‘નહી તો. કેમ આમ બોલે છે?’

‘મને માસા પાસેથી જાણવા મળ્યું કે પ્રતિકે તારા માટે કોઈ અન્ય વ્યવસ્થા કરવાની વાત કરી છે?’

‘શું?’ અજાણ્યા હોવાના ડોળ સાથે તે બોલી.

‘તો તને માસાએ વાત નથી કરી?’

‘નહી તો?’

‘તને ખબર છે કે આવતા મહિને પ્રતિકના લગ્ન લેવાના છે. તેને કારણે આ ઘરમાં સંકડાશ પડશે તે તું સમજી શકે છે એટલે અત્યારથી તારા માટે કોઈ વ્યવસ્થા કરવાનું એ માસાને કહેતો હતો.’‘મને પોતાને ખબર છે કે તેના લગ્ન થતા અગવડ તો પડવાની એટલે મેં જ નક્કી કર્યું હતું કે પ્રસંગ પત્યા પછી હું તારા માસાને કહેવાની હતી કે હું સૂરત જઈ રહેવા માંગુ છું કારણ અહિ જુદી રહું તો મોંઘવારી મને મારી નાખે.’‘જો કોઈ ઉતાવળું પગલું ભરતી. આ સિવાય પણ કોઈ રસ્તો નીકળી શકે.’‘મને નથી લાગતું કે બીજો કોઈ રસ્તો હોઈ શકે. પણ જ્યાં સુધી લગ્નપ્રસંગ ન પતે ત્યાં સુધી હું મારો નિર્ણય નહોતી જણાવવાની. પણ હવે તને વાત થઇ છે તો મારો રસ્તો સાફ!’

બીજે દિવસ મયૂર વિશાખા પાસે આવ્યો. તેને જોઇને વિશાખા સમજી ગઈ કે તેઓ પ્રતિકના વિચાર જણાવવા આવ્યા છે. પોતાને તે ખબર છે તેની જાણ કર્યા વગર સાંભળીશ એમ તેણે નક્કી કર્યું. આમ તો તે આ માટે તૈયાર હતી એટલે જેવી મયૂરે વાત કાઢી એટલે વિશાખાએ પોતાનો સૂરત જઈ રહેવાનો વિચાર જણાવ્યો.

‘વિશાખા, મને ખબર છે કે તું આમ જ કહીશ. પણ મારી પાસે બીજો રસ્તો છે.’

‘બીજો રસ્તો.?’

હા, હું જે કહું તે તું શાંતિથી સાંભળજે. મારી વાત પૂરી થાય પછી જ જવાબ આપજે. મને ખબર છે કે આ વાત જ એવી છે કે તે સાંભળી તને આંચકો પણ લાગે. તે વાત ઉપર વિચાર કરવા તને સમય પણ જોઈશે એટલે હું આજને આજ તેનો જવાબ નથી ઈચ્છતો.’

‘આમ ગોળ ગોળ વાત કરીને મને મૂંઝવણમાં ન મૂકો. જે હોય તે સ્પષ્ટ કહો એટલે વાતનો અંત.’

‘જો આપણે સાળી-બનેવીના સંબંધની બહાર નીકળી જઈએ તો?’

‘હું સમજી નહી. આપણો સંબંધ એમ કાઈ તોડી નખાય?’

‘હું સંબંધ તોડવાની નહી નવેસરથી જોડવાની- પતિ-પત્નીના રૂપમાં બાંધવાની વાત કરૂં છું.’

‘મયૂર, તમે શું બોલો છો? તમને આવો વિચાર આવ્યો જ કેમ?’

‘તું ઊંધો અર્થ કરે તે પહેલા કહી દઉં કે મારા મનમાં તારા વિષે ક્યારેય આજ સુધી આવો વિચાર નથી આવ્યો. આજે પણ આ વાત કરૂં છું ત્યારે પણ તને નાનીબેન સમજીને કરૂં છું. સાચું કહું? આ વિચાર મારો નથી.’

‘તમારો નથી તો કોનો છે? રવિનાનો?’

‘ના, પ્રતિકનો.’

