હાસ્ય સપ્તરંગી (19)’ હસવા માંથી ખસવું ‘-આરતી રાજપોપટ

હાસ્ય આપણી આસપાસ બનતી રોજબરોજ ની ઘટમાળ માંથી જ મળી આવતું હોય છે,તો ક્યારેક કોઈક વીતી ગયેલ પ્રસંગ કે ઘટના એવી હોય છે જેને યાદ કરતા હાસ્ય વગર નથી રહી શકતા.વડીલો આપણને કહેતા એ પ્રમાણે હસવા માંથી ખસવું થતા થતા રહી ગયું હોય એવી એક વાત અમારા દાદી કહેતા એ મારા શબ્દો માં કહું છું .

વલ્લભભાઈ તેમના પત્ની,દીકરો ને વહુ ને તેમનો એક દીકરા નો પરિવાર ગામ માં રહે.એમની ઘેર એમના બનેવી નો મુંબઈ થી એક દિવસ મેલો (કોઈક ના અવસાન નિમિતે આવતી ટપાલ) આવે છે.પ્રવીણ નું અવસાન થયું છે ભગવાન ની મરજી આગળ આપણું કશું નથી ચાલતું .એવા સમાચાર જણાવે છે.તેમના ઘેર તો આઘાત અને શોક થી સન્નાટો છવાઈ જાય છે, બહેન ના જુવાન જોધ 17-18 વર્ષ ના દીકરા ના આવા દુઃખદ સમાચાર, રોકકળ મચી જાય છે ને આખું મોસાળ ભેગું થઇ જાય છે. વહેલી તકે કા ણ લઇ મુંબઈ જવું જોય ,એવું નક્કી કરવામાં આવે છે,અને રૂબરૂ પહોંચી એ પહેલા દિલાસો દર્શાવતો એક અર્જન્ટ તાર મોકલે છે.ચાર પાંચ દિવસ પછી ની માંડ કરી ટિકિટ મળે છે,ત્યાં સુધી ગામ માં રહેતા માણસો ને મોઢે આવવા અહીં ભેગું થવું રોજ એવું નક્કી થાય છે.સફેદ સાડલા શોક નું વાતાવરણ માં ઘર ની સ્ત્રી ઓ બેઠેલી છે ને ઘુમતા કાઢી છાતી ફૂટી પોક મૂકી રડતી સ્ત્રી ઓની કે ણ બહાર ગામ થી આવે છે બધા એકબીજાને દિલાસો આપે છે રડે છે ત્યાં પુરુષો દાખલ થાય છે તેમાં મુંબઈ થી વલ્લભભાઈ ના બનેવી ને એમનો મોટો દીકરો આવે છે જોય ને નવાઈ લાગે છે કે બેન ના ઘર માં મૃત્યુ થયું છે ને આ લોકો અહીં? શું વાત હશે,બધાની વચ્ચે કેમ પૂછવું?ત્યાં ફરી હૈયા ફાટ રુદન સાથે મુંબઈ વાળા બહેન “ભાભી અરર આ સુ થઇ ગયું ,બિચારી વહુ ની પણ દયા નો આવી બગવાન ને ,હિમ્મત રાખો હવે તમારે જ એને સંભાળ લેવાની છે. ભાભી વિચારે આ બેન શું બોલે છે,ત્યાં તેમનો દીકરો દુકાને થી આવ્યો એને જોઈ ને દેવુંફુઆ બરાડો પાડે છે, “ભાઈ-ભાભી આ શું મજાક છે પ્રવીણ તો અહીં સાજો નરવો છે,તો એવો ખોટો તાર કેમ કર્યો?
‘ અમને તો મુંબઈ થી પ્રવીણ ના ખબર ની ટપાલ મળી એટલે તાર કર્યો ,પણ અમે એજ પૂછવા ના હતા કે આવે વખતે તમે લોકો અહીં? ‘
“ટપાલ …કેવી ટપાલ”?
તમે આ શું બોલો છો ,મુંબઈ પ્રવીણ ,એને શું થયું છે? એ તો ઘોડા જેવો છે.
તો આવી ટપાલ કેમ મળી તમારા હાથે લખેલી ?
અને અચાનક બધા ને ચમકારો થયો.
વાત એમ હતી કે દેવુંફુઆ નો દીકરો પ્રવીણ ખુબ મજાકિયા સ્વભાવ નો ને મોટામામા ને ત્યાં સૌનો લાડકો,એપ્રિલ મહિનો હતો તો મામા ને ઘેર બધાને એપ્રિલફૂલ બનાવવા પોતાના અકાળે અવસાન થયાનો કાગળ પોતાનાં પિતા નાં નામે લખ્યો .ગામ થી તાર મળતાં મુંબઈ માં એ લોકો વલ્લભભાઇ નો દિકરો જેનું નામ પણ પ્રવિણ હતું તેનુ અવસાન થયું છે એવું સમજ્યા ને તાર મળતાજ તરત દેશ આવવા નિકળી ગયા ભાઈ ના યુવાન દીકરા ના સમાચાર મળતાં એક દિવસ ની પણ રાહ જોયા વિના તાત્કાલિક નીકળી આ લોકો ની પહેલાં પહોંચી ગયાં .
અને આખી વાત સમજાતા દેવુંફુંઆ નો ગુસ્સો સાતમાં આસમાને ,તાબડતોબ મુંબઈ થી પ્રવિણ ને બોલવ્યો .
આવતાં જ ‘તુ મને ઘર માં જોઈ નઈ ,પગ નઈ મુકતો મારા ઘર માં આજ પછી આવી મશ્કરી હોતી હશે ,હસવા માંથી ખસવું થઇ જતા વાર લાગે?તું તો સાજો નરવો રહી અમારા માંથી જ કોક એ ભગવાન ના ઘરે મોકલી દેત ‘.વલ્લભ મામા ભાણીયા નો પક્ષ લઇ વચ્ચે પડ્યા ફુઆ ને શાંત કર્યા ને પછી બધા કેવો ગોટાળો થયો યાદ કરી પેટ પકડી ને હસ્યાં .
મુંબઈ વાળા પ્રવીણ નું તો વ્યક્તિત્વ જ એવું હતું માંડ ચાર ફૂટ ની વામન કાયા શરારતી ચહેરો અને મશ્કરો સ્વભાવ ,આવી ઇમેજ ને લીધે મુવી માં પણ નાના મોટા કોમેડી રોલ કરતા.
આજે લગભગ પચાસ વર્ષ પછી પણ આ વાત યાદ કરી બધા પેટ પકડી હશે છે.
તા.ક બંને પ્રવીણભાઈ આજે પણ જીવિત છે. એક 82 ના ને બીજા લગભગ 70 ની આસપાસ

આરતી રાજપોપટ

હાસ્ય સપ્તરંગી-(18)તાંત્રિક બગાડ-પી.કે.દાવડા

૧૯૭૦ ની આ વાત છે. ત્યારે હું લાર્સન એન્ડ ટુબરોમાં સિવિલ એંજીનીઅર તરીકે નોકરી કરતો હતો.અમારી કંપનીને Hoechst Pharmacy (હેક્સ્ટ ફાર્મસી) નામની જર્મન કંપનીનું કામ મળેલું. આ કામ માટેકંપનીએ પ્રોજેક્ટ એંજીનીઅર તરીકે મને યોગ્ય ગણ્યો હતો, કારણ કે હેકસ્ટના રેસીડેન્ટ ડાયરેકટર ડોકટરવાઘનરની છાપ ટેરર તરીકે હતી. એમની કંપનીનો એકે એક માણસ આ વાત જાણતો હતો. મને ખૂબશિસ્તબધ્ધ રીતે કામ કરવાની તાકિદ કરવામાં આવેલી.

કંપનીના સ્વછ્તાના નિયમ કેટલા કડક હતા એનો એના ઉપરથી ખ્યાલ આવશે કે ગેટમાં દાખલ થતી એકેએક ગાડીના ચારે ટાયર હોઝપાઈપથી ધોવામાં આવતા.

અમારા મજૂરો માટે અલગ ટોયલેટસની વ્યવસ્થા કરવામાં આવેલી, પણ એ જરા કામથી દૂર હતી. એકદિવસ, અમારો એક મજૂર, ઝાડની પાછળ બેસી સંડાસ કરતો સિક્યુરીટીવાળાને હાથે ઝડપાઈ ગયો. મનેસમાચાર મળ્યા એટલે હું સમજી ગયો કે આ કામ ઉપરથી આજે મારી છૂટ્ટી થઈ જવાની. દસ મીનીટમાં જમને ડોક્ટર વાઘનરનું તેડું આવ્યું.

ત્યાંસુધીમાં મેં મારો લુલો-પાંગળો બચાવ તૈયાર કરી રાખેલો કે એણે હાથેકરીને એવું નહોતું કર્યું, એ ટોયલેટતરફ જતો હતો ત્યાં એની નીકળી ગઈ. આ બચાવ મેં ગુજરાતીમાં વિચારી રાખેલો, પણ ત્યાં પહોંચ્યા પછીખ્યાલ આવ્યો કે મારે તો એમને અંગ્રેજીમાં કહેવાનું છે. તરત મેં મનમાં આવે તેવો તરજુમો કરી લીધો,અને કહ્યું, Sir, It was not a deliberate act, it was a failure of human system. ડોકટર વાઘનર ગંભીરથઈ ગયા. એમણે કહ્યું, એને તરત અમારા ડોક્ટર પાસે મોકલી આપો, એ એને યોગ્ય દવા આપશે.

