વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017 (10)સાંકડી સોચ

 jayvantiben
રાત્રે બારી થોડી ખુલ્લી રાખી હતી.  આછી સમીરની લહરી અને કોઈ કોઈ પંખીનો મધુર કલરવ સ્મૃતિને તેની સ્વપ્નની દુનિયામાંથી તેના ઘરમાં પાછી લાવ્યો.

સુર્યનારાયણ તેની અકળ ગતિએ પૃથ્વીને પ્રભાતનાં સોનેરી કિરણોથી રંગી રહયો હતો.  રસોડામાંથી ચાની મહેક આવી રહી હતી.  તેને તરત યાદ આવ્યું અને તે સફાળી પથારીમાંથી બેઠી થઈ ગઈ.

આજે સ્મૃતિ ક્યાંક અગત્યની વાત માટે જવાની હતી.  તે તેની તૈયારીમાં પડી ગઈ.  તેણે વાળ ધોયા.  તેને સમાર્યા  અને સરસ ચોટલો વાળ્યો.  કઈ સાડી પહેરવી તે નક્કી કરતાં તેને પંદર મિનિટ થઇ.  પણ આખરે એક સાદી પણ સુંદર સિલ્કની સાડી બહાર કાઢી.  તેની સાથે નાજૂક સેટ પણ પથારી ઊપર તૈયાર કર્યો.  ઘડિયાળ તરફ નજર કરી તો નવ વાગ્યા હતા.  તેણે થોડી ઊતાવળ કરી અને સાડી પહેરી તૈયાર થઈ ગઈ.  અરીસામાં જોયું અને થયું બધું વ્યવસ્થિત છે.  આજે જે ઈન્ટરવ્યુ આપવા જવાની છું એને માટે ઊત્તમ છે.  મંદિર પાસે જઈ પ્રભુનાં ચરણોમાં શિર ઝુકાવ્યું અને આશિર્વાદ લીધા.  એટલામાં મધુકર રૂમમાં ચાની ટ્રે સાથે આવ્યો, તેની સામે જોઇ બોલ્યો ,” સ્મૃતિ! ખૂબ સુંદર દેખાય છે  આજના ઇન્ટરવ્યૂને અનુરૂપ સાડી પહેરી છે.  પણ થોડી નરવસ કેમ દેખાય છે ?

“હા , મધુકર, સાચે જ હું થોડી નરવશ છું  ખબર નહીં, આ પોસ્ટ માટે કેટલીયે અરજી ગઈ હશે !  પ્રશ્નો કેવી રીતના પૂછશે અને હું તે સારી રીતે સંભાળી શકીશ કે કેમ ?
મધુકરે કહયું ,” સ્મૃતિ, તું ચિંતા ન કર.  મને તારામાં પુરેપુરો વિશ્વાસ છે.  તારો શિક્ષક તરીકેનો અનુભવ , ખંતીલો સ્વભાવ, આગળ વધવાની તમન્ના, બાળકો સાથેની સમજદારી અને તારો આત્મવિશ્વાસ તને નહીં ડગવા દયે.”
સ્મૃતિ મધુકર સામે જોઈ રહી અને પછી બોલી, ” મધુકર, મને તારો સાથ ન હોય તો સાચે જ હું ભાંગી પડીશ.”

મધુકરે ઘડિયાળ સામે જોઈ કહયું,” ચાલ હવે જલ્દી કર.  આજે ઇન્ટરવ્યુ માટે મોડી ન પડે તે ખાસ જોવાનું છે.”  બંન્ને જણા તૈયાર થઈ બહાર નીકળ્યા.  મધુકરે તેને એક મોટી શાળાના આગળનાં દરવાજા પાસે ઊતારી.  “ગુડ લક ”  કહી તે તેની ઓફિસ માટે રવાના થઈ ગયો.  સ્મૃતિ એક મિનિટ દરવાજા પાસે ઊભી રહી પછી અંદર દાખલ થઇ.  ગેટકીપરે તેને આવવાનું કારણ પૂછ્યું અને લેટર જોયા પછી અંદર જવા દીધી.  આશરે  પાંચસો થી છસો છોકરાંઓ અહીં આવતાં હશે.  આ શાળાનાં પ્રિન્સિપાલની પોસ્ટ માટે એણે અરજી કરી ત્યારે તેને ખ્યાલ ન્હોતો કે આ શાળા આટલી મોટી હશે.  તેણે  ઓફિસમાં  જઈ, તપાસ કરી કે ઇન્ટરવ્યુ ક્યાં રાખેલ છે?  બે છોકરાઓ તેને એક ખાસ મોટા ઓરડામાં લઇ ગયા.  જ્યાં દશ પ્રશ્નકારોની પેનલ બેઠી હતી.  ઇન્ટરવ્યુ આપવા વાળામાં પંદર અરજીકારો ખુરશીમાં ગોઠવાઈ ગયાં હતા.  તેમાં નવ પુરુષો અને છ સ્ત્રીઓ હતી.  સ્મૃતિ થોડી વધારે ચિંતિત થઇ ગઈ.  પછી એક ખુરશી  પર જઈ બેઠી.  આજુબાજુ જોયું તો ખાસ કોઈ જાણીતું ન લાગ્યું.  છેલ્લી ખુરશી પર કોઈ બેઠું હતું.  વાંકી વળી જોયું તો આશ્ચર્ય પામી ગઈ – આ પેલો ચંદુ તો નહીં ?  હા , ચંદુ જ છે.  અને એક ઝલકમાં એ ભૂતકાળમાં ખોવાઈ ગઈ.

