સર્જક સાથે સાંજ -તરૂલતા મહેતા

જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા માનનીય શ્રી રઘુવીર ચૌધરી સાથે યાદગાર સાંજ

શ્રી કૃષ્ણધામના પવિત્ર વાતાવરણમાં શનિવારની સાંજની  શ્રી રઘુવીર ચૌધરી સાથેની સંવાદગોષ્ઠી પ્રભુસમીપ તેટલી સાહિત્યસભર રહી.  પચાસેક જેટલા સાહિત્યરસિયાઓ માટે તે  યાદગાર બની રહી.કેલિફોર્નિયાની બે વિસ્તારની “બેઠક” ‘ટહૂકો ,’ગ્રન્થગોષ્ઠી”, ‘પુસ્તકપરબ ‘આદિ સાહિત્ય અને સઁગીતની પ્રવુતિ કરતી મંડળીઓએ શ્રી રઘુવીર ચૌધરી અને તેમના કુટુંબને   ઉત્સાહપૂર્વક  તાળીઓથી વધાવ્યા.કેટલાક મહેમાનો એલ.એ.થી પધાર્યા હતા.
મુ.દાદા હરિકૃષ્ણભાઈ,મહેન્દ્રભાઈ,બાબુભાઇ સુથાર પ્રજ્ઞાબેન દાદભાવાળા,જયશ્રીબેન,તરુલતાબેન,કલ્પનાબેન રઘુ ,દાવડા સાહેબ સૌએ જીવંત ભાગ ચર્ચામાં લીધો હતો.જયશ્રીબેને  સ્વાગતના મધુરા શબ્દોથી રઘુવીરભાઈને સ્ટેજ પર આવકાર્યા હતા. અનૌપચારિક સાહિત્યની આ ગોષ્ટિમાં ખુરશીમાં  વિરાજેલા રઘુવીર  ચૌધરીને  સૌ શ્રોતાઓએ  એમની સર્જનયાત્રા વિષે,નવલકથાના પાત્રો,તેમની કવિતા ,વાર્તા વિષે  જિજ્ઞાસાપૂર્વક પ્રશ્નો પૂછ્યા.વાતચીતનો દોરચાલતો રહ્યો. તેમ શ્રોતાઓ દિલ ખોલીને મનની મૂઝ્વણોની ગાંઠ ખોલતા ચાલ્યા.ફળના ભારથી નમેલા  વુક્ષની ડાળીઓ ભૂમિ તરફ ઢળે તેમ જ્ઞાનપીઠ જેવા એવોર્ડની  પ્રાપ્તિ પછી પણ રઘુવીરભાઈ ખૂબ સહજ રીતે અતિ નિકટના મિત્રની જેમ પ્રત્યેકના પ્રશ્નોના જવાબ આપતા હતા.પ્રજ્ઞાબેનનો પ્રશ્ન હતો ખેડૂતમાંથી લેખક થવાની યાત્રા વિષે.હું અનુભવી રહી કે તેમનું ખેડૂતનું હદય અને લેખકની સંવેદના એકબીજામાં ઓતપ્રોત થઈ ગઈ છે.તેમના વતન બાપુપુરામાં વીતેલા બાળપણમાં તેમણે ધરતીનું ધાવણ,ખેડૂતો સાથેની આત્મીયતા ,ભજનો ,મા-પિતાનું વાત્સલ્ય એવું મનભરીને કોઠામાં પચાવ્યું છે કે ‘ખર્ચે ન ખૂટે ચોર ન લૂંટે ‘બસ વધ્યા જ કરે.મને રવિન્દ્રનાથ ટાગોરને બાઉલ ભજનોમાંથી મળેલી પ્રેરણા યાદ આવે છે.આપણા નરસિંહ ,મીરાં ને અન્ય ભક્તકવિઓના ભજનોના પ્રેરણાપીપુષ ગુજરાતી કવિઓએ પીધા છે.

દાવડાસાહેબે જોડણી અંગેના વિવાદનો મુદ્દો રજૂ કર્યો.જેના તારણરૂપે રઘુવીર ચૌધરીએ ભાષા અને લિપિનો ભેદ દર્શાવી લેખકની વાત વાચક સમજી શકે તેવી ભાષા હોય તે અપેક્ષિત છે.’બાર ગાઉએ બદલાતી બોલી ‘ભાષા વહેતી નદી ,વહેતી રહે ,માતુભાષાનું મધમીઠું માધ્યમ ટકી રહે તે  જરૂરી છે.તેથી શુદ્ધ ભાષા આદર્શ અને સ્વપ્ન હોવા છતાં વર્તમાન સમયમાં બ્લોગ કે છાપાઓમાં  ગુજરાતીમાં જણાતી જોડણીને ક્ષમ્ય માનવી.રઘુવીરભાઈ જીવનની હકારત્મક દિશાને આવકારે છે.એક ખેડૂત છોડની જીવાત હળવા ઉપાયોથી દૂર કરવા પ્રયત્ન કરે છે.છોડ ખીલે ,જીવતો રહે તેમાં જ તે રાજી.તેઓ આપણને મળેલા મહામૂલા જીવનને આંનદથી સભર કરવા પ્રેરે છે.