‘પ્રતિકનો?’ માન્યામાં ન આવે એવી વાત અને તે પણ પ્રતિક પાસેથી આવી તે વિશાખા માટે એક આશ્ચર્ય હતું. જે વ્યક્તિ મને અગવડને નામે બીજી વ્યવસ્થા કરવાનું કહે તેણે આમ કહ્યું?

વિશાખાથી ન રહેવાયું. ‘મયૂર, હું નથી માનતી કે તેણે આમ કહ્યું હોય. એમ તો નથીને કે તમારા મનની વાત તમે એના નામે ચડાવી છે?’

‘અરે તું આ વાતનું મૂળ સમજશે તો તને પણ નવાઈ લાગશે જેમ મને લાગી હતી. પહેલા તો હું પણ તે માનવા તૈયાર ન હતો પણ તેણે જે તાર્કિક વાત કરી તેથી હું પણ વિચાર કરતો થઇ ગયો. થોડા દહાડા આ વાત પર વિચાર્યા બાદ જ હું તને કહું છું.’

‘મને ખબર છે કે લગ્ન પછી આ ઘરમાં અગવડ પડશે અને તે માટે તમને પ્રતિકે અન્ય સગવડ કરવાનું પણ કહ્યું હતું. તો આ બદલાવ ક્યાથી?’’

‘હકીકતમાં આ બદલાવ નથી. તેને ખબર હતી કે લગ્ન પછી પડનાર અગવડ વિષે માસીને ખયાલ આવશે એટલે બીજે રહેવાનો વિચાર જણાવશે. પણ તેને તે મંજૂર ન હતું. એક તો આટલા વર્ષોનો સંબંધ અને નાનપણથી તેને તારી માયા એટલે તે તારૂ બુરૂ તો ન જ ઈચ્છે.’

‘પણ સંબંધ ઉપરાંત સમાજનો વિચાર ન કર્યો?’

‘મેં પણ તેને આજ સવાલ કર્યો તો તેણે કહ્યું સમાજનું શું છે? આજે કાઈ બોલશે અને કાલે કાઈ બોલશે. આપણે મનના ચોખ્ખા તો દુનિયા ગઈ તેલ લેવા! પછી મને સમજાવ્યું કે કાલ ઊઠીને તેની બદલે બીજા શહેરમાં થાય તો પપ્પા, તમે તો એકલા જ થઇ જાઓ અને માસી જો જુદા રહે તો તે પણ એકલતા અનુભવે. પણ સમાજને દેખાડવા લગ્નનું નાટક કરીએ તો બધાનું સચવાઈ જાય.’

‘પણ રવિનાનું શું? તેને તો આ વાતની જાણ થશે તો એક આંચકો અનુભવશે. ના, મને તે મંજૂર નથી.’

‘આંચકો તને મળશે. શું અમે તેને અંધારામાં રાખી હશે? પ્રતિકે મને વાત કરતા પહેલા તેને આ વાત કરી અને તે તો પ્રતિક ઉપર ઓછી ઓછી થઇ ગઈ. કહે ભાઈ હો તો ઐસા.’

‘પણ કાલે તે આવી ત્યારે તો તે કાઈ જૂદું જ કહી રહી હતી.’

‘કેમ તેને કહ્યું હતું ને કે બીજો રસ્તો વિચારીએ?’

‘એટલે તમે કહ્યો તે રસ્તા વિષે તે આડકતરી રીતે કહી રહી હતી એમ જ ને? બહુ ચાલાક નીકળી.’

‘દીકરી કોની છે?’

‘ઠીક છે. મને વિચારવા બે દિવસ આપો.’

તે દિવસે પ્રતિકને કહેતા સાંભળ્યા પછી તેને માટે જે મનમાં વિચાર્યું હતું તે બદલે આજે તેને પસ્તાવો થયો.