હાઈસ્કુલનું છેલ્લું વર્ષ હતું.  સ્મૃતિનું મિત્ર મંડળ બહોળું હતું.  તે પોતે નમણી અને દેખાવડી હતી.  ઘણાં છોકરાંઓ તેની મિત્રતા રાખવા પ્રયત્ન કરતા.  સ્મૃતિ બધાને દાદ ન દેતી.  તેને જે ગમતાં તેની સાથે જ મિત્રતા રાખતી અને પીકનીક પર જતી.  સ્મૃતિ બધા વિષયોમાં ઊંચો ગ્રેઇડ લાવતી.  વિવધતાથી ભરપૂર હતી.  કંઈક જીવનમાં કરી છૂટવાનો તરવરાટ હતો.  પણ અજાણ્યાં સાથે બોલવામાં નરવશ થઈ જતી.  કોઈકે કહયું, તું ડિબેટીંગ સોસાયટીમાં કેમ નથી જોડાતી ?  અને તરત સ્મૃતિએ નક્કી કર્યું કે તે જરૂર જોડાશે.  પણ ત્યાં ગયા પછી ચંદુ જેવાનો અનુભવ થયો.  ડિબેટિંગ સોસાઈટીના ચેર પર્સન તરીકે ચંદુ હતો.  ચંદુ ઊંચો, દેખાવડો અને હોંશિયાર છોકરો હતો.  બોલવામાં બહુજ ચપળ અને એને કારણે તેને ચેર પર્સન નીમવામાં આવ્યો હતો.  સ્મૃતિ જયારે ડિબેટિંગ સોસાયટીમાં જોડાઈ ત્યારે તેને આત્મવિશ્વાસ બહુ ન્હોતો.  પચાસ વિદ્યાર્થીઓની સામે બોલતાં ડરતી.  અને એવી જ એક મિટિંગમાં ચંદુએ તેને ઊભી કરી કોઈ વિષય ઊપર બોલવા કહયું.  સ્મૃતિ ગભરાઈ ગઇ અને પૂરું બોલી ન શકી.  ચંદુ હસ્યો અને કટાક્ષમાં બોલ્યો,” આવડત ન હોય તો પણ લોકો અહીં ચાલી આવે છે. ”

 

એ વખતે ક્લાસમાં મધુકર પણ હતો.  નરવશ સ્મૃતિને એણે ખૂબ પ્રોત્સાહન આપ્યું અને ચંદુ જેવાની વાતો મગજ પર ન લેવા વિનંતિ કરી.  જાહેરમાં બોલવા માટે શું કરવું જોઈએ તેની રીત બતાવી, તૈયારી કરાવી અને બીજી ત્રીજી મિટિંગમાં આત્મવિશ્વાસથી બોલવા ઊભી કરી, બધાને અચંબામાં પાડી દીધા.  તે પછી ચંદુ તેની મિત્રતા શોધવા લાગ્યો.  એક વખત એ એકલી હતી ત્યારે તેનો લાભ ઊઠાવી તેની છેડતી કરેલી.  સ્મૃતિએ તેને તમાચો મારી ત્યાંથી ભાગી છૂટી હતી.  આજે આ પોસ્ટને માટે હાજર રહેલાઓમાં ચંદુને જોઈ જરા આશ્ચર્ય સાથે ફિકર પણ થઈ.  ચંદુ અને તેના જેવા બીજાં વ્યક્તિઓ હરીફાઈમાં હોય તો તેનું શું ગજું ?  જયારે બેલ વાગી ત્યારે સ્મૃતિ તેની તંદ્રામાંથી જાગી.  પેનલે ઇન્ટરવ્યુ આપવા આવનાર દરેકને બહાર બેસવા વિનંતી કરી, એક એકને અંદર બોલાવવા માંડ્યા.  સ્મૃતિનો નંબર આઠમો આવ્યો.  ચંદુ પાંચમા નંબરે અંદર ગયો.  પંદર મિનિટ પછી બહાર આવ્યો ત્યારે સ્મૃતિની સામે નજર કરી એવી રીતે હસ્યો કે જાણે મજાક ન કરતો હોય !!  સ્મૃતિ નજર નીચી રાખી સમ સમી રહી.  પણ હિંમત ન હારી.તેને થયું આજે હું મારી પૂરી શક્તિ આમાં લગાડીશ પછી ઊપર વાળાને જે કરવું હશે તે કરશે !