અને હું હેમખેમ બચી ગયો.

-પી કે. દાવડા

હાસ્ય સપ્તરંગી -(17) આ તો કેવી અજબ જેવી વાત છે..-મૌલિક “વિચાર”

(રાગ : આ તો કેવી અજબ જેવી વાત છે)

તારી તે કેવી કડવી, છે વાણી મારી રાણી,

આ તો કેવી અજબ જેવી વાત છે.

તારું તડબૂચ જેવું મોઢું, જોઇ ઊંઘી પૂંછડીએ દોડુ,

આ તો કેવી અજબ જેવી વાત છે.

તારી ફેલાયેલી કાયા, જાણે લીમડાની ઘેરી છાયા,

આ તો કેવી અજબ જેવી વાત છે..

તારો સ્પર્શ વીજળીનો કંપ, “શ્વાસ” હવા પુરવાનો પંપ,

આ તો કેવી અજબ જેવી વાત છે..

નાક તારું ચીબું, જાણે કટાઈ ગયેલું છીબું,

આ તો કેવી અજબ જેવી વાત છે..

મન મોહક તારી અદા, જાણે હનુમાનજીની ગદા

આ તો કેવી અજબ જેવી વાત છે..

મૌલિક “વિચાર”

 

હાસ્ય સપ્તરંગી-(૧6)’જરૂરત છે એક ઘરજમાઈની’-તરુલતા મહેતા


ઓફીસથી આવી ચેતનાએ  કાર-કીને પર્સમાં સરકાવી,ફોન હાથમાં લીધો કે તરત
ટાંપીને બેઠેલાં તેના મમ્મી
રમાબા કણસતા હોય તેમ ધીમેથી  બોલ્યા,’ઓ બેટા, આ ખભો મૂઓ એવો પીડે છે કે ,
આજ તો કૂકરમાં  ખીચડી મૂકી દીધી છે.’
એમનું એકમાત્ર કન્યારત્ન  સવાયા દીકરા જેવું.ગૂગલની કમ્પનીમાં બહુ મોટી
સાહેબ છે,એવું વાતવાતમાં તેમનાથી કહેવાય જાય.
‘સાંજે ખીચડી હલકી,પેટને માટે—રમણકાકાનું બોલવું પૂરું થયું નહિ,આખા
સોફામાં વિસ્તરેલા  રમાબાનો ગોદો  પતિને એવો લાગ્યો કે સોફાને છેડેથી
તેમનું સૂકલકડી શરીર નીચે ગબડી પડ્યું.
ઓફિસેથી આવી થાકીને ઢગલો થઈ આડી પડી ગયેલી એમની દીકરી   માટે ઓફિસ અને ઘર
સરખાં જેવાં જ હતાં.ગૂગલની કમ્પનીનો બોસ વર્કની સૂચનાઓ આપ્યા કરતો —
મોટા  પગાર ખાતર  કચકચ સહી લેતી ,પણ જેવી તે ઘરમાં પગ મૂકે તેવી  મમ્મી
‘રામાયણ’ની સીરીયલ બન્ધ કરી તેનું પારાયણ ચલાવે.બિચારા પપ્પા લક્ષ્મણના
રોલમાં નીચી નજરે કાર્પેટ પર મમ્મીના સ્લીપરને જોયા કરે.
સ્માર્ટ ફોનના પડદા પર મગ્ન ચેતના કાંઈ બોલી નહિ,એટલે રમાબા મોટા સાદે
ઉવાચઃ ‘હવે એક ઘરજમાઈ શોધી કાઢવો પડશે ,ઘર સાચવે ,ઘરડાં માં-બાપની સેવા
કરે…..’
રમણકાકા ગભરાટમાં  બોલી પડ્યા,’ પછી મારું શું થશે?’રમાબાએ ઊંચા ડોળા
કર્યા ને પતિ ભોંયભેગા થઈ ગયા.
ચેતનાને કરન્ટ લાગ્યો હોય તેમ સોફામાંથી કૂદીને ઉભી થઈ ગઈ,રુમમાં  ચારે
બાજુ જોવા લાગી ખરે જ કોઈ જમડો ઘરમાં ઘૂસી ગયો છે કે શું?
‘અલી આમ સાપ કરડ્યો હોય તેમ કૂદે છે શું?’ રમાબા તેમના દુઃખતા  ખભા પર
જમાઈ  ‘આઈસીહોટ’નું  માલીશ કરતો હોય તેવું સપનું જોતા હતા.કહે ,’જો તારો
મગજનો પારો ધખધખતા ઉનાળા જેવો ‘હોટ’છે તો જમાઈ હિમાલયન પ્રોડક્ટ ‘આઈસી’
શોધીશું.
શું સમજી?’
લગ્નની વાતથી ફૂગ્ગામાંથી સૂ ..સૂ કરતી હવા નીકળે તેમ ચેતનામાંથી ચેતન
ગાયબ થઈ જતું.તેને માથે જમાઈનું વાદળ ફાટ્યુ તો  તેની દશા નાની શી
છોકરીને દેડકે તાણી જેવી થવાની,કારણ પછી તો મમ્મીની પાર્ટીમાં
ડેલિગેટ્સની સઁખ્યા વધી જવાની.પ્રેસીડન્ટ મમ્મીની  એકહથ્થુ સત્તા –
ઘરમાં   મમ્મીની પાર્ટીનું રાજ –
ચેતના ચેતનવન્તી થઈ ગઇ ,તાત્કાલિક ફોન બાજુમાં મૂકી દીધો.આગ લાગે તે
પહેલાં કૂવો ખોદવા વિચારે ચઢી.
રમાબા ખુશ થયાં.દીકરી તો જાણે ફોનને પરણી હતી.’હની’ને સ્હેજેય આઘો નહોતી
કરતી.પણ જમાઈની વાતથી ગલીપચી થઈ હશે,આ જોબની લ્હાયમાં પાંત્રીસની થઈ
ગઈ,બાકી  મનમાં કે ‘દાડાનું પૅણુ પૅણુ થયું હોય.પત્નીના હાસ્યથી
રમણકાકાને હિંમત આવી, ધીરે રહી ફરી પત્નીની સોડમાં બેઠા.રમાબા છણકો કરી
બોલ્યાં,
‘જરા લાજ રાખો ,કાલ ઉઠીને જમાઈ ઘરમાં આવશે,આવા ને આવા કાલાવેડા કરીને મને
પૅ ણી ગયા.’
ચેતના મૂળમાંથી મમ્મીની વાત કાપી નાખતા બોલી,’મારા જન્માક્ષરમાં મંગળ
છે,જમાઈનું અમંગળ થવાનું નક્કી,તમે એ વિચાર મનમાંથી કાઢી નાંખજો,હું
તમારા માટે ટિફિન મઁગાવીશ.’
રમણકાકા ગેલમાં આવી ગયા,ટાઢા પાણીએ જમાઈની ખસ ગઈ,ઉપરથી ટિફિનનું તૈયાર જમવાનું.
‘ચેતના તેં ખરેખરો રસ્તો કાઢ્યો,જીવહત્યાના પાપમાં પડવું એના કરતા
શાંતિથી જોબ કરવી —-‘
રમાકાકીએ  કૂકરની વિસલ જેવી ચીસ પાડી ‘છોકરીના બાપ છો કે કોણ છો? કુંવારી
છોકરી સાપનો ભારો એને ઠેકાણે પાડવાની દીકરીના માં-બાપની ફરજ ભૂલી ગયા?’
ચેતના ,’જમાઈનો ભારો તમે બે માથે ઉપાડવાના છો ? મારે માથે નોકરી ,ઘર
મા,બાપ બઘાનો  ભાર –હું તો બેવડ વળી ગઈ છું.ઘરમાં કંઈનું કંઈ પારાયણ
તેમાં જમાઈની વાત આ જનમમાં ભૂલી જજો ‘
ચેતના ગુસ્સામાં ખભે પર્સ લટકાવી ગરાજમાં જતી હતી ત્યાં રમાબા ‘બેટા
,મારો હાથ ઝાલીને ઊભી તો કર.’
ચેતનાએ મમ્મીનો એક હાથ પકડ્યો ને રમણકાકાએ પાપડતોડ પહેલવાનની અદાથી બીજો
હાથ પકડ્યો,સોફામાં ગુંદર હોય તેમ રમાકાકીના પાછળના બે તુંમડા કેમે કરી
ઊઠવાનું નામ લેતા નહોતા.પપ્પા ધમણની જેમ હાંફતા
દૂર ફેંકાઈ ગયા.રમાકાકીએ તક ઝડપી લીધી,ચેતનાને પટાવતા હોય તેમ કહે,
‘બેટા,એટલે કહું છું જમાઈ હોય તો તારે અમારી ,ઘરની ચિંતા ઓછી.’
ચેતનાનું મગજ ફટક્યું તેણે મમ્મીની ઝાટકણી કાઢી,’તમે શું સમજો છો ?જમાઈ
વેક્યુમક્લીનર છે તે ચાંપ દાબો એટલે ચાલુ —
રમણકાકાને જોર આવ્યું કહે,’જોજે ને વોશરની જેમ સાસુની  ધુલાઈ કરી દેશે.’
રમાકાકી પતિનો હાથ પકડી બોલ્યા’હું તમને હમણાં ડીશ વોશરમાં ધોઈ નાખું છું ‘
‘અરે આ શું માંડ્યું છે?મારી ફ્રાઈડેની સાંજનું કચુંબર કરી નાખ્યું
‘ચેતના પગ પછાડતી બહાર ગઈ એટલે
રમાકાકીએ બોમ્બનો ધડાકો કર્યો ,’કાલે સવારે મનુપ્રસાદ જોશી છોકરાના
જન્માક્ષર લઈને આવવાના છે.’