બે દિવસ પછી રવિનાનો ફોન આવ્યો. ‘મમ્મી, કોન્ગ્રેચ્યુલેશન. મને માસા, સોરી પપ્પાએ કહ્યું કે તે પ્રતિકના પ્રસ્તાવને માન્ય કર્યો છે અને તેના લગ્ન પહેલા તું અને માસા સાદાઈથી બંધનમાં બંધાઈ જશો. ચાલો, ઘીના ઠામમાં ઘી પડી ગયું.’

 નિરંજન મહેતા 

 

નવા વર્ષની શરૂઆત મારા માટે યાદગાર બની-તરુલતા મહેતા

વહાલાં સાહિત્યપ્રેમી મિત્રો,

2017નું નવલું વર્ષ તમારા આવનાર પ્રત્યેક દિવસને આશા ઉત્સાહના રંગથી આનન્દમય કરે તેવી શુભકામના.નવા વર્ષની શરૂઆત મારા માટે યાદગાર બની.મેં 1લી જાન.2017 મારા વતન નડિયાદમાં ઉજવી.નવા વર્ષના સુપ્રભાતે નવ વાગે ગામની મધ્યે આવેલી ડાહીલક્ષ્ક્મી લાયબ્રેરીમાં ‘ગ્રન્થનો પંથ ‘ નો કાર્યક્રમ હતો.દર મહિનાના પહેલા રવિવારે ડો.હસિત મહેતા ‘ગ્રન્થનો પંથ’ યોજના હેઠળ કોઈ જાણીતા સાહિત્યકાર,વિદ્વાનને આમન્ત્રે છે.નવા વર્ષે અતિ લોકપ્રિય યુવાનોના લાડીલા જય વસાવડા સમયસર રાજકોટથી લાયબ્રેરીમાં પધાર્યા.યુવાનોનો મહાસાગર આનન્દના હિલ્લોળે ચઢ્યો.સૌ સાહિત્યપ્રેમીઓ વહેલાં આવી હોલમાં,ઉપર નીચે વિશાળ લોબીમાં અને દૂર સુધી વિસ્તરેલા ચોગાનમાં અને રોડ મધ્યે કાન સરવા રાખી આતુર હતા.બહાર ટી.વી. ગોઠવાયા હતા.

નવા વર્ષનો વિષય હતો ભારતના અને વિશ્વના અદભુત ચિત્રકાર એમ.એફ.હુસેનની આત્મકથાનો ગુજરાતી અનુવાદ.’દાદાનો ડનગોરો લીધો તેનો તો મેં ઘોડો કીધો’ અનુવાદક જયદીપ સ્માર્ત (યુવાનવયે ચિરવિદાય )

કાર્યક્રમની શરૂઆતમાં હસિત મહેતાએ મહેમાનોનું સ્વાગત કરી આપણને યાદ દેવડાવ્યું કે ગુજરાતની પ્રથમ આત્મકથા ‘મારી હકીકત ‘ અર્વાચીન આદ્ય કવિ લેખક ,સમાજસુધારક નર્મદે 150 વર્ષ પૂર્વે આપી હતી.ચાલુ વર્ષ આત્મકથાની ઉજવણીનું બનશે.નર્મદ સાહસિક ‘યા હોમ’ તેમનો જીવનમન્ત્ર,એવી જ નિખાલસ,દમ્ભને ચીરનારી ,નવા સુધારા કરનારી તેમની આત્મકથા.પેન્ટર એમ.એફ.હુસેનનું જીવન અને આત્મકથા સમાજમાં વંટોળ જગાવનારા.પ્રેરણા અને પ્રોત્સાહનપ્રેરક. મહાન કલાકાર સમાજના સન્કુચિત વાડાઓમાં ક્યાંથી બન્ધાય રહે?

