હાસ્ય સપ્તરંગી (19)’ હસવા માંથી ખસવું ‘-આરતી રાજપોપટ

હાસ્ય આપણી આસપાસ બનતી રોજબરોજ ની ઘટમાળ માંથી જ મળી આવતું હોય છે,તો ક્યારેક કોઈક વીતી ગયેલ પ્રસંગ કે ઘટના એવી હોય છે જેને યાદ કરતા હાસ્ય વગર નથી રહી શકતા.વડીલો આપણને કહેતા એ પ્રમાણે હસવા માંથી ખસવું થતા થતા રહી ગયું હોય એવી એક વાત અમારા દાદી કહેતા એ મારા શબ્દો માં કહું છું .

વલ્લભભાઈ તેમના પત્ની,દીકરો ને વહુ ને તેમનો એક દીકરા નો પરિવાર ગામ માં રહે.એમની ઘેર એમના બનેવી નો મુંબઈ થી એક દિવસ મેલો (કોઈક ના અવસાન નિમિતે આવતી ટપાલ) આવે છે.પ્રવીણ નું અવસાન થયું છે ભગવાન ની મરજી આગળ આપણું કશું નથી ચાલતું .એવા સમાચાર જણાવે છે.તેમના ઘેર તો આઘાત અને શોક થી સન્નાટો છવાઈ જાય છે, બહેન ના જુવાન જોધ 17-18 વર્ષ ના દીકરા ના આવા દુઃખદ સમાચાર, રોકકળ મચી જાય છે ને આખું મોસાળ ભેગું થઇ જાય છે. વહેલી તકે કા ણ લઇ મુંબઈ જવું જોય ,એવું નક્કી કરવામાં આવે છે,અને રૂબરૂ પહોંચી એ પહેલા દિલાસો દર્શાવતો એક અર્જન્ટ તાર મોકલે છે.ચાર પાંચ દિવસ પછી ની માંડ કરી ટિકિટ મળે છે,ત્યાં સુધી ગામ માં રહેતા માણસો ને મોઢે આવવા અહીં ભેગું થવું રોજ એવું નક્કી થાય છે.સફેદ સાડલા શોક નું વાતાવરણ માં ઘર ની સ્ત્રી ઓ બેઠેલી છે ને ઘુમતા કાઢી છાતી ફૂટી પોક મૂકી રડતી સ્ત્રી ઓની કે ણ બહાર ગામ થી આવે છે બધા એકબીજાને દિલાસો આપે છે રડે છે ત્યાં પુરુષો દાખલ થાય છે તેમાં મુંબઈ થી વલ્લભભાઈ ના બનેવી ને એમનો મોટો દીકરો આવે છે જોય ને નવાઈ લાગે છે કે બેન ના ઘર માં મૃત્યુ થયું છે ને આ લોકો અહીં? શું વાત હશે,બધાની વચ્ચે કેમ પૂછવું?ત્યાં ફરી હૈયા ફાટ રુદન સાથે મુંબઈ વાળા બહેન “ભાભી અરર આ સુ થઇ ગયું ,બિચારી વહુ ની પણ દયા નો આવી બગવાન ને ,હિમ્મત રાખો હવે તમારે જ એને સંભાળ લેવાની છે. ભાભી વિચારે આ બેન શું બોલે છે,ત્યાં તેમનો દીકરો દુકાને થી આવ્યો એને જોઈ ને દેવુંફુઆ બરાડો પાડે છે, “ભાઈ-ભાભી આ શું મજાક છે પ્રવીણ તો અહીં સાજો નરવો છે,તો એવો ખોટો તાર કેમ કર્યો?
‘ અમને તો મુંબઈ થી પ્રવીણ ના ખબર ની ટપાલ મળી એટલે તાર કર્યો ,પણ અમે એજ પૂછવા ના હતા કે આવે વખતે તમે લોકો અહીં? ‘
“ટપાલ …કેવી ટપાલ”?
તમે આ શું બોલો છો ,મુંબઈ પ્રવીણ ,એને શું થયું છે? એ તો ઘોડા જેવો છે.
તો આવી ટપાલ કેમ મળી તમારા હાથે લખેલી ?
અને અચાનક બધા ને ચમકારો થયો.
વાત એમ હતી કે દેવુંફુઆ નો દીકરો પ્રવીણ ખુબ મજાકિયા સ્વભાવ નો ને મોટામામા ને ત્યાં સૌનો લાડકો,એપ્રિલ મહિનો હતો તો મામા ને ઘેર બધાને એપ્રિલફૂલ બનાવવા પોતાના અકાળે અવસાન થયાનો કાગળ પોતાનાં પિતા નાં નામે લખ્યો .ગામ થી તાર મળતાં મુંબઈ માં એ લોકો વલ્લભભાઇ નો દિકરો જેનું નામ પણ પ્રવિણ હતું તેનુ અવસાન થયું છે એવું સમજ્યા ને તાર મળતાજ તરત દેશ આવવા નિકળી ગયા ભાઈ ના યુવાન દીકરા ના સમાચાર મળતાં એક દિવસ ની પણ રાહ જોયા વિના તાત્કાલિક નીકળી આ લોકો ની પહેલાં પહોંચી ગયાં .
અને આખી વાત સમજાતા દેવુંફુંઆ નો ગુસ્સો સાતમાં આસમાને ,તાબડતોબ મુંબઈ થી પ્રવિણ ને બોલવ્યો .
આવતાં જ ‘તુ મને ઘર માં જોઈ નઈ ,પગ નઈ મુકતો મારા ઘર માં આજ પછી આવી મશ્કરી હોતી હશે ,હસવા માંથી ખસવું થઇ જતા વાર લાગે?તું તો સાજો નરવો રહી અમારા માંથી જ કોક એ ભગવાન ના ઘરે મોકલી દેત ‘.વલ્લભ મામા ભાણીયા નો પક્ષ લઇ વચ્ચે પડ્યા ફુઆ ને શાંત કર્યા ને પછી બધા કેવો ગોટાળો થયો યાદ કરી પેટ પકડી ને હસ્યાં .
મુંબઈ વાળા પ્રવીણ નું તો વ્યક્તિત્વ જ એવું હતું માંડ ચાર ફૂટ ની વામન કાયા શરારતી ચહેરો અને મશ્કરો સ્વભાવ ,આવી ઇમેજ ને લીધે મુવી માં પણ નાના મોટા કોમેડી રોલ કરતા.
આજે લગભગ પચાસ વર્ષ પછી પણ આ વાત યાદ કરી બધા પેટ પકડી હશે છે.
તા.ક બંને પ્રવીણભાઈ આજે પણ જીવિત છે. એક 82 ના ને બીજા લગભગ 70 ની આસપાસ

આરતી રાજપોપટ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.