 

સ્મૃતિ અંદર ગઈ ત્યારે બધાએ એને આવકારી.  તેની અરજી વાંચીને એક એક પ્રશ્ન દરેકે પૂછ્યા.  જેના ઊત્તર સ્મૃતિએ ખૂબ જ ધીરજ અને વાસ્તવિકતાથી આપ્યા.  મોઢા ઊપર જરાપણ ગભરાટ ન બતાવ્યો.  છેલ્લે આ પોસ્ટને માટે તેણે શા માટે અરજી કરી અને બાળકોને કેવી રીતે સંભાળી શકશે એ વિશે કહેવા કહયું.  પાંચ મિનિટની એ વિચાર  સ્પર્ધામાં સ્મૃતિએ એની કાબેલિયત, અનુભવ, આવડત,અનુશાસન, વિકાસ અને અધ્યાતમ વિષે ખૂબ જ આત્મીયતાથી એના વિચારો દર્શાવ્યા.  તેને લાગ્યું કે પેનલ તેના જવાબથી સંતુષ્ટ છે.  તે બહાર આવી.

 

બહાર ચંદુ બેઠો હતો.  તેને જોઇ હસીને બોલ્યો ,”  હલ્લો સ્મૃતિ!  તને અહીં જોઈ મને ઘણું આશ્ચર્ય થયું હતું.  ઇન્ટરવ્યુ કેવો રહયો?”  અને એટલાજ મજાકિયા અવાજમાં કહયું કે ” તારી આ પોસ્ટમાં નિમણુંક થાય તો પાર્ટીમાં મને જરૂર બોલાવજે.”  અને હસતો હસતો જતો રહયો.  એને જવાબ સાંભળવાની જરૂરિયાત ન લાગી.  સ્મૃતિ દૂર ક્ષિતિજમાં નિહાળતી રહી.

 

અઠવાડિયા પછી સ્મૃતિને તે શાળાનો લેખિત પત્ર મળ્યો કે તેની લાયકાતની કદર કરતાં, આ પોસ્ટને માટે તેને ચૂંટાઈ છે ત્યારે તે ખરેખર માની ન્હોતી શકતી !!  તેને થયું તે આસમાનમાં ઊડી રહી છે.  તેને જમીન પર મધુકર લઈ આવ્યો અને અભિનંદન સાથે બાથમાં લઈ લીધી.

 

સ્મૃતિએ તરત ફોન જોડ્યો અને પેલા ચંદુને એટલાજ મજાકિયા અવાજમાં પૂછ્યું,”  હલ્લો ચંદુ !  તારી આ પોસ્ટને માટે નિમણુંક થઈ ગઇ ?  આટલો શાંત કેમ છે ?  તને તો એમજ હતું ને કે કોઇ સ્ત્રી તારા જેટલી હોંશિયાર હોય જ ના શકે પણ આજે મેં તને હરાવ્યો છે.  મારી પાર્ટીમાં જરૂર આવજે.”

 

સામેથી જવાબને બદલે ફોનની રીંગ ટોન સંભળાઈ !!!!

 

જયવંતી પટેલ

5 thoughts on “વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017 (10)સાંકડી સોચ

  1. ઇંટ્રેસ્ટિંગ વાર્તા ! મુખ્ય નાયિકા સ્મૃતિ નો ઉચ્ચાર કેવી રીતે કરાય તે ના સમજાયું ! કદાચ તમે સ્મૃતી ( શોર્ટ ઈ ) કહેવા માંગતા હશો .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.