વિનુ મરચન્ટ વાર્તાસ્પર્ધા-૨૦૧૭-(7)”સાંભળો છો”?

પ્રજ્ઞા દાદભાવાળા

પ્રજ્ઞા દાદભાવાળા

“સાંભળો છો”?

અમારા બાજુવાળા માસી !

 પેલા મણીમાસી જે વારે વારે એમના પતિને સાંભળો છો ?કહીને બોલાવે છે! 

કહું છું સાંભળો છો ?

તે સાંભળું છું બહેરો નથી સમજી, મુળજીભાઈ અકળાયા

તે હોકારો દયો તો ખબર પડે ને !

પણ આમ બરાડા પાડીશને તો સાચે જ એક દિવસ બહેરો થઇ જઈશ.

થઇ જઈશ ? અરે ધ્યાન બેરા તો છો એટલે જ આટલી વાર કહેવું પડે છે.

હવે જે કામ હોય તે બકો તો સારું !

લ્યો જોયું જે વાત કહેવા આવી હતી તે તો ભુલી ગઈ.

સારું યાદ આવે ત્યારે આવજો,

બસ આમ જ આ માસી અને માવજીકાકાની જિંદગી ચાલે રાખે ,એમનો મીઠો ઝગડો બધા સાંભળે,છતાં પચ્ચાસ વર્ષથી સાથે ને સાથે જ ,બન્નેના શોખ પણ જુદા અને સ્વભાવ પણ ,માસીને પિક્ચર જોવા ખુબ ગમે પણ માવજીકાકાને જરાય નહિ પણ માસી પરાણે  માવજીકાકાને લઇ જાય અને મિત્રો પૂછે કેમ જાવ છો ? તો કહે ઘરમાં સુઉં કે થીયેટરમાં શું ફર્ક પડે છે. પણ મારા જવાથી મણીને જોવો કેટલો ફર્ક પડે છે.

સવારે ચા થી માંડી રાત્રે સુતા સુધીમાં માસી નહિ નહિ ને કેટલીયવાર સાંભળો છો બોલે.અને રાત્રે સુતા પહેલા છેલ્લીવાર કહે સાંભળો છો લાઈટ બંધ કરતા પહેલા દાંતનું ચોકઠું કાઢવાનું ભૂલતા નહિ.અને કોકવાર તો માં ઊંઘમા પણ બોલે સાંભળો છો? હવે સુઈ જાવ સવારે વાંચજો…આમ સાંભળો છો મણીમાસી માટે બ્રહ્મ વાક્ય એમની આખી જિંદગી એની જ આસપાસ….

છોકરાવ અમેરિકા ગયા પછી બંને એકલા પણ આખી પોળ એમની જ…

કહ્યું છું સાંભળો છો ,જોઓ હવે વચ્ચે ન બોલતા નહીતો હું ભૂલી જઈશ. હું એમ કહેતી હતી કે મારી બહેનપણી બદ્રીકેદારથી આવી ગઈ તમને ખબર છે એમને એટલી બધી ટેબ્લેટ્સ પડી કે વાત જ ન પુછો?

કેમ બિમાર પડ્યા હતા ?

તમે તો ખરા છો ,સાચે જ તમે બહેરા થઇ ગયા છો ?આમાં બીમારીની ક્યાં વાત આવી

તે કહ્યુંને એમને એટલી બધી ટેબ્લેટ્સ પડી !

હા આપણે જવાનું વિચારતા હતા ને પણ જો બહુ તકલીફ પડે તો નથી જવું.

ઓ એમને ટ્રબ્લ્સ પડી ! તો ગુજરાતીમાં બોલતી હો તો .

તમે સમજી ગયાને ?ભલે ઓછુ સાંભળો છો પણ મને સમજો છો એટલે ભયો ભયો અને હા હું તો ગુજરાતીમાં અંગ્રજી બોલું છું તોય તમને સમજતા વાર લાગી જવા દયો મારે ઘણા કામ છે. તમારી સાથે લમણા કોણ લે !

