ઘૂમે ગરબો ગુજરાત….રમેશ પટેલ(આકાશદીપ)

આકાશદીપ

નવલાં છે નોરતાંને નવલી છે રાત..આસોસુદી પડવાથી નવ રાત્રી સુધી, માતાના અનુષ્ઠાન ને ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી. શક્તિની ભક્તિનું પાવન પર્વ નવરાત્રિની ભાવભેર ઉજવણી એટલે , ગામોમાં ઠેર-ઠેર ગરબીઓ તથા રાસ ગરબાનું આયોજન. માઈ મંદિરોનો દિવ્ય ભપકો ને  ઘરમાં ગરબાનું સ્થાપન સાથે સાંજ પડતાં જ ઘરમાં માતાજીની સ્તુતિને આરતી…બસ હૈયે ભક્તિમય વાતાવરણ છલકાય. .. ને સૌ કોઈ બોલે ..’ પ્રેમસે બોલો જય માતાજી’

Image result for નોરતાં

(Thanks to webjagat for this picture)

ઘૂમે ગરબો ગુજરાત….રમેશ પટેલ(આકાશદીપ) 

 

ઢોલીડા…ઢોલીડા…ધબકે માઝમ રાત(૨)

શોભે  નવલા  નોરતાની  રાત(૨)

ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાતઆજ મંગલ છે રાત,

જામ્યા તાલીઓના તાલ(૨)કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)

 

એકતાલી, બે તાલી, દેજો રે સાથ તાલી(૨)

કે ગરબે…ઘૂમે આરાસુરી માત(૨)

શોભે નવલા નોરતાની રાત

ઘમ્મર ઘૂઘરીઓ ઘૂમે…ઘૂમે ગરબો ગુજરાતઆજ મંગલ છે રાત,

જામ્યા તાલીઓના તાલ(૨)કે ઢોલીડા ધબકે… માઝમ રાત (૨)

 

એક તાલી, બે તાલી દેજો રે સાથ તાલી(૨)

કે ગરબે…કે ગરબે ઘૂમે પાવાવાળી માત(૨)

શોભે નવલા નોરતાની…

View original post 72 more words

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.