ડો. મહેશ રાવલની એક તાજી ગઝલ-પી.કે.દાવડા

unnamed

ડો. મહેશ રાવલની એક તાજી ગઝલ

ડો. મહેશ રાવલ આપણા સમયના એક સશક્ત ગઝલ સર્જક છે. એમની રચનાઓ માત્ર રદ્દીફ-કાફીયાનો શંભુમેળો નથી, એમાં વિચાર છે. એ વિચારને રજૂ કરવાની કલા છે. એમની ગઝલોમાં માનવીય સંવેદનાઓ છે, તો જરૂર હોય ત્યાં જોમ અને જુસ્સો પણ છે. એમના પ્રત્યેક શેરમાં સ્પષ્ટતા છે, એ Direct Delivery છે. એમાં Via Vadala જેવું હોતું નથી.

આ ગઝલમાં ચેતન અને અચેતન, સ્થાવર અને જંગમ, ચલ અને અચલનો અજોડ સમન્વય જોવા મળે છે. માણસને માણસ યાદ કરે, એ સામાન્ય વાત કહેવાય, પણ માણસને પથ્થર યાદ કરે, ઝાડ યાદ કરે, વાસણ યાદ કરે આવી વાતો કરીને એમણે કલ્પના શક્તિને પાંખો આપી છે.

મત્લામાં જ જે વાત કરી છે, એ વાંચીને ઉમાશંકર જોષીનું “ભોમિયા વિના” યાદ આવી ગયું. એમાં પણ ઉમાશંકરે કહ્યું છે, “વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં..”.

ગામડામાં, નાનકડા ઘરને ઓટલે બેઠેલી મા, શહેરમાં વસતા દિકરાને યાદ રાખીને આંસુ સારે છે, એ ટપકતાં આંસુની યાદ ઓટલામાં સંગ્રાય છે. શું અદભુત, લાગણીઓ આ ગઝલમાં સમાવી લીધી છે?

-પી. કે. દાવડા

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, કાવ્યનો આસ્વાદ, ડૉ. મહેશભાઈ રાવલ, પી. કે. દાવડા and tagged , , , , , . Bookmark the permalink.

2 Responses to ડો. મહેશ રાવલની એક તાજી ગઝલ-પી.કે.દાવડા

  1. Vimala Gohil says:

    “હજૂ બેઠાં રહે છે ઓટલે માવતર, પ્રતીક્ષાવશ
    વહ્યું જે આંસુ થઈ, એ ઓટલાએ યાદ રાખ્યું છે”
    સંવેદનાને ઝંઝોળી દેતી “લાગણી ગઝલ”

    Like

  2. tarulata says:

    bhu sudr gzl.abhinndn .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s