પ્રજાસત્તાક ભારત ત્રિરંગી શાનથી ઝગમગે એવી શુભકામના….રમેશ પટેલ(આકાશદીપ)
ભારતની સંસ્કૃત્તિ સંત ને શૌર્ય ગાથાથી ગૌરવવંતી છે. ભારતીય જવાનોની જવામર્દીની વિશ્વફલકે મહેકતી યશોગાથા આજે ભવ્ય પરેડમાં ઝાંખી દઈ રહી છે.
આવો ગાઈએ ગાથા આ રાષ્ટ્રીય પર્વે દેશભક્તિની મારી રચના…ગાયક કલાકાર શ્રી દિલીપભાઈ ગજ્જર ને રોશનીબેન શેલત સાથે સંગીત મઢ્યું છે
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું,…૨
તારી શાન ત્રિરંગા.. કોરસ …
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ -…… તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા
વિશ્વ ધરોહર ભૂમિ અમનની, કેસરીયાળી ક્યારી………….૨
ભારતની એ અમર સંસ્કૃતિ,……૨ ઝૂમે હરિયાળી પ્યારી….કોરસ
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા……
લાલ કિલ્લાએ શોભે કેવો, અમર યશ સહભાગી…………૨
સુજલા સુફલા ધરા મંગલા,…..૨ ધન્ય અમે બડભાગી…. કોરસ
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા…….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દેશું, રંગ ધરશે રખવાળાં…૨
નહીં ભૂલીએ બલિદાનો વીરા,..૨ અમર જ્યોત અજવાળાં…કોરસ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું, તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા
abhinndn Rameshbhai,srs tari shan …
LikeLike