અને માવજીકાકા છાપામાં માથું રાખી મુછમાં હસે એ પણ જાણતા હતા કે હવે મણી સાવ એકલી થઇ ગઈ છે. એટલે વારે ઘડીએ મને સાંભળો છો, સાંભળો છો?ઘરને ગાજતું રાખે છે  અને  નાની નાની વાતો કરવા બહાનું શોધે છે. બે વર્ષ પછી અમે અમેરિકા છોકરા સાથે રહેવા જશું એ આશાએ અંગ્રેજી શીખે છે.

આખો દિવસ સમય પસાર કરવા મણી કામવાળી અને આજુબાજુની ગરીબ અભણ બહેનોને ભણાવે પોતાની અંગ્રેજી પ્રેક્ટીસ એમની સામે કરે અને ઘરના કામકાજ સાથે નાસ્તા, ભરત, ગુંથણ શીખવાડે.તેમના હક્ક માટે લડે સુદ્ધાં અને સાંજ પડતા હિંચકે બેસતા આખા દિવસની વાતો માવજી ભાઈને કહે  પાસે બેઠા  હોય તો પણ કહેશે સાંભળો છો ?

આજે પેલી ઝાડુવાળી જીવીના વરે એને ખુબ મારી ,મારાથી જોવાયું નહિ એટલે મેં તો પોલીસ બોલાવી ત્યારે એને છોડી ,બચાળીને મારી મારી અધમુવી કરી નાખી પણ પેલો છે જ ગુંડા જેવો મને પણ ધમકી આપી ગયો છે. યાદ રાખ જે હું બહાર આવીશ ત્યારે તને જોઈ લઈશ.પણ એમની ધમકીને માને તે બીજા !

પણ તમારે આવા મવાલીની સાથે જીભાજોડીમાં ન પડવું,એ તો લોક વર્ણ કહેવાય ક્યાંક તને નુકશાન પહોંચાડશે.

તમે તો ખરા છો એમ ડરીને થોડું રહેવાય? ઇફ ફીઅર્સ ધેન ડાઈ

હા હા તું ગુજરાતીમાં બોલે છે એટલેજ સમજાય છે ડરે એ મરે એમજ ને ?

હું બ્રેવ વુમેન છું.

હા તું તો મારે.. ચાર ભાયડાને હંફાવે તેવી છો ! બ્રેવ વુમન

તમને મશ્કરી સુજે છે. એનો વર તો બહુ ખરાબ છે એની છોકરી પણ બચાડી નોકરી કરે તો એના પૈસા લઇ લે છે.

હા પણ સાચવજે…

અને બીજી વાત કહ્યું આ મુઆ મરદો અદેખા હોય છે.

આમાં આખી વાતમાં મરદો ક્યાં આવ્યા સમગ્ર જાતિને વગોવાની?માવજીભાઈ બોલ્યા.

તમને ખબર છે એની દીકરી કલા સરકારી કામે જાય છે હોશિયાર ઘણી પણ કોઈ આગળ આવવા જ દેતું નથી,કાલે તો એના ઓફીસ જવાની છું સાહેબને વિનંતી કરવા.

સારું સંભાળીને જાજો.ડરતો નથી પણ ચેતતા નર સદા સુખી

સાચું કહ્યું તમને આ વાત એટલા માટે શેર કરું છું કારણ  તમે મારા પતિ કરતા એડ વાઇરસ વધારે છો ?

એટલે ? માવજીભાઈ બોલ્યા અને હસ્યા

એડ વાઇરસ નહિ અડ્વાઇઝર કહેવાય.

હા હા એજ તમે બરાબર સમજ્યા છો ! સારું છે કે ગુજરાતીમાં બોલું છું એટલે જલ્દી સમજો છો.

બીજે દિવસે  મણીબેન ગયા કલાની ઓફિસે અને અંગ્રેજીમાં બોલ્યા આઈ નીડ જસ્ટીસ ફોર કલા,

શી ઇઝ વર્કિંગ હાર્ડ એન્ડ હાર્ડ એન્ડ નો પ્રમોશન ,

નો ગુડ ,ધીસીસ કોલ લેડીસ પારસાલીટી ,(પાર્શિઍલિટિ)

ડુ સમથીંગ.