તરુલતા મહેતા 16મી સપ્ટેમ્બરે 2016

હાસ્ય સપ્તરંગી -(15) ઈન્ટરનેટ દેવ!-નિરંજન મહેતા

ઈન્ટરનેટ દેવ!

ઈન્ટરનેટ દેવ, જય હો! જય હોય! જય હો!

આપ ભલે પ્રાચીન દેવ ન હો. ભલે આપનું સ્થાન ચોર્યાસી કોટિ દેવોમાં ન હોય, પણ થોડા સમયમાં આપે લોકોમાં જે સ્થાન પ્રાપ્ત કર્યું છે તે જોઈ આપનો આ સેવક આપને કોટિ કોટિ વંદન કરે છે.

બીજા બધા દેવોનું સામ્રાજ્ય અમુક વિસ્તાર સુધી જ સીમિત છે, જેમ કે તીરૂપતિ ભગવાન દક્ષિણમાં બિરાજે છે, તો કાલકામાતા પૂર્વ ભાગમાં પ્રસ્થાપિત છે. વળી, કિસનમહારાજ મહદ અંશે ઉત્તર ભારતમાં વર્ચસ્વ ધરાવે છે.

આ તો ભારતદેશની વાત થઈ, પણ પૃથ્વીના અન્ય ખંડોમાં પણ કઈક આવો પ્રકાર જોવા મળે છે. મુસ્લિમ દેશોમાં ઇસ્લામ ધર્મ, તો યુરોપ અને અમેરિકા ખંડોમાં ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ. વળી, રશિયા તો કોઈ ભગવાનમાં ન માને. કોઈપણ દેવનો પ્રભાવ કે ભક્તગણ બધે જોવા નથી મળતા, જ્યારે આપનો પ્રભાવ અને વિસ્તાર અસીમિત છે, આપ તો સર્વવ્યાપિ છો. જ્યાં શિક્ષણ અને ટેકનોલોજી પહોંચી ગયા હશે ત્યાં આપનું હોવું અનિવાર્ય છે. થોડુંઘણું ભણેલાને આપના ભક્ત બનતા વાર નથી લાગતી. આપને અપનાવવામાં તેઓ ઉત્સુક હોય છે અને તક મળતા પોતે તો ભક્ત બને છે, પણ સાથેસાથે અન્યોને પણ ઘસડી લાવે છે, જે અન્ય ભગવાનો  માટે સહેલું નથી.

આપે થોડા સમયમાં દુનિયાભરના લોકોમાં જે સ્થાન મેળવ્યું છે તે જોઇને આપને દંડવત પ્રણામ કર્યા વગર નથી રહી શકતો.

અન્ય દેવીદેવતાઓના મંદિર કે પૂજાના સ્થાનોનો વિચાર કરતાં લાગે છે કે આપના સ્થાનો તેમના કરતા વધુ અને ઠેરઠેર છે. લોકોના ઘરમાં અને કાર્યાલયોમાં તો આપ બિરાજો છો, પણ જ્યાં જ્યાં સાયબર કાફે નામની જગ્યા છે ત્યાં ત્યાં આપનો વાસ નક્કી છે. જે લોકો પોતાના ઘરમાં આપની સ્થાપના નથી કરી શકતા તેઓ આ સ્થાનમાં આવી આપની પૂજા અર્ચના કરે છે, કલાકોના કલાકો સુધી!

પુરાતન કાળમાં અસુરો ભગવાનના ભક્તોને હેરાન પરેશાન કરતા. અર્વાચીન કાળમાં પણ આવા આસુરી તત્વો ધરાવતા લોકોની કમી નથી. તેઓ તમારા નામનો અને સ્થાનનો ગેરઉપયોગ કરીને આપના ભોળા ભક્તોને ભરમાવે છે અને તેમને છેતરી તેમની ધનદોલત હડપ કરી જાય છે. જો કે આવા આસુરી તત્વોને ડામવા પ્રયત્નો તો થાય જ છે, પણ પેલી કહેવત છે ને કે જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આવા લોકોની સંખ્યા પણ ઓછી નથી, ભલે તે મારો દેશ હોય કે દુનિયાનો અન્ય દેશ હોય. વળી ફક્ત ધન લૂટવા નહી, પણ અન્ય કુકર્મો માટે પણ તમારો ગેરઉપયોગ થાય છે. આપ આનાથી અજાણ નથી, પણ આપ લાઈલાજ છો, આવાઓને આમ કરતા અટકાવવા. એટલે તો હવે તમારા ભક્તોએ એવા સેવકો તૈયાર કર્યા છે જે રાતદિવસ આવા કુકર્મીઓને સફળ થતા અટકાવી શકે. પણ હજી તેમાં પૂરેપૂરી સફળતા નથી મળી. મને ખાતરી છે કે એક દિવસ એવો આવશે, જ્યારે તમારા નામને બટ્ટો લાગે એવા અસુરો આ દુનિયામાં નહી હોય.

પણ આપના ભક્તો જ્યારે આપનો ઉપયોગ સુકર્મો માટે કરે છે ત્યારે હું રાજીરાજી થઇ જાઉં છું, ખાસ કરીને જ્યારે શિક્ષણ પ્રચાર આપના માધ્યમ દ્વારા કરાય છે ત્યારે. વળી સંદેશાની આપલે આપના માધ્યમથી થાય છે અને તેને કારણે સમયનો જે બચાવ થાય છે તેનાથી આનંદિત થયા વગર રહી નથી શકતો. આપના જે ભક્તોને આપની ક્ષમતાની જાણ છે અને તેને યોગ્ય રીતે વાપરે છે તેવા ભક્તો સરાહનીય છે.

પ્રભુ, આપના કારણે આજે પર્યાવરણમાં બદલાવ આવી રહ્યો છે તેની શી વાત કરૂં? આપને કારણે કાગળના વપરાશમાં ઘટાડો થઇ રહ્યો છે અને હજી વધુને વધુ બચાવ થશે તેમાં કોઈ શંકા નથી. શું ઓફિસના કામમાં હોય કે અંગત કામમાં, આપના સમજદાર ભક્તો આપની વધુને વધુ સેવા કરે છે અને પર્યાવરણને સુરક્ષિત રાખવાના પ્રયાસમાં પોતાનો યથાયોગ્ય ફાળો આપતા રહે છે.

આપને કારણે ટપાલખાતાનું કામકાજ ઓછું જરૂર થયું છે તેમ છતાં તે ક્યાં હજી પણ પોતાનું કામ સમયસર અને પૂરેપૂરૂં કરી શકે છે? તમે ન હોત તો જનતાની શી હાલત થઇ હોત? આમ આપ તો અમારા જેવા ભક્તોના ઉદ્ધારક છો!

હવે તો નાના ભૂલકા પણ નાની ઉંમરે આપના ભક્ત બની જાય છે અને ન કેવળ આપના થકી પોતાના જ્ઞાનમાં વધારો કરે છે, પણ સાથેસાથે આનંદપ્રમોદ માટે પણ આપને યાદ કરે છે. હા, અતિ સર્વત્ર વર્જયતે તે આપને પણ લાગુ પડે છે અને તેને કારણે આપની વધુ પડતી સેવા તેમના માબાપો માટે માથાનો દુ:ખાવો બની રહે છે, જેથી કરીને તેઓને તમારા સાંનિધ્યમાંથી દૂર કરવા સામ, દામ, દંડ, ભેદ જેવા ઉપાયો અજમાવવા પડે છે.

આપ પ્રસન્ન હો તો આપના ભક્તોને આપની સેવા કરવાથી કેટકેટલાં લાભ મળે છે! પૈસાની લેવડદેવડ , શોખની ચીજો તેમજ ઘરની જરૂરિયાતની ચીજોને ઘેર બેઠા મેળવવી તે હવે રોજિંદુ થઇ ગયું છે અને આને કારણે રાતદિવસ તમારા ભક્તોની ફોજ વધતી જાય છે! આમાં બનાવટ કરવાવાળા અસુરો તો હોય જ છે પણ તે હાલમાં અનિવાર્ય છે.

