એનાહેમ ગુર્જર સમુદાયએ દિવાળીના દિવસે માત્રુભાષાની ઓજસ જગાવી

%e0%aa%b5%e0%aa%bf%e0%aa%ae%e0%ab%8b%e0%aa%9a%e0%aa%a8-1

%e0%aa%ae%e0%aa%a2%e0%ab%87%e0%aa%b2%e0%aa%be-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a4%e0%ab%80%e0%aa%96%e0%ab%87%e0%aa%aa%e0%ab%80%e0%aa%af%e0%ab%8b-%e0%ab%a814925513_10154659074069347_5133362543894421897_n-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%9c%e0%ab%8d%e0%aa%9e%e0%aa%be

 

img_7364img_7365

 ૨૯મી ઑકટોબર,શનિવાર અને કેલિફોનિઁયાના એનાહેમ શહેર મધ્યે ગાયત્રી મંદિર ખાતે કાવ્યસંગૃહ વિમોચનનો અનેરો પ્રસંગ ઉજવાયો, આયોજક હર્ષદ શાહ ,કાન્તીભાઈ મિસ્ત્રી ,રસિકભાઈ પટેલ,ગુણવંતભાઈ પટેલ ,સુભાષ ભટ્ટ ,ગીતા ભટ્ટ ,શૈલેશ પરીખ અને નિમંત્રક કૌશિકભાઈ પટેલ (ગાયત્રી મંદિર પરિવાર )સુભાષભાઈ શાહ (ગુજરાત દર્પણ )પ્રવીણભાઈ મહેતા (સિનીયર ગ્રુપ )ના  સહિયારા  પ્રયત્નથી અનેક લોકોની હાજરી વાર્તાણી.  કવિ  શ્રી રમેશ પટેલ “ખેપીયો” કાવ્યસંગૃહ ‘હૃદયોમિઁ’ના અને “આકાશદીપ”ના  “મઢેલા મોતી”વિમોચન .. થયું  જેમાં  ‘સપના’ વિજાપુરા  જાણીતા ગઝલકારે  ખાસ વિમોચક બની  પ્રસંગને દીપાવ્યો  અને લેખકને ઉત્સાહ આપી વધુ લખવાની પ્રેરણા આપી ….તો “પુસ્તક પરબ” ગુજરાતી સાહિત્ય પરિવારના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યાએ ફોન પર શુભેચ્છા સંદેશો આપતા કહ્યું  કવિશ્રીની આ કલમને કેલિફોર્નીઆની ‘પરબ બેઠક’ ને આંગણે વધાવતાં મને આનંદ થાય છે. આપ સૌ આ કાવ્ય-સંગ્રહને વાંચો વંચાવોને ને માતૃભાષાના સ્નેહને વહાવો, એ અભિલાષા .આમ  આ  પ્રસંગે બંને લેખક અને સમગ્ર ગુજરાતીઓને  “પરબ”ની  પ્રેરણા આપી અને  “પરબ”ના કોડીયાથી દીપમાળા પ્રગટાવી.આ પ્રસંગે  કેલીફોર્નીયાની “બેઠક” ના આયોજક પ્રજ્ઞા દાદભાવાળાએ અતિથી વિશેષ તરીકે  હાજરી આપી અને  બંને લેખકને પુસ્તક પરબ ગુજરાતી સાહિત્ય પરિવાર તરફથી મેમેન્ટો આપી પ્રસંગને યાદગાર બનાવ્યો. અને કહ્યું કે તમે એનાહેમમાં આવું સાહિત્ય સેતુ શરુ કરવાનો વિચાર  કર્યો છે એ વિચાર માત્ર જ પ્રશંસનીય છે. સૌ સાથે મળી વાંચન સાથે સર્જન કરશો તો આપણી ભાષા વહેતી રહેશે.

 આમ ૮૪ વર્ષના રમેશભાઈ પટેલ  “ખેપીયો”ના દિલના ખૂણામાં ઉદ્ભવલુ  એક ઊર્મિસ્પંદન કેલિફોર્નિયાના લોસ એંજલસ શહેરના ગુર્જર સમુદાય પર છવાય ગયું.તો બધાના ઉત્સાહ અને પ્રેમ આવકાર થકી રમેશભાઈ પટેલ “આકાશદીપ”નું  સ્વપ્ન ગાયત્રી મંદિરના આંગણે ગુજરાતી વાતાવરણમાં ફળ્યું.અને સપનાબેનની બે પંક્તિ આ પ્રસંગે ગુંજી રહી

લો કોડિયું પ્રેમનું બળતું મે મૂક્યુ છે
કોઈ ઓજસ જગાવો કે દિવાળી છે

ઘણાં સપનાં નયનમા હોય સહુ ને
સખા સપનાં સજાવો કે દિવાળી છે

 

અહેવાલ -પ્રજ્ઞા દાદભાવાળા

 

 

 

6 thoughts on “એનાહેમ ગુર્જર સમુદાયએ દિવાળીના દિવસે માત્રુભાષાની ઓજસ જગાવી

 1. અભિનંદન પ્રગ્નાબેનને,પ્રતાપભાઈને અને સમગ્ર ‘બેઠકને! ખૂબ સુંદર અહેવાલ! ‘ખેપિયો’ અને ‘મઢેલા મોતી’ને શુભેરછા!

  Liked by 1 person

 2. ખૂબ ખૂબ આભાર પ્રજ્ઞાજી,
  અમારે આંગણે પધારી આપે પ્રસંગને દીપાવ્યો.
  નૂતન વર્ષના અભિનંદન.🙏

  Like

 3. Nice report. Pragnaben and Sapnaben, you both came all the way from DF to encourage us.. ! We are happy that with your affort and from Pratapbhai’s blessings we have started our”Sahitya Setu” blogg . Please visit us and leave valuable comments .. Thanks

  Like

 4. અમેરીકામાં રહીને કવિ શ્રી રમેશભાઈના સ્વ રચિત “ગુજરાતી”કવિતાના પુસ્તકના વિમોચનના પ્રસંગે અમારે આંગણે પધારી આપે આ સુંદર પ્રસંગને દીપાવ્યો. ખૂબ ખૂબ આભાર પ્રજ્ઞાજી,

  Like

 5. પ્રજ્ઞાબેન ખૂબ સરસ એહવાલ સાહિત્યને લીલુછમ કરતા રહો..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.