જય વસાવડાએ નવા વર્ષની શુભેચ્છા સાથે જણાવ્યું કે પુસ્તકોના મન્દિર સમા પુસ્તકાલયમાં યુવાન વિદ્યાર્થી સમક્ષ બોલવાનું તેમને પ્રિય છે.94વર્ષની સર્જનાત્મક દીર્ઘ જિંદગી જીવનાર એમ.એફ.હુસેનની આત્મકથા અનેક રીતે મહત્વની છે.બાળક જન્મે પછી શું બનશે?તે માટે કયા પરિબળો કામ કરે તેનું રસિક શેલીમાં આલેખન મહાન ચિત્રકાર કરે છે.કુદરતની બક્ષિસ તો ખરી પણ મા વિનાનો  છોકરો ગરીબ ધરાનામાંથી કેમ કરીને વિશ્વવિખ્યાત પેન્ટર થયો તેની દમ્ભમુક્ત,હદયમાંથી આવેલી આત્મકહાની અતિ રસિક છે.હુસેનનના દાદાએ પોતાનું જીવન તેમને ઉછેરવામાં સમર્પિત કર્યું હતું.કુટુંબના સૌનો વિરોધ સહી દાદાએ  બાળક હુસેનના ચિત્રકલાના શોખને ખીલવવામાં તનતોડ મહેનત કરી હતી.દાદાનો પ્રેમ અને કલાસૂઝ એમ.એફ.હુસેનનું બળ હતું।બાળકોને પ્રેમ અને પોતાની કલામાં રસ લેનારની જરૂર છે.કેટલીકવાર મા-બાપ બાળકને તેમના સપના કે સિધ્ધાંત પ્રમાણે ઘડવા તેમના પર દબાણ લાવે છે.પેસા કમાઈ આપે તેવી ડિગ્રીની પાછળ કેટલાય યુવાનોના કલા ,સાહિત્ય ,રમત ,સાહસિકતાના સપનાઓ અકાળ મુરઝાય છે.બાળકને પોતાને રસ હોય તેને અનુકૂળ શિક્ષણ બાળકની પ્રતિભાને પૂર્ણપણે વિકસવાની તક આપે છે,તેનું જીવન્ત ઉદાહરણ હુસેન છે.તેમની ચિત્રો સર્જવાની શક્તિ અમર્યાદિત હતી.લાંબી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તેમને અનેકવિધ પેન્ટિગ કર્યું।પોતે રામાયણનો અભ્યાસ કરી દસ વર્ષ સુધી રામાયણના ચિત્રો દોર્યા.પોતાના પેન્ટિગના વિશ્વભરમાં પ્રદર્શન કરવા વેચાણ કરવાની કુનેહ તેમને હતી.તેમના એક એક ચિત્રની કિંમત કરોડોની છે.તેમણે જાહેર દિવાલો પર ,સ્કૂલોમાં ,મન્દિરોમાં ,રેસ્ટોરાંમાં જ્યાં ગયા ત્યાં પીંછીની કલા અજમાવી।તેમના શ્વાસ ,પ્રાણ ,શરીર ,દુનિયા સર્વત્ર ચિત્રકલા છવાયેલી હતી.સૌંદર્યના ચાહક એમ.એફ.હુસેન જગતના ખૂણે ખૂણે કલાકૃતિઓ જોવા ફર્યા હતા.માનવ સૌંદર્ય ભરપૂર જોયું,પેઇન્ટ કર્યું.સમાજની પરવાહ કલાકારને નહોતી.એમના જીવનનું રસપ્રદ પ્રકરણ માધુરી દીક્ષિતના સૌંદર્યની ચાહનાનો.ગજગામિની જેવું મૂવી નારીની સુંદરતાના અનેક રૂપો દર્શાવે છે.ત્યાર પછીનું પ્રકરણ મા -અધૂરી ,અધૂરી મા વિશેનું છે.કલાકારની માના અધૂરા પ્રેમની વેદના ઉત્તમ કલાના સ્વરૂપે દુનિયાના નારીસોંદર્યને ચિત્રમાં ઉતારે છે.તેમણે સ્કૂલના વિદ્યાર્થીને વિનામુલ્યે આપ્યાં હતાં એવી અનેક રસપ્રદ ઘટનાઓ આત્મકથામાં છે.જય વસાવડાની રસતરબોળ અખન્ડ વાકધારામાં શ્રોતાઓ મન્ત્રમુગ્ધ હતા.ત્રણેક કલાકની રસસમાધિમાં લીન સૌ સમયને વીસરી ગયાં ગુજરાતી અનુવાદ રસાળ અને માતબર છે.તે માટે અનુવાદક જયદીપ સ્માર્તની ખોટ હતી પણ તેમના કાકા ગુજરાતના જાણીતા કવિ વિવેચક જયદેવ શુક્લની હાજરી ગૌરવવન્તિ હતી.તેમણે અનુવાદના કાર્યમાં ખૂબ મહેનત લીધી હતી.