આપના ગુણગાન ગાઉ એટલા ઓછા છે. આપ થકી આપના ભક્તો દુનિયાભરમાં ખૂણેખૂણે વસતા સ્વજનો અને મિત્રોનો ઘડીના છઠ્ઠા ભાગમાં સંપર્ક કરી શકે છે અને પ્રત્યક્ષ વાર્તાલાપ પણ કરી શકે છે. વળી, એવાય તમારા ભક્તો છે જે રાતદિવસ તમારી સેવા કરી તેમના ખોવાયેલા સ્વજનોને મેળવી શકે છે. વાહ દેવા, આપ તો સર્વવ્યાપી અને સર્વજ્ઞાની છો એટલે વધુ ગુણગાન ન કરતા આપને ફરી એકવાર દંડવત કરતા હું મારી જાતને રોકી નથી શકતો.

જય હો ! જય હો! જય હો!

નિરંજન મહેતા

હાસ્ય સ્પતરંગી-(14)મહારાજ નું ધોતિયું -ગીતા પંડ્યા

રોજ ના નિયમ મુજબ આજે પણ માલતી  સાંજે સાંજ નું વાળું પતાવી રસોડું ચોખ્ખું કરી ને , આવતી કાલે જોબ પાર લઇ જવાની વસ્તુ ઓ લંચબોક્ષ, પાણી, મુખવાસ વગેરે દૈનિક વસ્તુઓ તૈયાર કરીને ઇવનિંગ વોક લેવા માટે પોતાના કોન્ડૉઝ માંથી નીચે ઉતારી , ત્યાંજ માયાબેન પણ સાથે થઇ ગયા , માયા બેન અને માલતી  નો ચાલવાનો સમય એકજ હોવાથી બંને એકાદ કલાક ચાલતા અને રોજ ની ચિલ્લા ચાલુ વાતો થતી, ખાસ તો ક્યાં શું સેલ છે , ક્યાં શું સસ્તું છે તે બધી માયા બેન ને  ખબર હોઈ માલતી  માટે આ બધો સમય નાહોઇ સાત દિવસ  કામ કરતી હોવાથી  બધી માહિતી માયા બેન પાસેથી મળી જતી।  માયા બેન બહુજ કરકસરીયા હતા , તે માલતી  ને પણ કરકસર કરવાનું શીખવાડતા। ઘણીવાર માલતી  ને ગમતું ઘણીવાર તેને ગુસ્સો આવતો। મનમાં અને મનમાં બોલાઈ જતું ,એટલા શું ચીકણા વેળા  કરવા,

હમણાં ગણેશ ઉત્સવ ચાલતો હોવાથી મંદિરે જવાની વાતો થઇ રહી હતી, મંદિરે દરરોજ નવા નવા પ્રોગ્રામો થતા.ત્યાંજ  માલતી  ને કૈક યાદ આવી જતા ચૂપ થઇ ગઈ અને મારક મારક હોઠ બીડીને કૈક વિચારી ને હસી રહી હતી  અને માયા બેન નું ધ્યાન માલતી  પર પડ્યું અને માયાબેન ને માલતીને પૂછ્યું કે

 “અલી કેમ એકલી એકલી હસી રહી છે? શું વાત છે?”

“મને પણ કહેને હું પણ તારી જોડે હશું!”

“અમને પણ તમારી હસી માં સામે કરોને?”

અને માલતી  બોલી ” અરે યાર ! કઈ નહિ,”

 પણ બીજીજ પડે ખડખડાટ હસી પડી., મોઢા આડો હાથ ધરીને।

હવે માયા બેન ને આતુરતા થઇ કે શું વાત છે? અને પૂછ્યું।

“માલતી બેન કૈક હશયાસ્પદ  થયું લાગે છે”?

” અરે! માયાબેન , મને તો એ કલ્પના કરું છું  અને મારા ચક્ષુ સમક્ષ એ દ્રશ્ય તાદશ્ય થઇ જાય  છે.”

” અને પાછું ગમે ત્યારે યાદ આવી જય તો હસવું રોકી શકાતું નથી , અને મારા મોઢા પાર ના હાવભાવ છુપાવી શકતી નથી,

અને અને લીધે હું તકલીફ માં મુકાઈ જાવ છું “

માયા બેન બોલ્યા ” પણ અલી ? તને શું તકલીફ પડી ગઈ ?’

” શું વાત કરું, એ પ્રસંગ યાદ આવતા મારાથી  હસવું રોકાઈ નહિ અને એ ગમે ત્યારે યાદ આવી જાય છે,એમાં થઇ શું કે ચાલુ જોબ માં કે રસ્તામાં ક્યાંક યાદ આવી જય અને જો કોઈ સામે અજાણ્યું  મળે તો તેને એમ થઇ કે હું તેની સામે જોઈને હસું છું , એમાં એક વાર કોઈક મેક્સિકન મેન મને પૂછવા લાગ્યો કે ,

” કૉમોસટાસ  અમીગા ?”  એટલેકે ” કેમ છો ?”

એક વાર તો ઘરડા માજી મળીગયા મંદિર માં ,

હું હસતી હતી તો મને કહેવા લાગ્યા  ” લે મંછા બેન , એટલું બધું ચ્યમ હંસવું આવાસ ,”

હવે માયાબેન બોલ્યા, ” વાત માં મોણ  નાખમાં અને મને કહે હવે”

” તમને ખબર છે ગયા વરસે ગણેશ વિસર્જન વખતે આપણે પણ ગણેશ વિસર્જણ કરવા ગયા હતા ? “

” હા મને ખબર છે ,અને તમારા એકજ બોલે પેલા સિક્યુરિટી  ઓફિસરે આપણ ને તેની ગાડી માં બેસવા કીધું હતું, મજ્જા આવી ગઈ હતી આપણે સૌથી આગળ હતા તેથી આખું ગણેશ વિસર્જન જોવા મળ્યું હતું। પાછા વી આઈ પી ગણાય ગયા તા,” માયા બેન બોલ્યા।

“એતો મારી તીકડમબાજી “

હા તો બીજા ત્રીજા દિવસે મેં પ્રતાપ ભાઈ ને ફોન  કયો અને પૂછ્યું કે “આ વખતે શ્રદ્ધ કેટલા છે ?  “

પ્રતાપ ભાઈ ફોન ઉપાડે નહીં , પછી ત્રણ ચાર દિવસ પછી હું મંદિરે ગઈ અને પ્રતાપ ભાઈ ને પૂછ્યું કે “મહારાજ ફોન કેમ ઉપાડતા નથી?”

મહારાજ બોલ્યા  કે ” શું વાત કરું ? માલતી  બેન ફોન પાણી માં પડી ગયોઃ નવો ફોન  નો ઓર્ડર આપ્યો છે। “

 મહારાજ બહુ દૂખી હતા ,કારણ ફોન માં બધાજ કોંટેક્ટ નંબર  હતા અને તે જતા રહ્યા હતા। મહારાજ ની રોજી રોટી। કોઈ ને ઘરે લગ્ન ,જનોઈ કથા  વગેરે વગેરે।

માટેના કોન્ટેક્ટ ,

મેં પૂછ્યું કે ” કેમ કરતા ફોન પાણી માં પડી ગયૌ ?”

મહારાજ કહે ” શું વાત કરું,, ગણેશ વિસર્જન વખતે બધા લોકો પોતપોતાના નાના મોટા ગણપતિ બાપા ને પાણી માં વસર્જન કરી રહ્યા હતા આપણા મંદિર ના પણ મોટા ગણપતિ નું વિસર્જન થવા જય રહ્યું હતું , અમે એટલેકે હું અને વિરાજ મહારાજ બંને સ્લોક બોલી રહ્યા હતા

તમને તો ખબરજ છે કે વિરાજ ભાઈ  છ ફુટ હાઈટ ના હશે અનેપાછા  વજન વાળા પણ ખરા,  મજબૂત બાંધા  ના  છે  ,

અને હું?  મારુ તો વજન માંડ  માંડ  ચાલીશ કિલો ને આંબતું હશે,!

તો વિસર્જન ચાલી રહ્યું હતું , અને આપણા મંદિર ના ગણપતિ મહારાજ નું વિસર્જન થવા લાગ્યું।

 ને મરચા રેડિયો  વાળા નું ટોળું ગણેશ વિસર્જન માં મદ્દદ કરી રહ્યું હતું,

વળી વિરાજ મહારાજ ને શું થયું તો મને કહે “પ્રતાપ ચાલ આપણે પણ ગણેશ વિસર્જન માં મદદ કરીએ ,એટલે હું અને વિરાજ મહારાજ પાણી તરફ ચાલ્યા ,પાણી છીછરું  હતું અને વિરાજ ભાઈ જરા બે ડગલાં ચાલ્યાજ હશે અને લપસ્યા , અને ધુમમમ ,કરતા પાણીમાં પડ્યા, અરે પાણીમાં પડ્યા તો પડ્યા પણ સાથે મને કહે પ્રતાપ પક્કડ મને ! હવે હું ક્યાં તેને બચાવવાનો હતો , હું પણ ગયો પાણી માં ,

વીરાજ ભાઈ નું ધડ  પાણી માં અને બે પગ  ઉપર દેખાય , એમાં એક પગ માં ચંપલ અને બીજા માં નહિ,

અને માલતી  બેન હું આખો પાણીમાં , મારો સેલફોન , વોલેટ બધું પલાળી ગયું,

અને પાછા બને એકબીજાને પકડી ને પાણીની બહાર આવવા કોશિશ કરીએ તેમ તેમ બંને લાપસીએ।  પછી બીજા બધા ની મદદ થી  અમને બંને ને બહાર કાઢ્યા। , અરે માલતીબેન પાછું અધૂરામાં પૂરું થોડી થોડી ઠંડી ચાલુ થઇ ગઈ હતી , અમે બંને એ પાતળું ધોતિયું અને પાતળી બંડી પહેર્યા હતા બને જન થર  થર  કંપતા  હતા.