સાહેબ કહે હા પણ કલાએ મોટા સાહેબને ખુશ કરવા જોઈએ ને હું શું કરું ? બધું કલા ઉપર છે,અને મણી માસી તો રાતાચોળ થઇ ગયા.અને એક જોરદાર તમાચો સાહેબના ગાલ અને કાન પાસે ચોઢી દીધો.સાહેબ રઘવાયા થઇ બોલ્યા આનો હિસાબ દેવો પડશે મણીબા યાદ રાખજો.

હા હા આઈ રીમેમબર પણ તું પણ આ મણીમાસીને યાદ રાખજે.નો ફરગેટ સમજ્યો.

તે દિવસે મણીમાસી લડવા ના મૂડમાં હતા એટલે પોલીસ પાસે પહોંચી  ગયા ફરિયાદ નોધાવી ઘરે આવતા થોડું મોડું થયું.

મનમાં બબડયા માર્યા ઠાર આજે તો તારા કાકા ખીજાવાના !

ઘરે બારણું ખખડાવ્યું પણ માવજીભાઈએ ખોલ્યું નહિ .નક્કી ગુસ્સામાં લાગે છે.માફી માગવી જ પડશે.એ ઘરમાં હતા એટલે ચાવી પણ લીધી નથી

કહ્યું છું સાંભળો છો ?સુઈ ગયા છો કે શું ?

પણ જવાબ ન મળ્યો ,ત્યાં તો બાજુ વાળા નો નોકર આવ્યો કહે કાકાને તો હોસ્પિટલ લઇ ગયા છે !

હે !શું થયું ?

એતો ખબર નથી ,પણ આપ આ સરનામે પોહચી જાવ.

હવે મણીબા ગભરાયા પહોંચ્યા હોસ્પિટલ ત્યાં તો કેટલાય માણસો ભેગા થઇ ગયા હતા ,માવજી ભાઈ ને સારવાર અપાઈ ગઈ હતી.બારીના કાચમાંથી જોયું તો મોઢું પાટા પીંડી થી ઢંકાઈ  ગયું હતું ઓળખવા

મુશ્કેલ હતા માત્ર આંખ અને મોઢું ખુલ્લા હતા,મણીબા ના પગ નીચેથી જમીન સરકી ગઈ અને દરવાજો ખોલી પથારી નજીક ગયા ત્યાં પોલીસે રોક્યા.

આપ કોણ છો ?

હું… હું …એની પત્ની છું .આ શું થયું એમને ? મને કેમ રોકો છો ?

જુઓ એમના ઉપર કોઈએ હુમલો કર્યો છે, ખુબ માર્યા છે, તપાસ ચાલુ છે.એ ભાનમાં ન આવે ત્યાં સુધી કોઈ એમની પાસે નહિ જાય .

અરે આ બધું કેમ કરતા થયું કોઈ કહેશો ?

મણીમાસી રડમસ ચહેરે બધા સામું જોઈ રહ્યા.

પોલીસે લાકડી આગળ ધરી એમને પલંગ પાસે જતા મણીમાસી ને રોક્યા.

માસી બોલ્યા સાંભળો  છો ? જાગો આ લોકો મને તમારી પાસે આવતા રોકે છે! કૈક તો બોલો સાંભળો છો ને ?

માસીએ આખી રાત બહાર વેઈટિંગ રૂમમાં કાઢી,દીકરાવને ફોન કર્યો તો ક્યાંથી લાગે અલાસ્કા ટુરમાં હતા. શું પેલા કલાના સાહેબે બદલો લેવા ગુંડા મોકલ્યા હશે ?કોણે માવજીભાઈને ખુબ માર્યા ?.પાડોશીએ પોલીસ બોલાવી ન બોલાવી હોત તો શું થતે ?અને કોણ  હોસ્પિટલ લઇ આવ્યા ? અનેક સવાલોએ મણીમાસીને ઘેરી લીધા.

