અમદાવાદની કર્મ કાફેમાં કેલિફોર્નિયાની “બેઠક” મળી -સાત્વિક વાતાવરણમાં સાત્વિક ભોજન સાથે સાત્વિક વાતો થઇ.

 

અહેવાલ “કલ્પનારઘુ -તારીખ :૧૮મિ ડીસેમ્બર

સ્થળ:નવજીવન ટ્રસ્ટ-કર્મ કાફે

કેલિફોર્નિયાની “બેઠક” મળી અમદાવદમાં -સાત્વિક વાતાવરણમાં સાત્વિક ભોજન સાથે સાત્વિક વાતો થઇ.

15541280_10154826453449347_900076457738659776_n-2

 

કેલીફોર્નીયામાં ડૉ પ્રતાપભાઇ પંડ્યાએ શરૂ કરેલ પુસ્તક પરબે, પ્રજ્ઞા દાદભાવાલાના આયોજન, રાજેશ શાહ અને કલ્પના રઘુ સાથેના સંચાલન થકી ‘બેઠક’એ વિશ્વવ્યાપી સ્વરૂપ પકડ્યું છે.‘ગુજરાત લીટરેચર ફેસ્ટીવલ’ના ૫ દિવસના અંતે રવિવાર તા. ૧૮ ડીસેમ્બર, ૨૦૧૬એ, અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ પાસે આવેલી ‘કર્મ કાફે’માં પ્રજ્ઞા દાદભાવાલાએ ‘બેઠક’નું આયોજન કર્યું.

૨૫થી વધુ સંખ્યામાં દેશ-વિદેશના સાહિત્ય સર્જકોની હાજરી રહી. સૌએ પોતાની ઓળખવિધિ કરી. જેમા ખૂટતી કડીઓથી ‘બેઠક’ના પ્રજ્ઞા દાદભાવાલા અને કલ્પના રઘુએ સૌને સાંકળ્યા.બેઠકનો મુખ્ય હેતુ દરેકના પોતાનો સાહિત્યમાં યોગદાન વિષે જાણવાનો અને ભવિષ્યમાં નવી પેઢી ને ગુજરાતી સાહિત્યમાં રસ કરતા કરી કઈ રીતે આગળ લઇ આવવા તે વિષે વિચારકરવાનો હતો  યુ.એસ.માં લૉસ એન્જલસમાં કરેલી ‘બેઠક’ પછી અમદાવાદની આ ‘બેઠક’ સૌ માટે ફળદાયી રહી. ‘બેઠક’ સાથે સંકળાયેલા અને કેટલાંક નવા તથા પીઢ સર્જકો દ્વારા રસપ્રદ સાહિત્યબીજની આપલે કરવામાં આવી, મુખ્ય વસ્તુ અહી આવેલ દરેક વ્યક્તિને પોતા કરતા બીજાને વાંચન અને સર્જન કરાવી આગળ લાવવામાં હતો. આમ દરેક વ્યક્તિ એક નાની પાઠશાળા કહી શકાય. પ્રજ્ઞાબેને ‘બેઠક’ની પ્રવૃત્તિઓનો ચિતાર આપી સૌને મહા ગ્રંથ વિષે વાકેફ કર્યા અને ‘બેઠક’ના અન્ય સભ્યોને યાદ કર્યા. ડૉ પ્રતાપભાઇ પંડ્યા, ભાગ્યેશ ઝા, બળવંત જાની, રમેશ તન્ના, વિજય શાહ, પ્રવિણા કડકીયા, હેમા પટેલ, કીરણ ઠાકર, જયશ્રી મર્ચન્ટ, તરુલતા મહેતા, અનીલ ચાવડા, કૃષ્ણ દવે, વિગેરેના આશીર્વાદની નોંધ લેવાઇ હતી. સૌએ મહાગ્રંથ ‘સંવર્ધન માતૃભાષાનું’ માટે શુભેચ્છા પાઠવી. રઘુ શાહે ફોટા પાડી સૌને સ્મરંણોમાં કંડાર્યા.

15590266_10154824123399347_3896013096006265996_n

કેલિફોર્નિયાની બેઠક”ના આયોજક  પ્રજ્ઞા દાદભાવાલા, સપના વિજાપુરા, કલ્પના રઘુ, રાજકોટથી નવી પેઢીને પ્રોત્સાહન આપતા લખતા કરતા  નિલમ દોશી, ગાંધીનગરથી ‘જન ફરિયાદ’ના તંત્રી
પ્રદિપ રાવલ, અમદાવાદથી જર્નાલીસ્ટ પ્રદિપ ત્રીવેદી, નારી શક્તિ અને સંવેદના જગાડનાર લતા હિરાણી, માઇક્રોફીકશનના જીગ્નેષ અધ્યારૂ, અર્ચિતા પંડ્યા, દિપક પંડ્યા, રશ્મી જાગીરદાર, વાયબ્રેશન મ્યુઝીક એકેડેમી ચલાવનાર મૌલિક, સ્વાતિ શાહ, પન્ના શાહ, પરિક્ષિત જોષી, રવિ વીરપુરીયા, ધવલ સોની, મંથન ભાવસાર, અનેક સીનીયર સેન્ટરો સાથે સંકળાયેલા ઇન્દ્રવદન સી.  શાહ, રઘુ શાહ, રાજેન્દ્ર શાહ, વિગેરેએ હાજરી આપી.

ચા-કોફી અને એપીટાઇઝરથી શરૂ થયેલ આ બેઠકના સભ્યો અંતે નવનીત ટ્રસ્ટ ની કાફેના મેનેજર સુનીલભાઈ હાથે  પિરસેલા ગુજરાતી સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપીને છૂટા પડ્યાં. આ બેઠક સૌ માટે યાદગાર અને જ્ઞાનસભર બની રહી.

 

અહેવાલ: કલ્પના રઘુ

7 thoughts on “અમદાવાદની કર્મ કાફેમાં કેલિફોર્નિયાની “બેઠક” મળી -સાત્વિક વાતાવરણમાં સાત્વિક ભોજન સાથે સાત્વિક વાતો થઇ.

 1. અમદાવાદમાં પ્રજ્ઞાબહેન દ્વારા બેઠકનું આયોજન ખૂબ સુંદર રહ્યું . બધાને મળી અને ઘણો આનંદ થયો . કલ્પનાબહેન, બહુ સુંદર અહેવાલ .

  Like

 2. બેઠક મારે આંગણે આવી હોય તેવી લાગણી સાથે બધાને મળવાનો આનંદ અનેરો હતો.ઉત્સાહથી સભર એવાં પ્રજ્ઞાબેન મીઠી વાણીથી છવાઈ ગયાં હતાં.

  Like

 3. Congratulations Pragnaben and Kalpanaben. Keep up the great work.
  ગુજરાતી ભાષા જીવંત રાખવાનો આ શ્રમ નક્કી ઊગી નીકળશે.

  Like

 4. It was really Nice meeting & A great memorable evening.with all of you. Nice words Kalpanaben. I felt you all are here by words.Happy Reading. Happy Writing.
  Will be in touch with all of you.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.