“માલતી  બેન શુ  વાત કરું હૂતો પાંદડા ની જેમ થર  થર  ધ્રૂજતો હતો.ચંપલ ખોવાયા, પૈસા નું વોલેટ જ્યાંત્યા ભીનું મળ્યું , સેલફોન ડેડ થઇ ગયો.આ ત્રણ દિવસ થી મંદિર માં મંજીરા વગાડું છું। “પ્રતાપ ભાઈ રડમસ ચહેરે બોલ્યા।

મેં કીધું ” હાઈ હાઈ  ! પછી?”

પાછું શું હું અને વિરાજ મહારાજ ટ્રક માં જય ને ગણપતિ બાપાના ઓઢાડવાના ઓઢા થી અમે બંને ઓઢી ને બેસી ગયા.અને જેમ તેમ ઘરે પહોંચતા। મને તો મહારાજ ની સામેજ ખડખડાટ હસવું આવી ગયું ,, આંખ  માં થી આંસુ નીકળી ગયા. કારણ પ્રતાપ મહારાજ તો નિર્દોષતા થી તેની  કથની સંભળાવી રહ્યા હતા પણ મારી તો નજર સમક્ષ એ દ્રશ્ય ફિલ્મ ની જેમ ભજવાઈ રહ્યું હતું।

માયા બેન બોલ્યા ” માલતી  બેન ,તમને નથી ખબર ? તેજ દિવસે જયારે ગણપતિ બાપાને સવોય સ્ટોર પાસેથી બેન્ડવાજા સાથે સરઘસ નીકળ્યું ત્યારે પણ વિરાજ મહારાજ ટ્રક પરથી ઉતારવા જતા ટ્રક ની પાછળ નું બીજી ટ્રક જોડવા માટેની ડીટચ  માં તેનું ધોતિયું ભરાયું અને તેને ગુલાંટ મારી દીધીહતી. ધોતિયા ની કાછડી  થોડી ઢીલી થઇ ગઈ હતી પણ વાંધો આવ્યો ના હતો.”

માલતી  ખડખડાટ  હસી પડી।

માલતી  ને યાદ હતું આ વખત ના નવરાત્રી ના ગરબા વખતે પણ મહારાજ નું ધોતિયું પેલા સ્ટોપ સાઈન ના કેસરી રંગ ના કોન માં ભરાયેલું અને ત્યાં તેને ગબરડી મારીદીધી હતી ,

માલતી  અને માયા બેન હસી હસી ને બેવડ વળી ગયા।

માલતી  બોલી કે ” સારા કર્મો થી હાડકા ટાંટિયા નો ભાંગ્યા તે સારું થયું , મહારાજ પુણ્યશાળી છે। “

માલતી  એ છેલ્લો ટહુકો કર્યો કે “આ ધોતિયા ની ધમાલ ચાલ્યાજ કરતી હોઈ છે “

“ચાલો ત્યારે માયા બેન જયશ્રીકૃષ્ણ, ગુડ નાઈટ।

હાસ્ય સપ્તરંગી-(૧૩) સારું થયું-સાક્ષર ઠક્કર

લગ્ન નક્કી થયેલ છોકરાનું ગીત – 

(રાગ – મસ્ત હુઆ, બરબાદ હુઆ – અસરાર અલી)

સારું થયું,

ઘણું સારું થયું,

મારું આ હૈયું, હવે તારું થયું…

સારું થયું,

ઘણું સારું થયું,

તારું આ હૈયું, હવે મારું થયું…

પપ્પાની ચિંતા સઘળી ટળી ગઈ,

મમ્મીને વહુ મળી ગઈ,

જન્માક્ષરોના ઢગલામાંથી

જબરી તું જડી ગઈ,

જન્માક્ષરોના ઢગલામાંથી,

જ્યારે તું જડી ગઈ,

તો પછી સારું થયું,

ઘણું સારું થયું,

મારું આ હૈયું, હવે તારું થયું…

ભાઈબંધોને મળીશ હું જ્યારે મારીશ મોટા ફાકા,

“પૈણીશ ક્યારે?” પૂછશે નહિ હવે મામા માસી કાકા,

પંડિતોને કહી દો સારા ચોઘડિયાઓ આપો,

હોલ બુક કરો, ડીજે રોકો, કંકોતરીઓ છાપો.

કેમકે પછી સારું થયું,

ઘણું સારું થયું,

મારું આ હૈયું, હવે તારું થયું…

લોકો કહે છે લગ્ન પછી થશે સુખનું પૂર્ણવિરામ,

આઝાદી છીનવાઈ જશે પોકારશો ત્રાહિમામ.

લોકોનું તો કામ છે એવું બધી જગાએ નડશે,

હું તો ખુશ છું મારી માટે જીવનસાથી મળશે.

