“પુસ્તક પરબ”ગુજરાતી સાહિત્ય પરિવારના પ્રણેતા ડો. પ્રતાપ પંડ્યાના સહકારથી ડલાસ/ ફોર્ટવર્થ એરિયાના ગુજરાતી સાહિત્ય પુસ્તક પરબની સ્થાપના યોજાઈ રહી છે. તારીખ ૨૪ ઓક્ટોબરના રોજ ગુજરાતી સાહિત્ય રસિકોની એક મિટિંગ અરવિન ખાતે મળી હતી, જેમાં સુશ્રી. મીના દવે, સુશ્રી કલ્પના પંડિત, ડો. પ્રતાપ પંડ્યા, સર્વ શ્રી. સુધીર દવે, બી.કે. પંડિત, સુરેશ જાની અને સુભાષ શાહ ( ગુજરાત દર્પણ) હાજર રહ્યા હતા. આ મંડળનું નામ ‘ગુજરાતી સાહિત્ય સર્કલ’ સૂચવવામાં આવ્યું હતું. ‘પુસ્તક પરબ’ દ્વારા આ મંડળના પુસ્તકાલયને જૂદા જૂદા, નામાંકિત લેખકોનાં પુસ્તકોનો સેટ વિના મૂલ્યે આપવામાં આવશે. હાલના તબક્કે બે પુસ્તકાલયો સ્થાપવામાં આવશે. ૧) અરવિન/ આર્લિંગ્ટન વિસ્તારમાં અને ૨) પ્લેનો/ ફ્રિસ્કો વિસ્તારમાં. સૂચિત સર્કલની સભા દર મહિનાના પહેલા સોમવારે યોજવાનું સૂચવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે સંપર્ક –
શ્રી. સુધીર દવે (૮૧૭–૬૫૮–૬૩૪૫)
શ્રીમતિ કલ્પના પંડિત (૩૧૨–૩૬૯–૯૧૨૪)
શ્રી. સુભાષ શાહ ( ૯૭૨–૨૦૦–૪૮૭૩)
પુસ્તક પરબ’ના ભિષ્મ પિતામહ એવા, ડો.પ્રતાપ પંડ્યાની તાજેતરની ડલાસ/ ફોર્ટ વર્થ ખાતેની મુલાકાત વખતે યોજાયેલ એક મૈત્રી મુલાકાત દરમિયાન ચર્ચાયેલી બાબતો –
- તારીખ ૨૪, ઓક્ટોબર – ૨૦૧૬
- સ્થળ અરવિન, ટેક્સાસ
- ભાગ લેનાર ગુજરાતી સાહિત્ય પ્રેમી વ્યક્તિઓ
- ડો. પ્રતાપ પંડ્યા
- શ્રી. સુભાષ શાહ
- શ્રી. બી.કે. પંડિત
- શ્રીમતિ કલ્પના પંડિત
- શ્રી. સુધીર દવે
- શ્રીમતિ મીના દવે
- શ્રી. સુરેશ જાની
- ચર્ચાયેલા મુદ્દાઓ
- ડો, પ્રતાપ પંડ્યાએ ગુજરાતમાં ‘પુસ્તક પરબ’ શરૂ કરવા માટેનાં કારણો અને તે શી રીતે કામ કરે છે, તે સમજાવ્યું હતું. અમેરિકામાં પણ તે શરૂ કરાઈ રહી છે, તેનો ખ્યાલ તેમણે આપ્યો હતો.
- ભાગ લેનાર સૌ મિત્રો ડલાસ/ ફોર્ટવર્થ વિસ્તારમાં ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર, સંવર્ધન અને તેનાં મૂલ્યોની જાળવણી ની જરૂરિયાત બાબત સંમત થયા હતા.
