ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?

મિત્રો આપ સૌ અનિલભાઈને  તો ઓળખો છો  આ લ્યો એમણે આપ સૌ માટે  સરસ મજાની દિવાળીની રચના મોકલી છે. એટલું જ નહિ, બે એરિયાના કલાકારો એમની સુંદર રજૂઆત પણ કરી છે.  હા એનું સંગીત આપ્યું છે  અસીમભાઇ મહેતાએ  અને ગાનાર કલાકાર ને તો  ઓળખો છો ને ? અરે બધાજ આપણા પરિવારના છે.માધવી મહેતા ,અસીમભાઇ મહેતા , દર્શના ભુતા, પલક વ્યાસ,આશિષ વ્યાસ ,આનલ અંજારિયા,આંચલ અંજારિયા,હેતલ બ્રમ્ભટ્ટ ,રતના મુનશી,સંજીવ પાઠક,પરિમલ ઝવેરી,નેહા પાઠક,રતના મુનશી,બેલા દેસાઈ,અમીઝ ઓઝા.મિત્રો મુખ્ય વસ્તુ એ છે કે અહી સર્જનાત્મક કામ થયું છે. આ ગીત સ્વયં ગાઈને કહે છે,સહિયારું કામ થાય તો બધા સ્વયં પ્રગટે દીવાની જેમ.   સૌને અભિનંદન
આ દિવસે મને મેઘલતા માસીનું ગીત યાદ આવી ગયું, દીવડીએ દીપમાળા પ્રગટાવીએ ….

લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

ઉદાસીઓના ફટાકડાઓ
ઝટપટ ફોડી દઈને,
ચહેરા ઉપર ફૂલઝડી સમ
ઝરતું સ્મિત લઈને;
કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

સૌની ભીતર પડ્યો હોય છે
એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને
ખુદની તેજ-લકીરો;
ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

– અનિલ ચાવડા

3 thoughts on “ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?

 1. ખૂબ જ સુંદર, સહજ અભિવ્યકતિ, અનિલભાઈ.
  બે એરિયાના સઘળા ગાયકોને અને સંગીતકારોને આટલા સુંદર કંપોઝીશન બદલ અભિનંદન.
  “બેઠક” પરિવારને માટે નવું વરસ નવા ઉંમગો અને ખુશી લઈને આવે.
  ઈશ્વર પાસે એ જ અભ્યર્થના કે સહુના અંતરમનમાં પાવન દીપજ્યોતિનો પ્રકાશ સદા ઝળહળતો રહે.
  સહુને નૂતન વર્ષાભિનંદન.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.