તો પછી સારું થયું,

ઘણું સારું થયું,

સગપણ તારું મારું થયું…

– સાક્ષર ઠક્કર

હાસ્ય સપ્તરંગી- (૧૨)ખીચડી-પન્ના શાહ

શુભ સવાર . બેઠક નો આ મહિના નો વિષય હાસ્યરસ પિરસવાનોછે . જોવા જાઓ તો હાસ્ય રમુજ ટીખળ વિનોદ આપણી સમીપ જ મમરાતું રહેતું હોય છે. હાસ્ય ઘરોઘર માં ગુંજતું રહેતું હોય છે . ઘણીવાર દુ:ખ મા વિરહ માં પણ હાસ્ય રસ પેદા થતું હોય છે. એક વ્યક્તિએ ખુબ સરસ કહ્યું છે કે ખીચડી એક એવી વાનગી છે જે લોકોના ઘર કરતા મગજમાં વધારે રંધાય છે.હું કોઈ વિષય લઈ ને નથી આવી પણ રોજબરોજ ની બનતી ઘટના ને મરમર કરવા ની છું.
સૌ પ્રથમ ઘર ની જ વાત ને લઈશું . બાળકો પણ હાસ્ય રસ ને વેરવા માં કમ નથી હોતા . બા દાદા મા પાપા ની વાતો ને સાંભળી રમુજ પેદા કરે ને સાથે સાથે વડીલો ને અસમંજસ માં પણ મુકી દે.
ક્યારેક દાદીમા હજારો કાઢે, જુવો ને આજકાલ ના ભાયડાઓ ( તેમના છોકરાઓ ને સંબોધી ને) બાયડીના થઈ ગયા છે. બાયડી કહે તેટલું જ બોલવા નું , ને કહે તેટલું જ કરવા નું . વહુઘેલા . એકરાર એક સ્વજન તેમના સ્વજન ની ખબર કાઢવા તેમના ઘરે ગયા. લાંબા સમય પછી આવેલ એટલે ઘર ની દોર જેમના હાથ મા હતી તેવા president “દાદીમા” એ આવનાર સ્વજન ને રાત નું ભોજન નું કહેણ આપી રોકી લીઘાં. સ્વજન તો વાતો મા એવા તલ્લીન થઈ ગયા કે સમય ક્યાંય પસાર થઈ ગયો તેની ખબર ના પડી . સ્વજન બેઠા હતા ત્યાં ઘરનું નાનકડું બાળક દોડંદોડી કરતું રમવામાં મસગૂલ હતું . સ્વજને બાળક સાથે બાળ સહજ રમત કરવા માંડી . નામ શું છે? પાપા નું નામ! મમાનું નામ ! દાદા બા વગેરે . તને શું ગમે ! ને વાત વાત મા પૂછ્યું તને પાપા ગમે કે મમા! તું કોનું કહ્યું માને ! પાપા કે મમા! બાળસહજ નિર્દોષ ભાવે બાળક બોલી ઊઠ્યું “”મમા નું”” પાપા નું કેમ નહી બેટા!!!! દાદી જ કહે છે પાપા મમા નું કહ્યું માને એટલે મારે પન મમા નું જ કહ્યું માનવું પરે ને ભાઈ ! નઈ ને દાદી ! આવનાર સ્વજન ને તો હાસ્ય રસ પ્રસાદ મળી ગયો . ને દાદી ની દશા શું થઈ હશે !!!! સમજી ગયા ને !!!
આવું જ જ્યારે બે મિત્રો ઘણા વરસો પછી ભેગા થાય ત્યારે ટીખળ રમુજ પેદા થાય . એકવખત બે અલગઅલગ પરિવાર ઊનાળાની રજાઓ ગાળવા hill station પર ગયા . સિમલા કુલુ મનાલી ની નૈસર્ગિક વાદીઓ ની મજા લુંટી રહ્યા હતા ત્યારે તે બે પરિવાર માના એક ભાઈ એ બીજા પરિવાર મોભીભાઈ ને બુમ પાડી, ” અલ્યા એ પકલા પોપટીયો તું ! યાર કેટલા વરસો પછી!!!! પેલા ભાઈ પણ બોલી ઊઠયાં, ” અલ્યા , સુરીયા લોચારીયો તું! ને બન્ને વરસો પછી એકબીજા ને મળી ભેટી પડયા, આંખમાંથી લંગોટીયા યાર ની જુની યાદો તાજી થઈ ગઈ . બન્ને ના પરિવાર તો તેમની જુની અદામાં વાતો સાંભળી હાસ્ય નો લહાવો લુંટી રહ્યા હતા . ત્યાં પ્રકાશે તેના મિત્ર સુરીલ ને એજ જુની અદા થી સંપુણઁ ઘર નો ઇતિહાસ જાણી લીધો . સુરીલે તેના મજાકીયા સ્વભાવ ની ઝાંખી કરાવી દીધી. એ ભાઈ જોડે છે તે ભાભી ને!! શું છૈયા છોકરાં !! પ્રકાશ ઊવાચ, ઊપરવાળા ની દયા થી બે દીકરા એક દીકરી . સુરીલભાઈ બોલી ઊઠ્યા , ” તારી ઉપર કોણ રહે છે ! ? તારે તો ભઈ, ઘીકેળાં!!!!!
કહેવા નો આશય એટલો જ હાસ્ય પિરસવાનોછે ની કળા આપણી ” અત્ર તત્ર સર્વત્ર ” પથરાયેલી છે.
તમે કહેશો કે વિરહ, વેદના રંજ દુ:ખ મા તે વળી હાસ્ય ક્યાંથી છુપાયેલું હોય. ક્યારેક એક વ્યક્તિ ની વેદના ના શબ્દો તેના માટે લાગણી ના તંતુ હોય પણ આપણા માટે હાસ્ય નું મોજું હોય . આ વેદના ના તાર મા ક્યારેક આપણે પણ હોઈ શકીએ. આ એક સાચી બનેલી ઘટના છે.
લગભગ ચાલીશ વર્ષ ઉપર ની આ ઘટના છે. હું લગભગ દશ બાર વર્ષ ની . અમારા સાથી મોટા માસા નું નિધન થયું હતું. પહેલા ના સમય માં મરણ થાય તો લોકાચાર માટે ખરખરો કરવા સ્વજનો લોકિક કરતા. આજ ની જેમ એક દિવસ નું બેસણું ના હોય . મરણ પાછળ ની ઉત્તરક્રિયા ની વિધિ ચાલે ત્યાં સુધી સગાવહાલાઓ સમુહ મા મળવા આવે. મરણ પાછળ સ્ત્રી પુરુષો મરસિયા ગાતા. કોઈ ને દો મરસિયા ગાતા ના આવડે તો હાંસી ને પાત્ર બને.થોડંુક પણ આવડવું જોઈએ . ક્યારેક માણસ ને ડૂમો ભરાઈ જાય પણ રડી ના શકે.આંખ માથી અશ્રુ પણ ના નીકળે . અકળ પરિસ્થિતિ પેદા થાય. મરસિયા આવડે નહી . આ બધી પરિસ્થિતિ નો સામનો અમારા માસીયાઈ ભાઈ ને થયો . રડવું હતું, કહેવું હતું , લાગણી વ્યક્ત કરવી હતી પણ કરી શકતા ન હતા. બેસણાં મા બધા વચ્ચે થોડીથોડી વારે ઊભા થઈ પાણી ની ટાંકી પાસે જઈ રુમાલ ને ભીનો કરી આંખો ને લુછતાં લુછતાં બહાર આવી બેસી જતા . સ્વજનો તેમને આશ્વાસન આપે ને કહેતા ભાઈ બહુ ના રડીશ !!!! તે તો તારા બાપુની ની વિશેષ સેવાચાકરી કરી છે!!! ભાઈ પરણિત હતા તેથી તેમના સાસરીપક્ષ માંથી બધા લોકિત કરવા આવેલા. ઘર માં બન ભાભીઓ માસીઓ કાકી ફોઈઓ ને કહી રાખ્યું તું કે જ્યારે લોકિત નો વારો આવે ત્યારે તમે બધા મને સાથ આપજેા !! હું બોલી રહ્ું પછી બઘાએ “”હાય હાય “” બોલવું .
તેમણે ગાયેલા મરસિયા ના લગણીસભર શબ્દો નીચે મુજબ હતા . આ મરસિયા ના શબ્દ વાંચ્યા પછી આપણને હાસ્ય ની વેદના છુપાયેલી જોવા મળશે . મરસિયા ના શબ્દ આ પ્રમાણે હતા!!!!
ભાઈ — કડવાં તુરીયા,
શોકાતુર વૃંદ —- હાય હાય
ભાઈ — વાડે વરિયા ,
શોકાતુર વૃંદ — હાય હાય
ભાઈ — ક્યારે વરિયા,
શોકાતુર વૃંદ — હાય હાય
ભાઈ — ક્યાંથી વરિયા ,
શોકાતુર વૃંદ— હાય હાય
ભાઈ—– કેમે વરિયા ,
શોકાતુર વૃંદ — હાય હાય
ભાઈ- — નહોતું ધાર્યું ,
શોકાતુર વૃંદ — હાય હાય !!!!!!!!!!!!!
ને છાતી એથી પગ સુધી હાથ લઈ ડૂસકાં સાથે બોલતા “” હતાં ત્યારે આટલે ને ગયા ત્યારે આટલે. હતા ત્યારે !!!!!!!!!!!!!!!
આજે અમારા આ ભાઈ લગભગ પંચોતેર ની નજદીક આવી ગયા છે પણ આ મરસિયા પાછળ માસા ને યાદ કરી વિરહ માં પણ રમુજ કરી લે છે. આ હાસ્ય વિરહ રસ થી ભરેલી ઘટના મા આપણે પણ હાસ્ય ને પાત્ર હોઈ શકીએ તેવું હું પોતે માનું છું . હાસય ને મૌલિકતા સભર વહેતો મુરલી નો મારો પ્રયત્ન તમને સૌ ને હલાવશે હસાવશે એ ચોક્કસ છે.
બસ , બધા હસતા રહો હસાવતા રહો . હસે તેનું ઘર વસે, બાકી બધા ફસે . “બેઠક ના હાસ્ય દરબારમાં ” સૌ ને ખિલખિલાટ મુકતમને હસતાં રહેવાની શુભભાવના સાથે વિરમીશ. !!!! જયશ્રી કૃષ્ણ . જય હાસ્ય .

પન્ના શાહ

આઝાદી પહેલાનું હિન્દુસ્તાન

 

૧૫ મી ઓગસ્ટે અંગ્રેજોએ જે હિન્દુસ્તાનને આઝાદી આપી, એ પહેલાનું હિન્દુસ્તાન કેવું હતું એની કલ્પનાઆજની પેઢીને નહિં હોય. આ ટુંકા લેખ દ્વારા હું એ સમયનું ચિત્ર રજૂ કરવાનો પ્રયત્ન કરૂં છું.

હિન્દુસ્તાનનો આસરે ૭૫ ટકા ભાગ અંગ્રેજોના સીધા તાબામાં હતો, જ્યારે બાકીનો ૨૫ ટકા ભાગ નાનામોટારાજાઓ અને રજવાડાઓના તાબામાં હતા. આ બધા રાજાઓ અને રજવાડાઓ અનેક પ્રકારની સંધિઓ દ્વારાઅંગ્રેજોની આણ નીચે જ રાજ કરતા. એમણે અંગ્રેજોની સર્વોપરિતા(Paramountcy) સ્વીકારેલી. આવારાજ્યોની કુલ સંખ્યા ૫૬૫ હતી. માત્ર ચાર રાજ્યો, હૈદ્રાબદ, મૈસુર, કાશ્મીર અને વડોદરા વિસ્તારમાં મોટાહતા.

અંગ્રેજોના સીધા તાબાવાળો હિસ્સો બ્રિટીશ ઈન્ડીયા તરીકે ઓળખાતા, અને રાજારજવાડા વાળો પ્રદેશપ્રિન્સલી સ્ટેટ્સ તરીકે ઓળખાતો. આ બન્ને પ્રદેશો મળી આખો પ્રદેશ ઈન્ડિયા તરીકે ઓળખાતો.

આ સિવાય દીવ, દમણ અને ગોવામાં પોર્ચુગીઝ સરકારની અને પોંડીચેરીમાં ફ્રાંસની સરકારની હકુમતહતી, જે બ્રિટીસ સરકાર સાથે કરાર બધ્ધ હતા.