કલા આખી રાત તેમની પાસે સગી દીકરીની જેમ રહી અને દિલાસો આપતા બોલી  “દુઃખને ભૂલવા જીદગીની સારી યાદો વાગોળી જોઈએ.માસી આખી રાત માવજીભાઈને યાદ કરતા કાઢી “એમની  લાગણીઓ, પ્રેમ , માયા, સાથે અનુભવેલી વેદના,  જૂની યાદો, બાળકો વગરનો ખાલીપો, થોડા વણપૂછ્યા સવાલો, થોડા ના આપેલા જવાબો ,  બધું જ કલા પાસે દિલ ખોલી વહેવા દીધું ..ત્યાં પોલીસ આવ્યો, કહે

પેશન્ટનું આખું નામ કહો ? મણીબા ક્યારેય નામ બોલ્યાજ ન હતા એટલે અચકાતા બોલ્યા “માવજી રાવજી છેડા”.

એણે કલાને કહ્યું …અમારા લગ્ન થયા ત્યારે એક વાર મેં એમને નામથી બોલાવ્યા હતા તો એણે શું કહ્યું ખબર છે ?નામની  બદલે સાંભળો છો ?કહો છો તો બહુ મીઠું લાગે છે. બસ ત્યારેથી ક્યારેય નામથી નથી બોલાવ્યા એમ કહો એમનું નામ સાંભળો છો ?પડી ગયું.હજી પણ ઘણી વાર મિત્રો એમની મશ્કરી કરે છે અને કહે છે તું બહેરો છો ?તારી પત્ની સાંભળો છો? કહે છે અને એ માત્ર મારી સામે જોઈ સ્મિત આપતા.

આમ વાતો કરતા સવાર પડી. ડૉ સાહેબ આવ્યા અને કહ્યું ખુબ વાગ્યું છે અને ઉપરથી ઉંમર પણ છે ભાન આવતા વાર લાગશે ધીરજ રાખજો ,આમ પણ તમારા વિષે ખુબ સાંભળ્યું છે તમે હિંમતવાળા છો. ખુબ હિંમતથી કામ લેવું પડશે .ભાન આવે તો મને બોલાવજો અને પોલીસ પહેલા વાત કરશે.ત્યાં સુધી તમે આ કાગળની પરની બધી વિધિ પતાવી દયો.

એટલામાં નર્સ દોડતી બહાર આવી અને કહ્યું પેશન્ટ ભાનમાં આવ્યા છે.સૌ કોઈ દોડ્યા,પણ પોલીસે કહ્યું હું પહેલા  વાત કરીશ મારે વિગત લખવી પડશે.પોલીસે પ્રશ્ન પૂછ્યા પણ કશું ન બોલ્યા ,થોડાક હલાવ્યા અને કહ્યું ડરશો નહિ જે હોય તે સાચું કહો ?

અને મણીબેને પણ કહ્યું સાંભળો છો ?હું છું તમે કોઇથી ડરતા નહિ જે બન્યું તે સાચું કહો.

તોય માવજીભાઈ બોલ્યા નહિ હોઠ ફફડાવ્યા પણ કઈ પણ સંભળાયું નહિ.

મણીમાસી ફરી બોલ્યા સાંભળો છો? જવાબ આપોને! પછી મને વઢજો…કહું છું સાંભળો છો? ઓહો.. સાંભળો છો કે નહિ ?મણીમાસી વધુ જોરથી બોલ્યા.!

પણ સાંભળો છો ?ના પડઘા માત્ર રૂમમાં ગુંજતા રહ્યા.

અને મણીમાસી સ્તબ્ધ થઇ ગયા.

 

(તેર  વર્ષે મણીમાસી કેસ જીત્યા ત્યારે માવજીકાકા પાસે આવી બોલ્યા સાંભળો છો તમારી મણીકેસ જીતીને આવી છે. અને માવજીકાકા કઈ પણ સમજ્યા સાંભળ્યા વગર હસ્યા )

 

 

-પ્રજ્ઞા દાદભાવાળા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.