પ્રશ્નોત્તરીમાં જમાવટ થઈ અંતે જયભાઈ સાથેની રૂબરૂ યુવાનો સાથેનું મિલન અને ફોટાનું ક્લિક.ટુ વિલર્સની વણઝાર અને રીક્ષાઓની ધમાલ.ગાડીઓ પાર્ક કરવા માટે સાંકડી શેરીઓમાં જગા નહોતી।

વિશાળ કદની આત્મકથાની આ ઝલક છે.રસિક વાચક તેને વાંચશે. ‘માહી પડ્યા તે મહાસુખ માણે’

એમ.એફ.હુસેન ફાઉન્ડેશન દ્રારા પબ્લિશ છે.બધા જ વિક્રેતા અને ઓનલાઇન વેચાણ છે.

હવે આવતે મહિને તારક મહેતાની આત્મકથા વિષે વ્યાખ્યાન છે.નડિયાદ સાક્ષરોનું ધામ ગણાતું.ગોવર્ધનરામ ત્રિપાઠી ,બાળશન્કર કન્થારીયા,મણિલાલ નભુભાઈ દ્રિવેદી ,ઇંદુલાલ યાગ્નિક,બકુલ ત્રિપાઠી જેવા અનેક આ ભૂમિનાં સન્તાનો છે.વતનની ધૂળ અને માનો ખોળો મેલો તોય મહામૂલો.

તરુલતા મહેતા 3જી જા.2017

મિત્રો નવા વર્ષને વધાવો

%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af%e0%ab%81-%e0%aa%af%e0%aa%b0-%e0%aa%ac%e0%ab%87%e0%aa%a0%e0%aa%95

નવું વર્ષ 

નવો ઉત્સાહ 

નવો જોશ નવા સ્વપ્નો 

ને નવી ઊર્જાનો સંચાર

જુનું બધુ ભૂલી જાવ.

નવી આશાઓ અને નવી શ્રદ્ધા 

આગળ વધવાનો સંકલ્પ લ્યો. 

 નવા વર્ષમાં નવો ધ્યેય

 નવાની એક નવી નજાકત 

 નવેસરથી બધું જ  પ્રફુલ્લિત 

આકાશમાં ઝળહળાટ પાથરવાની   

શબ્દોથી રોશન થવાની 

એક સુંદર તક

બસ કલમ ઉપાડો

નવા શબ્દો રચવા

નવા વર્ષને ઉત્સાહભેર વધાવી  

વહેતા કરી દયો તમારા વિચારોને 

રોજ નવું પાનું હશે.

વાંચન સર્જન દ્વારા 

વ્યક્તિત્વને વિકસાવવા 

નવ-આશા પ્રગટાવો. 

ભાષા પ્રત્યેની અનન્ય નિષ્ઠા

નવી સંવેદનાને જગાડો 

નવી ક્ષણો, નવા શ્વાસો, નવા વિશ્વાસો

કલ્પનાની મૌલિકતાથી 

નવા વિચારોને જગાડો 

નવ સંકલ્પથી  ઘંટનાદ કરો.

“હું વાંચીશ”

“વાંચન કરીશ” 

મારી માતૃભાષા માટે 

સદા સજાગ રહીશ

“લખીશ,સર્જન કરીશ”

“મારી ભાષાને વહેતી રાખીશ”.

“માતૃભાષા વિશે ફક્ત વાતો નહીં 

પણ નક્કર કામ કરીશ”.

“ગુજરાતી ભાષા માટે અમને માન છે. 

કારણ કે અમારી  માતૃભાષા છે”. 

મિત્રો એનાથી મોટી શુભકામનાઓ “બેઠક” પાસે બીજી શું હોય?

 

“બેઠક”