બ્રિટીસ ઈન્ડિયા ૧૭ પ્રાંતોમાં વહેંચાયલો હતો. અજમેર, આન્દામાન-નિકોબાર, આસામ, બલુચિસ્તાન,બંગાલ, બિહાર, મુંબઈ, સેંટ્રલ પ્રોવિન્સ, કુર્ગ, દિલ્હી, મદ્રાસ, નોર્થ-વેસ્ટ ફ્રંટીયર, ઓરીસા, પાન્થ-પિપ્લોદા,પંજાબ, સિંધ અને યુનાઈટેડ પ્રોવિંસ. પ્રાંતના વિસ્તાર પ્રમાણે ગવર્નર, લેફટેનન્ટ ગવર્નર કે કમીશનરનીદ્વારા આ પ્રાંતોના વહીવટી માળખા ચાલતા. બધા પ્રાંતો અને પ્રિંન્સીસ્ટેટ્સ વાઈસરોયની સત્તા હેઠળ હતા.

રાજા-રજવાડાઓ સાથેની સંધિમાં ત્રણ મુખ્ય વાતો ઉપર અંગ્રેજોનો સંપુર્ણ અધિકાર હતો. આ ત્રણ વાતોએટલે (૧) વિદેશ વ્યહવાર (૨) સંરક્ષણ (૩) રેલવે અને સંદેશ વ્યહવાર. કોઈપણ રાજ્ય અંગ્રેજોની રજાવગર, પરદેશ સાથે કોઈપણ પ્રકારનો વ્યહવાર કરી ન શકતા, રાજ્યોને પોતાનું સૈન્ય, હવાઈ દળ કેનૌસેના રાખવાની છૂટ ન હતી, અને તાર ટપાલ અને રેલ્વે ખાતા ઉપર અંગ્રેજોનો કબ્જો હતો. દરેક મોટાઅને મધ્યમ કદના રાજ્યમાં એક અંગ્રેજ અમલદાર (રેસિડ્ન્ટ) રહેતો, એ બધી વાતો ઉપર કડક નજરરાખતો. રાજાઓ રેસિડન્ટની રજા વગર કોઈપણ મોટા નિર્ણય લઈ શકતા નહિં. રાજ્યોને પોતાના કાયદાઘડવાની છૂટ હતી, પણ અંગ્રેજોના કાયદાઓનું પણ પાલન કરવું પડતું. અંગ્રેજોની રજા લઈ, સ્થાનિકપોલીસ ખાતું રાખવાની છૂટ હતી. કેટલાક રાજ્યોમાં પોતાનું ચલણ હતું. દરેક રાજ્યે એક મુકરર રકમબ્રિટીશ સરકારને દર વરસે આપવી પડતી.

બ્રિટીશ પ્રાંતોની જેમ આ રાજાઓના રાજ્યો પણ સીધા વાઈસરોયની આણ નીચે હતા. આ રાજારજવાડાઓનું માન જાળવવા એમને જાત જાતના ઈલ્કાબ આપવામાં આવતા, અને એમને અલગ અલગ સંખ્યામાં તોપોની સલામી આપવામાં આવતી. તેઓ ઈંગ્લેંડ જાય ત્યારે બ્રિટનના રાજા કે રાણીને મળીશકતા.

બીજા વિશ્વયુધ્ધ પછી બ્રિટનની સૈન્ય શક્તિ અને આર્થિક શક્તિમાં ખૂબ ઘટાડો થયો હતો. વિશ્વના દેશોનું અને ખાસ કરીને અમેરિકાનું પણ બધા દેશોને સ્વતંત્રતા આપવાનું બ્રિટીશરો ઉપર દબાણ હતું. ગાંધીજી અને અન્ય નેતાઓની આગેવાની હેઠળની સ્વતંત્ર માટેની લાંબી ચળવળ, નેતાજી સુભાષ બોઝની આઝાદ હિન્દ ફોજ, ૧૯૪૬ ના નૌસેનાનોબળવો, અને હિન્દુ-મુસલમાનોના કોમી દંગાથી પણ અંગ્રેજો ડરી ગયા હતા. આખરે ૨૦ મી ફેબ્રુઆરી ૧૯૪૭ ના વડાપ્રધાન એટલીએ જાહેર કર્યું કે

(૧) બ્રિટીસ ઈન્ડિયાને મોડામાં મોડું જુન ૧૯૪૮ સુધીમાં સંપૂર્ણ સ્વાયતા આપવામાં આવશે.

(૨) રજવાડા સાથેના સંબંધોનો વિચાર બ્રિટીસ ઈન્ડિયાના હસ્તાંતરણની તારીખ નક્કી થાય પછી કરવામાંઆવશે.

૩ જી જુન ૧૯૪૭ ના માઉંટાબેટન પ્લાનની જાહેરાત કરવામાં આવી. આ પ્લાન પ્રમાણે

(૧) હિન્દુસ્તાનના ભાગલા કરવાનો સિધ્ધાંત બ્રિટનને મંજૂર છે.

(૨) નવી સરકારને Dominion Status આપવામાં આવશે.

(૩) કોમનવેલ્થમાં રહેવું કે નહિં તેનો નિર્ણય ભારત અને પાકીસ્તાન કરી શકશે.

(૪) રાજા-રજવાડાના રાજ્યોને કોમનવેલ્થમાં સામીલ નહિં કરવામાં આવે.

કોંગ્રેસ અને મુસ્લીમલીગના નેતાઓ સાથેની અનેક વાટાઘાટો પછી, વાઈસરોય માઉન્ટબેટને સ્વતંત્રતા માટે૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ ની તારીખ નક્કી કરી.

હિન્દુસ્તાનના ભાગલા પડતાં બ્રિટીસ ઈન્ડિયાના ૧૭ માંથી ૧૧ પ્રાંત ભારતના તાબામાં આવ્યા,બલુચિસ્તાન, નોર્થ-વેસ્ટ ફ્રન્ટીયર અને સિંધ આ ૩ પ્રાંત પાકીસ્તાનના તાબામાં આવ્યા, અને પંજાબ,બંગલા અને આસામ આ ૩ પ્રાંતના ભાગલા પાડવામાં આવ્યા.

ભારતની સીમાઓમાં આવેલા બધા રાજા-રજવાડા, સરદાર પટેલેની કુનેહથી થોડા સમયમાં જ ભારતમાંવિલય થઈ ગયા, કેટલાક રજવાડા, જેવા કે જૂનાગઢ અને હૈદ્રાબાદ, સામે બળ વાપરવું પડેલું, કાશ્મીરઉપર પાકીસ્તાને હુમલો કર્યો એટલે કાશ્મીરે પણ જોડાણ સ્વીકાર્યું. દિવ, દમણ, ગોવા સામે બળ વાપરવુંપડેલું. ફ્રાન્સે પોંડીચેરી શાંતિથી સોંપી દીધું.

અને આ રીતે આજના ભારતની સીમાઓ અંકિત થઈ શકી.

-પી. કે. દાવડા

ગુલાબડોસી (હાસ્યનિબંધ) – જ્યોતીન્દ્ર દવે

મિત્રો,

આ મહિનાનો વિષય હાસ્ય છે, તો આપણા જાણીતા હાસ્ય લેખક શ્રી જ્યોતીન્દ્ર  દવેને યાદ કરીએ .

મારા મોસાળમાં આગલા બે ખંડ પછી એક ચોક, તેની પાછળ રસોડું ને રસોડાના પાછલા બારણા પછી નાનકડી ગલી જેવો રસ્તો, એ રસ્તાના એક છેવાડે ‘હમણાં પડું છું, હમણાં પડું છું’ એમ કહેતું હોય તેવું, કમરમાંથી વાંકું વળી ગયેલું ઝૂંપડી જેવું મકાન હતું. એ મકાનમાં એક ડોસી રહેતાં હતાં. એનું નામ હતું ગુલાબ. પણ એ ગુલાબની બધી પાંખડીઓ ખરી ગયેલી અને માત્ર સૂકી દાંડી જ રહી ગયેલી. ગુલાબડોસીનાં બધા સગાંવહાલાં પરધામ પહોંચી ગયેલાં. એક પુત્રીની પુત્રી હયાત હતી. પણ તે પરગામ પોતાને સાસરે રહેતી. એટલે કે એક જીર્ણ મકાનમાં એ મકાન જેવાં જ જીર્ણ ગુલાબડોસી એકલાં રહેતાં હતાં.

એમને ખાસ કામ રહેતું નહિ. એટલે એમણે મને સવારે નવડાવવાનું કામ માગી લીધું. સવારના પહોરમાં મારી ઊંઘ પૂરી થાય ન થાય તે પહેલાં ડોસી આવી પહોંચતા. અડધા ઊંઘટ્ટા મને ઉપાડીને નવડાવવા લઈ જતાં. ખળખળતું ગરમ પાણી પહેલીથી જ તૈયાર કરી રાખ્યું હોય. મોટી કૂંડીમાં એ પાણી આરામ લેતું પડ્યું હોય તેમાં મને દિશાવસ્ત્ર (વસ્ત્રવિહિન) બનાવી ડોસી એક ડૂબકી ખવડાવે. ઝબકીને હું જાગી ઊઠું ને મોટી ચીસ પાડું. ડાડી થોડું ઠંડુ પાણી ઉમેરે. પછી એક-બે-ત્રણ-ચાર લોટા શરિર પર રેડે. હું મોટેથી રડવાનો પ્રયત્ન કરું પણ પાણી મોંમા આવતાં અવાજ અધૂરો – ઉધરસ સાથે મિશ્રિત થઈને નીકળે. ડોસી મને ઊંધો કરીને પાછા ચાર લોટા પાણી રેડે. મોંમાથી પાણી નીકળી જતાં મારો અવાજ પણ બુલંદ બને. ગરમાગરમ પાણીના શેકને લીધે મારા શરિરે રાતો રંગ પકડવા માંડ્યો હોય, પણ પૂરેપૂરી જોઈએ તેટલી રતાશ હજી આવી નથી એમ લાગવાથી ડોસી કરકરા, જાડા ટુવાલથી ખૂબ જોરથી મારા ડિલને ઘસવા માંડે. એ ઘર્ષણક્રિયા સાથે જ મારી રોદનક્રિયા વેગ પકડે.