જયશ્રીબેનને રઘુવીરભાઈની નવલકથામાં ઉપસતી ગાંધીજીની વિચારસરણી,અસ્ત્તિત્વવાદ,નિત્સેની વાત છેડી.ગુજરાતી સાહિત્યમાં ગાંધીયુગ એટલે સત્ય ,અહિંસા ,સમાનતા,દરિદ્રનારાયણનો આદર.સાદગી અને પ્રત્યેકના હિતનો વિચાર.રઘુવીર ચૌધરીએ તેમના જીવનમાં અને લેખનમાં ગાંધીભાવનામાં શ્રદ્ધા રાખી છે.પૂ.વિનોબાભાવેની ભૂદાનસેવામાં તેઓ ગામડે ફર્યા છે,ખેડૂતોના હિતને માટે પોતાના શરીર અને મનથી સેવા કરી છે.ખેડૂતો વિષે વાત કરતાં તેમના મુખ પર મેં જે આત્મીયતા અને હર્ષ જોયા તેથી લાગ્યુ કે ખેડૂતનો માજણ્યો ભાઈ બોલે છે.તેઓ એક જાગ્રત ખેડૂત સાહિત્યકાર.

તરુલતા મહેતાએ પ્રશ્ન કર્યો કે રઘુવીર ચૌધરીના ‘આ એક નદી ‘કાવ્યમાં સૂકાયેલી સાબરમતીમાં નર્મદાયોજનાથી ફરી પાણી વહેતુ થયું તો શું માતુભાષા ગુજરાતીમાં પણ ફરી નવું બળ આવશે?આપણે સૌ વિદિત છીએ કે વર્તમાનમાં દેશમાં અને પરદેશમાં ગુજરાતી ભાષા સાવકીમા થતી જાયછે.ગુજરાતી જાણવા છતાં  ગુજ્જુઓ ઘરમાં અને મિત્રોમાં અંગ્રેજીમાં બોલે છે.તેના જવાબરૂપે તેમણે સરસ કહ્યું કે આજના ફેસબુક જેવા સોસ્યલ મીડિયાને કારણે ગુજરાતીનું ચલણ વધ્યું છે,પણ દાદા -દાદી ગુજરાતીમાં  બાળકો સાથે બોલે તે મોટો ભાગ ભજવે છે.તેમના પૌત્ર -પૌત્રીઓ દાદી પાસેથી ગુજરાતી શીખ્યા.ભારતીય સંસ્કુતિની માં-બાપને પોતાના કુટુંબમાં રાખવાની પ્રથા જાળવી રાખીએ તો બાળકો થોડું ગુજરાતી બોલે ,સમજે.

વર્તમાન રાજકારણની ,ભારતની બદલાતી જતી સુરતની એવી અનેક રસપ્રદ વાતો રઘુવીરભાઈએ કરી.બાબુભાઈ સુથારના પ્રશ્નો માટે રઘુવીરભાઈની બીજીવારની મુલાકાત જોઈશે.કારણકે શ્રોતાઓને રઘુવીરભાઈની સાલસતાને કારણે જાણે છુટ્ટો દોર મળ્યો.મને તો એની પણ મઝા આવી.ભગવાનને બધા ભક્તો વહાલા,સર્જકને સૌ વાચકો સરખા,અરે વાંચે કે સાંભળે ,કષ્ટ વેઠીને રઘુવીરભાઈને જોવા,સાંભળવા આવ્યા એ પણ આજની તારીખમાં ગુ.સાહિત્યના ઇતિહાસની ગર્વ લેવા જેવી ઘટના.એમને મળેલો જ્ઞાનપીઠ એવોર્ડ સમગ્ર ગુજરાતી બોલનાર પ્રજાને આનન્દ અને ગૌરવથી પુલકિત કરે છે.મુ.દાદાએ અંતમાં રઘુવીરભાઈને કહ્યું કે લખનારાઓ અંગ્રેજી અને બીજી ભાષાનું ઉત્તમ સાહિત્ય વાંચે તે જરૂરી છે.હું મુ.દાદાની વાત સાથે સંમત છું,રઘુવીરભાઈએ જગતસાહિત્યને વાંચ્યું છે,હિંદી ,બંગાળી ,મરાઠી સાહિત્યમાંથી અનુવાદો કર્યા છે.

પ્રજ્ઞાબેને ‘બેઠક’ના જાણીતા કવિ રમેશ પટેલ ‘આકાશદીપ’નો કાવ્યસંગ્રહ શ્રી રઘુવીર ચૌધરીને અર્પણ કર્યો ,જેની પ્રસ્તાવના પણ પ્રજ્ઞાબેને લખી છે.આપણે સૌ રમેશભાઈને અભિનન્દન પાઠવીએ અને એમની સર્જનધારા વહેતી રહે તેવી શુભેચ્છા.

ઘડિયાળના કાંટા  સર્જક સાથેની સુનહરી સાંજને પૂરી કરવાનો નિર્દેશ કરતા હતા,પણ સાહિત્યરસિયાની તરસ બૂઝાતી નહોતી. છેવટે સૌએ પોતાના ગોરવવંન્તા રઘુવીર ચૌધરી પ્રેમભરી સલામ કરી.આવતી કાલના મિલનનો ઉત્સાહ સૌના ચહેરા પર હતો.સૌ આયજકોનો આભાર,માતુભાષાનો પ્રેમ અમર રહો.

તરુલતા મહેતા 22મી ઓક્ટોબર 2016

2 thoughts on “સર્જક સાથે સાંજ -તરૂલતા મહેતા

  1. સુંદર પ્રસંગ, સુંદર મહેમાન, સુંદર યજમાન, સુંદર અહેવાલ

    સત્યમ ,શિવમ , સુન્દરમ

    Like

  2. Pingback: સ્વપ્ન ફળ્યું… કાવ્ય-સંગ્રહ ‘મઢેલાં મોતી’— સંકલન- રમેશ પટેલ(આકાશદીપ) | આકાશદીપ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.