- ખાનગી ઘરમાં, વ્યક્તિગત રીતે આવાં બે નાનાં પુસ્તકાલયો પ્રાયોગિક ધોરણે શરૂ કરવાનું વિચારવામાં આવ્યું હતું. આવું એક પુસ્તકાલય પ્લેનો/ ફ્રિસ્કો વિસ્તારમાં અને બીજું અરવિન/ આર્લિન્ગટન વિસ્તારમાં શરૂ કરવા માટે સૂચન/ પ્રસ્તાવ પણ કરવામાં આવ્યા હતા. આ અંગે હાજર રહેલ સ્થાનિક સાહિત્ય પ્રેમીઓએ ડો. પ્રતાપ પંડ્યાની દોરવણી હેઠળ, પોતાનાથી બની શકે તેટલી મદદ અને કામગીરી કરવા તૈયારી બતાવી હતી.
- ડો. પ્રતાપ પંડયાએ જણાવ્યું હતું કે, જો આવાં ઘરઘરાઉ પુસ્તકાલયો શરૂ કરવામાં આવે, અને તેના સંચાલનની જવાબદારી વ્યક્તિગત ધોરણે ઊઠાવવામાં આવે, તો ગુજરાત સ્થિત ‘પુસ્તક પરબ’ સંસ્થા કોઈ પણ ખર્ચ વિના પુસ્તકો પૂરાં પાડવાની જવાબદારી ઉપાડી લેશે.
- હાજર રહેલ મિત્રોએ ડલાસ/ ફોર્ટવર્થ ખાતે ગુજરાતી સાહિત્ય અંગે ચર્ચા, વિચાર વિમર્શ અને સાહિત્ય રચનાઓના સહિયારા સર્જન અને આદાન/ પ્રદાન માટે નિયમિત રીતે, દર મહિને એક વાર, ‘ગુજરાતી સાહિત્ય બેઠક’ યોજવા પર પણ ભાર મુક્યો હતો અને તે અંગે કાર્યવાહી હાથ ધરવા કબૂલ થયા હતા. સાહિત્યના બધા જ પ્રકારો ( કવિતા, વાર્તા, નવલથા, નાટક, લોકગીતો, સંશોધન, પ્રવાસ વર્ણન, નિબંધ, વિવેચન વિ.) ના વાંચન, સર્જન અને વિચાર વિમર્શ આવી બેઠકમાં કોઈ બાધ વગર સમાવી લેવામાં આવે તેમ સર્વાનુમતિએ નક્કી કરવામાં આવ્યું હતું. આવી બેઠકને ‘ગુજરાતી સાહિત્ય વર્તુળ/ સર્કલ’ નામ આપવું , તેમ પણ વિચારાયું હતું.
- આવી બેઠક યોજવામાં આવે તો અરવિનમાં પ્રાયોગિક ધોરણે, ભાડેથી આવી જગ્યાની વ્યવસ્થા કરવા શ્રી. સુરેશ જાનીએ તૈયારી બતાવી હતી. બીજું સૂચન એ પણ હતું કે, આવી બે જગ્યાઓ રાખવી – ૧) મેટ્રોપ્લેક્સના અરવિન/ યુલિસ જેવા મધ્ય સ્થળે અને ૨) ઉત્તર ભાગના વિસ્તાર જેવા કેમ પ્લેનો/ ફ્રિસ્કો વિ. જ્યાં વારાફરતી આવી બેઠકો યોજી શકાય.
- પ્રાયોગિક ધોરણે માર્ચ – ૨૦૧૭થી મહિનાના પહેલા સોમવારે સાંજના સાત વાગે આવી “બેઠક” યોજવાનું શરૂ કરવું, એમ પણ સર્વાનુમતે નક્કી થયું હતું.
- શ્રી પ્રતાપભાઈનો સંપર્ક :pratapbhai@gmail.com
- અમેરિકા :12643 paseo flores ,saratoga CA 95070
- ફોનનંબર 1-469-586-7482
- ભારત : A1/1 સામ્રાજ્ય, મુંજ મહુડા રોડ, વડોદરા-૨૦.
ફોન નંબર – 9825323617
અમારી વાત તમારા આંગણે મુકવા માટે દિલી આભાર.
LikeLike
જાની સાહેબ આ આગણું આપનું જ છે .સાલમુબારક
LikeLike
Reblogged this on સૂરસાધના and commented:
પ્રજ્ઞાબેનના દિલી આભાર સાથે…..
LikeLike
srs aayojn thyu.khub shubhechcha.
LikeLike
Congratulations
LikeLike