શિશુવયમાં મારો અવાજ મોટો હતો. તેમાં ઘર્ષણનું ઉદ્દીપન કારણ મળતાં એ ખૂબ મોટો તેમ તીવ્ર પણ બનતો.

મારા માતામહનાં માતા તે કાળે જીવતાં હતાં. નેવુંની નજીક પહોંચ્યાં હતાં. પણ થાક્યા વગર ઘરનાં પરચૂરણ કામો કુટુંબીઓના વિરોધ છતાં કર્યે જતાં. તે કાને મારો અવાજ પડતાં એ, એ ઉમંરે થઈ શકે તેટલી ઝડપથી આવી પહોંચતા.

‘તારું નખ્ખોદ જાય રે ડોસી’ તારા પોતાના ઘરનાં બધાંને તો વળાવી ચૂકી તે હવે છોકરાને મારી નાખવો છે? ટુવાલ ઘસીઘસીને એને છોલી નાખ્યો. અભાગણી, જોતી નથી, છોકરો કેટલો લાલ લાલ થઈ ગયો છે?’
‘માજી, તમને પગે લાગું. પણ આમ દા’ડે-કદા’ડે કડવું ન કે’તા હો તો?’
‘પણ છોકરાને આવી રીતે ઘસી નાખવતો?’
આવું લગભગ રોજ થતું. હું મોટો થયો એટલે આ ક્રિયાની ઈતિશ્રી થઈ.

થોડા મોટા થયા એટલે હોળીના દિવસોમાં મહોલ્લાનાં છોકરાઓ વાંસની દોરડીની મદદ વડે ઠાઠડી બનાવતા. તેમાં ઘાસ નાખી માનવ-આકૃતિ જેવી રચના કરી ઉપર વસ્ત્રનો કકડો પાથરતા ને ચાર છોકરા એને ખભે ઊંચકી ગુલાબડોસીના નામની પોક મૂકતા, ‘ઓ રે! મારાં ગુલાબ ડોસી! તમને એકાએક શું થઈ ગયું?’ ઠાઠડી પાછળ છોકરીઓ ચાલતીને ‘ગુલાબડોસી હાય ! હાય ! હાય ! હાય ! ગુલાબડોસી’ એમ કહીને એના નામનાં છાજિયાં લેતી.

એ ઠાઠડી ઊંચકનારો એક છોકરો, હડકાયું કૂતરું કરડવાથી મરણ પામ્યો ને છાજિયાં લેનાર બે છોકરીઓ કોઈક અકસ્માતનો ભોગ બની પરલોક સિધાવી ને મોટેરાંઓએ ગુલાબડોસીની ઠાઠડી કાઢવાની કે એનાં નામનાં છાજિયાં લેવાની સખ્ત મનાઈ ફરમાવી.

એકવાર સંક્રાન્તિના પ્રસંગે મારા મોસાળની અગાસી પર હું પતંગ ચગાવવા ચડ્યો હતો. ત્યારે કોઈકનો કપાયેલો પતંગ આકાશમાં ડોલતો ડોલતો ધીમે ધીમે નીચે ઊતરતો આખરે પડ્યો ડોસીના છાપરા પર. અમારી અગાસીની બાજુમાં જ પણ એનાથી થોડેક નીચે ડોસીના ખખડધજ મકાનનું, એ મકાનને અનુરૂપ એવું, છાપરું હતું.

અગાસીમાંથી ભૂસકો મારી ડોસીના છાપરા પર પડેલો પતંગ લઈ આવવાને મેં કમર કસી. ‘યા હોમ કરીને’ પડ્યો પણ છાપરાએ કહ્યું ‘ફતેહ છે આઘે.’
‘આવો અત્યાચાર સહન કરે તે બીજા, હું નહિ’ એમ કહેતું હોય તેમ એ છાપરું કમરમાંથી વળી ગયું. પછી ટટ્ટાર થવાનો પ્રયત્ન કર્યો અને આટઆટલો પરિશ્રમ અત્યંત ભારે પડ્યો હોય તેમ આખરે એ તૂટી પડ્યું. એ આવીને પડ્યું તો ખરું, પણ એકલું નહિ. જેનો આરંભમાં સંગાથ કર્યો તેને અંત સુધી સાથ આપવો એવી ઉદાર આર્યનીતિને અનુસરીને છપરાંએ મને પણ પોતાની સાથે લીધો.

થોડાંક આખાં, બાકીનાં ભાંગીને અડધાં થઈ ગયેલાં નળિયાં, છાપરાંની વાંસની વળીઓ, સારા પ્રમાણમાં ધૂળ ને કચરો અને હું, ‘મા પાવા તે ગઢથી ઊતર્યા’ નો ગરબો ગાતાં હોય એમ પડ્યાં ગુલાબડોસીના પહેલા માળના ઓરડામાં. જાણે ધરતીકંપ થયો હોય તેમ પહેલાં ધ્રૂજી ઊઠ્યો ઓરડો ને પછી ધ્રૂજી ઉઠયાં ગુલાબડોસી. થોડીવાર તો ડોસી સ્તબ્ધ બનીને જોઈ રહી. પછી મોં ખોલ્યું પણ શરૂઆતમાં મોંમાંથી શબ્દ સર્યો નહિ. આખરે મોટે અવાજે એણે ચીસ પાડી, ‘ઓ, કોઈ આવો – કોઈ આવો. ઘરમાં ચોર ભરાયો છે ! છાપરા પરથી કૂદી પયડો છે ! મને મારી નાખશે !’

ડોસીની બૂમ સાંભળી પાડોશમાંથી પંદરવીસ છોકરાં ને ચારપાંચ આધેડ વયના પુરુષો દોડી આવ્યા પણ ડોસીનાં બારણાં અંદરથી બંધ હતા એટલે બહાર ઊભા રહીને એમણે બારણાં ઠોકવા માંડ્યાં. ‘બારણાં ખોલ, બારણાં ઉઘાડ!’ લોકોએ શોરબકોર કરી મૂક્યો.

સદભાગ્યે ડોસીએ મને જોયો નહોતો. એની નજર ચૂકવીને કદાચ ભાગી શકાય પણ બારણાં બહાર ભેગા થયેલા લોકોની નજરમાંથી શી રીતે છટકવું તેની વિસામણમાં હું પડ્યો.

અંતે એક યુક્તિ એકાએક સૂઝી આવી. બારણાં ખોલી બારણાની પાછળ, એની આડશે સંતાઈને હું ઊભો રહ્યો. હુડુડુડુ કરતા છોકરાઓ ને મોટેરાઓ અંદર ઘસી આવ્યા. બધા અંદર આવી ગયા પછી હું પણ બારણા પાછળથી નીકળી સૌ ભેગો ડોસીને આશ્વાસન આપવા ઉપર ગયો.
‘કાં છે ચોર? સાલાને બરાબર સ્વાદ ચખાડીએ ડોસી, બોલ તો ખરી ચોર કાં ભરાયો છે?’
‘હું સું જાણું? આટલામાં જ હસે.’
‘પણ ચોર જ છે એમ તું સા પરથી કહે છે?’ કોઈકે પૂછયું.
‘નઈ તારે? છાપરું તોડીને બીજો કોણ મારો બાપ આવવાનો’તો?’
‘તારો બાપ નઈ ને તારો દાદો, પણ તેં દીઠો હોય તો બોલી મરની?’ એક અધીરા ગૃહસ્થે આસપાસ નજર નાખીને પૂછયું.
‘અહીં તો કોઈ તારો કાકો બી નથી.’ બીજાએ કહ્યું.
‘અરે! ડોસીમાને સપનુંબપનું આવ્યું હશે.’ ત્રીજાએ કહ્યું.
‘અહીં ઊંઘ્યું છ કોણ કે સપનું આવે?’ ડોસીએ કહ્યું.
‘પણ આ છાપરું તૂટ્યું છ તે તો સપનું નથી કેની?’ એક દોઢડાહ્યાએ શંકા ઉઠાવી.
‘પવન ઝપાટો લાગ્યો હસે. છાપરામાં કંઈ દમ જેવું બી હતું ખરું? એ તો પવનનો એક ઝપાટો વાયગો ને છાપરું થઈ ગયું રામશરણ, હવે ચાલો ઘર ભેગા થઈ જઈએ. અહીં કાંઈ કરવાનું નથી.’ એમ કોઈકે કહ્યું ને પછી સૌ ત્યાંથી વીખરાઈ ગયાં.